કોરોના કાળમાંના નિર્બંધો સમયે હનુમાન જયંતી આ રીતે ઊજવો !

રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે  યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થઈને તેમણે દશરથની રાણીઓ માટે પાયસ (ખીર, યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ) પ્રદાન કર્યો હતો. દશરથની રાણીઓ પ્રમાણે જ તપશ્ચર્યા કરનારી અંજનીને પણ પાયસ મળ્યું હતું.

હનુમાન જયંતી

હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.