જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૨

પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકો માટે મહત્વની માહિતી

ચોમાસામાં અતિવૃષ્‍ટિ થવાથી જળપ્રલય (મહાપૂર) થાય છે. અન્‍ય ઋતુઓમાં પણ વાદળાં ફાટવાથી જળપ્રલય થઈ શકે છે. વર્ષ ૨૦૧૯માં મહારાષ્‍ટ્ર અને કર્ણાટક રાજ્‍યોમાંના અનેક શહેરો અતિવૃષ્‍ટિને કારણે જળમય બની ગયાં. ઘણા ગામોને જોડનારા રસ્‍તા ધ્‍વસ્‍ત થવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. સહસ્રો નાગરિકોના ઘરો પાણી નીચે ડૂબી ગયા. કેટલાક ઠેકાણે પાણીનો પ્રવાહ એટલો વેગવાન હતો કે, તેમાં માણસો, ગાડીઓ અને ઢોરઢાંખર પણ વહી ગયા. પેટ્રોલ, ડિઝલ, દૂધ ઇત્‍યાદિ જીવન આવશ્‍યક વસ્‍તુઓ મળવાનું દુર્લભ થયું. અચાનક ઉદ્‌ભવેલી આ નૈસર્ગિક આપત્તિથી જનજીવન પૂર્ણ રીતે ખોરવાઈ ગયું.

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્‍યા છે. ગત લેખમાં આપણે ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં નવા ઘરનું બાંધકામ કરતા હોઈએ ત્યારે શું કરવું ?’, ‘મહત્વના દસ્‍તાવેજો અને મૂલ્‍યવાન વસ્‍તુઓ સુરક્ષિત રહે એ માટે શું કરવું ?’ તેની માહિતી જોઈ. હવે આગળનાં સૂત્રો જોઈશું.

ભાગ ૧ વાંચવા માટે આગળ જણાવેલી લિંક પર ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/9982.html

 

૪. ‘પાણી, અનાજની અછત લાગે નહીં’, તે માટે શું કરવું ?

પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી

૪ અ. શુદ્ધ જળની અછત નિર્માણ થાય તો પાણીનો સંગ્રહ કરવા માટેની પર્યાયી વ્‍યવસ્‍થા !

મહાપૂર આવી ગયા પછી વીજળી ટ્રાન્‍સફૉર્મર પાણીમાં જવાથી વીજળીની અછત નિર્માણ થાય છે. વીજળીની અછતથી શુદ્ધ જળની અછત નિર્માણ થાય છે. મોટા પ્રમાણમાં પાણી ભરાવવાથી પાણીના ટૅંકર પહોંચવાનું પણ અઘરું હોય છે. પરિણામે પાણી મળી શકતું નથી. તે દૃષ્‍ટિએ આગળ જણાવેલી સિદ્ધતા કરી શકાશે.

૧. વધારાનું પાણી સંગ્રહ કરી રાખવા માટે મોટી ટાંકી, વાસણ અને પીપ હોવા જોઈએ.

૨. અનેક ઘરોની અગાસી પર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી હોય છે. બને તો તે ટાંકીને વધારાની ટાંકી જોડીને પાણીનો સંગ્રહ કરી શકાય છે, જેથી વધારે સમયગાળા માટે પાણીનો સંગ્રહ થઈ શકે.

૩. ઘરના છાપરામાંથી જ્‍યાં વરસાદનું પાણી નીચે આવે છે, તે છાપરાને નળી (વહેળ) બેસાડીને ચોખ્‍ખું પાણી વાપરી શકાય છે અને સંગ્રહી પણ શકાય છે.

૪. ઉપલબ્‍ધ પાણીનો ઉપયોગ કરકસરથી કરવો. પાણીની કરકસર કરવા માટે જમવાના થાળી-વાટકાને બદલે પત્રાળા અથવા કાગળની (ડિસ્‍પોઝેબલ) નાની થાળી, વાટકી, ચમચી ઇત્‍યાદિનો ઉપયોગ કરવો.

૪ આ. પાણી શુદ્ધ કરવાની પદ્ધતિ

૧. ચોમાસામાં, તેમજ પૂરસ્‍થિતિમાં ડહોળા પાણીનો પુરવઠો થાય છે. તેથી પાણી ઉકાળીને, ગાળીને પીવું, ફટકડીનો ઉપયોગ કરવો, ઇત્‍યાદિ પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો.

૨. નારિયેળના કાચલાં બાળીને તેના જે ટુકડા વધે છે, તે પાણીમાં નાખવાથી પાણીનું નૈસર્ગિક રીતે નિર્જંતુકીકરણ થાય છે.

૩. ઘણી ઔષધીઓની દુકાનમાં ‘વૉટર ડિસઇન્‍ફેક્‍શન ટૅબલેટ્‌સ’ (પાણીનું શુદ્ધિકરણ કરવાની ગોળીઓ) મળે છે. ૨૦ લિટર પાણીમાં તેની એક ગોળી નાખવાથી અર્ધા કલાક પછી પાણી આપમેળે જ નિર્જંતુક થાય છે.

