મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્‍યાદિ આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૬

Article also available in :

આપત્‍કાળમાં મહાયુદ્ધ, ધરતીકંપ, સુનામીની જેમ જ ગરમીનું મોજું આવવાની સંભાવના છે. વર્તમાનમાં ભારતમાં જ નહીં, જ્‍યારે યુરોપમાં પણ તાપમાનમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થવા લાગી છે. તાપમાન વધવાથી એંટાર્ટિકા પ્રદેશનો બરફ ઓગળવાની ક્રિયા અનેક વર્ષોથી ચાલુ જ છે; પણ પ્રત્‍યક્ષ ગરમીને કારણે અનેક માંદગીઓ થતી હોય છે. ભારતમાં લૂ લાગવાથી સેંકડો લોકોના મૃત્‍યુ થતા હોય છે. ગરમીનું મોજું અને લૂ લાગવી એટલે શું, ગરમીના મોજાનું પરિણામ, તેને કારણે થનારી માંદગી, નવું ઘર બાંધતી વેળાએ ઉષ્‍ણતા સામે રક્ષણ થવા માટે શું કરવું ? ભવિષ્‍યમાં વિવિધ કારણોસર જો ગરમીનું મોજું ફરી વળે તો શું ઉપાયયોજનાઓ કરવી જોઈએ ? આ વિશેની જાણકારી આ લેખમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્‍યો છે.

ભાગ ૫ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10500.html

૨ ઇ. લૂ લાગવી (ગરમીનું મોજું)

૨ ઇ ૧. લૂ લાગવી એટલે શું ?

ભારતીય હવામાન વિભાગ અનુસાર સપાટ પ્રદેશના એકાદ ઠેકાણેનું તાપમાન ૪૦ અંશ સેલ્‍સિયસ અથવા તેના કરતાં વધારે, સમુદ્રકિનારા પરના ઠેકાણે ૩૭ અંશ સેલ્‍સિયસ અથવા તેના કરતાં વધારે અને ડુંગરાળ પ્રદેશના ઠેકાણેનું ૩૦ અંશ સેલ્‍સિયસ અથવા તેના કરતાં વધારે થાય છે અને તાપમાનમાં સરેરાશ તાપમાન કરતાં ૪.૫ થી ૬.૪ અંશ સેલ્‍સિયસનો વધારો થાય છે, ત્‍યારે ગરમીના મોજા નિર્માણ થાય છે. ગરમીના મોજાને કારણે માનવી શરીરનું પોતાનું તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા ઘટે છે અને તેથી જ તે જોખમકારક પૂરવાર થાય છે.

૨ ઇ ૨. ગરમીના મોજાનું પરિણામ

વર્ષ ૨૦૦૩માં આવેલા ગરમીના મોજામાં તે પહેલાના મોજા કરતાં ૭૦ સહસ્ર લોકોનું લૂ લાગવાને કારણે મૃત્‍યુ થયું. અચાનક આવતાં પૂર (ફ્‍લૅશ ફ્‍લડ્‌સ), જંગલમાં દાવાનળ સળગવા, વિમાનના ઉડ્ડયન પર પરિણામ, રેલ્‍વે પાટા ઓગળી જવા જેવી બાબતો બની છે.

૨ ઇ ૨ અ. ગરમીના મોજાને કારણે લૂ લાગવાની (સનસ્‍ટ્રોકની) સંભાવના

લૂ લાગવી એટલે પ્રખર તડકામાં વધારે સમય ફરવાથી અથવા તાપમાનમાં વધારે પલટો રહેલી જગ્‍યાઓએ ફરવાથી (ઉદા. વાતાનુકૂલિત ઓરડામાંથી પ્રખર તડકામાં અથવા તેના વિરુદ્ધ) થનારી વ્‍યાધિ. આમાં અચાનક શરીરનું તાપમાન ૧૦૪ અંશ ફૅરનહાઇટ કરતાં વધારે થાય છે. તે નિયંત્રણમાં ન આવે તો મૃત્‍યુ નિપજે છે. આને અંગ્રેજીમાં ‘સનસ્‍ટ્રોક’ અથવા ‘હીટસ્‍ટ્રોક’ કહે છે.

૨ ઇ ૨ આ. લૂ લાગવાની ભીષણતા

વર્ષ ૨૦૧૫માં આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્‍યોમાં લૂ લાગવાને કારણે ૧ સહસ્ર ૪૦૦ કરતાં વધારે લોકોનું મૃત્‍યુ થયું હતું.

૨ ઇ ૨ ઇ. આગામી આપત્‍કાળમાં ગરમીનું મોજું મોટી આપત્તિ પૂરવાર થશે ?

હવામાન પલટાનું પરિણામ સમગ્ર વિશ્‍વમાં દેખાઈ આવે છે. પૃથ્‍વી પરનું તાપમાન વધી રહ્યું છે. એંટાર્ટિકાનો બરફ ઓગળવા લાગ્‍યો છે. યુરોપમાંનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્‍સિયેસ સુધી પણ પહોંચી ગયું હતું. આગામી સમયમાં તેમાં વધારો થવાની સંભાવના છે. ‘એન્‍વાયરન્‍મેંટલ રિસર્ચ લેટર’ આ શોધપત્રિકામાં પ્રસિદ્ધ થયેલા શોધનિબંધ અનુસાર વર્ષ ૨૧૦૦ સુધી પ્રત્‍યેક વર્ષે ૧૨૦ કરોડ લોકો લૂ લાગવાનો ભોગ બની શકે છે.

આધુનિક વૈદ્ય (ડૉ.) દુર્ગેશ સામંત
૨ ઇ ૩. ઉષ્‍ણતાને કારણે થનારી માંદગી

‘ઉનાળામાં અથવા વધારે ઉષ્‍ણ વાતાવરણમાં અથવા ગરમીના મોજામાં વ્‍યક્તિને ઉષ્‍ણતા વિશે શારીરિક કટોકટીનો સામનો કરવો પડી શકે છે. તેના ૩ સ્‍તર આ પ્રમાણે છે.

અ. ઉષ્‍ણતાથી સ્‍નાયુ ખેંચાવા (Heat Cramps)

આ. ઉષ્‍ણતાથી થાક (Heat Exhaustion)

ઇ. લૂ લાગવી (Heat Stroke)

ઉષ્‍ણતાથી સ્‍નાયુ ખેંચાવા લાગ્‍યા પછી યોગ્‍ય ઉપચાર ન મળે તો એકાદને ચઢતા ક્રમથી આગળ જણાવેલાં સંકટોનો સામનો કરવો પડી શકે છે. ઘણી વાર પ્રથમ અથવા બીજો સ્‍તર અનુભવ કર્યા વિના, સીધો જ ઉષ્‍ણતાથી થાક અથવા લૂ લાગવી એમ પણ બની શકે છે. આ ત્રણેય સ્‍તરમાં ગંભીરતા જાળવવી જોઈએ. તેને વૈદ્યકીય સહાયતા મળે, તે માટે પ્રયત્ન કરવા જોઈએ. વૈદ્યકીય સહાયતા મળે ત્‍યાં સુધી બને તેટલા પ્રાથમિક ઉપચાર કરવા જોઈએ.

૨ ઇ ૩ અ. ઉષ્‍ણતાથી સ્‍નાયુ ખેંચાવા (Heat Cramps)

હાથના, પિંડીના, પગના તળિયાના, પેટના સ્‍નાયુઓ ખેંચાવા, ઘણો પરસેવો વળવો, આવાં લક્ષણો જોવા મળે છે. ઘણીવાર શ્રમ કરતી વેળાએ અથવા કર્યા પછી થોડા કલાક રહીને આમ થઈ શકે છે.

વૈદ્યકીય સહાયતા મળે ત્‍યાં સુધી આવા રુગ્‍ણને

૧. ઠંડા વાતાવરણમાં લઈ જવો. તેના પર સીધો સૂર્યપ્રકાશ આવે નહીં, એવું કરવું.

૨. જે સ્‍નાયુઓ ખેંચાતા હોય તેને હળવાશથી ચોળવા. ખેંચ આવાતી હોય તે સ્‍નાયુઓ હળવાશથી ખેંચવા.

૩. ઠંડું પાણી અથવા યોગ્‍ય ક્ષારયુક્ત પાણી (ઇલેક્‍ટ્રોલ) પ્રત્‍યેક ૧૫ મિનિટે આપવું.

૨ ઇ ૩ આ. ઉષ્‍ણતાથી થાક ( Heat Exhaustion)

આમાં શરીરની અંદરનું તાપમાન (Core temperature) ૧૦૧ થી ૧૦૪ ડિગ્રી ફૅરનહાઇટ જેટલું વધેલું હોઈ શકે છે. ઘણો પરસેવો વળે છે. ત્‍વચા ભીનાશ વાળી થઈને ઠંડી અને ઝાંખી પડે છે. ત્‍વચાનો રંગ જો કાળાશ ધરાવતો હોય, તો નખ, હોઠ અને નીચેની પાપણી ખેંચી જોવાથી ત્‍યાંની ત્‍વચાનો હંમેશાંનો રંગ પલટાયેલો જોવા મળે છે. માથાનો દુખાવો, ઊલટી જેવું લાગવું અથવા ઊલટી થવી, ભૂખ ન લાગવી, ઘણી તરસ લાગવી, નબળાઈ, નિરુત્‍સાહ, સ્‍નાયુઓની વેદના થવી અથવા સ્‍નાયુઓ ખેંચાવા, ચીડચીડ થવી, ચિંતાગ્રસ્‍ત બનવું, તમ્‍મર આવવા જેવાં લક્ષણો આમાં દેખાય છે.

વૈદ્યકીય સહાયતા મળે ત્‍યાં સુધી આવા રુગ્‍ણને

૧. ઠંડા વાતાવરણમાં લઈ જવો. તેના પર સીધો સૂર્યપ્રકાશ આવે નહીં, એવું કરવું.

૨. તેનાં કપડાં ઢીલા કરવાં.

૩. ઠંડાં અને ભીના ટુવાલ કે તેના જેવા કપડાં મોઢું, ગળું, છાતી, પગ પર ઢાંકવા.

૪. શરીર પરથી પવન જાય એ રીતે પંખો લગાડવો.

૫. ઠંડું પાણી અથવા યોગ્‍ય ક્ષારયુક્ત પાણી (૧ ચમચી મીઠું ૫૦૦ મિલી. પાણીમાં) પ્રત્‍યેક ૧૫ મિનિટે આપવું. (એકજ સમયે પુષ્‍કળ પાણી પીવું નહીં.)

૨ ઇ ૩ ઇ. લૂ લાગવી ( Heat Stroke)

આ ઉષ્‍ણતાના કારણસર ઉત્‍પન્‍ન થયેલી આરોગ્‍ય સંકટની કટોકટી છે. જો અહીં અત્‍યંત તત્‍પરતાથી વૈદ્યકીય ઉપચાર ન મળે તો રોગીનું મૃત્‍યુ થાય છે. આમાં રોગીના શરીરનું અંદરનું તાપમાન (Core temperature) ૧૦૪ ડિગ્રી ફૅરનહાઇટ અથવા તેનાથી વધારે હોઈ શકે છે. રુગ્‍ણ અતિશય મૂંઝાયેલો હોવો, તેને આજુબાજુની પરિસ્‍થિતિનું ભાન ન હોવું, તેને ભ્રમ થવો, ત્‍વચા ગરમ, લાલ અને કોરી થવી, પરસેવો ન વળવો, નાડી ઘણી ઝડપથી ચાલવી, રક્તદાબ ઓછો થવો, શ્‍વાસ વેગથી અને ઉપરછલ્‍લો ચાલવો, વાઈ (ફેફરું, ફીટ) આવવી, બેશુદ્ધ થવા જેવાં લક્ષણો આમાં જોવા મળે છે.

વૈદ્યકીય સહાયતા મળે ત્‍યાં સુધી આવા રુગ્‍ણને

૧. ઠંડા વાતાવરણમાં લઈ જવો. તેના પર સીધો સૂર્યપ્રકાશ આવે નહીં, એવું કરવું.

૨. તેનાં કપડાં ઢીલા કરવાં.

૩. ઠંડાં અને ભીના ટુવાલ કે તેના જેવા કપડાં મોઢું, ગળું, છાતી, પગ પર ઢાંકવા. બને તો શરીરનાં બધા અંગો ઠંડાં પાણીથી લૂછતા રહેવું અથવા ઠંડાં પાણીથી સ્‍નાન કરાવતા રહેવું.

૪. માથાં પર, કપાળ પર, જાંઘોમાં, કાંડા પર, બગલમાં બરફ મૂકવો.’

