જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૩

 પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકો માટે મહત્વની માહિતી

ચોમાસામાં અતિવૃષ્‍ટિ થવાથી જળપ્રલય (મહાપૂર) થાય છે. અન્‍ય ઋતુઓમાં પણ વાદળાં ફાટવાથી જળપ્રલય થઈ શકે છે. વર્ષ ૨૦૧૯માં મહારાષ્‍ટ્ર અને કર્ણાટક  રાજ્‍યોમાંના અનેક શહેરો અતિવૃષ્‍ટિને કારણે જળમય બની ગયાં. ઘણા ગામોને જોડનારા રસ્‍તા ધ્‍વસ્‍ત થવાથી વાહનવહેવાર ખોરવાઈ ગયો. સહસ્રો નાગરિકોના ઘરો પાણી નીચે ડૂબી ગયા. કેટલાક ઠેકાણે પાણીનો પ્રવાહ એટલો વેગવાન હતો કે, તેમાં માણસો, ગાડીઓ અને ઢોરઢાંખર પણ વહી ગયા. પેટ્રોલ, ડિઝલ, દૂધ ઇત્‍યાદિ જીવન આવશ્‍યક વસ્‍તુઓ મળવાનું દુર્લભ થયું. અચાનક ઉદ્‌ભવેલી આ નૈસર્ગિક આપત્તિથી જનજીવન પૂર્ણ રીતે ખોરવાઈ ગયું.

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે.

આ લેખનો પહેલાંનો ભાગ ૨ વાંચવા માટે આગળ જણાવેલી લિંક પર ક્લિક કરો : જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

 

૬. પૂરના પાણીમાંથી બહાર પડવા માટે કરવાની પૂર્વસિદ્ધતા

અ. કેટલીક વાર પૂરના પાણીની સપાટી ૭ – ૮ ફૂટ અથવા તેનાં કરતાં વધુ હોય છે. આવા સમયે વ્‍યક્તિને જો તરતા આવડતું ન હોય, તો તેનો જીવ જોખમમાં મૂકાય છે. તેથી વધારેમાં વધારે લોકોએ તરતાં શીખી લેવું.

આ. પૂરના પાણીમાંથી સુરક્ષિત સ્‍થાન પર જવા માટે ‘લાઈફ જૅકેટ’નો (‘જીવરક્ષક જાકિટ’નો) ઉપયોગ કરી શકાશે. તેથી પાણી ગમે તેટલું ઊંડું હોય, તો પણ વ્‍યક્તિ તેમાં ડૂબી જતી નથી. ‘લાઈફ જૅકેટ’ વેચાતું લઈ રાખવાથી આપત્‍કાલીન સ્‍થિતિમાં તેનો ઉપયોગ કરી શકાશે.

ઇ. વાહનના ‘ટાયરના ટ્યૂબ’માં હવા ભરીને તેનો ઉપયોગ કરવાથી ડૂબવા સામે રક્ષણ થાય છે. તેથી ઘરમાં જેટલા જણ છે, તેટલી સંખ્‍યામાં ‘ટાયર ટ્યૂબ’ રાખવા.

 

 ૭. અન્‍ય મહત્વનાં સૂત્રો

૭ અ. જીવન માટે આવશ્‍યક સામગ્રી એકત્રિત રાખવી

મહાપૂર, ભૂકંપ અથવા અન્‍ય આપત્‍કાલીન પ્રસંગ ઉદ્‌ભવે તો તાત્‍કાલિક ઘર છોડીને અન્‍ય ઠેકાણે સ્‍થળાંતરિત થવું પડે છે. આવા સમયે ઘરમાંની મહત્વની વસ્‍તુઓ ભેગી કરવા માટે સમય મળતો નથી. તેથી એકાદ થેલીમાં જીવન માટે આવશ્‍યક વસ્‍તુઓ (કપડાં, ઔષધીઓ ઇત્‍યાદિ) એકત્રિત રાખવા. પાણીથી ભીંજાય નહીં, એવી થેલી રાખવી.

