‘ઇંદ્રાક્ષી’ સ્‍તોત્રની મહતી અને વર્તમાન આપત્‍કાળમાં તેનું મહત્ત્વ !

Article also available in :

અનુક્રમણિકા

આદિશક્તિનું ઇંદ્રાક્ષી રૂપ

 

૧. દક્ષ પ્રજાપતિની સંમતિ ન હોવા છતાં
શ્રી મહાવિષ્‍ણુની સંમતિથી શિવ અને સતીનો વિવાહ થવો

‘આદિશક્તિનો જન્‍મ દક્ષ પ્રજાપતિનાં દીકરી ‘દેવી સતી’ના રૂપમાં થાય છે. તેમના પિતાજી દક્ષને દેવી સતીની શિવભક્તિ ગમતી નહોતી; પરંતુ દેવી સતીએ શિવજીને જ પોતાનાં પતિ માન્‍યા હોય છે. અંતે દક્ષની ઇચ્‍છા ન હોવા છતાં પણ દક્ષ પ્રજાપતિના આરાધ્‍યદૈવત શ્રીમહાવિષ્‍ણુની સંમતિથી શિવ અને સતીના વિવાહ થાય છે.

 

૨. દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞ સમયે દેવી સતીનું
અપમાન થવાથી તેમણે તે જ યજ્ઞમાં પોતાની આહુતિ આપવી

એકવાર દક્ષ મોટા યાગની સિદ્ધતા કરે છે. તેને ‘દક્ષ યજ્ઞ’ એવું નામ આપે છે. દક્ષ સર્વ દેવદેવતાઓને યજ્ઞ માટે આમંત્રિત કરે છે; પણ શિવ અને સતીને આમંત્રિત કરતા નથી. શિવજીની ઇચ્‍છા ન હોવા છતાં પણ દેવી સતી તે યજ્ઞ માટે જાય છે. તે યજ્ઞમાં દક્ષ સહુકોઈની સામે સતી અને શિવજીનું અપમાન કરે છે. તે જ ક્ષણે દેવી સતી તેમનાં આદિશક્તિ સ્‍વરૂપમાં પ્રગટ થાય છે. દક્ષ અને સર્વ દેવદેવતા દેવીનું તે વિશ્‍વરૂપ જોઈને ભયભીત થાય છે. દેવી સતી તે દક્ષ યજ્ઞના અગ્‍નિમાં પોતાની આહુતિ આપે છે.

 

૩. સતીએ પોતાની આહુતિ આપી
હોવાનું જાણ્‍યા પછી શિવજીને દક્ષ પર ક્રોધ આવે છે.

‘શિવજીના આ ક્રોધમાંથી વિશ્‍વમાં પહેલીવાર ‘જ્‍વરની’ ઉત્‍પત્તિ થઈ’, એવું વિષ્‍ણુપુરાણમાં કહ્યું છે.

 

૪. નારદમુનિએ જ્‍વરનાશ માટે
ઉપાય પૂછ્યા પછી શ્રીવિષ્‍ણુએ આદિશક્તિના
‘ઇંદ્રાક્ષી’ રૂપની સ્‍તુતિ, એ જ તેના પર ઉપાય હોવાનું કહેવું

એકવાર નારદમુનિ પૃથ્‍વી પર વિહાર કરતી વેળાએ માણસોના રોગથી થતા હાલ જુએ છે. વૈકુંઠમાં આવ્‍યા પછી નારદમુનિ ભગવાન શ્રીવિષ્‍ણુને પૂછે છે, ‘હે ભગવાન, માણસોને વ્‍યાધિમુક્ત થવા માટે કાંઈ માર્ગ છે ખરો ?’ ત્‍યારે શ્રીવિષ્‍ણુ નારદને કહે છે, ‘આનો એક ઉપાય છે. જ્‍વરની ઉત્‍પત્તિ શિવજીના ક્રોધથી થઈ છે. જ્‍વરશમન કરવાની અને રોગનિવારણ કરવાની શક્તિ આદિશક્તિમાં છે. માણસ જો ભક્તિભાવથી આદિશક્તિના ‘ઇંદ્રાક્ષી’ રૂપની સ્‍તુતિ કરે, તો સર્વ જ્‍વર અને રોગ દૂર થશે.

 

૫. શ્રીવિષ્‍ણુએ કહેલો જ્‍વરનાશ પરનો
ઉપાય સચીપુરંદર ઋષિ દ્વારા માનવીને ઉપલબ્‍ધ થવો

શ્રીવિષ્‍ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્‍તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્‍તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્‍તોત્ર માનવજાતિને પ્રાપ્‍ત થયો. ઇંદ્રાક્ષીની આ સ્‍તુતિ ‘ઇંદ્રાક્ષી સ્‍તોત્ર’ તરીકે પ્રસિદ્ધ છે. કોઈપણ રોગમાં શરીરમાં દેખાઈ આવતું પરિણામ એટલે ‘જ્‍વર’ ! ઇંદ્રાક્ષી સ્‍તોત્રમાં માનવીને થનારા અને થઈ શકનારા સર્વ જ્‍વરોનો ઉલ્‍લેખ કરવામાં આવ્યો છે.

 

૬. કોરોના મહામારીનું મુખ્‍ય લક્ષણ
‘જ્‍વર’ હોવું અને આદિશક્તિએ ભક્તોને
‘ઇંદ્રાક્ષી સ્‍તોત્ર’ રૂપી દૈવી રસી ઉપલબ્‍ધ કરાવી આપવી

જાન્‍યુઆરી ૨૦૨૦ થી સંપૂર્ણ વિશ્‍વમાં ‘કોરોના’ નામની મહામારી ચાલુ થઈ. ત્‍યારથી લગભગ ૨૦ માસમાં સંપૂર્ણ વિશ્‍વના ૫૦ લાખ લોકોનું મૃત્‍યુ થયું અને પૃથ્‍વી પર ૨૨ કરોડ કરતાં વધુ લોકો ‘કોરોના’ થી બાધિત થયા. આ રોગનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે ‘જ્‍વર !’ આ ‘જ્‍વર’બાધા દૂર કરવાની ક્ષમતા કેવળ આદિશક્તિમાં છે. આદિશક્તિએ જ ભક્તોને ‘ઇંદ્રાક્ષી સ્‍તોત્ર’ રૂપી દૈવી રસી ઉપલબ્‍ધ કરાવી આપી છે. તે માટે અમે સર્વ સનાતનના સાધકો ભગવાન શ્રીવિષ્‍ણુ અને આદિશક્તિ પ્રત્‍યે કોટિશઃ કૃતજ્ઞ છીએ.’

શ્રી. વિનાયક શાનભાગ (આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૬ ટકા, જયપુર, રાજસ્‍થાન).

Leave a Comment