ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !

  આજકાલ હિંદુ દેવતા અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો અથવા તેમના નામનાં ફટાકડાઓનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં કરવામાં આવે છેદિવાળી તેમજ અન્ય ઉત્સવોના અવસર પર ફટાકડા ફોડવાથી દેવતા અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રોનું અપમાન થાય છે તેમજ નીચે જણાવ્યા પ્રમાણે હાનિ થાય થાય છે.
 
જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છેઅર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજીશ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએતેને કારણે તે ચિત્રોનાં લીરેલીરા ઉડી જાય છે તેમજ તે પગ નીચે રગદોળાઈ જાય છેઆ રીતના અનાદર દ્વારા દેવતાઓનું અપમાન થાય છે અને તેના દ્વારા પાપ લાગે છે.
રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો ધરાવતા ફટાકડા ફોડવાએ તેમણે કરેલા બલિદાન પ્રત્યે કૃતઘ્નતા છે.
આ ધર્મહાનિ પોતે રોકવી તેમજ અન્યોને જાગૃત કરવા એટલે ધર્મપાલન જ છે !
 
દિવાળીમાં થતો દેવતાઓનો અનાદાર રોકો !
 
   દિવાળીમાં સગાંસંબંધીઓમિત્રોને મિઠાઈના ડબ્બા ભેટ તરીકે આપવામાં આવે છેક્યારેક તે ડબ્બાઓના ઢાંકણાં પર દેવતાઓનાં ચિત્ર અથવા નામ હોય છેઆ ડબ્બાઓ ખાલી થાય ત્યારે કચરામાં ફેંકી દેવામાં આવે છે.
   
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોય ત્યાં દેવતાનું તત્ત્વએટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છેતેથી ઉપરોક્ત આચરણથી દેવતાઓની અવકૃપા થાય છેઆ ધર્મહાનિ પોતે રોકવી તેમજ અન્યોને આ બાબતે જાગૃત કરવા એટલે ધર્મપાલન જ છે !

Leave a Comment