ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૨)

Article also available in :

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૧)

લેખના આ ભાગમાં કુરડૂ અને કૂંવાડિયો આ ૨ વનસ્‍પતિઓની માહિતી સમજી લઈશું.

૮. વનસ્‍પતિઓની માહિતી વાંચતી
વેળાએ ઉપયુક્ત એવી કેટલીક સામાયિક સૂચનાઓ

અ. આગળ જણાવેલી વનસ્‍પતિઓની જાણકારીમાં વનસ્‍પતિનું લૅટિન નામ અને કુળ પણ આપવામાં આવ્યા છે. આ આધુનિક વનસ્‍પતિશાસ્‍ત્રમાંની સંજ્ઞા છે. આના દ્વારા આંતરજાળ (ઇંટરનેટ) પર આ વનસ્‍પતિ સંબંધી વધુ માહિતી શોધવી સહેલી પડશે.

આ. આરંભમાં ઔષધી વનસ્‍પતિઓના ઉપયોગ આપ્‍યા છે. પ્રૌઢ વ્‍યક્તિઓ માટે વનસ્‍પતિઓનું ચૂર્ણ ઇત્‍યાદિ સામાન્‍ય રીતે કેટલા પ્રમાણમાં વાપરવું, એ તેના પછીના ઉપસૂત્રમાં આપ્‍યું છે. ૩ થી ૭ વચ્‍ચેની વય માટે પ્રૌઢ માત્રાથી પા પ્રમાણમાં, જ્‍યારે ૮ થી ૧૪ વચ્‍ચેની વય માટે પ્રૌઢ માત્રાથી અર્ધા પ્રમાણમાં ઔષધ લેવું.

ઇ. ઔષધની ઉપયુક્તતા અનુસાર ૪ જણના કુટુંબ માટે તાજી (સૂકાયેલી નહીં) વનસ્‍પતિ કેટલા પ્રમાણમાં ભેગી કરવી, એ અહીં આપ્‍યું છે. આ કેવળ દિશાદર્શક અનુમાન છે અને પ્રત્‍યેકે પોતપોતાની આવશ્‍યકતા અનુસાર વનસ્‍પતિઓનો સંગ્રહ કરવો.

ઈ. જ્‍યાં ઔષધિઓનું પ્રમાણ ચમચીમાં આપ્‍યું છે, ત્‍યાં મધ્‍યમ આકારની ચમચી લેવી.

 

૯. ચોમાસામાં નૈસર્ગિક રીતે
ઉગનારી અને પછી સૂકાઈ જનારી ઔષધી વનસ્‍પતિઓ

૯ અ. કુરડૂ

૯ અ ૧. પર્યાયી મરાઠી નામ : કુર્ડૂ, હરળૂ

૯ અ ૨. સંસ્‍કૃત નામ : શિતિવાર

૯ અ ૩. લૅટિન નામ : Celosia argentea

૯ અ ૪. કુળ : Amaranthaceae

કુરડુંના રોપ

 

કુરડુંનું ફૂલ
૯ અ ૫. ઉપયોગ
અ. ઔષધી ઉપયોગ

૧. આ વનસ્‍પતિ સર્વ પ્રકૃતિના લોકોને અનુકૂળ આવે તેવી અને કોઈપણ અપાય ન કરનારી છે.

૨. પથરી અને પેશાબની સમસ્‍યાઓ માટે આ રામબાણ ઔષધ છે. પથરી માટે બી વધારે ઉપયોગી છે. પથરી માટે તેમજ રોકાયેલી પેશાબ છૂટવા માટે ૧ ચમચી ખડીસાકર સાથે ૧ ચમચી બી ખાવું.

૩. આ વનસ્‍પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્‍ણતા (ગરમી) ન્‍યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્‍ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્‍લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્‍ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્‍ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.

૪. આ લોહી (હિમોગ્‍લોબિન) વધારનારી અને થાકને દૂર કરનારી છે. તેમાં લોહ, ચૂનો (કેલ્‍શિયમ), જસત (ઝિંક), પોટેશિયમ ઇત્‍યાદિ ખનીજો પુષ્‍કળ પ્રમાણમાં હોય છે. તેનું શાક પણ આહારમાં રાખવું.