૭ આ. વસ્‍તુઓ સહેજે જડે એવા ઠેકાણે રાખવી

સારી ગુણવત્તા ધરાવનારી ‘પ્‍લાસ્‍ટિક શીટ’, તેમજ મજબૂત દોરીઓ ઘરમાં હોવી જોઈએ અને તે ‘સહેજે જડે’, એવા સ્‍થાને રાખવી. જેથી પૂરસ્‍થિતિમાં વસ્‍તુઓ બાંધવા માટે તેનો ઉપયોગ થશે.

૭ ઇ. મહત્વના સંપર્ક ક્રમાંક અને સરનામાં વહીમાં નોંધી રાખવા

વીજળી ન હોવાથી ભ્રમણભાષ ભારિત (ચાર્જ) કરવામાં અડચણ આવે છે. તેથી એકબીજાને સંપર્ક કરવામાં અડચણ આવે નહીં, તે માટે પોતાનાં સગાંસંબંધીઓ, પોલીસ થાણું, અગ્‍નિશમન દળ, આપણી નજીકના રુગ્‍ણાલયો ઇત્‍યાદિ ઠેકાણેના દૂરભાષ ક્રમાંક અને સરનામાં એક નોંધવહીમાં નોંધીને તે પોતાની પાસે રાખવા. તેથી અન્‍ય માર્ગથી, ઉદા. અન્યોના ભ્રમણભાષ પરથી / દૂરભાષ પરથી તેમની સાથે સંપર્ક કરી શકાશે.

 

૮. ચોમાસા પહેલાં કરવાની પૂર્વસિદ્ધતા

અ. માનવી કરતાં પ્રાણીઓમાં જોખમની સંવેદના જાણવાની ક્ષમતા વધારે હોય છે. તેથી ઘરમાં પાળેલા પ્રાણીના વર્તનમાં પાલટ જણાતો હોય, તો ચેતી જવું.

આ. પ્રાણીઓને (કૂતરાં, ગાય ઇત્‍યાદિને) સુરક્ષિત સ્‍થાન પર ખસેડવા. ત્‍યાં તેમના માટે ચારો-પાણી ઉપલબ્‍ધ થાય, એમ જોવું. આપત્તિના પ્રસંગે પ્રશાસન, તેમજ સ્‍વયંસેવી સંગઠનાઓ દ્વારા પ્રાણીઓને સુરક્ષિત ઠેકાણે રાખવાની વ્‍યવસ્‍થા કરી હોય, તો તેનો પણ લાભ લઈ શકાશે. (વર્ષ ૨૦૧૯માં પશ્‍ચિમ મહારાષ્‍ટ્રમાં આવેલા મહાપૂરમાં મરી ગયેલા પશુધનનો જ્ઞાત આંકડો ૮ સહસ્ર હતો; પણ તેનાં કરતાં પણ તે વધુ હોઈ શકે.)

ઇ. ‘પૂરસ્‍થિતિ આવે તો આપણાં સગાંસંબંધી, પરિચિત, સ્‍નેહીમાંથી કોઈકને ત્‍યાં રહેવા જઈ શકાય શું ?’, તેનો વિચાર કરી રાખવો. જેથી છેવટની ઘડીએ શોધ કરવામાં સમય વેડફાય નહીં.

ઈ. આપત્‍કાલીન સ્‍થિતિમાં ઘરમાંની વૃદ્ધ વ્‍યક્તિ અને નાના છોકરાંઓને ‘શું શું જોઈશે ?’, તેનો વિચાર કરીને તેમની વ્‍યવસ્‍થા કરી રાખવી.

ઉ. ઘરને જો ભોંયતળિયું હોય, તો ત્‍યાંની સામગ્રી ઉપરના માળે લાવી રાખવી. ઘરમાં પાણી આવ્‍યા પછી ખરાબ થઈ શકે, તેવી વસ્‍તુઓ (ઉદા. ગાદલાં, વધારાનાં ઓશિકા, મોટી રજાઈઓ) હોય તો તે પણ સુરક્ષિત સ્‍થાન પર ખસેડવી.

