કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં દિવાળી કેવી રીતે ઊજવવી ?

‘કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવી રહ્યો છે અને જનજીવન પૂર્વવત્ ભલે થતું હોય, તો પણ કેટલાક ઠેકાણે સાર્વજનિક નિર્બંધોને કારણે દિવાળી ઊજવવામાં મર્યાદા છે. આવા ઠેકાણે દિવાળી કેવી રીતે ઊજવવી, એ વિશેનાં કેટલાંક ઉપયુક્ત સૂત્રો અને દૃષ્ટિકોણ અત્રે આપી રહ્યા છીએ.

(નોંધ : આ સૂત્રો જે ઠેકાણે દિવાળી તહેવાર હંમેશાંની જેમ ઊજવવા પર નિર્બંધ અથવા મર્યાદા છે, એવા લોકો માટે જ છે. જે ઠેકાણે પ્રશાસનના સર્વ નિયમોનું પાલન કરીને હંમેશાંની જેમ તહેવાર ઊજવવાનું શક્ય છે, તે ઠેકાણે હંમેશાંની રીત પ્રમાણે તે ઊજવવો.)

પ્રશ્ન : વસુબારસના દિવસે બહાર જઈને સવત્સ ગાયની પૂજા કરવી કે કેમ ? પૂજા કરવાનું જો સંભવ ન હોય, તો શું કરવું ?

ઉત્તર : વસુબારસ આ દિવસ દિવાળી સાથે જોડાઈને આવતો હોવાથી તેનો સમાવેશ દિવાળીમાં કરવામાં આવે છે; પણ ખરું જોતાં આ જુદો તહેવાર છે. વસુબારસના દિવસે બહાર જઈને સવત્સ ગાયની પૂજા કરવામાં જો અડચણ હોય, તો ઘરે ગાયની એકાદ મૂર્તિ હોય તો તેની પૂજા કરવી. ઘરે મૂર્તિ જો ન હોય તો પાટલા પર ગાયનું ચિત્ર દોરીને તેની પૂજા કરવી.

પ્રશ્ન : નરકચતુર્દશીએ આકાશમાં તારા હોય ત્યારે બ્રાહ્મમુહૂર્ત પર અભ્યંગસ્નાન કરવામાં આવે છે. અઘેડાની ડાળખી માથા પરથી પગ સુધી અને ફરીવાર માથા સુધી ૩ વાર વર્તુળાકાર ફેરવવામાં આવે છે. તે માટે મૂળ ધરાવતી અઘેડા વનસ્પતિનો ઉપયોગ કરાય છે. તે માટે અઘેડો વનસ્પતિ જો ઉપલબ્ધ ન થાય તો શું કરવું ?

ઉત્તર : અઘેડો વનસ્પતિ જો ઉપલબ્ધ ન થાય, તો ભગવાનને પ્રાર્થના કરીને સ્નાન કરવું.

પ્રશ્ન : દિવાળીના દિવસોમાં યમતર્પણ, બ્રાહ્મણભોજન, વસ્ત્રદાન કરવામાં આવે છે. આ કરવાનું શક્ય ન હોય, તો શું કરવું ?

ઉત્તર : યમતર્પણ વિધિ ઘરે કરવાનું સંભવ છે. તેમાં યમના ૧૪ નામો લઈને પાણીથી તર્પણ કરવામાં આવે છે. આ તર્પણવિધિ પંચાંગમાં આપેલો હોય છે. તે પ્રમાણે વિધિ કરવી. બ્રાહ્મણભોજન કરાવવું અને વસ્ત્રદાન કરવું શક્ય ન હોય, તો અર્પણનો સદુપયોગ થાય, એવા ઠેકાણે અથવા ધાર્મિક કાર્ય કરનારી સંસ્થાઓને કેટલાક રૂપિયા અર્પણ કરવા.

પ્રશ્ન : લક્ષ્મીપૂજન માટે ધાણા, ગોળ, ધાણી, પતાસા ઇત્યાદિ સામગ્રી જો ઉપલબ્ધ ન થાય, તો શું કરવું ?

ઉત્તર : લક્ષ્મીપૂજન માટે જો આવશ્યક સામગ્રી ઉપલબ્ધ ન થાય, તો જેટલું ઉપલબ્ધ છે, તે સામગ્રીમાં ભાવપૂર્ણ રીતે પૂજાવિધિ કરવી. પતાસા ઇત્યાદિ સામગ્રી ન મળે, તો ભગવાનને ઘરમાંના ઘી-સાકર, ગોળ-સાકર અથવા એકાદ પકવાનનો નૈવેદ્ય ધરાવવો.

પ્રશ્ન : અભ્યંગસ્નાન માટે જો ઉટાવણું ઉપલબ્ધ ન થાય, તો શું કરવું ?

ઉત્તર : અભ્યંગસ્નાન માટે જો ઉટાવણું ઉપલબ્ધ ન થાય તો તેને બદલે કોપરાના તેલમાં હળદર ભેળવીને તે શરીરે લગાડવું.

પ્રશ્ન : તુલસીવિવાહ માટે જો પુરોહિત ઉપલબ્ધ ન થાય, તો શું કરવું ?

ઉત્તર : તુલસીવિવાહ માટે જો પુરોહિત ઉપલબ્ધ થાય નહીં, તો આપણને જેવી ફાવે તેવી રીતે ભાવપૂર્ણ પૂજા કરવી. જો તે પણ બનતું ન હોય, તો ‘શ્રી તુલસીદેવ્યૈ નમ:’ એવી રીતે નામજપ કરતા કરતા તુલસીની પૂજા કરવી. પૂજા થઈ ગયા પછી રામરક્ષાના આગળ જણાવેલા શ્લોક બોલવા.

‘रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे ।

रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः ॥

रामान्नास्ति परायणम् परतरम् रामस्य दासोऽस्म्यहम्।

रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर ॥’

ત્યાર પછી બૃહદ્સ્તોત્રરત્નાકર ગ્રંથમાંના સરસ્વતીસ્તોત્રના આરંભની આગળની લીટીઓ બોલવી.

‘या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्द़िता।

सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥’      

આ શ્લોક બોલી લીધા પછી ‘સુમુહૂર્ત સાવધાન’ એમ બોલીને તુલસી પર અક્ષત ચઢાવવા.

દિવાળીનું આધ્યાત્મિક મહત્વ, તહેવાર ઊજવવાની પદ્ધતિ આ વિશે વિગતવાર જાણકારી સનાતનના ‘તહેવાર ઊજવવાની યોગ્ય પદ્ધતિ અને શાસ્ત્ર’ આ ગ્રંથમાં આપી છે. www.sanatanshop.com આ સંકેતસ્થળ પર આ ગ્રંથ ઑનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સિવાય દીપાવલી આ ઊપર પણ દિવાળી વિશેની વિગતવાર જાણકારી ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓએ સદર સંકેતસ્થળો અગત્યતાપૂર્વક જોવા.

 

દૃષ્ટિકોણ

દિવાળી તહેવારમાં મોજમજા કરવાની પરંપરા પડી ગઈ છે. વર્તમાન આપત્કાલીન સ્થિતિ જોતાં મોજમજામાં સમય વેડફવો યોગ્ય નથી. કોરોનાનું સંકટ ભલે ધીમે ધીમે ઓછું થતું હોય, તો પણ આપત્કાળમાં કઈ ક્ષણે કયુ સંકટ આવશે, તે કાંઈ કહેવાય નહીં. વૈશ્વિક સ્તર પર કેટલાક દેશોમાં યુદ્ધ ચાલુ છે. અનેક દેશોમાં પરસ્પર સંઘર્ષ ચાલુ છે. અનેક ઠેકાણે યુદ્ધજન્ય પરિસ્થિતિ છે. આ બનાવો જગતને ત્રીજા મહાયુદ્ધ ભણી દોરી જનારા છે. આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધનાનું બળ હોવું આવશ્યક છે. વર્તમાનકાળ સાધના માટે સંધિકાળ હોવાથી આ કાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે. તેથી દિવાળીના દિવસોમાં મોજમજામાં સમય પસાર કરવાને બદલે વધારેમાં વધારે સમય સાધના માટે આપવાનો પ્રયત્ન કરવાથી વ્યક્તિને તેનો આધ્યાત્મિક સ્તર પર લાભ થશે.’

Leave a Comment