મૃતદેહના અસ્થિ-વિસર્જન વિશેનું શાસ્ત્ર

 

અસ્થિ-વિસર્જન

‘પ્રથમ મંત્રોચ્ચાર સહિત અગ્નિની સહાયતાથી મૃતદેહને પૃથ્વીના વાતાવરણથી મુક્ત કરવામાં આવે છે. ત્યાર પછી શેષ અસ્થિઓનું જળમાં વિસર્જન કરીને સંબંધિત જીવ દ્વારા થયેલા પાપોનું પરિમાર્જન કરવામાં આવે છે. જળ પાપનાશક છે, અર્થાત્ જળ સર્વસમાવેશક હોવાથી સર્વ પ્રકારની લહેરોને, તેમજ સ્થૂળ અને સૂક્ષ્મ વાયુઓને આંતરિક નિર્ગુણ શક્તિના બળ પર પોતાનામાં સમાવી લે છે.

જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે. તેને કારણે દેહના માથું, તેમજ હાથ-પગની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. તેથી પ્રત્યક્ષ પાપકર્મોમાં સહભાગી થનારા શરીરના વિશેષ ભાગોની અસ્થિઓનું વિસર્જન કરીને તેમના માધ્યમ દ્વારા પાપક્ષાલન કરવામાં આવે છે અને જીવને પાપ-પુણ્યના ફેરામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.’