ભાવિ સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના આંગણામાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરો !

‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ. વનસ્પતિઓનું ખેડાણ કર્યા પછી તેનો ઉછેર અને ઉપયોગમાં લઈ શકાય તે માટે થોડો સમયગાળો લાગે છે. ઘરગથ્થુ ઔષધિઓ બનાવીને તેનો ઉપયોગ કેમ કરવો, તે જાણી લેવું પડે છે. તે માટે વનસ્પતિઓનું ત્વરિત ખેડાણ કરવાની આવશ્યકતા છે.

નોંધ – આ સૂચના ઘરફરતે ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવા બાબતે છે. ખેતરમાં મોટા પ્રમાણમાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવા બાબતે લખાણ વહેલું જ પ્રકાશિત કરવામાં આવશે.

 

૧. આ દિવસોમાં ખેડાણ કરી શકાય તેવી વનસ્પતિઓનું ખેડાણ અત્યારે જ કરો !

મોટાભાગની વનસ્પતિઓનું ખેડાણ ચોમાસાના આરંભમાં કરવું, તે ઉત્તમ માનવામાં આવે છે; પણ સંકટકાળ સામે આવીને ઊભો હોય ત્યારે તેટલું રોકાવું પોસાય તેમ નથી. સામાન્ય રીતે વનસ્પતિઓના ખેડાણ માટે વનસ્પતિનું બી, ડાળીનો કટકો, મૂળમાંથી ઉગી નીકળેલો છોડ, કંદ, છોડ-વાટિકામાં તૈયાર કરેલા છોડનો ઉપયોગ કરી શકાય છે. શિયાળામાં ઠંડીને કારણે બીજના અંકુર ફૂટવા તેમજ થડ-વાઈને મૂળ આવવાનું પ્રમાણ ઓછું હોય છે. કંદ પણ સુપ્ત અવસ્થામાં હોય છે. તેથી વધારે ઠંડી પડવાથી બીજ, થડ-વાઈઓ, કંદ દ્વારા ખેડાણ કરવાને બદલે જે વનસ્પતિઓના તૈયાર છોડ મળી રહે, તેમનું ખેડાણ કરવું. જો વધારે ઠંડી ન હોય, તો અથવા ઠંડીનો જોર ઓછો થયા પછી અન્ય પદ્ધતિથી પણ ખેડાણ કરી શકાશે. તેનું નિયોજન અત્યારથી જ કરી રાખવું.

 

   ૨. સ્થાનિક સ્તર પર છોડ મેળવીને ત્વરિત ખેડાણ કરો !

આગળ ‘ઘરગથ્થુ ઔષધિઓ માટે અગ્રક્રમથી ખેડાણ કરી શકાય તેવી વનસ્પતિઓની સૂચિ ’ આપી છે. કેટલાક સાધકો પાસે આ સૂચિમાં આપેલા છોડ અથવા તે વનસ્પતિનું માતૃવૃક્ષ (જે વૃક્ષમાંથી નવા વૃક્ષ નિર્માણ થઈ શકે, તેવા પરિપક્વ વૃક્ષો) પહેલેથી જ ખેડાણ કરેલા હોઈ શકે, ઉદા. કુંવારપાઠું, અરડૂસી, નગોડ, દેશી સરગવો, પારિજાત. કેટલાક છોડ કૃષિ ખાતા અથવા કૃષિવિદ્યાપીઠની છોડ-વાટિકામાંથી અથવા ખાનગી છોડ-વાટિકામાંથી મળી રહેશે, ઉદા. સારી પ્રતિ ધરાવતા મોટા આમળા, કાગદી લિંબુ. કેટલીક ઔષધી વનસ્પતિઓના છોડ સ્થાનિક આયુર્વેદિક મહાવિદ્યાલયો, વનખાતાની છોડ-વાટિકામાંથી મળી શકશે. આ વનસ્પતિઓના છોડ સ્થાનિક સ્તર પર વ્યાજબી ભાવથી મળતા હોય, તો સાધકોએ તે ઉપલબ્ધ કરી લઈને તેમનું તરત જ ખેડાણ કરવું. છોડ ક્યાં મળશે, તેની તપાસ કરવામાં પ્રત્યેકનો સમય વેડફાય નહીં, તે માટે કેંદ્રના સાધકોએ એકત્રિત રીતે નિયોજન કરવું અથવા એક સાધકે છોડ વિશેની તપાસનું દાયિત્વ લઈને સમયમર્યાદા જાળવીને તપાસ કરી, સ્થાનિક સાધકોને છોડની ઉપલબ્ધી બાબતે જાણકારી આપવી.

