મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૭

Article also available in :

અમસ્‍તા દેશમાં શિયાળામાં શીતલહેર આવતી હોય છે. હિમાલયમાં તો તાપમાન શૂન્‍ય નીચે ૪૦ સેલ્‍સિયસ સુધી ગયું હોય છે. વર્તમાન આપત્‍કાળમાં શીતલહેર આવવાની સંભાવના નકારી શકાય નહીં. હાલમાં જ અમેરિકાના ટેક્સાસમાં મોટા પ્રમાણમાં બરફવૃષ્‍ટિ થઈ. તેમાં ત્‍યાંના વીજળી પુરવઠામાં મોટી અડચણ આવવાથી નાગરિકો હિટરનો ઉપયોગ કરી શક્યા નહીં. નળનું પાણી જામી જવાથી પાણીપુરવઠો પણ બંધ થયો હતો. રસોઈ રાંધવા માટે વીજળીથી ચાલતા ઉપકરણોનો ઉપયોગ પણ થઈ શક્યો ન હોવાથી અહીંના નાગરિકોની થોડા દિવસો માટે પાયમાલી થઈ. આને આપત્‍કાળ જ કહેવું પડશે. આવી સ્‍થિતિ સર્વત્ર થાય તો મોટા પ્રમાણમાં જીવિતહાનિ પણ થઈ શકે છે. આ લેખમાં ભારતમાં જો શીતલહેર આવે તો સામાન્‍યરીતે શું  ઉપાયયોજના કરી શકાય, તેની જાણકારી આપવામાં આવી છે.

ભાગ ૬ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10504.html

 

૨ ઈ. શીતલહેર

૨ ઈ ૧. શીતલહેર એટલે શું ?

‘સામાન્‍યરીતે વાતાવરણમાંનું તાપમાન ઓછા શૂન્‍ય સેલ્‍સિયેસ પર ગયા પછી તેને ‘શીતલહેર’ છે, એમ કહેવામાં આવે છે.

૨ ઈ ૨. શીતલહેરને કારણે થનારા ત્રાસ
૨ ઈ ૨ અ. ‘હાયપોથર્મિયા’થી સતર્ક રહેવું !

વધારે ઠંડીને કારણે કેટલાક જણને ‘હાયપોથર્મિયા’નો ત્રાસ થઈ શકે છે. પ્રત્‍યેક વ્‍યક્તિનું એક સામાન્‍ય તાપમાન હોય છે, જે શરીર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જ્‍યારે શરીરનું તાપમાન આ સામાન્‍ય તાપમાનથી નીચે જાય, તો તેને ‘હાયપોથર્મિયા’ કહે છે. આ જીવલેણ બની શકે છે; કારણકે આ તાપમાનનો સામનો કરવા માટે આવશ્‍યક ઉષ્‍ણતા શરીર નિર્માણ કરી શકતું નથી. ખાસ કરીને બાળકો અને ઘરડા લોકોને આનું જોખમ વધારે રહે છે. તેથી જો કોઈને ઠંડી લાગીને કંપારી ધ્રુજારી ચડતી હોય, તો તેને વધારે ઉષ્‍ણતા નિર્માણ થવા માટે કપડાં, ધાબળો આપવા. તેના કપડાં જો ભીના હોય, તો તે પાલટવા. ઉષ્‍ણતા નિર્માણ કરનારું પીણું પીવા આપવું. આવશ્‍યકતા અનુસાર આધુનિક વૈદ્યની સલાહ લેવી.

૨ ઈ ૩. શીતલહેરથી રક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા

ઠંડીના દિવસોમાં પહેરવા માટે કપડાંનો પૂરતો સંગ્રહ (સ્‍ટોક) કરી રાખવો, ઉદા. સ્‍વેટર અથવા જેકેટ, મફલર, શાલ, કાનટોપી, હાથ-પગનાં મોજાં, ગોદડાં, રજાઈ, ધાબળા (બ્‍લેંકેટ) ઇત્‍યાદિ. કુટુંબની પ્રત્‍યેક વ્‍યક્તિને તે થઈ રહે, એ જોવું. ઘરડા લોકોને ઠંડીનો વધારે ત્રાસ થતો હોવાથી તેમની પાસે પૂરતાં કપડાં છે ને, એ જોવું.

૨ ઈ ૪. પ્રત્‍યક્ષ શીતલહેર હોય ત્‍યારે શું કરવું ?

અ. ઠંડીને કારણે જળવાહિનીઓમાં પાણી જામી જવાની સંભાવના હોવાથી આ કાળમાં ઘરમાં પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો.

આ. ભીના કપડાં પહેરવા નહીં. જો કોઈ કારણસર કપડાં ભીના થાય, તો તે પાલટીને સૂકા કપડાં પહેરવાં.

ઇ. નિયમિત ગરમ પીણાં અને પદાર્થ ખાવા.

ઈ. મદ્યપાન કરવું નહીં. તેમ કરવાથી શરીરમાંની ઉષ્‍ણતા ન્‍યૂન થાય છે.

ઉ. ઠંડીને કારણે હાથ-પગના આંગળાં, કાનની પાળી, નાકની ટોચ ઇત્‍યાદિ સંવેદનહીન થઈ શકે છે તેથી તે સામે ધ્‍યાન આપવું અને તેમને ઉષ્‍ણતા કેવી રીતે મળે, તે જોવું.

ઊ. ઠંડીને કારણે સંવેદનહીન થયેલા ભાગોને મર્દન (માલિશ) કરવું નહીં. મર્દન કરવાથી હાનિ થઈ શકે છે.

એ. સંવેદનહીન થયેલા ભાગ, ઉદા. હાથ-પગ ઇત્‍યાદિ નવશેકા (અતિ ઉષ્‍ણ નહીં) પાણીમાં બોળી રાખી શકાય.

ઐ. શીતલહેરના કાળમાં બને ત્‍યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. બહાર ગયા પછી ઠંડીની ધ્રુજારી થતી હોય તો તરત ઘરે પાછા ફરવું.

ઓ. સંભવ હોય તો ઘરમાં હિટરનો ઉપયોગ કરવો.

ઔ. દૂરચિત્રવાણી કે નભોવાણી (રેડિયો) પરની હવામાન વિશેની જાણકારી, તેમજ તે વિશે આપવામાં આવતી સૂચનાઓ ભણી ધ્‍યાન દઈને તેમનું પાલન કરવું.’

સંદર્ભ : pocketbook-do-dont-hindi

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૮

Leave a Comment