– ડૉ. દુર્ગેશ સામંત, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

૨ ઇ ૪. ઉષ્‍ણતા સામે રક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા

આપણે રહીએ છીએ તે પ્રદેશમાં ઉષ્‍ણતાની લહેર આવતી હોય અથવા ત્‍યાંનો ઉનાળો વધારે કડક હોય, તો ઉષ્‍ણતા સામે રક્ષણ થવા માટે આગળ જણાવેલી પૂર્વસિદ્ધતા કરવી.

૨ ઇ ૪ અ. ઘરનું છાપરું અને ભીંતો ઠંડાં રાખવા

‘ઘરને સ્‍લેબનું છાપરું હોય, તો તે ઠંડું રાખવાની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. છાપરા પર શાકભાજી અથવા ફૂલઝાડ ઉછેરી શકાય છે. તે માટે કૂંડાઓનો (અને ગમલાઓનો ઉપયોગ કરી શકાશે. તેથી તડકાનો ત્રાસ ઓછો થવામાં સહાયતા થશે. ઘરની ભીંત પર વેલ વધારી શકાય છે. તેને કારણે પણ ભીંતો થોડા પ્રમાણમાં ઠંડી રહેશે.

૨ ઇ ૪ આ. બારીની કાચને તાત્‍પુરતું (આચ્‍છાદન, આવરણ) કપડું ઢાંકવું !

ઘરની બારીઓમાંથી કડક તડકો ઘરમાં આવતો રોકવા માટે બહારથી ખસના પડદા, કાર્ડબોર્ડ ઇત્‍યાદિ બાબતો ઉનાળાના સમયગાળામાં આવરણ તરીકે લગાડી શકાય છે. તેમજ તડકો અટકાવનારી કાચ પણ બેસાડી શકાય છે.

૨ ઇ ૪ ઇ. ઘરમાં વાતાનુકૂલિત યંત્ર બેસાડવું !

ઉષ્‍ણતાની લહેરમાં ઘરનું વાતાવરણ ઠંડું રાખવા માટે બને તો વાતાનુકૂલિત યંત્ર બેસાડી શકો.

૨ ઇ ૪ ઈ. નવું ઘર બાંધતી વેળાએ આ કરો

‘નવું ઘર બાંધતી વેળાએ ગરમી સામે રક્ષણ થવા માટે કેટલીક બાબતોનો ઉપયોગ કરી શકાય છે. ભીંતો જાડી રાખવી. તે માટે ‘કેવિટી વોલ’ને કારણે (આમાં બહારની ભીંત અને અંદરની ભીંત આ રીતે ૨ સમાંતર ભીંતોમાં થોડા ઇંચ જગ્‍યા રાખીને બાંધવામાં આવે છે. તેથી બહારની ભીંતો પરના તડકાની ઉષ્‍ણતાનું થનારું પરિણામ વચમાં તિરાડ હોવાથી અંદરની ભીંતો પર થતું નથી.) અંદરની ભીંતો ઠંડી રહીને ઠંડક રહે છે. રંગકામ કરતી વેળાએ ચૂનો કે માટીનો ઉપયોગ કરવો. પહેલાંના કાળમાં માટીના ઘરો રહેતા. તેથી ઘરમાં ઠંડક રહેતી. બને તો કાચનો ક્યાંય પણ ઉપયોગ કરવો નહીં. ઘર બાંધતી વેળાએ તે ક્ષેત્રમાંના તજ્‌જ્ઞોની સલાહ લઈ શકાય છે.’

સંદર્ભ : પુસ્‍તક – તૈયારી મેં હી સમઝદારી : આપદા સે બચને કે સરલ ઉપાય
વૈદ્ય મેઘરાજ પરાડકર
૨ ઇ ૫. ઉષ્‍ણતા સામે રક્ષણ થવા માટે આ કરો !
૨ ઇ ૫ અ. આવશ્‍યક તેટલું પાણી પીવું

ઉનાળાના દિવસોમાં મોઢું સૂકાઈ જાય ત્‍યાં સુધી રાહ ન જોવી. સાધારણ તરસ લાગે કે, તરત જ આવશ્‍યક તેટલું પાણી પીવું. પ્રત્‍યેકની પ્રકૃતિ અનુસાર પાણીનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. પાણી પીને સમાધાન થાય, તરસ છિપાય અથવા થાક ન લાગે, એટલા પ્રમાણમાં તે પીવું.