‘છોડ કેવી રીતે વાવવા’ તેની જાણ ન હોય, તો સ્થાનિક જાણકાર પાસેથી શીખી લઈને છોડનું ખેડાણ કરવું, તેની વિસ્તૃત માહિતી વહેલા જ વિમોચન થનારા સનાતનના ગ્રંથ વનસ્પતિઓનું ખેડાણ કરો !’ માં આપી છે.

 

૩. મોટા પ્રમાણમાં ઔષધી વનસ્પતિઓના
છોડ અથવા માતૃવૃક્ષ ઉપલબ્ધ હોય, તો જણાવો !

કેટલાક ઠેકાણે કેટલીક ઔષધી વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, ઉદા. કોંકણમાં અઘેડો બહોળા પ્રમાણમાં તણ સ્વરૂપમાં જોવા મળે છે. ખેડાણ કરવા માટે અઘેડાના બીજ ભેગા કરી શકાય. કેટલાક ખેતરની વાડ માટે નગોડ, અરડૂસી આ વૃક્ષો મોટા પ્રમાણમાં લગાડેલા હોય છે. આ વૃક્ષોના થડ-વાઈઓ ખેડાણ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. હરડે, બેહડા, અર્જુન નામક વૃક્ષો નીચે તેમનાં ફળો મોટા પ્રમાણમાં પડેલાં જોવા મળે છે. તેમનો ઉપયોગ ખેડાણ માટે કરી શકાય છે. પાનવેલના બગીચા-વાડી હોય છે. આ વેલની લાંબી પથરાતી લતામાંથી છોડ બનાવી શકાય છે. કોંકણ ખાતે ચોમાસા પછી થોડા દિવસો માટે શતાવરીની વેલ નજરે ચડે છે. એકાદના આંગણામાં શતાવરીની વેલ મોટા પ્રમાણમાં હોઈ શકે છે.

આપણે સમગ્ર ભારતમાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવાનું છે. જેમની પાસે વનસ્પતિઓ નથી, તેમને તે ઉપલબ્ધ કરાવી આપવાની છે. તે માટે મોટા પ્રમાણમાં છોડની નિર્મિતિ કરવી પડશે. તે માટે જે સાધકો પાસે આગળ જણાવેલી ઔષધી વનસ્પતિઓના છોડ અથવા માતૃવૃક્ષ મોટા પ્રમાણમાં વિનામૂલ્ય ઉપલબ્ધ થઈ શકે, તેમણે તેની જાણકારી કેંદ્રના ઉત્તરદાયી સાધકોને અને તેમણે આગળ જિલ્લાસેવકોને જણાવવી. સર્વ જિલ્લાઓને સદર જાણકારી એકઠી કરવાની ‘ગૂગલશીટ’ ૧૩.૧૧.૨૦૧૭  સુધી શેર કરવામાં આવશે. તેમાં આપેલા ‘કોલમ’ અનુસાર જિલ્લાસેવકોએ માતૃવૃક્ષોની માહિતી એકઠી કરવી.

 

   ૪. જો છોડ ન મળતા હોય, તો તેની માગણી કરો !

સ્થાનિક સ્તર પર જો છોડ ન મળતા હોય, અથવા છોડની કિંમત ઘણી વધારે હોય, તો સાધકોએ તેમને આવશ્યક એવા છોડની માગણી જિલ્લાસેવકને કરવી. સર્વ જિલ્લાઓને ઔષધી વનસ્પતિઓની માગણી લેવાની ‘ગૂગલશીટ’ શેર કરવામાં આવશે. તેમાં આપેલા ‘કોલમ’ અનુસાર જિલ્લાસેવકોએ છોડની માગણી લેવી.

૪ અ. માગણી અભ્યાસપૂર્ણ કરો !

સાધકોએ માગણી આપતી વેળાએ નિમ્નાંકિત સૂત્રોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને માગણી આપવી.

૪ અ ૧. ઘરમાં અથવા ઘર ફરતે આવતા સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ

વનસ્પતિઓના સારા ઉછેર માટે વનસ્પતિને સમગ્ર દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૩ કલાક માટે સારો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક હોય છે. એકાદને જો અગાશીમાં (ગૅલેરીમાં) ખેડાણ કરવું હોય, તો ત્યાં સૂર્યપ્રકાશ આવવા બાબતે અભ્યાસ કરવો.

૪ અ ૨. વનસ્પતિઓની નૈસર્ગિક ઉપલબ્ધિ

કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘર પાસે નૈસર્ગિક રીતે જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસો, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ ઉપલબ્ધ હોઈ શકે છે. એવી વનસ્પતિઓની માગણી કરવી નહીં. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ ઉપલબ્ધ છે, તેમણે તેમનું ફરીવાર ખેડાણ કરવાની આવશ્યકતા નથી. સ્થાનિક સ્તર પર જે વનસ્પતિઓ વિનામૂલ્ય ઉપલબ્ધ થઈ શકે છે, તેની માગણી કરવી નહીં.

૪ અ ૩. વનસ્પતિનો આકાર અને જગાની ઉપલબ્ધિ

આગળ જણાવેલી ઔષધી વનસ્પતિઓની સૂચિમાં વનસ્પતિઓનું તેમના આકાર અનુસાર વર્ગીકરણ કર્યું છે. પોતાની પાસે ઉપલબ્ધ જગામાં કયા આકારની વનસ્પતિ લગાડી શકાય, તેનો અભ્યાસ કરીને માગણી કરવી. સદનિકા (ફ્લૅટ)ની અથવા ઘરની અગાશીમાં વનસ્પતિઓ લગાડવી હોય, તો અગ્રક્રમથી સૂચિમાં આપેલા સૂત્ર ‘અ’ અને

‘આ’ માંના છોડ પસંદ કરવા. એક સાધક પાસે પૂરતી જગા ઉપલબ્ધ ન હોય, તો પાસ-પડોસમાં રહેનારા ૨-૩ સાધકો મળીને જુદી જુદી વનસ્પતિ લગાડી શકે છે.

૪ અ ૪. વિકાર અનુસાર આવશ્યકતા

કુટુંબીજનોને થયેલા અથવા ભવિષ્યમાં થઈ શકે એવા વિકાર ધ્યાનમાં લઈને તે અનુસાર વનસ્પતિનું ખેડાણ કરવું.

 

   ૫. સમયમર્યાદા રાખીને ખેડાણ કરવું અને કરેલા ખેડાણનું તારણ આપો !

સાધકો જે વનસ્પતિઓ અત્યારે લગાડી શકે છે, તેનું ખેડાણ ૧ માસની સમયમર્યાદા જાળવીને પૂર્ણ કરવું. ચોમાસામાં કરવાના ખેડાણ બાબતે પણ અત્યારે જ નિયોજન કરી રાખવું. ખેડાણ કર્યા પછી આ સેવાનું તારણ જિલ્લાસેવકને આપવું. સર્વ જિલ્લાઓને આ તારણ બાબતે ‘ગૂગલશીટ’ શેર કરવામાં આવશે. તેમાં આપેલા  ‘કોલમ’ અનુસાર જિલ્લાસેવકોએ તારણ ભરવું. જિલ્લાસેવકોએ પોતપોતાના જિલ્લામાં આ સેવા સાધકો પાસેથી કરાવી લેવી.

 

   ૬. ઘરગથ્થુ ઔષધીઓ માટે અગ્રક્રમથી વાવવા જેવી વનસ્પતિઓની સૂચિ

આગળ આપેલી મોટાભાગની વનસ્પતિઓ ભારતમાં સર્વત્ર જોવા મળે છે. આ વનસ્પતિઓ દૈનંદિન જીવનના મોટાભાગના વિકારોમાં ઉપયોગી થનારી છે. આ વનસ્પતિઓ કેવળ ઔષધ તરીકે જ નહીં, જ્યારે અન્ય કારણો માટે ઉપયોગી નીવડે છે. આગળ કોષ્ટકમાં તેમનો ટૂંકમાં ઉપયોગ પણ આપ્યો છે. પોતાને ઉપલબ્ધ રહેલી જગા અનુસાર તેમાં બને તેટલી વનસ્પતિઓનું ખેડાણ કરવું. સનાતનના ગ્રંથ  ‘વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ (ભાગ ૧ અને ભાગ ૨) ’ માં સદર વનસ્પતિઓના વિસ્તૃત ઉપયોગ આપ્યા છે.

અ. કુંડીમાં લગાડી શકાય તેવી નાની વનસ્પતિ (આ છોડ અગાશીમાં (ગૅલેરીમાં) પણ મૂકી શકાશે.)

વનસ્પતિનું ગુજરાતી નામ કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
તુલસી (ધોળી અથવા કાળી) શરદી, ઉધરસ, તાવ, દમ, વ્રણ (જખમ) અને જંતુ થવા નિત્ય પૂજા બી
દૂર્વા (ધરો)* ઉષ્ણતાના વિકાર, રક્તસ્રાવ અને ગર્ભપાત થવો નિત્ય પૂજા મૂળિયાના કટકા
કુંવારપાઠું (ધોળા ટપકાં ન ધરાવતું અથવા ટપકાં ધરાવતું) કફ ધરાવતી ઉધરસ તેમજ દાઝી જવું, લાય લાગવી ચહેરાની સુંદરતા વધારવી નવો છોડ (ફુટવા)
કાલમેઘ (કિરાઈત)* તાવ, બદ્ધકોષ્ઠતા (કબજિયાત) અને જંતુ થવા                – બી
પુનર્નવા * પથરી, મૂત્રવિકાર અને સોજો આવવો લીલું શાક ડાળીનો કટકો
મંડૂકપર્ણી (બ્રાહ્મી)* ઊંઘ ન આવવી, ઉચ્ચ રક્તદાબ અને મગજના વિકાર સરબત ડાળીનો કટકો
ખસ ઉષ્ણતાના વિકાર પીવાનું પાણી સુગંધિત બનાવવું નવો છોડ (ફુટવા)
દેશી ગલગોટો વ્રણ (જખમ) મચ્છર ભગાડવા માટે ઉપયોગી અને ફૂલઝાડ બી
વનસ્પતિનું ગુજરાતી નામ  કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
હળદર વ્રણ (જખમ) અને ચરબી ઘટાડવા રસોઈ કંદ
આંબાહળદર મૂઢમાર લાગવો અને સોજો આવવો કંદ
લીલી ચા શરદી, ઉધરસ, તાવ અને મૂત્રવિકાર ચા માટે પર્યાય નવો છોડ (ફુટવા)
ભાંગરો, (ભૃંગરાજ) પેટના વિકાર, વાળ ખરવા અને વાળ ધોળા થવા શ્રાદ્ધવિધિ બી
અઘેડો * દાંતના વિકાર શ્રી ગણપતિ, શ્રી અનંત ઇત્યાદિ દેવતાઓની પાન-પૂજા માટે અને દિવાળીમાં અભ્યંગ સ્નાન પહેલાં પાપનિવારણ માટે બી
પાન-અજમો ભૂખ ન લાગવી અને જંતુ થવા ભજિયાં ડાળીનો કટકો
વજ, ઘોડાવજ (વેખંડ) બેભાન પડવું અને કફના વિકાર અનાજ, પુસ્તક ઇત્યાદિનું કીડાથી રક્ષણ કરવું કંદ
આદુ (નોંધ ૧) ઉધરસ, અપચો અને સંધિવા (સાંધાનો દુ:ખાવો) રસોઈ કંદ
પાનફૂટી (પાણપોય) * પથરી પાન
ફુદીનો (નોંધ ૨) અપચો અને પેટ ફૂલવુ રસોઈ મૂળિયા
અક્કલકરો * ફિટ (તમ્મર) આવવી, જીભ ભારે હોવી અને દાંતના વિકાર ડાળીનો કટકો
ઇન્સ્યુલિન’ નું ઝાડ (‘ જથ્થાબંધ સંખ્યામાં ફૂટી નીકળવું’  વનસ્પતિનો પ્રકાર)* મધુમેહ ડાળીનો કટકો

નોંધ ૧ – બજારમાં વેચાતા મળનારા પક્વ થયેલા આદાની આંખ (ફણગો) ખેડાણ માટે ઉપયોગમાં લેવી.

નોંધ ૨ – બજારમાં વેચાતા મળનારા ફુદીનાના પાન રસોઈ માટે ઉપયોગમાં લઈને મૂળ રહેલા થડનું ખેડાણ કરવું.

આ. કુંડીમાં લગાડી શકાય; પણ ટેકો આપવો પડે, તેવી વેલવર્ગીય (લતા જેવી) વનસ્પતિ

વનસ્પતિનું ગુજરાતી નામ કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
ગળો (અમૃતવેલ)* તાવ, કમળો અને રોગપ્રતિકાર શક્તિ હંમેશાં કાવો કરી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ડાળીનો કટકો
જાઈ * વ્રણ (જખમ) અને મોઢું આવવું ફૂલઝાડ ડાળીનો કટકો
નાગરવેલ (પાનવેલ) ઉધરસ અને દમ દેવપૂજા ડાળીનો કટકો
શતાવરી * નબળાઈ, ગર્ભાશયના વિકાર અને શુક્રાણુની સંખ્યા ઓછી હોવી કંદનું શાક બી અથવા કંદ
ગુડમાર (બેડકી) મધુમેહ ડાળીનો કટકો
હાડ સાંકળ (હાડસાંધી) * અસ્થિભંગ અને સંધિવા ડાળીનો કટકો
પીપર, ગંઠોડો ઉધરસ અને અપચો મસાલામાં ઉપયોગી ડાળીનો કટકો
મરીની વેલ ઉધરસ, દમ અને અપચો મસાલામાં ઉપયોગી ડાળીનો કટકો

ઇ. ઘરની ફરતે જમીનમાં લગાડવા જેવી ‘ઝાડી’ વર્ગીય વનસ્પતિ

વનસ્પતિનું ગુજરાતી નામ કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
અરડૂસી * કફ ધરાવતી ઉધરસ, તાવ, ઉષ્ણતાના વિકાર અને કમળો ઘરના શાકભાજી, ફળો ઇત્યાદિ તાજાં રાખવા માટે ડાળીનો કટકો
નગોડ * શરીરમાં કળતર અને જંતુ થવા અનાજમાં જીવાત ન પડે, તે માટે ડાળીનો કટકો
ધોળી અથવા લાલ દેશી જાસૂદ વાળ ખરવા, વાળ ધોળા થવા અને સ્ત્રીઓના વિકાર અનાજમાં જીવાત ન પડે તે માટે ડાળીનો કટકો
કાગળ લિંબુ અપચો અને આમ્લપિત્ત રસોઈ બી
આકડો (ધોળો અથવા લાલ) સંધિવા અને જલોદર દેવપૂજા બી અથવા ડાળીનો કટકો
એરંડો (સુરતી એરંડો, દિવેલો) (નોંધ) * વાત (ગૅસ)ના સર્વ વિકાર બી દુધમાં નાખીને પૌષ્ટિક ખીર કરી શકાય. ડાળીનો કટકો

ઈ. ઘરની આસપાસ જમીનમાં લગાડી શકાય તેવા ૧૦ થી ૧૫ ફૂટ ઊંચાઈ ધરાવતા નાના વૃક્ષ

વનસ્પતિનું ગુજરાતી નામ કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
મીઠો લીમડો કૉલેસ્ટેરૉલ વધવું અને હૃદયના વિકાર રસોઈ બી
દેશી સરગવો અસ્થિભંગ અને નબળાઈ શાક બી અથવા ડાળીનો કટકો
પારિજાત તાવ ફૂલઝાડ બી અથવા ડાળીનો કટકો
આમળા આંખોના વિકાર અને પચનસંસ્થાના વિકાર ફળઝાડ સારી પ્રતિ ધરાવતી કલમો
કોકમ ત્વચા પર પિત્ત ઊઠવું રસોઈ બી
નાગકેસર મૂત્ર, શૌચ ઇત્યાદિ માર્ગોમાંથી લોહી પડવું ફૂલઝાડ બી

ઉ. ઘરની આસપાસ જમીનમાં લગાડવા જેવા મોટા વૃક્ષ

વનસ્પતિનું ગુજરાતી નામ કયા વિકાર માટે ઉપયુક્ત  અન્ય ઉપયોગ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
કડવો લીમડો વ્રણ (જખમ), મધુમેહ અને ત્વચાના વિકાર દાંત ઘસવા માટે બી
બીલી મધુમેહ અને પંડુરોગ દેવપૂજા બી
સીતા અશોક (આસોપાલવ) (નોંધ) * સ્ત્રીઓના વિકાર ફૂલઝાડ બી
હરડે * આંખના વિકાર, બદ્ધકોષ્ઠતા (કબજિયાત) અને પચનસંસ્થાના વિકાર છાંયો બી
બહેડા ઉધરસ અને દમ છાંયો બી
અર્જુન * હૃદયના વિકાર છાંયો બી

નોંધ – અનેક ડાળી ધરાવતું, તાંબાના રંગનાં કુણાં પાંદડાં ધરાવતું અને ગુચ્છમાં ફૂલો ખીલનારું વૃક્ષ આસોપાલવ. શોભાના ઝાડ તરીકે લગાડવામાં આવતું, શંકુ-આકારમાં સીધું વધતું નકલી અશોક (આસોપાલવ) નહીં.

ઊ. અનાજનો અભાવ હોય ત્યારે, તેમજ હંમેશાં પેટ ભરવા માટે પણ ખાઈ શકાય તેવા કંદ

વનસ્પતિનું ગુજરાતી નામ ખેડાણ માટે ઉપયુક્ત અંગ
સાબૂકંદ (ટૅપિઓકા) (નોંધ) * ડાળીનો કટકો
કણગર (કણગી) કંદ
શક્કરિયું કંદ

ઉપરની સારણીમાં જે વનસ્પતિ સામે ‘*’ ચિન્હ  છે, તે વનસ્પતિઓના રંગીત છાયાચિત્રો સનાતનના ગ્રંથ ‘ઔષધિ વનસ્પતિઓનું ખેડાણ કરો !’ આપ્યાં છે.

Leave a Comment