દેહૂ સ્થિત નાંદુરકી વૃક્ષ હાલવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

Article also available in :

અનુક્રમણિકા

‘તુકારામ બીજ, અર્થાત્ સંત તુકારામ મહારાજે સદેહ વૈકુંઠગમન કર્યું, તે દિવસ, અર્થાત્ અમો સાધકોની દૃષ્‍ટિએ આ સંતશ્રેષ્‍ઠનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્‍યક્ત કરવાનો દિવસ. આ નિમિત્તે સંતશ્રેષ્‍ઠ, ભક્તશિરોમણિ, કૃપાના સાગરસમ, તેમજ પોતાના અભંગો દ્વારા સમગ્ર બ્રહ્માંડનો ઉદ્ધાર કરવાની ક્ષમતા ધરાવનારા સંત તુકારામ મહારાજની મહતી ટૂંકમાં આપી રહ્યા છીએ.

 

૧. સંત તુકારામ મહારાજ માનવીરૂપમાંના એક અવતાર
જ હોવાનું ઉદાહરણ, એટલે તેમણે સદેહ વૈકુંઠગમન કરવું

શ્રીરામ ભગવાને શરયુ નદીમાં દેહ સમર્પિત કર્યો, જ્‍યારે શ્રીકૃષ્‍ણ ભગવાનને પારધીનો બાણ લાગ્‍યા પછી તેઓ પણ સદેહ અનંતમાં વિલીન થયા. સદેહ વાતાવરણમાં અર્થાત્ પંચમહાભૂતોમાં વિલીન થયેલા આ બન્‍ને અવતાર હતા; પરંતુ માનવી હોવા છતાં પણ સદેહ વિલીન થવાનું (વૈકુંઠગમનનું) સામર્થ્‍ય દર્શાવનારા સંત તુકારામ મહારાજ આ એકમાત્ર હતા. તેમાંથી જ તેઓ માનવી નહીં પણ માનવીરૂપમાં એક અવતાર જ હતા, એમ કહેવું પડશે.

 

૨. તુકારામ મહારાજ સતત ભાવાવસ્થામાં હોવાથી દેહધારી
હોવા છતાં ન બરાબર હતા અને તેથી તેમનામાં પૂર્ણરૂપી દેવત્વ હોવું

સંત તુકારામ મહારાજ નિરંતર ભાવાવસ્‍થામાં રહેતા. તેમની દેહબુદ્ધિ અત્‍યંત ઓછી, અર્થાત્ જીવનમાંના નિત્‍ય કર્મો કરવા જેટલી જ બાકી હતી. બાકી સર્વ કાળ તેઓ હરિનામમાં રમમાણ રહેતા હોવાથી તેઓ દેહધારી હોવા છતાં ન બરાબર હતા. પૂર્ણરૂપી દેવત્‍વ આવું જ હોય છે.

 

૩. સંત તુકારામ મહારાજ સાક્ષીભૂત અવસ્‍થામાં હોવા

તેમના દ્વારા જ વર્ણિત તેમના જ અભંગોની મહતી અનુસાર તેઓ કેટલી સાક્ષીભૂત અવસ્‍થામાં હતા, આ બાબત સમજાય છે. ભગવાન જ ભગવાનને ઓળખી શકે છે. સંતો કેટલા દ્રષ્‍ટા હોય છે અને તેઓ એ જ પાત્ર ભજવીને તે તે સ્‍તર પર લખાણ કરીને તેમાંના અમૂલ્‍ય ચૈતન્‍ય દ્વારા બ્રહ્માંડનો ઉદ્ધાર કરવા માટે કેવી રીતે કાર્ય કરી શકે છે, એ જ આમાંથી સમજાય છે.

 

૪. દેહૂ ખાતે વૈકુંઠ ગમન કરેલા સ્‍થાન પર રહેલું વૃક્ષ
તુકારામ બીજના દિવસે બરોબર ૧૨:૦૨ કલાકે હાલવું

દેહૂ ખાતે સંત તુકારામ મહારાજ જ્‍યાંથી વૈકુંઠ સિધાવ્‍યા, તે સ્‍થાન પર આજે પણ એક વૃક્ષ છે. તેનું નામ નાંદુરકી છે. આજે પણ તે તુકારામ બીજના દિવસે બરોબર ૧૨:૦૨ કલાકે તુકારામ વૈકુંઠ સિધાવ્‍યા, તે સમયે પ્રત્‍યક્ષ હાલે છે અને તેની અનુભૂતિ સહસ્રો ભક્તગણને થાય છે.

 

૫. પ્રત્‍યેક બાબતનો ઉત્તર અધ્‍યાત્‍મ આપી શકે છે;
કારણકે અધ્‍યાત્‍મ એજ એકમાત્ર પરિપૂર્ણ શાસ્‍ત્ર હોવું

પ્રત્‍યેક બાબતનો ઉત્તર અધ્‍યાત્‍મ આપી શકે છે; કારણકે અધ્‍યાત્‍મ એજ એકમાત્ર પરિપૂર્ણ શાસ્‍ત્ર છે. ભગવાનની ભક્તિ કરવાથી સંતો વિશ્‍વમન અને વિશ્‍વબુદ્ધિ સાથે, અર્થાત્ ઈશ્‍વરના મન અને બુદ્ધિ સાથે એકરૂપ થયા હોવાથી સંતો સર્વ જાણતા હોય છે, એમ કહેવાય છે; કારણકે ઈશ્‍વરી બુદ્ધિને સર્વજ્ઞાત હોય છે. નાંદુરકી વૃક્ષ વિશે મળેલું જ્ઞાન પણ એમાં અપવાદ નથી. ભક્તો પ્રાર્થના કરે છે, તે સમયે ઈશ્‍વર તેમને તેના વિચાર આપે છે. આ વિચાર ભક્તો દ્વારા લખવામાં આવે છે, આને જ ઈશ્‍વરી જ્ઞાન કહેવામાં આવે છે. ગુરુકૃપાને કારણે આવી રીતે જ મળેલા ઈશ્‍વરી જ્ઞાન દ્વારા તુકારામ બીજના દિવસે નાંદુરકી વૃક્ષ હાલવા વિશે મળેલા વિચાર અત્રે લખ્‍યા છે.

 

૬. વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર રહેલું વૃક્ષ તુકારામ
બીજના દિવસે બરોબર ૧૨:૦૨ કલાકે હાલવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

નાંદુરકી વૃક્ષના દર્શન લેતી વેળાએ ભક્તગણ

અ. વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર શ્રીવિષ્‍ણુતત્ત્વ સાથે
સંબંધિત ક્રિયાશક્તિ ત્‍યાંની ભૂમિમાં વમળના સ્‍વરૂપમાં કાર્યરત હોવી

દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્‍થાન પર શ્રીવિષ્‍ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્‍યાંની ભૂમિમાં વમળના સ્‍વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્‍થાનને અનન્‍યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્‍થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્‍ણુ-ઊર્જા સ્‍થળને ૧૨:૦૨ કલાકે સ્‍પર્શ કરે છે. તે જ સમયે વિષ્‍ણુતત્ત્વાત્‍મક પ્રગટ ઊર્જાનું ભૂમિ પર અવતરણ થાય છે અને તેને કારણે સદર ઊર્જાના સ્‍પર્શથી વૃક્ષનાં પાંદડાં હાલતા હોય તેમ દેખાય છે.

આ. ભક્તો અને લાખો વારકરીઓની શ્રદ્ધાને કારણે
શ્રીવિષ્‍ણુની ક્રિયાશક્તિ નામની કાળઊર્જા વૈકુંઠલોકમાંથી ભૂમિની દિશામાં આવવી

નાંદુરકી વૃક્ષનું હાલવું, આની પાછળ સ્‍થળમહાત્‍મ્‍ય હોવા સાથે જ કાળમહાત્‍મ્‍ય પણ છે. અહીં સ્‍થળ અને કાળ આ બન્‍ને ઊર્જાનો સંગમ થયેલો છે. તુકારામ મહારાજે બરાબર બપોરે ૧૨.૦૨ મિનિટે વૈકુંઠગમન કર્યું. તે દિવસે સ્‍થળ સાથે સંબંધિત જે ઊર્જા વૈકુંઠલોકમાંથી નીચે આવી, તે ત્‍યાં જ, અર્થાત્ નાંદુરકી વૃક્ષના ઠેકાણે ઘનીભૂત થઈ; કારણકે આ વૃક્ષના ઠેકાણે જ તુકારામ મહારાજ અને સર્વ સમાજ એકત્રિત થયા હતા. શ્રીવિષ્‍ણુનો વૈકુંઠલોક ક્રિયાશક્તિ સાથે સંબંધિત છે. આજે પણ આ ઠેકાણે ભૂગર્ભમાં સદર ઊર્જા સૂક્ષ્મ વમળના સ્‍વરૂપમાં વાસ કરી રહી છે. હજી પણ ભક્તો અને લાખો વારકરીઓની શ્રદ્ધાને કારણે આ કાળઊર્જા તુકારામ બીજના દિવસે ખાસ સાક્ષી પૂરાવા માટે વૈકુંઠલોકમાંથી બરાબર બપોરે ૧૨.૦૨ કલાકે ભૂમિની દિશામાં આવે છે. આ એક રીતે શ્રીવિષ્‍ણુની ક્રિયાઊર્જાનું ભૂમિ પરનું અવતરણ જ હોય છે.

ઇ. જે સમયે આ કાળના સ્‍તર પરની ઊર્જા ભૂમિમાંના સ્‍થળ વિશેની ઊર્જાને બરાબર બપોરે ૧૨.૦૨ મિનિટે સ્‍પર્શ કરે છે, તે સમયે નાંદુરકી વૃક્ષ આપાદમસ્‍તક (મૂળથી ટોચ સુધી) હાલે છે. તેનું હાલવું આપણને પાંદડાંના હલવાના સ્‍વરૂપમાં દેખાય છે.

ઈ. નાંદુરકી વૃક્ષ હાલે છે, તેની પ્રત્‍યક્ષ પ્રતીતિ અમે લઈ શક્યા

આનો અનુભવ અમે પ્રત્‍યક્ષ લીધો છે. ભારતમાંની સંતપરંપરા અને પરંપરાના સ્‍વરૂપે વર્ષોથી ભક્તકલ્‍યાણ માટે ભગવાન પ્રદાન કરી રહેલી આ અવતરણ સાક્ષી કેટલી મહાન છે, તેની જ અમે આ સમયે પ્રત્‍યક્ષ પ્રતીતિ લઈ શક્યા. આનું અમે ચિત્રણ પણ કર્યું છે.

ઉ. નાંદુરકી વૃક્ષ હાલે છે, તે સમયે અરતે-ફરતેનું વાતાવરણ પણ સ્‍તબ્‍ધ થવું

આ સમયે અરતે-ફરતેનું વાતાવરણ પણ સ્‍તબ્‍ધ બને છે. જાણે કેમ પશુ-પક્ષી, ઝાડ-ઝાંખરાં પણ સદર પળ જોવા માટે આતુર બની ગયા ન હોય ! તેઓ પોતાની સર્વ હિલચાલ રોકીને સ્‍તબ્‍ધ બની ગયા હોય, એમ લાગે છે.

ઊ. વૈકુંઠમાંથી આવનારી કાળઊર્જા ભૂમિ પર અવતરિત થવાથી નાંદુરકી વૃક્ષ હાલવો

તુકારામ મહારાજે વૈકુંઠગમન કર્યું, ત્‍યારથી ભૂમિમાં ઘનીભૂત થયેલા સ્‍થળ વિશે ક્રિયાશક્તિના વમળને બરાબર તુકારામ બીજના દિવસે વૈકુંઠલોકમાંથી આવનારી કાળઊર્જા જે સમયે સ્‍પર્શ કરે છે, તે સમયે જ તેની સાક્ષી તરીકે આ વૃક્ષ હાલે છે.

– શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી ગાડગીળ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૧૬.૩.૨૦૧૬)

Leave a Comment

Click here to read more…