૨ ઇ ૫ આ. શીતકબાટમાંનું પાણી પીવાનું ટાળવું

શીતકબાટમાંનું પાણી પીવાને બદલે માટલાનું પાણી, તેમજ ખસ, ગુલાબની પાંખડીઓ નાખીને નૈસર્ગિક રીતે ઠંડું કરેલું પાણી પીવું. શીતકબાટ અથવા કૂલરમાંનું ઠંડું પાણી પીવાથી ગળું, દાંત અને આંતરડા પર દુષ્‍પરિણામ થાય છે; તેથી સાદું અથવા માટલાનું પાણી પીવું. કાકડી, શક્કરટેટી, તડબૂચ, દાડમ જેવા મોસમી ફળો ખાવાં.

૨ ઇ ૫ ઇ. દ્રવપદાર્થોનું આવશ્‍યક એટલા પ્રમાણમાં સેવન કરવું !

લિંબુનું શરબત, કેરીનું શરબત, લસ્‍સી, છાસ, ભાતની કાંજી, ઓ.આર.એસ. (ઓરલ ડિહાયડ્રેશન સોલ્‍યુશન), ત્રોફો (નારિયેળપાણી), કોકમ શરબત, ફળોનો રસ ઇત્‍યાદિ દ્રવપદાર્થો આવશ્‍યક તે પ્રમાણમાં લેવા. જેમને વૈદ્યએ કેટલાક કારણોસર વધારે દ્રવપદાર્થો લેશો નહીં’, એમ કીધું હોય, તેમણે અથવા યકૃતના રોગ, હૃદયરોગ, વાઈ (ફીટ) આવવી ઇત્‍યાદિ માંદગી ધરાવનારાઓએ વૈદ્યનો સમાદેશ લેવો.

૨ ઇ ૫ ઈ. ખસનું પાણી પીવું !

ખસના મૂળિયાની ૨ જુડી સાથે રાખવી. એક જુડી પીવાના પાણીમાં નાખવી અને બીજી તડકે સૂકવવી. બીજા દિવસે તડકે સૂકવેલી જુડી પીવાના પાણીમાં અને પાણીમાંની જુડી તડકે સૂકવવા મૂકવી. આ રીતે પ્રતિદિન કરવું. આ ખસનું પાણી ગરમીના વિકારો દૂર કરનારું છે.

૨ ઇ ૫ ઉ. ઘેરા રંગ ગરમી શોષી લેતા હોય છે. તેથી ઘેરો રંગ ન ધરાવતા સુતરાઉ અને ઢીલાં કપડાં પહેરવા.

૨ ઇ ૫ ઊ. ઘરની બહાર જવાના હોવ, તો માથા પર ટોપી, કપડું બાંધવું અથવા છત્રી લઈ જવી. તેમજ તડકાથી આંખોનું રક્ષણ થવા માટે ચસ્‍મા (ગોગલ), તેમજ ત્‍વચા માટે સનસ્‍ક્રીન ક્રીમનો ઉપયોગ કરવો.

૨ ઇ ૫ એ. નાના બાળકો, માંદા લોકો, વધારે વજન ધરાવનારી વ્‍યક્તિઓ અને ઘરડા માણસોની આ કાળમાં વધુ કાળજી લેવી. આ વ્‍યક્તિઓ ઉષ્‍ણતા સહન કરી શકતી નથી. ગરમીને કારણે તેમને અસ્‍વસ્‍થ લાગી શકે છે. તેથી તેમને લૂ લાગે નહીં, તેની દક્ષતા લેવી.

૨ ઇ ૫ ઐ. બહાર કામ કરનારાઓએ કડક તડકામાં કામ કરવાનું ટાળવું. તે સમયે વિશ્રાંતિ લેવી.

૨ ઇ ૫ ઓ. ઉષ્‍માઘાતનો ત્રાસ થયેલી વ્‍યક્તિના શરીરમાંનું તાપમાન ઓછું કરવા માટે કપાળ પર કપડાંની ગડી ભીની કરીને મૂકવી. તેમાં નિરંતર પાણી રેડતા રહેવું. ફેર ચડતા હોય તો તરત જ ડૉક્‍ટરને સંપર્ક કરવો.

