શ્રી બગલામુખીદેવી અને બ્રહ્માસ્ત્ર વિદ્યા

   

હિન્દુ રાષ્ટ્ર-સ્થાપનામાં આવતી બધી જ અડચણો દૂર થાય, પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીને ઉત્તમ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, તેમજ આગામી આપત્કાળમાં બધા સાધકોનું રક્ષણ થાય, તે માટે દિનાંક ૯.૧.૨૦૧૭ ના દિવસે રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં બ્રહ્માસ્ત્રયાગનો આરંભ થયો. તે પહેલાં  ૧૫ દિવસ સનાતનના આશ્રમમાં બ્રહ્માસ્ત્રમંત્રનો સવા લાખ જપ કરવામાં આવ્યો. યજ્ઞ સમયે આ જપનો દસમો ભાગ અર્થાત્ સાડા ૧૨ હજાર જપ કરીને હવન કરવામાં આવ્યો.
    આ અનુષ્ઠાનના નિમિત્તે શ્રી બગલામુખીદેવી અને બ્રહ્માસ્ત્ર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

૧. શ્રી બગલામુખીદેવીનું માહાત્મ્ય

    બગલામુખીદેવી દસ મહાવિદ્યાઓમાંથી એક મહાવિદ્યા છે. ચાતુર્માસના સમયગાળામાં જ્યારે ભગવાન વિષ્ણુ યોગનિદ્રા કરી રહ્યા હોય છે, તે સમયે બગલામુખીદેવી સૃષ્ટિનું પાલન કરે છે. તે માટે ભગવાન વિષ્ણુએ તપશ્ચર્યા દ્વારા બગલામુખીદેવીને પ્રસન્ન કરી લીધા હતા.

૨. બ્રહ્માસ્ત્ર વિદ્યાનું મહત્ત્વ અને બ્રહ્માસ્ત્રનું શ્રેષ્ઠત્વ

    બ્રહ્માસ્ત્રની દેવતા શ્રી બગલામુખીદેવી છે. વેદકાળથી બ્રહ્માસ્ત્ર વિદ્યાની જ શ્રેષ્ઠ વિદ્યા તરીકે અને બ્રહ્માસ્ત્રની શ્રેષ્ઠ અસ્ત્ર તરીકે ઉપાસના કરવામાં આવે છે. કોઈ દેવતાના મંત્રથી ભારિત કરીને જ્યારે શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે દેવતાની ચૈતન્યશક્તિથી તેની પ્રભાવશીલતા વધી જાય છે અને તેને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અસ્ત્રોમાં પંચમહાભૂતોની શક્તિ સમાયેલી છે.
અસ્ત્રવિદ્યા આત્મસાત કરવી, એક અત્યંત કઠિન ઉપાસના છે. તેના માટે તીવ્ર સાધના કરવી પડે છે. સાધનામાં ઉન્નત ભીષ્માચાર્ય, દ્રોણાચાર્ય, અર્જુન, અશ્વત્થામા ઇત્યાદિ ઉન્નત પુરુષોને જ સદર વિદ્યા અવગત હતી. આ અસ્ત્રવિદ્યાનો પ્રયોગ સ્વાર્થ માટે કરતા નથી એવો કઠોર નિયમ છે. યુદ્ધ પ્રસંગમાં ધર્મ સંકટમાં મૂકાય અને અધર્મનો નાશ કરવા માટે જ પ્રતિદ્વંદ્વી પર બ્રહ્માસ્ત્ર છોડી શકાય છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારા અશ્વત્થામાને આ મહાપાપનું ફળ ભગવાન શ્રીકૃષ્ણના શાપ દ્વારા ભોગવવું પડ્યું હતું.
         
– વેદમૂર્તિ કેતન શહાણે, અધ્યાપક, સનાતન સાધક-પુરોહિત પાઠશાળા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા