મહાપૂર જેવી ભીષણ આપત્‍કાલીન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સાધના કરીને આત્‍મબળ વધારો !

 

ભાવિ ભીષણ આપત્‍કાળમાં
જીવિત રક્ષણ થવા માટે હમણાથી જ
સાધના કરવાને પર્યાય નથી, આ વાત ધ્‍યાનમાં લો !

‘વાવાઝોડું, ભૂસ્‍ખલન, ભૂકંપ, મહાપૂર, ત્રીજું મહાયુદ્ધ જેવી આપત્‍કાલીન પરિસ્‍થિતિ ગમે ત્‍યારે ઉદભવી શકે છે. આવી સ્‍થિતિમાં ‘યોગ્‍ય કૃતિ શું કરવી ?’ તેનું જ્ઞાન ન હોવાથી સર્વસામાન્‍ય વ્‍યક્તિ મૂંઝાઈ જાય છે અને તેનું મનોબળ પણ લેવાઈ જાય છે. કેટલાક પ્રસંગોમાં તે અયોગ્‍ય કૃતિ કરવાની અથવા નિર્ણય લેવાની પણ સંભાવના હોય છે. આવી સ્‍થિતિનો ધીરજથી સામનો કરવા માટે દૈનંદિન જીવનમાં નામજપ ઇત્‍યાદિ સાધનાના પ્રયત્ન કરીને આત્‍મબળ નિર્માણ કરવાની આવશ્‍યકતા હોય છે.

‘આપત્‍કાલીન સ્‍થિતિમાં પણ સાધનાની દૃષ્‍ટિએ કેવી રીતે પ્રયત્ન કરી શકાય ? આ વિશેનાં સૂત્રો નીચે જણાવ્‍યા છે.

 

૧. ભગવાનને પ્રાર્થના કરવી

ભગવાન શ્રીકૃષ્‍ણ, ગ્રામદેવતા, સ્‍થાનદેવતા અને વાસ્‍તુદેવતાને પ્રત્‍યેક ૧૫ મિનિટ પછી અથવા અર્ધા કલાક પછી મનઃપૂર્વક પ્રાર્થના કરવી, ‘હે દેવતા, અમે તમારી શરણે આવ્‍યા છીએ. તમે જ અમને તારી લો. મારા દ્વારા તમારો નામજપ નિરંતર થવા દો. મારી તેમજ મારા કુટુંબીજનો અને મારા ઘર ફરતે તમારા નામજપનું સંરક્ષણ-કવચ નિર્માણ થવા દો.’

 

૨. વધારેમાં વધારે નામજપ કરવો

સમગ્ર દિવસમાં વધારેમાં વધારે સમય ભગવાન શ્રીકૃષ્‍ણ અથવા કુળદેવતા અથવા ઇષ્‍ટદેવતાનો નામજપ કરવો. કળિયુગમાં ‘દેવતાનું નામ એ જ આધાર’ હોવાથી મનમાં નામજપ ચાલુ રાખવો. નામજપ લગાડવાની સગવડ હોય તો ભ્રમણભાષ અથવા સ્‍પીકર પર નામજપ લગાડવો. આને કારણે નામજપ કરવાનું સ્‍મરણ રહેશે.

 

૩. અન્‍યોને સહકાર્ય કરતી
વેળાએ ભાવ કેવો રાખવો જોઈએ ?

સદર આપત્તિમાં સહુકોઈએ એકબીજાને સહાયતા કરવી, તેમજ માનસિક આધાર આપીને ભગવાન પરની શ્રદ્ધા વૃદ્ધિંગત કરવા માટે પ્રયત્નો કરવા. ‘સામાજિક બંધુત્‍વ પાળવું’, આ પ્રત્‍યેકનું ધર્મકર્તવ્‍ય જ છે; પણ અન્‍યોને સહાયતા કરતી વેળાએ ‘હું સહાયતા કરતો નથી પણ ભગવાન જ મારા દ્વારા આ કરાવી લે છે’, આ ભાવથી નામજપ કરતા કરતા સહાયતા કરવી. આને કારણે આપણા મનમાં કર્તાપણાના વિચાર આવશે નહીં, તેમજ તે વ્‍યક્તિ સાથે લેણ-દેણ હિસાબ પણ નિર્માણ થશે નહીં.

 

૪. સ્‍વભાવદોષ અને અહંના
પાસાંની તીવ્રતા ઓછી થવા માટે પ્રયત્ન કરવા

આવી પરિસ્‍થિતિમાં નાનાં-મોટાં કારણોથી મન અસ્‍થિર થવું, ચિંતા થવી, તેમજ ડર લાગીને અસ્‍વસ્‍થ લાગવા જેવા સ્‍વભાવદોષોનું પ્રગટીકરણ થવાની સંભાવના હોય છે. આવા પ્રસંગોમાં યોગ્‍ય સ્‍વયંસૂચના આપવાથી પ્રાપ્‍ત પરિસ્‍થિતિમાંથી બહાર પડવા માટે સહાયતા થાય છે.

૪ અ. ચિંતા થતી હોય તો આગળ જણાવેલી સ્‍વયંસૂચના લઈ શકાશે ! (‘અ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિ)

પ્રસંગ :

અતિવૃષ્‍ટિને કારણે શહેરમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.

