શરદ પૂર્ણિમા

આસો પૂર્ણિમાના વિવિધ નામોનો અર્થ

આસો પૂર્ણિમાને ‘કોજાગરી પૂર્ણિમા’, ‘નવાન્ન પૂર્ણિમા’ અથવા ‘શરદ પૂર્ણિમા’ આ નામોથી ઓળખવામાં આવે છે. જે દિવસે પૂર્ણિમા પૂર્ણ થાય છે, તે દિવસે ‘નવાન્ન પૂર્ણિમા’ ઊજવવામાં આવે છે.

અ. આસો પૂર્ણિમાની ઉત્તરરાત્રિએ લક્ષ્મીદેવી ‘કો જાગર્તિ’ એટલે ‘કોણ જાગી રહ્યું છે ?’, એવું પૂછે છે; તેથી આ પૂર્ણિમાને ‘કોજાગરી પૂર્ણિમા’ કહેવામાં આવે છે.

આ. આસો પૂર્ણિમાએ ખેડૂતો નિસર્ગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે નવા ધાન્યની પૂજા કરીને તેનો નૈવેદ્ય ધરાવે છે; તેથી આ પૂર્ણિમાને ‘નવાન્ન પૂર્ણિમા’ કહે છે.

ઇ. આસો પૂર્ણિમા શરદઋતુમાં આવે છે; તેથી આ પૂર્ણિમાને ‘શરદ પૂર્ણિમા’ કહેવામાં આવે છે.

 

શ્રીમદ્દભગવદ્દગીતામાં ઉલ્લેખ છે કે આસો પૂર્ણિમાના દિવસે
ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં રાસ-ઉત્સવ ઊજવ્યો તેનું મહત્ત્વ

અ. સમગ્ર વર્ષમાં કેવળ આ દિવસે ચંદ્ર પૃથ્વીના સર્વાધિક સમીપ હોય છે અને એટલે એ મોટો દેખાય છે. મૂળ ચંદ્રતત્ત્વનો અર્થાત ’ચંદ્રમા’નો પ્રતિનિધિત્વ  કરનારો  અને આપણને  દેખાઈ  દેનારો ચંદ્ર ‘ચંદ્રમા’ જેવો જ શીતળ અને આહ્લાદદાયક છે. ઈશ્વરના અવતારો  પાસેથી સાધકોને ચંદ્ર સમાન શીતળતાનો  અનુભવ  થઈ શકે છે, એટલે રામચંદ્ર, કૃષ્ણાચંદ્ર જેવા નામ રામ-કૃષ્ણને આપવામાં  આવ્યા.. ચંદ્રના આ ગુણોને કારણે જ ‘नक्षत्राणामहं शशी’ અર્થાત ‘નક્ષત્રોમાં હું  ચંદ્ર છું’ એમ ભગવાન  શ્રીકૃષ્ણએ  શ્રીમદ્દભગવદ્દ  ગીતામાં (૧૦.૨૧) કહ્યું છે.

આ. મધ્યરાત્રિએ  લક્ષ્મી  ચંદ્રમંડળને  ભૂતલ પર આવીને પૂછે છે – ‘को जागर्ति’ અર્થાત  ‘કોણ જાગી રહ્યું છે?’ અને જે જાગતું  હોય એને અન્ન-ધન આપીને સંતુષ્ટ કરે છે.

 

ઉત્સવ ઊજવવાની પદ્ધતિ

૧. શરદ પૂર્ણિમાના દિવસે નવાન્ન (નવ ધાન્યમાંથી) ભોજન બનાવે છે.

૨. શ્રીલક્ષ્મી અને ઐરાવત પર બેસેલા ઇંદ્રનું રાત્રે પૂજન કરવામાં આવે છે.

૩. પૂજા પછી પૌંઆ અને નારિયેળનું પાણી દેવ અને પિતરોને સમર્પણ કરીને પછી નૈવેદ તરીકે ગ્રહણ કરીને પછી પોતાની પાસે આવેલા સર્વ દેવતાઓને આપવામાં આવે છે.

૪. શરદ ઋતુની પૂનમની શ્વેત ચાંદનીમાં ચંદ્રને ઘટ્ટ કરેલા દૂધનું નૈવેદ ચઢાવવામાં આવે છે અને પછી નૈવેદ સમજીને તે દૂધ ગ્રહણ કરવામાં આવે છે.

૫. ચંદ્રના પ્રકાશમાં  એક પ્રકારની  આર્યુવેદિક  શક્તિ છે. એટલે આ દૂધ આરોગ્યદાયી  છે. આ રાત્રે જાગરણ કરવામાં આવે છે. આગલા  દિવસે સવારે પૂજાનું પારણું કરવામાં આવે છે.

૬. ભાવાર્થ

શરદ પૂર્ણિમાની રાત્રે જે જાગૃત અને સાવધ હોય છે, તેને જ અમૃતપ્રાશનનો  લાભ મળે છે !

 અધિક જાણકારી  માટે વાંચો : સનાતનનો  ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’

 

શરદ પૂર્ણિમાના દિવસે
ચંદ્રના દર્શન લેવાનું જ્યોતિષશાસ્ત્રીય મહત્ત્વ

સૌ. પ્રાજક્તા જોશીઆ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ દિવસે દેવી લક્ષ્મીજી અને ઇંદ્રદેવતાનું પૂજન કરવામાં આવે છે. તેથી લક્ષ્મીજીની કૃપાથી સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. રાત્રે દુધમાં ચંદ્રમાના દર્શન લેવાથી ચંદ્રના કિરણોના માધ્યમ દ્વારા અમૃતપ્રાપ્તિ થાય છે. તેનું કારણ ‘આસો પૂર્ણિમા’ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે થવા પામે છે. અશ્વિની નક્ષત્રની દેવતા ‘અશ્વિનીકુમાર’ છે. અશ્વિનીકુમાર સર્વ દેવતાઓના ચિકિત્સક (વૈદ્ય) છે. અશ્વિનીકુમારોની આરાધનાથી અસાધ્ય રોગ મટી જાય છે. તેથી વર્ષની અન્ય પૂર્ણિમાઓની તુલનામાં આસો પૂર્ણિમાના દિવસે ચંદ્રદર્શનથી ત્રાસ થતો નથી.

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર ગ્રહને મનનો કારક માનવામાં આવે છે. તેથી આપણી માનસિક ભાવનાઓ, નિરાશા અને ઉત્સાહ ચંદ્ર સાથે સંબંધિત છે. જેમની જન્મકુંડલીમાં ચંદ્રબળ ઓછું હોય, તેમને પૂર્ણિમાનો દિવસ નજીક હોય ત્યારે માનસિક ત્રાસ થવાના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. જેમની જન્મકુંડલીમાં ચંદ્રબળ સારું છે, તેમની પૂર્ણિમાનો ચંદ્ર, તારલા, આવા વાતાવરણમાં પ્રતિભા જાગૃત થાય છે. તેમને કવિતા સૂઝે છે.

ચંદ્ર ગ્રહ માતૃકારક છે, અર્થાત્ કુંડલીમાંના ચંદ્ર પરથી માતાના સુખનો અભ્યાસ કરવામાં આવે છે. આસો પૂર્ણિમાના દિવસે ચંદ્રની સાક્ષીથી માતા પોતાના જ્યેષ્ઠ સંતાનની કૃતજ્ઞતાભાવથી આરતી ઉતારે છે; કારણકે પ્રથમ સંતાન પછી સ્ત્રીને માતૃત્વનો આનંદ પ્રાપ્ત થાય છે.’

– સૌ. પ્રાજક્તા જોશી, જ્યોતિષ ફળ-વિશારદ, વાસ્તુ વિશારદ, અંક જ્યોતિષ વિશારદ, રત્નશાસ્ત્ર વિશારદ, અષ્ટકવર્ગ વિશારદ, સર્ટિફાઇડ ડાઊસર, રમલ પંડિત, હસ્તાક્ષર મનોવિશ્લેષણશાસ્ત્ર વિશારદ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, રામનાથી, ફોંડા, ગોવા. (૧૧.૧૦.૨૦૨૦)