ઊ. ઘરમાંનું લાકડાનું ફર્નીચર સુરક્ષિત ઠેકાણે ખસેડવું. તેમ બને એમ ન હોય, તો તે ઘરમાંના કૉલમ (સિમેંટના થાંભલા), બારી ઇત્‍યાદિ સાથે સાંકળથી બાંધી રાખવું. તેથી પાણીના પ્રવાહમાં તે અન્‍યત્ર જાય નહીં.

એ. પૂર સમયે જો આપણે અન્‍યત્ર સ્‍થળાંતરિત થવાના હોઈએ, તો તે સમયે આપણા પૂજાઘરમાંની નાના આકારની મૂર્તિઓ, તેમજ દેવતાઓનાં ચિત્રો સાથે લઈ જવાં. જો સર્વ મૂર્તિઓ સાથે લઈ જવાનું સંભવ ન હોય તો પૂજાઘરમાંની નાના આકારની મૂર્તિઓ, દેવતાઓના પતરાં પરનાં ચિત્રો, શાલીગ્રામ ઇત્‍યાદિ ‘સ્‍ટીલ’ અથવા ‘ઍલ્‍યુમિનિયમ’ના ડબામાં કપડું મૂકીને તેમાં મૂકી શકાશે. એકજ ડબામાં એક કરતાં વધુ મૂર્તિઓ રાખીએ તો પણ ચાલે; પણ બે મૂર્તિ વચ્‍ચે મુલાયમ કપડું અથવા રૂ મૂકવું. જેથી મૂર્તિ એકબીજા પર અથડાઈને મૂર્તિ ખંડિત થાય નહીં. આ ડબા બને ત્‍યાં સુધી પોતાના ઘરે (પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં) રાખવાને બદલે સગાંસંબંધી અથવા સ્‍નેહીને ત્‍યાં સુરક્ષિત ઠેકાણે રાખવા.

ઐ. ઘરમાંની (વજનમાં) ભારે મૂર્તિઓ અન્‍યત્ર લઈ જવાનું સંભવ ન હોય તો તે સુરક્ષિત સ્‍થાન પર રાખવી. તેમ કરવું સંભવ ન હોય તો મૂર્તિ ઘરમાંના ઊંચા અને સુરક્ષિત સ્‍થાન પર અથવા ઉપરનો માળો હોય, તો ત્‍યાં રાખવી. મૂર્તિ રાખવા માટે આગળ જણાવ્‍યા પ્રમાણે પેટી બનાવી શકાય.

પાણીથી ખરાબ ન થાય તેવા સારા પ્રતિના લાકડાના પાટિયાની ચોરસ પેટી કરવી. થોડા સમય માટે તોયે મૂર્તિઓ તેમાં વ્‍યવસ્‍થિત રહી શકશે. લાકડાની પેટીને રંગકામ કરીને અથવા તેને ‘વૉટરપ્રુફ કોટિંગ’ કરવાથી પેટીનું આયુષ્‍ય વધી શકે છે. સારી પ્રતિનું લાકડું જો ઉપલબ્‍ધ ન હોય તો ફાયબર અથવા અન્‍ય તત્‍સમ સામગ્રી વાપરીને પેટી બનાવવી.

ઓ. વીજળી પર ચાલનારા ઉપકરણોમાં (શીતકબાટ, ધુલાઈ યંત્ર, દૂરચિત્રવાણી સંચ, ‘ઓવ્‍હન’ ઇત્‍યાદિમાં) પાણી જવાથી તે બગડી જઈ શકે છે. તેથી તે ‘પ્‍લાસ્‍ટિક’થી વ્‍યવસ્‍થિત બાંધીને સુરક્ષિત સ્‍થાન પર રાખવા. ભારે વસ્‍તુઓ અને ઉપકરણો ખસેડવાનું સંભવ ન હોય, તો તે પણ ઉપરોક્ત પ્રમાણે પૅક કરીને સાંકળથી ભીંત સાથે બાંધી રાખવી. જેથી પાણીની સપાટી વધવા છતાં તે વહી જશે નહીં.

ઔ. પૂરસ્‍થિતિમાં વિદ્યુત પુરવઠો અનેક કલાકો માટે, તો ઘણે ઠેકાણે અનેક દિવસો સુધી ખંડિત થાય છે. આવા સમયે ભ્રમણભાષ ‘ડિસ્‍ચાર્જ’ થવાથી સંપર્ક કરવામાં અનેક અડચણો આવે છે. તેથી ‘પાવર બૅંક’નો પર્યાય વાપરી શકાય. ઘરમાં જૂના ભ્રમણભાષ સંચ હોય તો ‘તે ચાલુ સ્‍થિતિમાં છે શું ?’, તે જોવું.  છેવટની ઘડીએ તેમનો ઉપયોગ કરી શકાશે.

અં. છત્રી, રેનકોટ, તેમજ વરસાદમાં વાપરવાના બૂટ હોય, તો તે પહેલેથી સ્‍વચ્‍છ કરી રાખવા.

ક. ઘરની આજુબાજુમાં પાણીના ડબકાં નિર્માણ થયા હોય તો તેમાં પાણી ભેગુ થઈને મચ્‍છરનો પ્રાદુર્ભાવ થવાની શક્યતા હોય છે. તેથી બને ત્‍યાં સુધી આજુબાજુના પરિસરમાં પાણી ભેગું થવા દેવું નહીં, તેમજ મચ્‍છર સામે રક્ષણ થવા માટે ઉપાયયોજના કરી રાખવી.

ખ. પ્રશાસન અને હવામાન ખાતા દ્વારા સમય સમય પર પ્રસારિત થનારી સૂચનાઓનું પાલન કરવું. તેના ભણી દુર્લક્ષ કરવું નહીં.

(સદર લેખમાલિકાના સર્વ અધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

 

લોકો,આપત્‍કાળની દૃષ્‍ટિએ ભૌતિક
સ્‍તર પરની સિદ્ધતા કરવા સાથે જ સાધનાનો
આરંભ કરીને આધ્‍યાત્‍મિક સ્‍તર પર પણ સિદ્ધતા કરો !

મહાપૂરની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર ભલે ગમે તેટલી સિદ્ધતા કરીએ, તો પણ આપણું રક્ષણ થવા માટે ભગવાનની નિત્‍ય આરાધના (સાધના) કરવી જોઈએ. સર્વસામાન્‍ય વ્‍યક્તિ આપત્‍કાલીન સ્‍થિતિમાં ગભરાઈ જાય છે. સાધના કરનારા (સાધકના) મનમાં ‘આ પ્રસંગમાં ભગવાન મારું રક્ષણ કરશે’, તેવી દૃઢ શ્રદ્ધા હોવાથી તે કઠિન પરિસ્‍થિતિમાં પણ સ્‍થિર રહી શકે છે. જીવનમાં ઘડનારા દુઃખદ પ્રસંગોનો ધીરજથી સામનો કરવાની શક્તિ કેવળ સાધનાને કારણે જ પ્રાપ્‍ત થાય છે.

લોકો, આપત્‍કાળમાં આપણું જીવન સુસહ્ય થવા માટે સાધનાનો ત્‍વરિત આરંભ કરો અને આપત્‍કાળનો સામનો કરવા માટે સર્વ સ્‍તર પર સિદ્ધ થાવ !

 

વાચકોને આવાહન !

મહાપૂરની દૃષ્‍ટિએ કેટલાક માર્ગદર્શક સૂત્રો અત્રે આપી રહ્યા છીએ. આ વિષયના અનુષંગથી વાચકોને જો કાંઈ સૂત્રો સૂચિત કરવા હોય તો તેમણે તે નીચે જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવા, એવી વિનંતિ ! તેને કારણે આ વિષય ઊંડાણથી સમાજ સામે પ્રસ્‍તુત કરી શકવામાં સહાયતા થશે.

સંગણકીય સરનામું : [email protected]
ટપાલનું સરનામું :

સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment