નાગપાંચમ

નાગપાંચમના દિવસે નાગની પૂજા કરવી, અર્થાત્ સગુણરૂપમાંના શિવજીની પૂજા કરવા જેવું જ છે. તે દિવસે વાતાવરણમાં આવેલી શિવલહેરો આકર્ષિત થઈને તે જીવને ૩૬૪ દિવસ ઉપયુક્ત નીવડે છે. નાગપાંચમનો તહેવાર દર વર્ષે શ્રાવણ સુદ પાંચમના દિવસે આવે છે.

 

નાગદેવતાની વિશિષ્ટતાઓ અને કાર્ય

૧. નાગ, એ ઇચ્છાના પ્રવર્તક હોય છે. ઇચ્છાના પ્રવર્તક, એટલે કે ઇચ્છાને વેગ આપનારા અથવા સકામ ઇચ્છાની પૂર્તિ કરનારા.

૨. નાગદેવતા ઇચ્છા સાથે સંબંધિત કનિષ્ઠ દેવતા છે.

 

નાગપાંચમનું આધ્યાત્મિક દૃષ્ટિએ રહેલુ મહત્ત્વ

નાગપાંચમના દિવસે સંબંધિત તત્ત્વની દેવતાજન્ય ઇચ્છાલહેરો ભૂમિ પર અવતરતી હોવાથી વાયુમંડળમાં નાગદેવતાજન્ય તત્ત્વનું પ્રમાણ વધારે હોય છે. આ દિવસે ભૂમિ સાથે સંલગ્ન ઇચ્છાજન્ય દેવતાસ્વરૂપ લહેરો ઘનીભૂત થવાનું પ્રમાણ વધારે હોય છે.

 

ઇતિહાસ

૧. નાગ એ પરમેશ્વરના અવતારો સાથે, અર્થાત્ સગુણરૂપ સાથે સંબંધિત છે. સમુદ્રમંથન સમયે કૂર્મ અવતારને વાસુકી નામક નાગદેવતાએ સહાયતા કરી હતી. શ્રીવિષ્ણુના તમોગુણ દ્વારા શેષનાગની નિર્મિતિ થઈ. ભગવાન શંકરે શરીર પર નવનાગ ધારણ કર્યા છે. તેથી નાગપાંચમને દિવસે નાગનું પૂજન કરવું, અર્થાત્ નવનાગનું એક સાંઘિક પ્રતીકનું પૂજન કરવું, એમ છે.’

૨. સર્પયજ્ઞ કરનારા જનમેજય રાજાને આસ્તિક નામના ઋષિએ પ્રસન્ન કરી લીધા. જનમેજય રાજાએ ‘વર માગો’, એમ કહ્યા પછી સર્પયજ્ઞ રોકવાનો વર તેમણે માગી લીધો. જનમેજય રાજાએ સર્પયજ્ઞ રોક્યો, તે દિવસ પાંચમનો હતો.

૩. શેષનાગ તેમની ફેણ પર પૃથ્વી ધારણ કરે છે. તેઓ પાતાળમાં રહે છે. તેમને સહસ્ર ફેણો છે. પ્રત્યેક ફેણ પર એક હીરો છે. તેની ઉત્પત્તિ શ્રીવિષ્ણુના તમોગુણ દ્વારા થઈ છે. શ્રીવિષ્ણુ પ્રત્યેક કલ્પનાં અંતમાં મહાસાગરમાં શેષ-આસન પર શયન કરે છે. ત્રેતાયુગમાં શ્રીવિષ્ણુએ રામનો અવતાર લીધો. ત્યારે શેષ લક્ષ્મણનો અવતાર ધારણ કરે છે. દ્વાપરમાં અને કળિયુગના સંધિકાળમાં કૃષ્ણનો અવતાર થયો. ત્યારે શેષ બલરામ બને છે.

૪. શ્રીકૃષ્ણ ભગવાને જમુના નદીના ઊંડાપાણીમાં વસનારા કાલિયા નાગનું મર્દન કર્યું. તે દિવસ શ્રાવણ સુદ પાંચમનો હતો.

 

નાગપાંચમના દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ

તે દિવસે સ્ત્રીઓ ભાઈના નામે ઉપવાસ કરે છે. ભાઈને ચિરંતન આયુષ્ય અને અનેક આયુધોની પ્રાપ્તિ થાય અને તે પ્રત્યેક દુ:ખ અને સંકટમાંથી તરી જાય’, આ પણ ઉપવાસ કરવા પાછળનું એક કારણ છે. નાગપાંચમના આગલા દિવસે પ્રત્યેક બહેને ભાઈ માટે દેવતાને સાદ પાડવાથી તે સાદનો ભાઈને ૭૫ ટકા લાભ મળે છે અને તેનું રક્ષણ થાય છે. જે બહેન ભાઈની ઉન્નતિ માટે ઈશ્વરને તાલાવેલીપૂર્વક પ્રાર્થના કરે છે, તે બહેનનો સાદ ઈશ્વરનાં ચરણો સુધી પહોંચે છે. તેથી પ્રત્યેક સાધિકાએ તે દિવસે ઈશ્વરી રાજ્યની સ્થાપના માટે પ્રત્યેક યુવકને સદ્દબુદ્ધિ, શક્તિ અને સામર્થ્યનો લાભ થાય, તે માટે પ્રાર્થના કરવી.

નાગપાંચમનાં દિવસે સ્ત્રીઓની ઝુલા ઝુલવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. ઝુલો ઝુલતી વખતે આકાશ તરફ ઉપર, પોતાનાં ભાઈની પ્રગતિ થાય, અને નીચે આવતા ઝુલા સાથે ભાઈના જીવનમાં આવતા દુ:ખ દુર થાય, એવો ભાવ રાખવામાં આવે છે. આ પરંપરાનું પાલન હજુ પણ ગામડાઓમાં થાય છે.

નાગપાંચમના દિવસે નિષિદ્ધ કૃતિઓ ન કરવા
પાછળનું શાસ્ત્ર અને તે કૃતિઓ કરવાથી થનારી હાનિ

નાગપાંચમના દિવસે શાક સમારવું, વાઢકાપ કરવી, તળવું, તેમ જ ભૂમિ નાંગરવી, ખોદવું, આના જેવી કૃતિઓ કરવાનું નિષિદ્ધ છે; પણ વર્ષના અન્ય દિવસે આ કૃતિ કરવા માટે બંધન નથી.

કાપવું, સમારવું અને તળવું, આ પ્રક્રિયા દ્વારા રજ-તમ સાથે સંબંધિત ઇચ્છાલહેરો, અર્થાત્ દેવતાજન્ય ઇચ્છાલહેરોના કાર્યને અવરોધ કરનારી લહેરો વાયુમંડળમાં ઊત્સર્જિત થવાનું પ્રમાણ વધારે હોવાથી આ દિવસે નાગદેવતાજન્ય લહેરોને કાર્ય કરવામાં અડચણો આવી શકે છે. આને કારણે નાગપાંચમને દિવસે આવા પ્રકારની કૃતિઓ કરવાથી પાપ લાગી શકે છે; તેથી નાગપાંચમને દિવસે કાપવું, સમારવું, તળવું, તેમ જ ભૂમિ ખોદવી, નાંગરવી, આ કૃતિઓ નિષિદ્ધ માનવામાં આવે છે.

અન્ય દિવસે આવી દેવતાજન્ય ઇચ્છાલહેરોનો વાસ ભૂમિ સાથે સંલગ્ન ન હોવાથી આવી કૃતિઓ કરવાથી સમષ્ટિ પાપ લાગવાનું પ્રમાણ અલ્પ હોય છે. તેના દ્વારા જ વાયુમંડળમાંના તે તે દિવસે રહેલા દેવતાઓની કાર્યરત લહેરોને આધારભૂત માનીને જ તે તે દિવસે તે તે તહેવાર અને ઉત્સવ ઊજવવાની પદ્ધતિ હિંદુ ધર્મમાં હોવાનું ધ્યાનમાં આવે છે અને તેનું મહત્ત્વ સમજાય છે.

 

નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરવી

નાગપાંચમના દિવસે પ્રત્યક્ષ નાગનું પૂજન કરવું વધારે લાભદાયક છે; કારણકે સજીવ રૂપમાં ઈશ્વરી તત્ત્વો આકર્ષિત કરવાની અધિક ક્ષમતા હોય છે. નાગપાંચમના દિવસ સિવાય અન્ય દિવસે નાગમાં તત્ત્વો અપ્રગટ સ્વરૂપમાં કાર્યરત હોય છે; પણ નાગપાંચમના દિવસે તેઓ પ્રગટ સ્વરૂપમાં કાર્યરત હોવાથી પૂજકને તેનો અધિક લાભ મળે છે. વર્તમાનમાં નાગ ઉપલબ્ધ થતા ન હોવાથી સ્ત્રીઓ પાટલા પર હળદરથી નવનાગની આકૃતિઓ દોરીને તેમનું પૂજન કરે છે.

જે સ્ત્રી નાગની આકૃતિઓનું ભાવપૂર્ણ પૂજન કરે છે તેને શક્તિતત્ત્વ પ્રાપ્ત થાય છે. નાગપાંચમના દિવસે ઈશ્વર પાસેથી શક્તિનો પ્રવાહ નાગમાં આકર્ષિત થવાથી નાગમાં પરમેશ્વરી તત્ત્વનું વલય નિર્માણ થાય છે અને ચૈતન્યનો પ્રવાહ આકર્ષિત થઈને તેનું પણ વલય નિર્માણ થાય છે. તે વલય કાર્યરત થઈને તેના દ્વારા વાતાવરણમાં શક્તિના પ્રવાહનું પ્રક્ષેપણ થાય છે. તે દિવસે નાગમાં શક્તિનું પ્રમાણ અધિક હોવાથી નાગનું પૂજન કરવાથી પૂજકને શક્તિ મળે છે.

નાગપાંચમના દિવસે કરેલી આ પૂજા દ્વારા હિંદુ ધર્મ ‘સર્વ પ્રાણીમાત્રોમાં પરમેશ્વર છે’, એમ શીખવે છે.

 

પંચનાગ

નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ. નાગપાંચમને દિવસે વાતાવરણમાં સ્થિરતા આવે છે. સાત્ત્વિકતા ગ્રહણ કરવા માટે યોગ્ય અને અધિક ઉપયુક્ત એવો આ સમય છે. તે દિવસે શેષનાગ અને શ્રીવિષ્ણુને આગળ જણાવ્યા પ્રમાણે પ્રાર્થના કરવી – ‘આપની કૃપાથી આ દિવસે શિવલોક દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો, મારા દ્વારા વધારેમાં વધારે ગ્રહણ થવા દેજો.

મારી આધ્યાત્મિક પ્રગતિમાં આવનારી સર્વ અડચણો નષ્ટ થવા દેજો. મારા પંચપ્રાણમાં દેવતાઓની શક્તિ સમાઈ જવા દેજો અને ઈશ્વરપ્રાપ્તિ તેમ જ રાષ્ટ્રરક્ષણ માટે તેનો ઉપયોગ થવા દેજો. મારા પંચપ્રાણોની શુદ્ધિ થવા દેજો.’

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’