કેટલીક દેવીઓની ઉપાસનાની વિશિષ્‍ટતાઓ

Article also available in :

 

૧. કુમારી

તેમની પૂજામાં પુષ્‍પો, ફૂલોની માળા, ઘાસ, પાંદડાં, વૃક્ષોની છાલ, કપાસના દોરા, ભંડારા (હળદર), સિંદૂર, કંકુ ઇત્‍યાદિનું મહત્ત્વ હોય છે. નાની બાળકીઓને ગમે તેવી વસ્‍તુઓ દેવીને અર્પણ કરવામાં આવે છે.

 

૨. રેણુકા, અંબામાતા અને તુળજાભવાની

વિવાહ જેવી એકાદ વિધિ પછી આ કુળદેવીઓ હોય, તેમના ઘરે માતાજી તેડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રેણુકા અને ભવાની જેવી દેવીઓને પૌરાણિક કથાઓ અને લોક દંતકથાઓનું નાટકીય વિવરણ પ્રસ્તુત કરવાની પ્રથા છે જેને ‘ગોંધળ ઘાલણે’ કહેવાય છે. કેટલાક લોકોમાં ઘરે વિવાહ ઇત્યાદિ કાર્યો સારી રીતે સંપન્ન થયા પછી સત્યનારાયણની કથા કરે છે. મહારાષ્ટ્રમાં કોંકણ ક્ષેત્રના બ્રાહ્મણોમાં દેવીનું ‘બોડણ’ ભરે છે, તેવું જ આ છે. ‘બોડણ ભરવું’ એટલે આ ક્ષેત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતો એક પ્રકારનો કુળાચાર અથવા ધાર્મિક વિધિ છે જેમાં દેવીની પંચામૃતી પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં લગ્ન પછી રાંદલ માતાને તેડાવે છે અને ગરબા ગાય છે. ‘રાંદલમાતા તેડવી’ એ વિધિ કેટલાક કુટુંબોમાં કુળધર્મ સમજીને કરવામાં આવે છે.

રાંદલમાતાજી વિશે અધિક જાણકારી મેળવવા માટે જુઓ : https://www.sanatan.org/gujarati/9790.html

 

૩. અંબાજી

ગુજરાતના અંબાજીના (અંબામાતાના) દેવાલયમાં દીવો પ્રગટાવવા તેલનો ઉપયોગ કરતા નથી. ત્‍યાં ઘીનો નંદાદીપ (અખંડ) પ્રજવલિત રહે છે.

 

૪. ત્રિપુરસુંદરી

આ એક તાંત્રિક દેવી છે. તેમના નામ પર એક પંથ પ્રચલિત છે. આ પંથની દીક્ષા લીધા પછી જ તેમની ઉપાસના કરી શકાય છે, એવો તે પંથનો મત છે.

 

૫. ત્રિપુરભૈરવી

આ એક તાંત્રિક દેવી છે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોની પ્રાપ્‍તિ કરાવી આપનારાં આ દેવી છે, એવું માનવામાં આવે છે. આ દેવી શિવલિંગનું ભેદન કરીને બહાર આવ્‍યાં છે. કાલિકાપુરાણમાં તેમનું ધ્‍યાન (વર્ણન) આપ્‍યું છે. સર્વ રૂપોમાં ભૈરવી આ ત્રિપુરાનું પ્રભાવી રૂપ માનવામાં આવે છે. તેમની પૂજા ડાબા હાથે કરવામાં આવે છે. તેમને લાલ રંગની (રક્તવર્ણ) મદિરા, લાલ ફૂલો, લાલ વસ્‍ત્ર અને સિંદૂર વસ્‍તુઓ પ્રિય છે.

 

૬. મહિષાસુરમર્દિની

દેવીની શક્તિ સહન કરવાની ક્ષમતા જો ન હોય, તો પ્રથમ શાંતાદુર્ગાદેવીનું આવાહન કરવામાં આવે છે પછી દુર્ગાદેવીનું અને અંતમાં મહિષાસુરમર્દિનીનું કરે છે. તેથી દેવીની શક્તિ સહન કરવાની શક્તિ ધીરે ધીરે વધવાથી મહિષાસુરમર્દિની દેવીની શક્તિ સહન કરી શકાય છે.

 

૭. કાલી

બંગાળમાં કાલીદેવીની ઉપાસના પ્રાચીનકાળથી પ્રચલિત છે. પૂર્ણાનંદ લિખિત શ્‍યામારહસ્‍ય અને કૃષ્‍ણાનંદ લિખિત તંત્રસાર આ બે ગ્રંથો સુપ્રસિદ્ધ છે. આ પૂજામાં સુરા (મદ્ય) એ અતિ આવશ્‍યક વસ્‍તુ માનવામાં આવે છે. મંત્રથી શુદ્ધ કરીને તેનું સેવન કરવામાં આવે છે. કાલીપૂજા માટે ઉપયોગમાં લેવાતું કાલીયંત્ર ત્રિકોણ, પંચકોણ અથવા નવકોણ હોવું જોઈએ, એવું કાલિકોપનિષદમાં કહ્યું છે. ઘણીવાર તે પંદર ખૂણાનું પણ કરે છે. કાલીપૂજા કારતક વદમાં, ખાસ કરીને રાત્રિના સમયે ફળપ્રદ કહી છે. આ પૂજામાં કાળીસ્‍તોત્ર, કવચ, શતનામ અને સહસ્રનામનો પાઠ વિહિત છે.

 

૮. ચામુંડા

આઠ ગુપ્‍તતર યોગિની મુખ્‍ય દેવતાના નિયંત્રણ હેઠળ ચક્રમાં વિશ્‍વનું સંચાલન, વસ્‍તુઓનું ઉત્‍સર્જન, પરિણામ ઇત્‍યાદિ કાર્યો કરે છે. સંધિપૂજા નામની એક વિશિષ્‍ટ પૂજા અષ્‍ટમી અને નવમી તિથિઓએ સંધિકાળમાં કરવામાં આવે છે. આ પૂજા દુર્ગાદેવીના ચામુંડા રૂપની હોય છે. તે રાત્રે ગાયન-વાદન અને રમતોના માધ્‍યમો દ્વારા જાગરણ કરવામાં આવે છે.

 

૯. દુર્ગાદેવી

શ્રી દુર્ગામહાયંત્ર આ શ્રી ભગવતીદેવીનું (દુર્ગાદેવીનું) આસન છે. નવરાત્રિમાં દુર્ગાદેવીનાં નવ રૂપોની ઉપાસના કરવામાં આવે છે.

 

૧૦. ઉત્તાનપાદાદેવી

આ માતૃત્‍વ, સર્જન અને વિશ્‍વનિર્મિતિ આ ત્રિગુણોથી યુકત છે. છિન્‍નમસ્‍તા અથવા લજ્‍જાગૌરી આ દેવીની મૂર્તિ ભૂમિ પર પીઠ ટેકવીને, ચત્તી સ્‍થિતિમાં વાળી લીધેલા પગ પૂજક ભણી રાખીને પૂજા કરવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલતી હોવાનું દેખાય છે. શિવપિંડી નીચેના શાળુંકાની જે રચના હોય છે, તેવી જ અવસ્‍થામાં તેની પૂજા કરવામાં આવતી દેખાય છે. તેને જળધારાઓનો અભિષેક કર્યા પછી તે પાણી વહી જવા માટે એક માર્ગ પણ આપેલો દેખાય છે. શિવપિંડીના આ માર્ગને મહાશિવના મહાભગનો મહામાર્ગ એમ કહેવાય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શક્તિ ભાગ – ૨’

Leave a Comment