સંદર્ભ : પુસ્‍તક – તૈયારી મેં હી સમઝદારી : આપદા સે બચને કે સરલ ઉપાય

૨ ઇ ૫ ઔ. ‘સવારે દાંત ઘસી લીધા પછી ગાયના ઘીના અથવા કોપરાના તેલના ૨-૨ ટીપાં નાકમાં નાખવા. આને ‘નસ્‍ય’ કહે છે. આને કારણે માથું અને આંખોમાંની ગરમીનું શમન થાય છે.’

૨ ઇ ૫ અં. ઉષ્‍ણ વાતાવરણમાંથી ઠંડા વાતાવરણમાં આવ્‍યા પછી તરત જ પાણી પીવાને બદલે ૧૦-૧૫ મિનિટ પછી જ પીવું.

૨ ઇ ૫ અ:. પગને ચીરા પડવા અને ઉષ્‍ણતાના ત્રાસ થતા હોય તો હાથે-પગે મેંદી લગાડવી.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૮.૪.૨૦૧૪)

૨ ઇ ૬. ગરમીથી રક્ષણ થવા માટે આ કરવાનું ટાળો !

અ. ‘ઘરમાંથી બહાર જવાનું બને ત્‍યાં સુધી ટાળવું. ઉઘાડા પગે બહાર જવું નહીં. ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ ના સમયગાળામાં બહાર જવું નહીં.

આ. બપોરના સમયે ભોજન કે અન્‍ય કોઈપણ પદાર્થો રાંધવા નહીં. તેમ કરવાથી ઘરમાંની ગરમી વધવાનું ટાળી શકાય છે. રસોડામાં ભોજન રાંધતી વેળાએ બારી ખુલ્‍લી રાખવી.

ઇ. ચા, કોફી, મદ્ય (દારૂ) પીવાનું ટાળવું.

ઈ. વધારે ઉષ્‍ણતા પ્રક્ષેપિત કરનારા વધારે ‘વેટ’ના દીવા (બલ્‍બ), હેલોજન લગાડવાનું ટાળવું.’

સંદર્ભ : પુસ્‍તક – તૈયારી મેં હી સમઝદારી : આપદા સે બચને કે સરલ ઉપાય

ઉ. ‘વધારે વ્‍યાયામ, વધારે પરિશ્રમ, વધારે ઉપવાસ, તડકામાં ફરવું અને તરસ-ભૂખ રોકી રાખવી ઇત્‍યાદિ બાબતો ટાળવી.

ઊ. ચટકદાર, લૂખા, વાસી, ખારા, વધારે તીખા, મસાલેદાર અને તળેલા પદાર્થો તેમજ આમચૂર, અથાણાં, આમલી ઇત્‍યાદિ ખાટાં પદાર્થોને કારણે પિત્ત વધે છે. પિત્ત વધવાથી ગરમીના ત્રાસ વધે છે. તેથી આ પદાર્થોનું સેવન ટાળવું.

એ. ઠંડાંપીણાં (કોલ્‍ડડ્રિંક્સ), આઈસ્‍ક્રીમ, રસાયણો વાપરેલા ફળોના ડબાબંધ રસનું સેવન કરવું નહીં. આ પદાર્થો પચનશક્તિ બગાડે છે. તેમના વધારે સેવનથી રક્તધાતુ દૂષિત બનીને ત્‍વચારોગ થાય છે.

ઐ. આ ઋતુમાં દહીં ખાવું નહીં. તેને બદલે ખાંડ અને જીરૂં નાખીને મીઠી છાસ પીવી.

ઓ. કડક તડકામાં નીકળવાનું થાય, તો પાણી પીને જવું. માથું અને આંખોનું તડકા સામે રક્ષણ થવા માટે ટોપી અને ગોગલનો ઉપયોગ કરવો. પ્‍લાસ્‍ટિકના ચંપલ પહેરવા નહીં.

ઔ. મૈથુન કરવાનું ટાળવું. કરવાનું થાય, તો ૧૫ દિવસમાં એકવાર કરવું.

અં. રાત્રે મોડેસુધી જાગવાનું અને સવારે સૂર્યોદય પછી પણ સૂઈ રહેવાનું ટાળવું.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૮.૪.૨૦૧૪)

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૭

Leave a Comment