૪. વર્તમાનમાં બજારમાં ‘ફિલ્‍ટર વૉટર બૉટલ’ મળે છે. આ બાટલીમાં બેસાડેલા ફિલ્‍ટરની પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ૧ સહસ્ર લિટરની હોય છે. તે બાટલીમાં અશુદ્ધ પાણી રેડવાથી, ફિલ્‍ટરને કારણે પાણીમાંના જીવાણુઓ, ક્ષાર ઇત્‍યાદિ નષ્‍ટ થઈને પાણી શુદ્ધ થાય છે. આપત્‍કાલીન સ્‍થિતિમાં પીવાનું પાણી જો ઉપલબ્‍ધ ન થાય, તો પાણીના શુદ્ધિકરણ માટે આ પર્યાયનો ઉપયોગ કરી શકાશે.

૪ ઇ. અનાજ તડકામાં સૂકવીને હવાબંધ પ્‍લાસ્‍ટિકની થેલીમાં રાખવું

પૂર સ્‍થિતિમાં શાકભાજી, ફળોનો પુરવઠો થતો નથી. તેથી અનાજ, કઠોળ ઇત્‍યાદિનો સંગ્રહ પહેલેથી જ કરવો. તે માટે તે વ્‍યવસ્‍થિત વીણીને તડકામાં સૂકવી લેવા. ‘અનાજને કીડા લાગે નહીં’, તે માટે તેમાં ઔષધ નાખીને તે સારી ગુણવત્તા ધરાવનારી હવાબંધ થેલીમાં નાખવું. આ થેલી મોટા ડ્રમમાં મૂકીને ઊંચા સ્‍થાન પર (ઉદા. માળિયે) મૂકવી. અનાજનું ડ્રમ વારંવાર ખોલવાથી ઔષધીનું પરિણામ ટકતું નથી, તેમજ બહારની હવા લાગીને અનાજ ખરાબ થઈ શકે છે. તેથી એક માસ માટે આવશ્‍યક એટલું અનાજ એકજ સમયે કાઢી લેવું. લોટમાં કીડા પડતા હોવાથી ઉપરોક્ત કહેવા પ્રમાણે તેનો સંગ્રહ કરી શકાતો નથી.

૪ ઈ. શાકભાજીનો સંગ્રહ કરવો

પૂરસ્‍થિતિમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી શાકભાજી, દૂધ, તેમજ અન્‍ય ખાદ્યપદાર્થ ઉપલબ્‍ધ થતા નથી. તેથી તેનો સંગ્રહ અગાઉથી જ કરી લેવો આવશ્‍યક છે.

૧. સારી રીતે સૂકવેલી ડુંગળી, લસણ, સુરણ ઇત્‍યાદિ શાક ૧-૨ માસ સુધી સારા રહે છે. આ શાકભાજી કોરા સ્‍થાન પર મૂકવી.

૨. રીંગણાં, ગુવાર, કોથમીર, મીઠો લીમડો, મરચાં, મેથી ઇત્‍યાદિ શાકભાજી કડક તડકામાં સંપૂર્ણ રીતે સૂકવી લેવી. તેમાંનો પાણીનો અંશ જવા માટે ૫ – ૬ દિવસ તડકામાં મૂકવી પડે છે. ત્‍યાર પછી આ શાક કોરા ઠેકાણે મૂકવા. તેમને શીતકબાટમાં મૂકવાની આવશ્‍યકતા નથી. આવી રીતે સૂકવેલા શાકભાજી ૧ – ૨ માસ સુધી સારી રીતે રહી શકે છે. આ શાકનો ઉપયોગ કરવા પહેલાં થોડો સમય પાણીમાં રાખવાથી પાણી શોષી લઈને પહેલાં જેવી થોડી તાજી બને છે.

૩. કારેલા, બટાટાની ચકતીઓ કરીને તેને મીઠું લગાડીને તડકામાં સૂકવવી. આ રીતે કરવાથી તે થોડા મહિના ટકે છે.

૪. કોળું, દૂધી ઇત્‍યાદિ શાક સૂકવીને તેની વડીઓ બનાવી રાખવી. આગળ આ વડીઓનું શાક કે દાળ બનાવી શકાય છે.

૪ ઉ. કોરો અને ટકી શકે તેવો નાસ્‍તો ઘરમાં રાખો !

ટિકાઉ પદાર્થ

અથાણાં, ચટણી, મુરબ્‍બા ઇત્‍યાદિ ટકી શકે તેવા પદાર્થો, તેમજ મસાલા, તેલઇત્યાદિનો હવાબંધ (એર ટાઈટ) ડબાઓમાં સંગ્રહ કરી શકાય. તે સાથે જ દૂધનો પાવડર, તેમજ સૂકો અને ટકે એવો નાસ્તો ઘરમાં રાખવો. કાર્યાલયમાં અથવા અન્‍ય ઠેકાણે જતી વેળાએ પણ સાથે નાસ્‍તો રાખવો. વિપરિત પરિસ્‍થિતિને કારણે ઘરે પહોંચવામાં અડચણ આવતી હોય, તો ઓછામાં ઓછું આ નાસ્‍તો ખાઈને થોડો સમય નીકળી જાય છે.

 

૫. નિયમિત લેવાની ઔષધીઓનો થોડો સંગ્રહ કરીને તે સુરક્ષિત ઠેકાણે રાખવી

ઔષધીઓ ખૂટી જાય તો છેલ્લી ઘડીએ તે મળવામાં અનેક અડચણો આવે છે. નિત્‍ય વાપરવાની ઔષધીઓ (ઉદા. રક્તદાબ પરની ગોળીઓ, મધુમેહ પરની ઔષધીઓ, તાવ, શરદી, ઉધરસ, સાંધાનો દુઃખાવો ઇત્‍યાદિ પરની ઔષધીઓ) થોડા વધારે પ્રમાણમાં રાખવી. અધિક સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય, એ દૃષ્‍ટિએ મોડેથી કાલબાહ્ય થનારા દિનાંકની (‘લૉંગ એક્સપાયરી’ની) ઔષધીઓનો સંગ્રહ કરવો.

‘આ ઔષધીઓ સુરક્ષિત રહે’, તે માટે પ્‍લાસ્‍ટિકની થેલીમાં મૂકીને ઊંચે મૂકવી. એમ કરતી વેળાએ ‘તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે નહીં’, તેની કાળજી લેવી. ઔષધ ઇંજક્‍શન દ્વારા (‘ઇન્‍જેક્‍ટેબલ’ (ઉદા. ‘ઇન્‍સુલિન’) લેવાનું થાય તો તે શીતકબાટમાં મૂકવાનું અનિવાર્ય હોય છે. શીતકબાટ વિના ઔષધીઓ ટકી રહે, તે માટે ‘આઈસ બૅગ’માં (બરફની થેલીમાં) રાખવી. જેથી આપત્‍કાલીન સ્‍થિતિમાં ઘરમાંથી બહાર જવાનું થાય, તો તે થોડા સમય માટે તોયે ટકી રહેશે.

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

 

‘સનાતન પ્રભાત’માંના માર્ગદર્શન
અનુસાર આપત્‍કાળની દૃષ્‍ટિએ પૂર્વસિદ્ધતા
કરનારા ફરીદાબાદ (હરિયાણા) ખાતેના વૈદ્ય ભૂપેશ શર્મા !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ

‘સર્વજ્ઞ અને દ્રષ્‍ટા પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર આઠવલેજીએ કેટલાક વર્ષો પહેલાં જ સંપૂર્ણ માનવજાતિને ભીષણ આપત્‍કાળનું ભાન કરાવી આપીને તેના પરના પરિણામકારી ઉપાય કહ્યા છે. ‘આપત્‍કાલીન સ્‍થિતિનો સામનો કરવા માટે કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશે તેમણે કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન નિયતકાલિક ‘સનાતન પ્રભાત’ દ્વારા સમય-સમય પર પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

ફરીદાબાદ, હરિયાણા ખાતેના વૈદ્ય ભૂપેશ શર્માએ ‘સનાતન પ્રભાત’માંની આ સૂચનાઓનું પાલન કરીને પોતાના ઘરમાંના કૂંડાઓમાં ૬૦-૭૦ વનૌષધીઓનું વાવેતર કર્યું છે. તેમણે અનાજ દળવા માટે ઘંટી, તેમજ છાપર-ઉપરવટો પણ ગામડેથી મગાવી લીધો છે.

‘સનાતન પ્રભાત’માંના માર્ગદર્શન પ્રમાણે આપત્‍કાળ માટે પૂર્વસિદ્ધતા કરવાની વૈદ્ય શર્માએ તત્‍પરતાથી કરેલી કૃતિ સહુકોઈ માટે અનુકરણીય છે. તેમની જેમ સાધક, તેમજ વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓએ પણ પૂર્વસિદ્ધતા કરીને આપત્‍કાળનો સામનો કરવા માટે સિદ્ધ થવું !’

  શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૭.૭.૨૦૨૦)

 

વાચકોને આવાહન !

મહાપૂરની દૃષ્‍ટિએ કેટલાક માર્ગદર્શક સૂત્રો અત્રે આપી રહ્યા છીએ. આ વિષયના અનુષંગથી વાચકોને જો કાંઈ સૂત્રો સૂચિત કરવા હોય તો તેમણે તે નીચે જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવા, એવી વિનંતિ ! તેને કારણે આ વિષય ઊંડાણથી સમાજ સામે પ્રસ્‍તુત કરી શકવામાં સહાયતા થશે.

સંગણકીય સરનામું : [email protected]
ટપાલનું સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment