શ્રીરામની ઇચ્‍છાવિના કાંઈ જ થતું નથી, તેની અનુભૂતિ પ્રદાન કરનારા શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ !

Article also available in :

શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજનો જન્‍મ મહા સુદ પક્ષ બારસ (૧૯ ફેબ્રુઆરી ૧૮૪૫)ના દિવસે સાતારા જિલ્‍લાના માણ તાલુકાના ગોંદવલે બુદ્રુક ખાતે થયો. જન્‍મ સમયે તેમનું નામ ગણપતિ પાડવામાં આવ્‍યું હતું. શ્રીબ્રહ્મચૈતન્‍ય શ્રીરામજીના ઉપાસક હતા. તે પોતાને બ્રહ્મચૈતન્‍ય રામદાસી કહેવડાવતા.

 

ગુરુકૃપા

વયના નવમા વર્ષે તેમણે ગુરુદેવની શોધખોળ માટે ઘરનો ત્‍યાગ કર્યો. તે સમયે તેમના પિતાજી કોલ્‍હાપૂરથી તેમને પાછા લઈ આવ્‍યા. થોડા સમય પછી ફરીવાર ગૃહત્‍યાગ કરીને ગુરુશોધ માટે પદભ્રમણ ચાલુ કર્યું. અનેક સંત સત્‍પુરુષોને મળ્યા. અંતે મરાઠવાડાના નાંદેડ જિલ્‍લાથી પાસેના યેહેળગામે શ્રીતુકામાઈ દ્વારા તેમને શિષ્‍યત્‍વ પ્રાપ્‍ત થયું. અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્‍ય પાડ્યું, રામોપાસના આપી અને અનુગ્રહ પ્રદાન કરવાનો અધિકાર આપ્‍યો. ત્‍યાર પછી શ્રીતુકામાઈના આદેશ અનુસાર મહારાજે ઘણો સમય તીર્થાટન કર્યું.

 

ત્‍યાર પછીનું જીવન

ગૃહત્‍યાગના નવ વર્ષો પછી શ્રીબ્રહ્મચૈતન્‍ય મહારાજ ગોંદવલે ખાતે પાછા ફર્યા. આ પછીનું સમગ્ર જીવન તેમણે રામનામનો પ્રસાર અને વિવિધ ઠેકાણે રામમંદિરોની સ્‍થાપના કરવા માટે વિતાવ્‍યું. ગુર્વાજ્ઞા અનુસાર પોતે ગૃહસ્‍થાશ્રમમાં રહીને જનસામાન્‍યોમાં પ્રપંચ કરતા કરતા પરમાર્થ કેવી રીતે સાધ્‍ય કરવો ? તે વિશે માર્ગદર્શન કર્યું. કોઈપણ પરિસ્‍થિતિમાં રામનું સ્‍મરણ કરવું અને તેમની ઇચ્‍છાથી પ્રપંચમાંના સુખ-દુઃખો ભોગવવા એ તેમના ઉપદેશનો સાર છે. ગોરક્ષણ અને ગોદાન, અખંડ અન્‍નદાન, અનેક વાર વિવિધ કારણોસર કરેલી તીર્થયાત્રાઓ આ વાતો મહારાજના ચરિત્રની કેટલીક વિશેષતાઓ રહી છે. સુષ્‍ટ અને દુષ્‍ટ, જ્ઞાની અને અજ્ઞ, આ લોકો વિશે સમભાવ, નિસ્‍પૃહતા, કલ્‍યાણકારી વૃત્તિ, દીન અનાથો પ્રત્‍યે લાગણી, સહનશીલતા, વ્‍યવહારચાતુર્ય, જનપ્રિયત્‍વ અને મધુર વાણી આ મહારાજના સહજગુણો છે. સામેની વ્‍યક્તિ ભલે ગમે તે હોય, તેઓ પ્રત્‍યેકને સમજાય, એવી ભાષામાં માર્ગદર્શન કરતા. સામાન્‍ય લોકો સાથે ઘરગથ્‍થુ અને સહેલી ભાષામાં સંવાદ સાધ્‍ય કરતા, તેમજ વેદસંપન્‍ન, જ્ઞાની લોકો સાથે ચર્ચા કરવાનો પ્રસંગ આવે તો તેમને પણ વૈદિક કર્મો સાથે જ નામસ્‍મરણ કરવાની આવશ્‍યકતા ગળે ઉતારી દેતા.

તેમની શ્રીરામજી સાથે રહેલી અનન્‍યતા અને દૃઢ શ્રદ્ધા તેમના વર્તન અને વાણી દ્વારા નિરંતર વ્‍યક્ત થતી હતી. નામસ્‍મરણ સાધનાની આજના યુગમાંની મહતી તેમણે તાલાવેલીથી અને વિવિધ માર્ગો દ્વારા માર્મિક ઉદાહરણો કથન કરીને કહી. ॥ શ્રી રામ જય રામ જય જય રામ ॥ આ ત્રયોદશાક્ષરી મંત્રનું મહાત્‍મ્‍ય વિશદ કરવા માટે તેમણે ભજન, કીર્તન, પ્રવચન, ચર્ચા, શંકાસમાધાન આ સર્વ માર્ગોનો આધાર લીધો. શ્રીરામજીની ઇચ્‍છા વિના કાંઈ જ થઈ શકે નહીં અને અખંડ રામનામનો જપ કરવાથી આનંદ અને સમાધાન પ્રાપ્‍ત થાય છે, આ મહારાજી દ્વારા કથન કરેલો અનુભવ તેમના સહવાસમાં આવેલા પ્રત્‍યેક સાધકે લીધો છે.

સંદર્ભ : બાલસંસ્‍કાર ડૉટ કૉમ સંકેતસ્‍થળ

 

ગંગાસ્‍નાનથી પાવન થવા માટે જાત્રાળુઓમાં
સાચો ભાવ હોવો આવશ્‍યક ! – શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ

એકવાર કાશી ખાતેના શ્રેષ્‍ઠ તપસ્‍વી શાંતાશ્રમસ્‍વામીનું બ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ સાથે નીચે પ્રમાણે સંભાષણ થયું.

સ્‍વામી : મહારાજ, આટલા લોકો કાશીમાં ગંગાસ્‍નાન કરવા છતાં પણ પાવન શા માટે થતા નથી ?

ગોંદવલેકર મહારાજ : કારણકે તેમનામાં ખરો ભાવ નથી !

સ્‍વામી (ઉત્તર ગળે ન ઉતરવાથી) : તેમનામાં ખરો ભાવ ન હોય, તો તેઓ કેવી રીતે આવી શકે ?

ગોંદવલેકર મહારાજ : તે વહેલા જ બતાવીશ. ચાર દિવસો પછી ગોંદવલેકર મહારાજએ શાંતાશ્રમસ્‍વામીના હાથેપગે ચીંથરાં વીંટીને તેમને મહારોગીનું રૂપ આપ્‍યું અને જ્‍યાં પુષ્‍કળ લોકો ગંગાસ્‍નાન માટે ઉતરતા, ત્‍યાં તેમને લઈ જઈને બેસાડ્યા. મહારાજ પોતે ફકીરનો વેશ ધારણ કરીને તેમની પાસે ઊભા રહ્યા. થોડા સમય પછી ઘણાં લોકો ભેગા થઈ ગયા. ફકીર ઉપસ્‍થિતોને કહે છે, હે લોકો, સાંભળો ! આ મહારોગી મારો ભાઈ છે. ગત વર્ષે અમે બન્‍નેએ વિશ્‍વેશ્‍વરની અત્‍યંત મનઃપૂર્વક સેવા કરી. ત્‍યારે તેમણે પ્રસન્‍ન થઈને ભાઈને વરદાન આપ્યું, આ ગંગામાં સ્‍નાન કર્યા પછી પોતાના પાપનો નાશ થઈને આપણે શુદ્ધ થઈએ, એવો ભાવ ધરાવનારો યાત્રી જો તને એકવાર આલિંગન આપે, તો તારો રોગ મટી જશે.

અહીં આપણે આટલા બધા જણ છીએ, કોઈકે તોયે મારા ભાઈ ઉપર ઉપકાર કરવો ! ફકીરના બોલવા પરથી ભીડમાંના ૮-૧૦ લોકો આગળ આવ્‍યા. તે જ ક્ષણે ફકીરે તે લોકોને રોક્યા અને કહ્યું, પળભર થોભી જાવ ! વિશ્‍વેશ્‍વરે આગળ એમ પણ કહ્યું છે કે, જે યાત્રી આને આલિંગન આપશે, તેને તે રોગ લાગશે; પણ તે જો ફરીવાર ગંગાસ્‍નાન કરે, તો તેનો ભાવ શુદ્ધ હોવાથી તે રોગમુક્ત થશે. એમ કહ્યા પછી બધા લોકો જતા રહ્યા; પણ ત્‍યાં એક યુવાન ખેડૂતે વધારે વિચાર કર્યા વિના મહદ નિષ્‍ઠાથી શાંતાશ્રમસ્‍વામીને આલિંગન આપ્‍યું. ત્‍યાર પછી તરત જ ગોંદવલેકર મહારાજએ પોતે થઈને ખેડૂતને આલિંગન આપ્‍યું અને બોલ્‍યા, બાળક, તારી કાશીયાત્રા ખરેખર ફળદાયી બની. તારા જન્‍મનું કલ્‍યાણ થયું, એમ નિશ્‍ચિત સમજી લે ! શાંતાશ્રમસ્‍વામીને આ સર્વ પ્રસંગનો અર્થબોધ આપમેળે જ સમજાયો !

સંદર્ભ : પૂ. બેલસરે લિખિત શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ ચરિત્ર અને વાઙ્‌મય (સાહિત્‍ય)

 

પ્રત્‍યેકને નામજપ કરવા
માટે કહેનારા પ.પૂ. ગોંદવલેકર મહારાજના
પ્રત્‍યેક અવયવને કાન માંડવાથી નામજપ સંભળાઈ દેવો

‘એકવાર સાહિત્‍યસમ્રાટ ન.ચિ. કેળકર પ.પૂ. ગોંદવલેકર મહારાજના દર્શન લેવા માટે ગયા હતા. પ.પૂ. મહારાજ સામે ગયા પછી તેમને ધ્‍યાનમાં આવ્‍યું કે, પ.પૂ મહારાજજીના દર્શન માટે આવનારા પ્રત્‍યેકને તેઓ નામનો મહિમા કહીને નામજપ કરવા માટે કહે છે; પણ પોતે કદી નામજપ કરતા હોય તેમ લાગ્‍યું નહીં. તેમને આશ્‍ચર્ય થયું. તેમણે હિંમત કરીને પ.પૂ. મહારાજને પૂછ્‍યું, ‘‘મહારાજ, તમે અહીં આવનારા પ્રત્‍યેકને નામસ્‍મરણ કરવાનું કહો છો; પરંતુ પોતે નામસ્‍મરણ કરતા હોવ, તેવું અમને જણાતું નથી.’’

કેળકરના આ પ્રશ્‍ન પર મહારાજએ સ્‍મિત કર્યું અને કહ્યું, ‘‘નરસોપંત, તમારી શંકા યોગ્ય છે. આ મારા હૃદય પર કાન રાખો.’’ ઉત્‍સુકતાથી કેળકરે પ.પૂ. મહારાજના હૃદયે કાન માંડ્યા અને શું આશ્‍ચર્ય ! તેમને પ.પૂ. મહારાજના હૃદયમંદિરમાંથી સ્‍પષ્‍ટ રીતે નામ સંભળાયું, ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’

થોડા સમય પછી પ.પૂ. મહારાજએ કહ્યું, ‘‘નરસોપંત, હવે આ મારા હાથને કાન લગાડો.’’ કેળકરે તે પ્રમાણે કર્યું, ત્‍યારે તેમને પ.પૂ. મહારાજના હાથમાંથી પણ ‘રામનામ’નો ધ્‍વનિ સંભળાયો. ત્‍યાર પછી પ.પૂ. મહારાજના કહેવા અનુસાર કેળકરે આ રીતે મહારાજના પગ, ગોઠણ, આંગળીઓ ઇત્‍યાદિ અવયવો પર કાન માંડ્યા. પ્રત્‍યેક ઠેકાણે રામનામ જ સંભળાતું હતું. પ.પૂ. મહારાજજીના રોમરોમમાંથી રામનામ સંભળાઈ દીધા પછી કેળકરે પ.પૂ. મહારાજને સાષ્‍ટાંગ દંડવત પ્રણામ કર્યા.’

– શ્રી. મુરલીધર કા. વાનખેડે, નાંદુરા

(શક્તિબ્રહ્માશ્રમ સમાચાર, જુલાઈ ૨૦૦૯, પૃષ્‍ઠ ૨૪)
અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિ ‘ભાવ ત્‍યાં ભગવાન’ આ ઉક્તિ અનુસાર સાધકોની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને જ થશે એવું નથી. – સંપાદક

Leave a Comment