છત્રપતિ સંભાજી મહારાજનો બલિદાનદિન અને ગૂડીપડવાનો કાંઈ સંબંધ નથી, આ વાત જાણો !

Article also available in :

છત્રપતિ સંભાજી મહારાજનો બલિદાનદિન અને ગૂડીપડવો આ નવવર્ષ આરંભદિન એક પાછળ એક એ રીતે આવે છે. વર્ષ ૨૦૧૩માં ખાનદેશ અને મરાઠવાડા ખાતે કેટલાક જાત્‍યાંધોએ ‘ગૂડી ઊભી કરવી’, એ છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન છે, એમ કહીને હિંદુઓને ગૂડી ઊભી કરવા દીધી નહીં અને ઊભી કરેલી ગૂડીઓ ખેંચીને નીચે ઉતારી. ‘ફેસબુક’, ‘વૉટ્‌સ ઍપ’ જેવા સામાજિક સંકેતસ્‍થળો પરથી ગૂડીપડવા વિશે જાત્‍યાંધો દ્વારા ગેરપ્રચાર કરવામાં આવી રહ્યો છે. જાત્‍યાંધો દ્વારા ગૂડીપડવા વિશે કરવામાં આવી રહેલી ટીકા અને તેનું ખંડન અમારા વાચકો માટે આપી રહ્યા છીએ.

ટીકા : (કહે છે) ‘શુભ સમજવામાં આવતો કલશ ગૂડીપડવાને દિવસે ઊંધો શા માટે લગાડે છે ?’

ખંડન

ગૂડી પર ઊંધા લટકાવેલા કલશના કેટલાક પ્રમાણમાં શંકુ આકાર થયેલા ભાગમાંથી તે બ્રહ્માંડમંડળમાંથી પ્રજાપતિ-લહેરો આકર્ષિત કરી લે છે. આ લહેરો કલશમાં સમાઈ રહે છે. કલશ ઊંધો લટકાવવાથી તે સ્‍પંદનો ભૂમંડળ ભણી અને પૂજક ભણી પ્રક્ષેપિત થાય છે. દેવાલયમાંનો કલશ પણ આવી જ રીતે ઉપરની દિશામાં પૂર્ણ રીતે શંકુ આકાર હોય છે અને તે લહેરો આકર્ષિત કરે છે. (સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ તહેવાર, ધાર્મિક ઉત્‍સવ અને વ્રતો)

ટીકા : (કહે છે) ‘બ્રાહ્મણોએ જ શંભુરાજાની હત્‍યા કરીને ગૂડી ઊભી કરવાનો પ્રારંભ કર્યો !’

ખંડન

૧. અ. વર્ષ ૧૬૮૯માં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને ફાગણ અમાસને દિવસે હાલહવાલ કરીને મારી નાખ્‍યા. બીજા દિવસે ચૈત્ર સુદ પક્ષ એકમ, એટલે કે ગૂડીપડવો આ હિંદુઓનો નવવર્ષદિન હતો. હિંદુઓ તે ઊજવી શકે નહીં, એવો ઔરંગઝેબનો તેની પાછળનો હેતુ હતો. વાસ્‍તવિક રીતે હત્‍યાનો ગૂડીપડવાને દિવસે ઊભી કરવામાં આવતી ગૂડી સાથે કાંઈ જ સંબંધ નથી. પ્રભુ શ્રીરામ વનવાસ ભોગવીને અયોધ્‍યામાં પાછા ફર્યા, ત્‍યારથી ગૂડી ઊભી કરવી, તોરણ બાંધવા, આ આપણી પરંપરા રહી છે. સૃષ્‍ટિના નિર્માણ દિવસ તરીકે પણ ગૂડીપડવાનું મહત્વ અનન્‍યસાધારણ છે. બ્રહ્મદેવે આ જ દિવસે સૃષ્‍ટિનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. એટલે જ ખરું જોતાં આ દિવસ કેવળ હિંદુઓનો હોવાને બદલે વિશ્‍વમાંની સમગ્ર માનવજાતિનો છે.

૨. ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્‍યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્‍વચ્‍છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્‍ધ પણ છે. આજસુધી એક પણ ઇતિહાસકારે ‘છત્રપતિ સંભાજી મહારાજને બ્રાહ્મણોએ મારી નાખ્‍યા’, એમ કહ્યું નથી. એમ હોવા છતાં પણ ‘ક્રૂરકર્મા ઔરંગઝેબનું પાપ છૂપાવવાનો પ્રયત્ન કેટલાક જાત્‍યાંધો શા માટે કરી રહ્યા છે ?’ એવો જડબેસલાક પ્રશ્‍ન હિંદુઓએ તેમને પૂછવો જોઈએ.

આ પહેલાં પણ કેટલાક જાત્‍યાંધોએ ‘બ્રાહ્મણોએ સંત તુકારામ મહારાજનું ખૂન કર્યું’, એવો આરોપ કર્યો હતો. તેને હિંદુઓએ દાદ દીધી નહીં. હિંદુઓ, ગૂડીપડવા વિશે આ જાતિદ્વેષમૂલક પ્રસારને પણ દાદ આપ્‍યા વિના ‘હિંદુ સંસ્‍કૃતિ અનુસાર ગૂડીપડવો ઊજવીને ધર્માચરણ કરો ! તે વધારેમાં વધારે હિંદુઓએ શાસ્‍ત્રશુદ્ધતાથી ઊજવવો’, એ જ જાત્‍યાંધો માટે તમાચો હશે !

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment