પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !

અ. ભગવાનની દિશામાં એક
ડગલું આગળ ચાલીએ કે, ભગવાન આપણી
દિશામાં ૧૦ ડગલાં દોડી આવે છે, તેની થયેલી અનુભૂતિ

હું ૪૩મા વર્ષે (વર્ષ ૧૯૮૫માં) સાધના ભણી વળ્‍યો. ૪૫મા વર્ષે (વર્ષ ૧૯૮૭માં) મને પ.પૂ. ભક્તરાજ મહારાજ (બાબા)ના રૂપમાં ગુરુપ્રાપ્‍તિ થઈ. વર્ષ ૧૯૯૦માં પ.પૂ. બાબાજીએ દેશ-વિદેશમાં સર્વત્ર ધર્મપ્રસાર કરો, એમ કહ્યું. તે માટે તેમણે આવશ્‍યક એવું જ્ઞાન આપ્યું, એટલું જ નહીં, પણ ધર્મપ્રસાર માટે જઈ શકું; તે માટે પોતાની ગાડી આપી અને ઉપરથી ડિઝલ માટે પૈસા પણ આપ્‍યા. તે સમયે તેમણે એમ પણ કહ્યું, ડૉક્‍ટર, તમે પગ પસરાવો. અમે તમારી પથારી તેની કરતાં અધિક પસરાવીશુંં. (પથારી જોઈને પગ પસરાવવા, આ કહેવતને અનુસરીને તેમના આ ઉદ્‌ગાર હતા.) તેમના સંકલ્‍પને કારણે જો આપણે સાધનામાં ભગવાનની દિશામાં એક ડગલું આગળ ચાલીએ કે, ભગવાન આપણી દિશામાં ૧૦ ડગલાં દોડી આવે છે, તેની અનુભૂતિ મને અધ્‍યાત્‍મના સર્વ જ ક્ષેત્રોમાં થઈ.

સનાતનનું કાર્ય દ્રૂત ગતિથી વધી ગયું. મને પહેલેથી જ જ્ઞાનની જિજ્ઞાસા છે. હજી સુધી પ.પૂ. બાબાજીએ મને અનેક સાધકોના માધ્‍યમ દ્વારા સહસ્ર ગ્રંથો થઈ શકે એટલું જ્ઞાન આપ્‍યું છે અને તેઓ હજી પણ જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ માટેના ઉપાય એટલે નામજપ, એટલી જ જાણકારી હતી. હવે ભગવાને આધ્‍યાત્‍મિક ઉપાયોની ખરેખર સેંકડો પદ્ધતિઓ શીખવી છે અને હજી પણ શીખવી રહ્યા છે.

 

આ. ધર્મપ્રસારક અને ધર્મરક્ષક સાધકોને
કારણે હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થશે જ, તેની ખાતરી !

વર્ષ ૧૯૮૫માં મેં સત્‍સંગ લેવાનો આરંભ કર્યો. સમાજમાં ધર્મપ્રસાર થાય, તે માટે મેં સનાતન સંસ્‍થાની સ્‍થાપના પણ કરી. આગળ સનાતનના સાધકો સત્‍સંગ લેવા લાગ્‍યા. ગત અનેક વર્ષોથી પ્રાણશક્તિ ઓછી હોવાથી હું ક્યાંય બહાર જઈ શકતો નથી; પણ આજે સનાતનના સાધકોના રૂપથી સેંકડો ધર્મપ્રસારકો નિર્માણ થયા છે. આજે તન, મન અને ધનનો ત્‍યાગ કરીને સ્‍વયંસ્‍ફૂર્તિથી ધર્મપ્રસાર કરી રહ્યા છે. સાધકોએ ધર્મહાનિ રોકી હોવાના અનેક બનાવો પણ બની રહ્યા છે. તેને કારણે જ હિંદુ રાષ્‍ટ્રની (સનાતન ધર્મ રાજ્‍યની) સ્‍થાપના થશે, આ વિશે હું નિશ્‍ચિંત છું.

 

ઇ. સાધકોની ઝડપથી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવી

નવા સાધકોમાં તાલાવેલી, ભાવ ઇત્‍યાદિ નિર્માણ કરવામાં ઉત્તરદાયી સાધકો અને સંતો સફળ થયા છે. સાધકોએ કરેલા પ્રયત્નોને કારણે કેવળ ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ સેંકડો સાધકો સાધના કરીને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા લાગ્‍યા છે. મને મળવા આવનારા સાધકોની વ્‍યષ્‍ટિ અનુભૂતિ અને સમગ્ર જગત્‌માં થનારા પ્રચાર પરથી સાધકોની ઝડપથી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થઈ રહી છે, એ મારા ધ્‍યાનમાં આવ્‍યું. આજે સહસ્રો સાધકોએ ૬૧ ટકા આધ્‍યાત્‍મિક સ્‍તર પ્રાપ્‍ત કર્યો છે અને તેઓ આવતા થોડા વર્ષોમાં સંત બનશે.

 

ઈ. કાર્ય કરનારી આગામી પેઢી
સિદ્ધ થવાથી કાર્યમાં અનેક ગણી વૃદ્ધિ થવી !

મારા કાર્ય માટે આગામી પેઢી સિદ્ધ થઈ રહી છે. હવે સ્‍વાસ્‍થ્‍ય ઠીક ન હોવાથી અને વૃદ્ધ થયો હોવાથી હું વર્ષ ૨૦૦૭થી ક્યાંય પણ બહાર જઈ શકતો નથી, તો પણ મારું સર્વ કાર્ય સેંકડો સાધકો કરી રહ્યા છે. તેને કારણે કાર્ય અનેક ગણું વૃદ્ધિ પામી રહ્યું છે.

 

ઉ. હિંદુ રાષ્‍ટ્ર કોણ
ચલાવશે, તેની ચિંતા દૂર કરનારા દૈવી બાળકો !

 

સમગ્ર જગત્‌ની માનવીની સ્‍થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્‍થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી. ભગવાને ઉચ્‍ચ સ્‍વર્ગલોક અને મહર્લોકમાંના સેંકડો જીવોને પૃથ્‍વી પર જન્‍મ આપ્યો છે. આ દૈવી બાળકો સાત્ત્વિક હોવાથી હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના થયા પછી આગામી પેઢીમાં તે કોણ ચલાવશે, તેની મને રહેલી ચિંતા ભગવાને દૂર કરી છે. જીવન કૃતાર્થ થયું, એવું લાગવા જેવી હજી ઘણી બાબતો છે. તે બધાની સૂચિ (યાદી) કરવી પણ અશક્ય છે.

 

ઊ. કરવા જેવું કાંઈ બાકી નથી !

હવે સ્‍થૂળ અને સૂક્ષ્મમાંથી કરવા જેવું કાંઈ બાકી નથી; તેથી જ જીવન કૃતાર્થ થયું, એમ લાગે છે. તેથી હું હવે ભગવાન શ્રીકૃષ્‍ણજીએ આપેલી સ્‍થિતિ ભલે થોડા પ્રમાણમાં હોય, પણ અનુભવી રહ્યો છું.

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥

– શ્રીમદ્‍ભગવદ્‍ગીતા, અધ્‍યાય ૩, શ્‍લોક ૨૨

અર્થ

હે પાર્થ, આ ત્રણેય લોકોમાં મારા માટે એકપણ કર્મ નિયત કરવામાં આવેલું નથી, મને કાંઈ જ ઓછું પડતું નથી, તેમજ મારે કાંઈ પ્રાપ્‍ત કરવાની આવશ્‍યકતા પણ નથી અને તેમ છતાં હું નિયત કર્મોનું આચરણ કરું છું.

– (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૧.૩.૨૦૧૭)

સનાતન-નિર્મિત ગ્રંથ ‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના સર્વાંગીણ કાર્યનો સંક્ષિપ્‍ત પરિચય’ (હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)

Leave a Comment