રક્ષાબંધન

શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે. ભાઈ પોતાની બહેનને વીર-પસલી આપીને તેને આશીર્વાદ આપે છે. સહસ્રો વર્ષોથી ચાલતા આવેલા આ તહેવાર પાછળનો ઇતિહાસ, શાસ્ત્ર, રાખી સિદ્ધ કરવાની પદ્ધતિ અને આ તહેવારનું મહત્ત્વ આ લેખ દ્વારા અત્રે વિશદ કરી રહ્યા છીએ.

 

૩૦ ઑગસ્‍ટના દિવસે રક્ષાબંધન કરવાનો મુહૂર્ત

‘સૂર્યોદયથી ૬ ઘટિકાથી (૧૪૪ મિનિટ કરતાં) વધુ રહેલી અને ભદ્રા (નોંધ) રહિત એવી શ્રાવણ પૂર્ણિમાને દિવસે અપરાહ્ણકાળે અથવા પ્રદોષ કાળે રક્ષાબંધન કરવું’, એવું
ધર્મશાસ્‍ત્રમાં કહ્યું છે.

નોંધ – ‘વિષ્‍ટિ’ નામક કરણને ભદ્રા કહે છે. કરણ એટલે તિથિનો અડધો ભાગ. ભદ્રા કરણ અશુભ માનવામાં આવે છે.

અ. ૩૧.૮.૨૦૨૩ના દિવસે પૂર્ણિમા તિથિ સવારે ૭.૦૬ કલાકે સમાપ્‍ત થવાની છે. તે સૂર્યોદયથી ૬ ઘટિકાથી (૧૪૪ મિનિટ કરતાં) વધારે સમય નથી; તેથી ૩૧.૮.૨૦૨૩ના
દિવસે રક્ષાબંધન કરી શકાય નહીં.

આ. ૩૦.૮.૨૦૨૩ના દિવસે સવારે ૧૦.૫૯ કલાકે પૂર્ણિમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે ભદ્રાકાળ સવારે ૧૦.૫૯ થી રાત્રે ૯.૦૨ ના સમયગાળામાં હોવાથી આ સમયે
પણ રક્ષાબંધન કરી શકાશે નહીં.

ઇ. આવા સમયે ભદ્રાકાળમાંના ‘ભદ્રાપુચ્‍છ’ આ મુહૂર્ત પર સદર અડચણ ઉકેલાશે. ‘ભદ્રાકાળમાંનો ભદ્રાપુચ્‍છ આ કાળ પ્રસંગવિશેષ શુભ માનવો’, એવું મુહૂર્ત ગ્રંથોમાં
લખ્‍યું છે.

ઈ. ૩૦.૮.૨૦૨૩ના દિવસે ભદ્રાપુચ્‍છનો સમય સાંજે ૫.૧૮ થી ૬.૩૦ કલાક આ પ્રમાણે છે. તેથી આ સમયે રક્ષાબંધન કરવું.’

– શ્રી. રાજ કર્વે (જ્‍યોતિષ વિશારદ), મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૨૮.૮.૨૦૨૩)

 

ઇતિહાસ

અ. પાતાળમાં રહેનારા બળીરાજાના હાથ પર લક્ષ્મીજીએ રાખડી બાંધીને તેને પોતાનો ભાઈ બનાવ્યો અને નારાયણની મુક્તતા કરી. તે દિવસ શ્રાવણ પૂર્ણિમાનો હતો.

આ. બાર વર્ષો સુધી ઇંદ્ર અને દૈત્યોમાં યુદ્ધ ચાલ્યું. આપણાં ૧૨ વર્ષો એટલે તેમના ૧૨ દિવસ. ઇંદ્ર થાકી ગયા હતા અને દૈત્યો ઉપરવટ થઈ જતા હતા. ઇંદ્ર તે યુદ્ધમાંથી પોતાના પ્રાણ બચાવીને ભાગી જવાની તૈયારીમાં હતા. ઇંદ્રની આ વ્યથા જોઈને ઇંદ્રાણી ગુરુદેવને શરણ આવ્યા. ગુરુ બૃહસ્પતિ ધ્યાન લગાડીને ઇંદ્રાણીને કહે છે, “જો તમે તમારાં પાતિવ્રત્ય બળનો ઉપયોગ કરીને આ સંકલ્પ કરશો કે, મારાં પતિદેવ સુરક્ષિત રહે અને જો ઇંદ્રના જમણા કાંડે એક દોરો બાંધશો, તો ઇંદ્ર યુદ્ધ જીતી જશે. ઇંદ્રાણીએ એમ જ કર્યું. ઇંદ્ર વિજયી બન્યા અને ઇંદ્રાણીનો સંકલ્પ સાકાર થયો.

ઇ. વિષ્યપુરાણમાં કહ્યા પ્રમાણે રક્ષાબંધન આ મૂળમાં રાજાઓ માટેનો તહેવાર હતો. રાખડીની એક નવી પદ્ધતિ ઇતિહાસકાળથી ચાલુ થઈ.

 

રાખી બાંધવા પાછળનું શાસ્ત્ર

રાખી પૂર્ણિમાને દિવસે વાતાવરણમાં યમલહેરોનું પ્રમાણ વધારે હોય છે. યમલહેરો પુરુષ સાકારત્વ હોય છે. અર્થાત્ તેઓ પુરુષોના દેહમાં વધારે પ્રમાણમાં ગતિમાન થાય છે. એ જ કારણને લીધે યમદૂત અથવા યમરાજને પ્રત્યક્ષ ચિત્ર-સાકારવાની દૃષ્ટિએ સાકારતી વેળાએ પુરુષ સ્વરૂપમાં સાકાર થાય છે. પુરુષોના દેહમાં યમલહેરોનો પ્રવાહ વહેવાનું ચાલુ થાય કે, તેમની સૂર્યનાડી જાગૃત થાય છે અને આ જાગૃત સૂર્યનાડીના આધાર પર દેહમાંની રજ-તમની પ્રબળતા વધીને યમલહેરો પૂર્ણ શરીરમાં પ્રવેશ કરે છે. જીવના દેહમાં યમલહેરોનું પ્રમાણ ૩૦ ટકા કરતાં જો વધારે થાય, તો તેના પ્રાણ જોખમમાં મૂકાવાની શક્યતા હોય છે; તેથી પુરુષમાં રહેલા શિવતત્ત્વને જાગૃત કરીને જીવની સુષુમ્ણાનાડીની કેટલાક અંશે જાગૃતિ કરીને પ્રત્યક્ષ શક્તિબીજ દ્વારા, અર્થાત્ બેનના માધ્યમ દ્વારા પ્રવાહિત થઈ રહેલી યમલહેરોને, તેમ જ તેમને પ્રત્યક્ષ કાર્ય કરવા માટે સહાયતા કરનારી સૂર્યનાડીને રાખીનું બંધન બાંધીને શાંત પાડવામાં આવે છે.

યમલહેરોનું પ્રમાણ (ટકા)

૧. સ્ત્રી ૧૦

૨. પુરુષ ૩૦

ભાવનિક મહત્ત્વ

બહેને ભાઈના હાથ પર રાખડી બાંધવાની હોય છે અને તેની પાછળ ભાઈનો ઉત્કર્ષ થવો અને ભાઈએ બહેનનું સંરક્ષણ કરવું, એ ભૂમિકા હોય છે.

રાખડી બાંધવી

ચોખા, સોનું અને સફેદ રાઈ પડીકીમાં એકત્ર બાંધવાથી રક્ષા અર્થાત્ રાખડી સિદ્ધ થાય છે. તે રેશમી દોરાથી બાંધવામાં આવે છે.

રાખડી કેવી હોવી જોઈએ ?

રાખડીની લહેરોથી બહેન અને ભાઈ બન્નેને લાભ થાય છે. તેને કારણે ખોટો દેખાવો કરનારી રાખડી લાવવાને બદલે ઈશ્વરી તત્ત્વ જાળવી રાખનારી રાખી લેવી જોઈએ, નહીંતર પછી તે રાખડીઓના ત્રિગુણનું બન્ને પર પરિણામ થાય છે અને તેમની વૃત્તિ પણ તેવી જ બને છે. તેથી સનાતન દ્વારા સાત્ત્વિક રાખીઓ જ બનાવવામાં આવે છે.

 

ચોખાના કણનો સમુચ્ચય રાખી તરીકે
રેશમી ધાગાથી બાંધવાની પદ્ધતિ શા માટે છે ?

ચોખા સર્વસમાવેશકતાનું પ્રતીક, અર્થાત્ તે બધાયને પોતાનામાં સમાવી લેનારું, તેમ જ તે સર્વ લહેરોનું ઉત્તમ આદાન-પ્રદાન કરનારું છે. ચોખાનો સમુચ્ચય ધવલ વસનમાં બાંધીને તે રેશમી શિવરૂપી જીવના જમણા હાથે બાંધવો, અર્થાત્ એક પ્રકારે સાત્ત્વિક રેશમી બંધન સિદ્ધ કરવું. રેશમી દોરો સાત્ત્વિક લહેરોનું ગતિમાન વહન કરવામાં અગ્રેસર છે. કૃતિના સ્તર પર પ્રત્યક્ષ કર્મ કરાવી લેવા માટે આ રેશમી બંધન પ્રત્યક્ષ સિદ્ધ કરવામાં આવે છે. રાખી બાંધનારા જીવમાં રહેલી શક્તિલહેરો ચોખાના માધ્યમ દ્વારા શિવરૂપી જીવ ભણી સંક્રમિત થવાથી તેમની સૂર્યનાડી કાર્યરત થઈને તેમનામાં રહેલું શિવતત્ત્વ જાગૃત થાય છે. ચોખાના કણના માધ્યમ દ્વારા શિવમાંની ક્રિયાશક્તિ કાર્યરત થઈને વાયુમંડળમાં કાર્યલહેરોનું ગતિમાન પ્રક્ષેપણ કરીને વાયુમંડળમાંના રજ-તમકણોનું વિઘટન કરે છે. આવી રીતે રક્ષાબંધનનો મૂળ ઉદ્દેશ શિવ અને શક્તિના સંયોજનથી સાધ્ય કરી લઈને આ દિવસનો લાભ મેળવી લેવો, એ જ માનવજાતની દષ્ટિએ વધારે ઇષ્ટ પુરવાર થાય છે.

પ્રાર્થના કરવી

બહેને ભાઈનું કલ્યાણ થાય અને ભાઈએ બહેનનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરવા સાથે જ બન્નેને ‘રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ થાય, તે માટે અમારા દ્વારા પ્રયત્ન થવા દેજો’ , એવી ઈશ્વરને પ્રાર્થના કરવી.

રાખીના માધ્યમ દ્વારા થનારું દેવતાઓનું વિડંબન રોકો !

આજકાલ રાખડી પર ‘ૐ’ અથવા દેવતાઓનાં ચિત્રો હોય છે. રાખીનો ઉપયોગ થયા પછી તે આડી અવળી પડી હોવાથી એક રીતે દેવતા અને ધર્મપ્રતીકોનું વિડંબન થાય છે. તેથી પાપ લાગે છે. આ બાબત ટાળવા માટે રાખડીનું પાણીમાં વિસર્જન કરો !

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’

સનાતન દ્વારા નિર્મિત સાત્ત્વિક રાખીઓ માટે સંપર્ક કરો.