સ્‍વયંસૂચના :

જે સમયે શહેરમાંની પૂરસ્‍થિતિ જોઈને ‘હવે આપણા ઘરનું શું થશે ?’ એવા ચિંતાના વિચાર મનમાં આવશે, તે સમયે ‘હું વર્તમાનકાળમાં રહીશ તો આ સમસ્‍યાનો સામનો કરી શકવાનો/શકવાની છું. ભગવાનને પણ તે જ ગમશે. ઘરમાંની સામગ્રી પાણીથી સુરક્ષિત સ્‍થાન પર મૂકવી, તેમજ કુટુંબીજનોને સહાયતા કરવી અને આધાર આપવો, આ વર્તમાનકાળમાં મારું કર્તવ્‍ય/સાધના છે’, તેનું મને ભાન થશે અને હું કઠિન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે સમય સમય પર શીખવા મળેલાં સૂત્રોનો ઉપયોગ કરીને નામજપ કરતા કરતા યોગ્‍ય કૃતિ કરીશ.

૪ આ. ડર લાગતો હોય તો આગળ જણાવ્‍યા પ્રમાણે
પ્રસંગનો મહાવરો કરવો આવશ્‍યક ! (‘અ ૩’ સ્‍વયંસૂચના પદ્ધતિ)

જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં ‘અ ૩’ સ્‍વયંસૂચના પદ્ધતિ અનુસાર પ્રસંગનો મહાવરો કરવો. આ સ્‍વયંસૂચનાનું ઉદાહરણ નીચે આપ્‍યું છે.

પ્રસંગ :

‘ઘણાં શહેરોમાં પૂરગ્રસ્‍ત સ્‍થિતિ છે’, આ વિશેના સમાચાર મેં દૂરચિત્રવાણી સંચ પર જોયા. ત્‍યાર પછી ‘અમારા ઘરની નજીક પણ નદી છે, તો તે નદીને પણ પૂર આવશે. પૂર આવે તો અમને સુરક્ષિત ઠેકાણે જવાનું કહેશે. અન્‍યત્ર સ્‍થળાંતરિત થવાનું મને ફાવશે ખરું ?’, આ વિચારથી ડર લાગ્‍યો.

૧. અમારા ઘરની નજીક રહેલી નદીને પૂર આવવાથી નગરપાલિકાના કર્મચારીઓએ અમને અન્‍યત્ર સ્‍થળાંતરિત થવા માટે કહ્યું છે.

૨. ‘આ સ્‍થિતિમાંથી મને સાજાં-સારાં બહાર કાઢો’, એવી હું ભગવાનને આર્તતાથી પ્રાર્થના કરી રહ્યો/રહી છું.

૩. હું આવશ્‍યક તેટલી સામગ્રી લઈને કુટુંબીજનો સાથે ઘરમાંથી બહાર જઈ રહ્યો/રહી છું.

૪. આપત્‍કાલીન પરિસ્‍થિતિમાંથી કેવી રીતે ઉગરી જવું ?’, તેની જાણકારી ધરાવનારા કેટલાક સહકારી મારી સાથે છે. તેમની સહાયતાથી હું પૂરના પાણીમાંથી માર્ગ કાઢીને આગળ આગળ જઈ રહ્યો/રહી છું. જ્‍યાં પાણી વધુ છે, ત્‍યાં સતર્ક રહીને હું માર્ગ કાઢી રહ્યો/રહી છું. હું મનમાં પ્રાર્થના અને નામજપ કરી રહ્યો/રહી છું.

૫. જે સમયે કાંઈ સમસ્‍યા ઉદભવે છે, તે સમયે સહકારીઓની સહાયતા મળીને ભગવાનની કૃપા અનુભવી રહ્યો/રહી છું. તેથી મનને આશ્‍વાસન મળીને મારી ભગવાન પરની શ્રદ્ધા વૃદ્ધિંગત થઈ રહી છે.

૬. ભગવાનની કૃપાથી હું સુરક્ષિત સ્‍થાન પર વ્‍યવસ્‍થિત પહોંચું છું.

૭. ભગવાન પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરીને હું સર્વ સામગ્રી ઠીકઠાક કરી રહ્યો/રહી છું.

સ્‍વયંસૂચનાના સંદર્ભમાંની વધુ જાણકારી
સનાતનના ‘સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા’ (ભાગ ૨)
આ ગ્રંથમાં (હિંદી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ) આપી છે.’

 

ભગવાન પર ભક્ત પ્રહ્‌લાદ
જેવી અઢળ નિષ્‍ઠા નિર્માણ થવા માટે પ્રયત્ન કરો !

જો ભગવાન પર શ્રદ્ધા હોય, તો કોઈપણ સંકટમાંથી તરી જવાનું બળ મળે છે. ભક્ત પ્રહ્‌લાદનું ઉદાહરણ સર્વશ્રુત છે. મોટમોટા સંકટો આવવા છતાં પણ પ્રહ્‌લાદની ભગવાન પ્રત્‍યેની શ્રદ્ધા જરા પણ ઓછી થઈ નહીં. પ્રત્‍યેક સમયે તે અતિશય શ્રદ્ધાથી ‘નારાયણ, નારાયણ’ એવો જપ કરતો રહ્યો. તેનો આર્ત સાદ સાંભળીને પ્રત્‍યક્ષ ભગવાન તેના માટે નૃસિંહનું રૂપ ધારણ કરીને દોડી આવ્‍યા.

‘માનવીની ભગવાન પર કેટલી અતૂટ અને અઢળ શ્રદ્ધા હોવી જોઈએ’, તે આ ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવે છે. ભક્તિની આવી ઉચ્‍ચ સ્‍થિતિ મેળવવા માટે સાધના વિના પર્યાય નથી. નિત્યતાપૂર્વક સાધનાના પ્રયત્ન કરવા, એ ભગવાન પર અઢળ શ્રદ્ધા નિર્માણ થવાનું પ્રથમ સોપાન છે. પ્રહ્‌લાદ જેવી અઢળ નિષ્‍ઠા નિર્માણ થવા માટે પ્રયત્ન કરીને સહુકોઈએ ભગવાનની અપાર કૃપા અનુભવવી.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment