સુખ દુઃખના કારણો શું છે ?

૧. સુખ દુઃખના કારણો શું છે ?

સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. દુઃખના બંધનમાંથી મુક્ત થવાનો એક જ માર્ગ છે અને તે એ છે કે  ઐહિક સુખની ઇચ્છાને નષ્ટ કરવી; કારણકે સુખની ઇચ્છા થકીજ મનુષ્ય પુણ્ય કરવા જાય છે, પરંતુ તે સાથેજ તે પાપ પણ કરી બેસે છે અને જન્મ-મૃત્યુનું આ કાળચક્ર ચાલતું રહે છે. પ્રલયકાળમાં બ્રહ્મદેવ નિદ્રાધીન હોય છે, તેથી સૃષ્ટિની ઉત્પત્તિ થતી નથી. તે સમયગાળામાં જીવને વિશ્રામ મળે છે. આ વિશ્રામનો ઉપયોગ શું ? બ્રહ્મદેવના જાગી જવાથી તેઓ આપણા કર્મો અનુસાર પાછા આપણને જન્મ આપે જ છે. જ્યાં સુધી વાસના (એટલે કે સુખની ઇચ્છા) રહે છે, ત્યાં સુધી જન્મનું ચક્ર ચાલુ રહેશે. સુખની ઇચ્છા જ્યારે સમાપ્ત થશે, તે જ સાચું સુખ છે. એ અવસ્થા પ્રાપ્ત થઈ જાય, તો દુઃખી થવાનો પ્રશ્ન જ ઊભો થશે નહીં. સંતોની આ જ અવસ્થા હોય છે. સુખ-દુઃખના અજ્ઞાનમાંથી મુક્ત થવા હેતુ જ ધર્મ છે.

‘અંગ્રેજોએ આપણે ત્યાં જે શિક્ષણપ્રણાલી લાગુ કરી, તેનાથી ધર્મનિષ્ઠા નષ્ટ થઈ અને આર્થિક નિષ્ઠા વધી ગઈ છે. આને કારણે જ ધન-ઉપાર્જન કરવું એ જ શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ્ય થઈ ગયો છે. શિક્ષણ દ્વારા આપણને બોધ મળે છે કે સરસ્વતી અને લક્ષ્મી એ આપણી ધર્મનિષ્ઠાનું આનુષંગિક ફળ છે; પરંતુ હવે એ ધારણા સંપૂર્ણતા નામશેષ થઈ ગઈ છે.  ‘ઐહિક, પારલૌકિક (પારમાર્થિક) અને મોક્ષ, આ ત્રણ પ્રકારના સુખ એ ધર્મનિષ્ઠા પર જ આધારિત છે’, એવું આપણી સંસ્કૃતિ જણાવે છે. આથી ઊલટું ‘સુખ એ અર્થ (ધન)ને આધીન છે’, એવી પશ્ચિમી કલ્પનાને કારણે મનુષ્ય સુખલોલુપ થઈ ગયો અને વિજ્ઞાને ઝડપી પ્રગતિ કરી. એના પરિણામ સ્વરૂપે મનુષ્ય વધારે વિષય-વાસનાઓ ભણી આકર્ષિત થયો. પશ્ચિમી રાષ્ટ્રોમાં અનૈતિકતા વધી ગઈ. આજે સૌથી ધનાઢ્ય ગણવામાં આવનારા દેશ અમેરિકામાં જેટલી અનૈતિકતા અને દુઃખ છે, એટલા અન્યત્ર ક્યાંય પણ નથી.’ – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાંવ, મહારાષ્ટ્ર.

 

૨. દુઃખોના આધ્યાત્મિક કારણોની તીવ્રતા અને ઉપાય

આપણા જીવનમાં ૮૦ ટકા દુઃખોનું કારણ આધ્યાત્મિક હોય છે. એનું વિવરણ અને ઉદાહરણો

૧. પ્રારબ્ધ

પ્રારબ્ધભોગ ભોગવીને પૂરાં કરવા માટે જ તો આપણો જન્મ થાય છે.

૨. અનિષ્ટ શક્તિઓ થકી થતી પીડા

અ. અનિષ્ટ શક્તિઓ : અનિષ્ટ શક્તિઓથી પીડિત વ્યક્તિની જેમ વ્યવહાર કરનારી વ્યક્તિ પાસેથી જો સારા સ્પંદનો પ્રતીત થઈ રહ્યા હોય, તો સમજવું કે તેના શરીરમાં કલ્યાણકારી શ્રૂદ્ર (પામર) દેવતાનો સંચાર છે; જો સ્પંદનો ખૂબ જ પીડાદાયક  હોય તો સમજવું કે તેને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ છે અને અલ્પ પીડાદાયક સ્પંદનો હોય અથવા કાંઈ પણ પ્રતીત થતું ન હોય તો સમજવું કે એ વ્યક્તિ માનસિક રોગી છે. સામાન્ય વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર ૨૦ ટકા હોય છે, જ્યારે મોક્ષ સુધી પહોંચનારી વ્યક્તિનો સ્તર ૧૦૦ ટકા હોય છે. ૨૦ ટકા આધ્યાત્મિક સ્તરની વ્યક્તિઓને સૂક્ષ્મના સ્પંદનોની જાણ થતી નથી હોતી. સાધના દ્વારા ૩૫ ટકાથી અધિક આધ્યાત્મિક સ્તર થઈ ગયા પછી જ્યારે સૂક્ષ્મના સ્પંદનોની જાણ થવા લાગે, ત્યારે જ આ સર્વ સમજી શકાય છે.

૧. વ્યસન : વ્યક્તિઓના વ્યસનો ઘણું કરીને વ્યસની ભૂતના આવેશથી નિર્માણ થાય છે. તેથી ડૉકટરો ૮૦-૯૦ ટકા વ્યસની વ્યક્તિઓને વ્યસનમુક્ત કરી શકતા નથી. સંતો  કરી શકે છે; કારણકે સંતો એ ભૂતોને દૂર નસાડી શકે છે.

૨. એક મહિલાને પ્રત્યેક રાત્રે ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે બહુ જ ખંજવાળ ઊપડતી હતી. ખંજવાળ કરવાથી ત્વચામાંથી લોહી નીકળવા લાગતું હતું. ત્વચારોગના નિષ્ણાતો દ્વારા ૪ વર્ષો સુધી સારવાર કરી હોવા છતાં તે ઠીક થઈ શકી નહીં. સાધના કરવાથી તે ત્રણ મહિનામાં જ  ઠીક થઈ ગઈ.

આ. કરણી : અનિેષ્ટ શક્તિ દ્વારા સંપૂર્ણ વંશનો નાશ થવાના કેટલાક ઉદાહરણો –

૧. એક ગૃહસ્થની ૨૩ વર્ષની પુત્રીનું એક અકસ્માતમાં મૃત્યુ થયું, ૨૭ વર્ષના વચેટ પુત્રની સગાઈ બે વેળાં અને ૨૯ વર્ષના મોટા પુત્રની સગાઈ ત્રણ વેળાં તૂટી ગઈ. આ સઘળું ૬ મહિનાના સમયગાળામાં થવા પામ્યું.

૨. એક યુવકના સાત ભાઈઓ અને બે બહેનોએ આત્મહત્યા કરી.

ઇ. પૂર્વજોના લિંગદેહ : આ લિંગદેહો દ્વારા થનારા ત્રાસના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે – વિવાહ ન થવા, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, ગર્ભધારણ ન થઈ શકવું, ગર્ભપાત થઈ જવો, જન્મથી જ સંતાન અપંગ હોવું, કેવળ પુત્રીઓનો જ જન્મ થવો ઇત્યાદિ.
ઈ. ગ્રહપીડા : શનિ, મંગળ ઇત્યાદિ થકી ત્રાસ કેવી રીતે થાય છે, એ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે. કર્મયોગ અનુસાર વાસ્તવમાં ગ્રહો કોઈપણ ત્રાસ આપતા નથી. કયા સમયે કેવાં સુખ-દુઃખ ભોગવવા પડશે, એ પ્રારબ્ધ અનુસાર નિશ્ચિત થાય છે. ગ્રહોનું મહત્ત્વ કેવળ એટલું જ છે કે તેઓ જીવનની ઘટમાળા દર્શાવનારી એક મોટી ઘડિયાળ સમાન છે.

 

૩. કલ્યાણકારી શક્તિઓ

અ. કુળદેવતા : નીચે જણાવેલા બે પ્રયોજનોના કારણે કુળદેવતા ત્રાસ આપી શકે છે.

૧. કુળાચારનુ પાલન નહીં કરવાથી કુળદેવતા કોપાયમાન થવાની સંભાવના રહે છે.

૨. અભ્યાસ કરવાની ક્ષમતા હોવા છતાં પણ અભ્યાસ નહીં કરનારાં બાળકો પર માતા-પિતા ક્રોધે ભરાય છે. તેવી જ રીતે આધ્યાત્મિક ઉન્નતિની ક્ષમતા હોવા છતાં પણ જો કોઈ સાધના કરતો ન હોય તો કુળદેવતા ક્રોધાયમાન થાય છે. (કુળદેવતા વિશે અધિક જાણકારી સનાતનના ગ્રંથ ‘અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન’માં આપવામાં આવી છે.)

આ. વાસ્તુદેવતા : અનિદ્રાની વ્યાધિ પર દસ વર્ષથી મનોચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હોવા છતાં પણ, એક વ્યક્તિને કોઈ લાભ થઈ રહ્યો નહોતો. ત્યારે તેને તેના પલંગની દિશામાં ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું અને તેણે તેમ કરવાથી તે રાત્રિથી જ તેની પીડા દૂર થઈ ગઈ. ત્યારપછી વાસ્તુશાંતિ થઈ ગયા પછી પલંગની દિશામાં ફેરફાર કરવાની આવશ્યકતા પણ રહી નહીં.

 

૪. શરીરની શક્તિ સાથે સંબંધિત

અ. કુંડલિનીચક્ર અને નાડીમાં પ્રાણશક્તિના પ્રવાહમાં અડચણ : સહસ્રારચક્ર સિવાય પ્રત્યેક ચક્ર અને નાડીનો શરીરના કોઈને કોઈ હિસ્સા સાથે સંબંધ રહે છે. આ ભાગોમાં જો પ્રાણશક્તિના પ્રવાહમાં કોઈ અંતરાય નિર્માણ થાય, તો તેમની સાથે સંબંધિત શારીરિક અથવા માનસિક ત્રાસ થઈ શકે છે.

૧. એક સાધકની છાતીમાં વેદના થતી હતી. તેથી ડૉકટરે તેના હૃદયના સ્પંદનો દર્શાવતો હેવાલ (ઇ.સી.જી.) કાઢ્યો. તેમાં હૃદયરોગનું કોઈ લક્ષણ મળ્યું નહીં. તેથી કાર્ડિએક ન્યૂરોસિસનું નિદાન કરીને માનસિક ચિકિત્સકોએ તેની છ વર્ષો સુધી સારવાર કરી, પરંતુ એનાથી કોઈ લાભ થયો નહીં. ત્યારે અધ્યાત્મના કોઈ જાણકારે કહ્યું કે ‘અનાહતચક્રમાં  મુશ્કેલી નિર્માણ થવાને કારણે છાતીમાં વેદના થાય છે’ અને તે મુશ્કેલીને દૂર કરવા માટે તેને સાધના વિશે જાણકારી આપી. ત્રણ મહિના સાધના કર્યા પછી એ મુશ્કેલી દૂર થઈ ગઈ અને સાધક સાજો થઈ ગયો.

૨. સ્વાધિષ્ઠાનચક્રમાં અડચણ ઊભી થવાથી નપુંસકતા આવી શકે છે.
આ. પ્રાણશક્તિની ન્યૂનતા : એના લક્ષણો છે – શારીરિક થાક, નિરુત્સાહ ઇત્યાદિ. જ્યારે કોઈ આવા ત્રાસ લઈને ડૉકટર પાસે જાય છે, ત્યારે ડૉકટર તેને શક્તિવર્ધક દવાઓ આપે છે, અથવા કોઈ કામમાં મન ન લાગવું, નિરુત્સાહ વર્તાય ઇત્યાદિ માટે ડૉકટર તેની નિરાશા ઓછી થવા માટેની ગોળીઓ આપે છે. તો પણ એ ઠીક થતો નથી.

 

૫. અન્ય

અ. વસ્‍ત્ર : એક છોકરીને વાદળી રંગના કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી; એવું કરવાથી અભ્યાસમાં તેણીની એકાગ્રતા વધી ગઈ.

આ. કાળ અને સમષ્ટિ પાપ : આ વધી જવાથી વિશ્‍વમાં શું થઈ રહ્યું છે, એની જાણકારી આપણને સમાચારપત્રો દ્વારા પ્રતિદિન મળે છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘આનંદ પ્રાપ્તિ માટે અધ્યાત્મ’
’પોતાની આધ્યાત્મિક યાત્રા (સાધના) આજથી જ આરંભ કરો

Leave a Comment