૫. આંખોના વિકાર, અતિસાર (ઝાડા), શરીરમાંથી (યોનિમાર્ગથી) ધોળો સ્રાવ જવો, ત્‍વચા વિકાર, તેમજ જખમ (વ્રણ) બુઝાવવા માટે પંચાંગનું ચૂર્ણ પેટમાં લેવું.

૬. ધાતુપુષ્‍ટ થવા માટે (વીર્યવૃદ્ધિ માટે) ૧ ચમચી બી ૧ વાટકો દૂધ અને ૨ ચમચી ઘી સાથે સેવન કરવું.

૭. ભાંગ અને ગાંજા પર ઉતારા તરીકે આ વનસ્‍પતિના મૂળિયાં ઠંડા પાણીમાં લસોટીને આપવામાં આવે છે.

૮. માંદગીમાંથી ઊઠ્યા પછી નહાવાનું પાણી ગરમ કરતી વેળાએ તે પાણીમાં આ વનસ્‍પતિ નાખવી અને આ પાણી ગરમ થયા પછી ગાળી લઈને તેનાથી નહાવું.

આ. આહારમાં ઉપયોગ

૧. આના કૂણાં પાનનું શાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આપત્‍કાળમાં અન્‍નધાન્‍યના અભાવે આહાર તરીકે તેનો ઉપયોગ કરી શકાશે.

૨. બીજમાંથી ખાદ્ય તેલ કાઢી શકાશે.

૯ અ ૬. વનસ્‍પતિ ઓળખવાના ચિહ્‌ન

ચોમાસું સરતાં રસ્‍તાની બાજુએ, તેમજ માળપ્રદેશ પર આ વનસ્‍પતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેડ સુધીની ઊંચાઈ ધરાવતી આ વનસ્‍પતિની ટોચે ધોળા અને ગુલાબી રંગના શંકુ આકારના છોગાં હોય છે. (છાયાચિત્ર જુઓ.) આ છોગાંમાં કાળા રંગના રાઈ કરતાં નાના આકારના બી હોય છે. આ ‘માઠ’ નામક શાકના કુળની વનસ્‍પતિ છે.

૯ અ ૭. ભેગા કરવા જેવા ભાગ

અ. સામાન્‍યરીતે ૫ કિલો મૂળિયા સહિત પૂર્ણ વનસ્‍પતિ ભેગી કરીને તેનું ચૂર્ણ કરી રાખવું.

આ. એક ગુણ છોગાં ભેગા કરી રાખવા. છોગાં ભેગા કરવા પહેલાં કેટલાક છોગાં હાથથી મસળીને તેમાંનું બીજ પરિપક્વ થયું છે ને, તેની ખાતરી કરવી. પરિપક્વ બી કાળા રંગનું હોય છે. છોગાં ઉતાર્યા પછી તે ધોયાવિના તડકે સૂકવીને હાથથી મસળીને અથવા લાકડીથી ધોકાટવીને તેમાંના બી ભેગા કરી રાખવા. આવશ્‍યક લાગે તો બી ધોઈને તડકામાં સૂકવીને સંગ્રહી શકાય છે.

ઇ. બી કાઢ્યા પછી રહેલાં છોગાંનો ભૂકો જુદો તારવી રાખવો અને નહાવાના પાણીમાં નાખીને ઉપયોગમાં લેવો.

૯ અ ૮. પ્રમાણ

અ. ૧ ચમચી પંચાંગ ચૂર્ણ (પૂર્ણ વનસ્‍પતિનું ચૂર્ણ) દિવસમાં ૨-૩ વાર એક વાટકી પાણીમાં ભેળવીને લેવું.

આ. ૧ ચમચી બી એક વાટકી પાણી સાથે લેવું.

ઇ. ઉપલબ્‍ધ હોય, ત્‍યારે તેના પાનનું શાક આહારમાં લેવું.

૯ અ ૯. વાવેતર

‘આ વનસ્‍પતિ હંમેશાં ઉપલબ્‍ધ થવા માટે આપણા આંગણામાં અથવા અગાશી પરના બગીચામાં તેનું વાવેતર કરી શકાય છે. આનું બી રોપ્યા પછી ૫ થી ૭ દિવસમાં ઊગી નીકળે છે. ૩૦ થી ૪૦ દિવસોમાં ઉત્તમ લીલુંશાક મળે છે. ૮૦ થી ૯૦ દિવસોમાં બી પરિપક્વ થાય છે. કૂણાં પાન તોડી લેવાથી બી મોડા મળે છે. લીલાં શાક માટે આ વનસ્‍પતિનું વાવેતર કરવું હોય તો સારું ખાતર-પાણી નાખવાથી સારા પ્રતિના પાન મળે છે. ૧૦ x ૧૦ મીટરના પરિસરમાં વાવેતર કરવાથી એક સમયે ૧૦ થી ૧૫ કિલો લીલું શાક મળે છે.

૯ અ ૧૦. આ વનસ્‍પતિનો ઉપયોગ કોણે ન કરવો ?

આ વનસ્‍પતિના બી પેટમાં લેવાથી આંખની કીકીઓ થોડા પ્રમાણમાં પહોળી થાય છે. તેથી જેમને કાચબિંદુનો (ગ્‍લૉકોમા)નો ત્રાસ છે, તેમણે તેના બી પેટમાં લેવા નહીં.

સંદર્ભ : http://tropical.theferns.info/viewtropical.php?id=Celosia+argentea (૧૬.૧૧.૨૦૨૦)

૯ આ. કૂંવાડિયો

૯ આ ૧. પર્યાયી મરાઠી નામો : તરોટા, ટાકળી, ટાયકિળા

૯ આ ૨. સંસ્‍કૃત નામો : ચક્રમર્દ, એડગજ

૯ આ ૩. લૅટિન નામો : Senna tora, Senna obtusifolia

૯ આ ૪. કુળ : Fabaceae

કૂંવાડિયાનો છોડ અને તેના પરની શીંગ
૯ આ ૫. ઉપયોગ
અ. ઔષધી ઉપયોગ

૧. આનું સંસ્‍કૃત નામ ‘ચક્રમર્દ’ છે. ‘ચક્ર’ એટલે ‘ગજકર્ણ’. તે ‘મર્દ’ અર્થાત્ નષ્‍ટ કરનારી વનસ્‍પતિ તેથી તેને ‘ચક્રમર્દ’ કહે છે. ખરજવાં, નાયટા, ગજકર્ણ આ ફૂગજન્‍ય ત્‍વચાવિકારોમાં (ફંગલ ઇન્‍ફેક્‍શનમાં) તેનો રસ દિવસમાં ૩-૪ વાર ત્‍વચા પર ચોળવાથી આ વિકાર સાજા થાય છે.

૨. કૂંવાડિયાનો રસ શરીરે (ખાસ કરીને પેટ, કુલ્‍લા, સ્‍તન, ડોક આ ભાગ પર) ચોળવાથી અથવા પંચાંગનું (પૂર્ણ વનસ્‍પતિનું) ચૂર્ણ ઉટાવણાની જેમ શરીરે ચોળવાથી અનાવશ્‍યક મેદ (ચરબી) ન્‍યૂન થઈને શરીર સુડોળ બને છે. વધારે લાભ માટે પ્રતિદિન સૂર્યનમસ્‍કાર કરવા.

૩. કૂંવાડિયાનો રસ અને બેસન (ચણાનો લોટ) આ મિશ્રણ ત્‍વચા પર ઘસીને લગાડવું. તેથી ત્‍વચા સુકુમાર અને કાંતિમાન બને છે. અનાવશ્‍યક તેલ, કાળીત્‍વચા, ઢીલાશ અલ્‍પ થાય છે. રસનો જો અભાવ હોય, તો કૂંવાડિયાનું ચૂર્ણ અને બેસનનું મિશ્રણ વાપરવું.

૪. જંતુ થવાની પ્રવૃત્તિ ધરાવતા લોકોએ ૨ ચમચી કૂંવાડિયાના બી ચાવીને ખાવા અને એક કલાક પછી ૨ ચમચી એરડિયું પીને તેના પર અડધી વાટકી ગરમ પાણી પીવું. તેનાથી જંતુ પડી જશે.

૫. પુષ્‍કળ ઉધરસ થવી, છાતીમાં કફ બોલતો રહેવો, દમ લાગવો, શરીર ભારે લાગવું, ગ્‍લાનિ રહેવા જેવી અવસ્‍થામાં કૂંવાડિયાના બીનું ૨ ચમચી ચૂર્ણ ૪ કપ પાણીમાં ઉકાળીને ૧ કપ ઉકાળો બનાવવો. ઉકાળો કરતી વેળાએ તેમાં તુલસીના ૨ પાન અને મરીના ૨ દાણા ખાંડીને નાખવા. આ ઉકાળો ગરમ હોય ત્‍યારે જ ઘૂંટડો ઘૂંટડો પીવો. તેનાથી ધોળો, ફીણવાળો કફ પડી જાય છે.

૬. શરીર પર ધોળા ડાઘ દેખાવા, શરીરે ખંજવાળ આવવી, વારંવાર શરદી, ઉધરસ થવી, આ લક્ષણો હોય ત્‍યારે કૂંવાડિયાના પાનનું શાક અને વિવિધ ધાન્ય એકત્રિત દળીને તેનો શેકેલો રોટલો ખાવો.

૭. કૂંવાડિયાનું તેલ : કૂંવાડિયાનો રસ ૧ લિટર, ગોમૂત્ર ૨ લિટર, હળદર પાવડર ૨૫ ગ્રામ, જ્‍યેષ્‍ઠમધ ૨૫ ગ્રામ અને તલનું તેલ ૧ લિટર આ સર્વ ઘટકો એકત્ર કરીને કેવળ તેલ બાકી રહે ત્‍યાં સુધી ધીમી આંચ પર ઉકાળવું. તેલ ઠંડું થયા પછી બાટલીમાં ભરી રાખવું અને તેમાં ૨ ગ્રામ ‘અજમાના ફૂલ’ ઝીણી ભૂકી કરીને નાખીને બાટલીનું ઢાંકણું ઘટ્ટ બંધ કરવું અને બાટલી હલાવીને અજમાના ફૂલ તેમાં ઓગળવા દેવા. (અજમાના ફૂલ આયુર્વેદિક ઔષધિઓની દુકાનમાં મળે છે. તે જો ન મળે, તો તેને બદલે ભીમસેની કપૂરનો ઉપયોગ કરવો.) આ તેલ બાહ્યોપચાર માટે વાપરવું.

અ. સર્વ પ્રકારના ત્‍વચાવિકારોમાં, ખાસ કરીને જે ત્‍વચાવિકારોમાં રસી વધારે વહે છે, ભીનાશ અને ખંજવાળ જેવા લક્ષણો હોય છે, તે વિકારોમાં આ અતિશય ઉપયોગી છે.

આ. યોનિમાર્ગમાં ખંજવાળ આવતી હોય, તેમજ તેમાંથી ચીકણો સ્રાવ વહેતો હોય ત્યારે આ તેલમાં કપાસનું પૂમડું બોળીને તે રાત્રે સૂતી વેળાએ યોનિમાર્ગમાં મૂકવું.

ઇ. આગ, ગરમ પાણી, વરાળ, વીજળીનો ઝટકો ઇત્‍યાદિને કારણે દાઝી જઈને થયેલા વ્રણોમાં (જખમોમાં) આ તેલ પુષ્કળ લાભદાયક છે. દાઝેલા ઠેકાણે પાણી લાગવા દેવું નહીં.

ઈ. ઉઝરડા પડવા, માથાને થયેલા જખમ ઇત્‍યાદિ જખમોના પ્રકારમાં આ તેલ લગાડવાથી લાભ થાય છે.

ઉ. મેદનું પ્રમાણ ઓછું કરવા માટે આ તેલનું મર્દન (માલીશ) કરવું.’

સંદર્ભ : આહાર રહસ્‍ય (ભાગ ૩ અને ૪), લેખક : વૈદ્ય રમેશ મધુસૂદન નાનલ

આ. આહારમાંના ઉપયોગ

૧. બી શેકીને કરેલી પાવડર કૉફીના પર્યાય તરીકે ઉપયોગ કરી શકાય. તેનો સ્‍વાદ બરાબર કૉફી જેવો લાગે છે. કૉફીને કારણે થનારા દુષ્‍પરિણામ પણ આ પાવડરને કારણે થતાં નથી. આ પાવડર કફ અને શ્‍વસનસંસ્‍થાના વિકાર ન્‍યૂન કરનારું છે. તેથી ચા કે કૉફીને બદલે કૂંવાડિયાના બીનું ચૂર્ણ વાપરવું એ આરોગ્‍ય માટે લાભદાયક છે.

૨. કૂણાં પાનનું શાક સરસ થાય છે. આપત્‍કાળમાં અન્‍નધાન્‍યની તંગીમાં આહાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.

૯ આ ૬. વનસ્‍પતિ ઓળખવાના ચિહ્‌ન

આ વનસ્‍પતિ સર્વપરિચિત છે. ચોમાસામાં મોટી સંખ્‍યામાં રસ્‍તાની બાજુએ આ ઝાડ ઉગે છે. તેનાં કૂણાં પાનનું શાક કરીને ખવાય છે. આ ઝાડ કેડની ઊંચાઈ ધરાવે છે. આને પીળાં રંગનાં ફૂલ આવે છે. આ ઝાડને અર્ધવર્તુળાકાર શીંગો આવે છે. ચોમાસા પછી આ શીંગો સૂકાઈને માટીના રંગની બને છે. આ શીંગોમાં મેથીના દાણા જેવા બી હોય છે.

૯ આ ૭. ભેગા કરવાના ભાગ અને બનાવી શકાય એવી ઔષધિઓ

અ. સામાન્‍ય રીતે ૨ કિલો મૂળિયા સહિત પૂર્ણ વનસ્‍પતિ ભેગી કરીને તેનું ચૂર્ણ બનાવી રાખવું. તેનો ઉપયોગ બાહ્ય ઉપચાર માટે કરવો.

આ. ઝાડ પર સૂકાવા લાગેલી શીંગો કાતરથી ધીમે રહીને કાપીને ભેગી કરવી. શીંગો હલાવવાથી તેમાંથી બી પડી જઈ શકે છે. સામાન્‍ય રીતે ૨ થી ૪ કિલો (અથવા સમગ્ર વર્ષ માટે આપણને જેટલી ચા કે કૉફી પાવડર જોઈએ તેટલા કિલો) શીંગો ભેગી કરીને તડકામાં સારી રીતે સૂકવીને તેમાંથી બી જુદા તારવવા. શીંગોના ફોતરાં નાખી દેવા અને બી તડકામાં સરખી રીતે સૂકવવા. સૂકાયેલા બી પેણીમા ધીમી આંચ પર સેકીને તે ઠંડા થયા પછી તેનું ચૂર્ણ બનાવી રાખવું.

ઇ. તેલ બનાવવું હોય તો પૂરતો રસ આવે, એટલી મૂળિયા સહિત પૂર્ણ વનસ્‍પતિ ભેગી કરવી. ચોમાસામાં પાન તાજા હોય ત્‍યારે વધારે રસ નીકળે છે. ચોમાસું પતી ગયા પછી વનસ્‍પતિ સૂકાઈ જતી હોવાથી થોડું વધારે પાણી નાખીને રસ કાઢવો.

૯ આ ૮. પ્રમાણ : બીનું ચૂર્ણ ૧ થી ૨ ચમચી (કૉફી બનાવવી હોય, તેના પ્રમાણ અનુસાર)
૯ આ ૯. વાવેતર

વાવેતર કરવાની આવશ્‍યકતા હોતી નથી. નિસર્ગમાં ચોમાસા સમયે દિવસમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે; પણ કેટલાક દેશોમાં બી માટે આ વનસ્‍પતિનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર કરવાનું હોય, તો એક પવાલામાં નવશેકું પાણી લઈને તેમાં કૂંવાડિયાના સૂકાયેલા બી નાખવા અને તે તેમજ ૧૨ કલાક પલળવા દેવા. ત્‍યાર પછી તે વાવવા. એમ કરવાથી બી રોપ્યા પછી ઉગવાનું પ્રમાણ વધે છે.

૯ આ ૧૦. વનસ્‍પતિ કોણે ન વાપરવી ?

અ. કૂંવાડિયાના બી એકજ સમયે વધારે પ્રમાણમાં વાપરવા નહીં. તેનાથી ઊલટી કે ઝાડા થઈ શકે છે.

આ. કેટલાક ઠેકાણે કૂંવાડિયાના બીનું તેલ કાઢવામાં આવે છે; પણ તેનો ઉપયોગ આહારમાં કરવો નહીં. તેનાથી આંતરડાને હાનિ પહોંચી શકે છે અને વિવિધ વિકાર ઉત્‍પન્‍ન થઈ શકે છે.

ઇ. કૂંવાડિયાના જૂના પાન પચવામાં ભારે હોવાથી તે ખાવા નહીં.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૧૧.૨૦૨૦)

Leave a Comment