પોતાની કૃતિ દ્વારા ‘સાધકોએ કેવું આચરણ કરવું જોઈએ ?’, તેનો આદર્શ બધા સાધકોની સમક્ષ મૂકનારા પ.પૂ. ડૉક્ટરજી !

 શ્રી. દિનેશ શિંદે
શ્રી. દિનેશ શિંદે

   ૧. કોઈપણ પ્રકારની આર્થિક કમાણી ન હોવા છતાં પોતાનું ધન પણ
ધર્મકાર્ય માટે અર્પી દેનારા ત્યાગના સાક્ષાત રૂપ પ.પૂ. ડૉક્ટર !

   ‘લગભગ ૨૪-૨૫ વર્ષો પહેલાં જ્યારે સંસ્થાના પ્રસારકાર્યનો આરંભ થયો, ત્યારે પ.પૂ. ડૉક્ટરજીનું દવાખાનું બંધ થવાથી તેમની અર્થપ્રાપ્તિ બંધ થઈ ગઈ હતી. તે જ્યારે પ.પૂ. ભક્તરાજ મહારાજજી પાસે (પ.પૂ. બાબા પાસે) જતા, ત્યારે પાછા ફરવાના પ્રવાસ માટે પ.પૂ. બાબા જ તેમની ગાડીમાં પેટ્રોલ પૂરાવતા હતા. પ્રસાર માટે પેટ્રોલની ગાડી આર્થિક દૃષ્ટિએ મોંઘી હોવાથી પ.પૂ. બાબાએ પોતે ડીઝલ પર ચાલનારી ગાડી તેમને આપી હતી. આવી આર્થિક સ્થિતિમાં પણ તેમણે સમષ્ટિ તેમજ સાધકોને ત્યાગની ઉચ્ચ શિખામણ પ્રદાન કરી.

૧ અ. પોતાની અવર-જવરનો ખર્ચો કરીને તેમજ માનધન લીધા વિના વિવિધ સ્થાનો પર અધ્યાત્મ વિશે નિ:શુલ્ક પ્રવચનો લેવા 

‘અનેક ઠેકાણે અનેક પ્રવચનકારો અથવા માર્ગદર્શકો આયોજકો પાસેથી આવવા-જવાનો ખર્ચો અને પ્રવચનનું માનધન પણ લે છે. તેનાથી ઊલટું પ.પૂ. ડૉક્ટરજી અનેક જિલ્લાઓ અથવા શહેરોમાં પ્રવચન લેવા માટે પોતાની ગાડીથી જતા તેમજ સાધકોને વિનામૂલ્ય માર્ગદર્શન કરતા અને પ્રવચન માટે પણ માનધન લેતા નહીં.

૧ આ. પ્રવચનમાં પુષ્પ-હાર ઇત્યાદિ પર અનાવશ્યક વ્યય ટાળવા માટે કહેવું 

‘તે ધનનો ઉપયોગ ધર્મકાર્ય માટે થાય’, એ ઉદ્દેશથી પ.પૂ. ડૉક્ટર હંમેશાં કહેતા કે ‘પ્રવચનના આરંભમાં પુષ્પ-હાર અથવા પુષ્પગુચ્છ આપવું નહીં’.

૧ ઇ. પ્રાપ્ત અર્પણ પણ બધા સાધકોને ધર્મકાર્ય માટે આપી દેવું 

વ્યાસપીઠ પર અથવા અન્ય સ્થાનો પર તેમનો સત્કાર કરતી સમયે તેમને ક્યારેક અર્પણ તરીકે ધન આપવામાં આવે તો તેઓ તે પણ જિલ્લામાં કાર્યવૃદ્ધિ થાય તે માટે ત્યાંના ઉત્તરદાયી સાધકોને આપી દેતા; એટલું જ નહીં, જ્યારે કહેતા કે હજી વધારે જોઈએ તો કહેજો.

   ૨. કોઈપણ માન-સન્માનની અપેક્ષા ન રાખનારા પ્રસિદ્ધિપરાઙ્મુખ પ.પૂ. ડૉક્ટર !

૨ અ. અન્ય સંતોના કાર્યક્રમોમાં ઘણાં જ વિનમ્ર રહેવું 

પ.પૂ. ડૉક્ટરજીના અનેક સંતો સાથે આત્મીય સંબંધો હોવાથી તેમના કાર્યક્રમોમાં અન્ય સંતોની સાથે તેમને પણ નિમંત્રણ મળતું. ત્યારે તેઓ બધા સંતોની પાછળ અત્યંત નમ્રાવથી ઊભા રહેતા તેમજ વ્યાસપીઠ પર પણ તેમનું સ્થાન એક ખૂણામાં રહેતું. અનેક સંતો સાથે તેમનો શિષ્ય સમુદાય પણ મોટા પ્રમાણમાં રહેતો; પણ પ.પૂ. ડૉક્ટરજી સાથે એક-બે સાધકો જ રહેતા હતા.

૨ આ. પ.પૂ. ડૉક્ટરજી કેટલાક સંતોનો આધ્યાત્મિક દૃષ્ટિએ અધિકાર ન હોવા છતાં પણ તેમનો સત્કાર કરતા અને તેમને નમન કરતા.

૨ ઇ. સંતો સામે ભૂમિ પર બેસીને તેમની સાથે ચર્ચા કરવી 

પ.પૂ. ડૉક્ટરજીને ગોઠણમાં દુ:ખાવો હોવા છતાં પણ તેઓ વર્તમાન સ્થિતિ વિશે સંતો સાથે ચર્ચા કરતી સમયે ૨-૩ કલાક ભૂમિ પર બેસીને વાતો કરતા તથા તેમનું માર્ગદર્શન પણ લેતા.

૨ ઈ. એક સંત ન આવ્યા અને તેમની અટક (ઉપનામ) સરખી હોવાથી તેમને આમંત્રણ મળ્યું ત્યારે પણ માન-અપમાનનો વિચાર કર્યા વિના તેનો સ્વીકાર કરવો 

એકવાર એક કાર્યક્રમમાં બીજા સંતને આમંત્રિત કર્યા હતા. કોઈ કારણસર તેઓ આવવાના ન હતા. ત્યારે કાર્યક્રમના આયોજકોએ પ.પૂ. ડૉક્ટરજીને પૂછ્યું, “કાર્યક્રમમાં એક સંત આવવાના હતા; પણ કોઈ કારણસર આવવાના નથી. તમારી અટક પણ આઠવલે છે, તો શું તમે આવી શકો ?  અર્થાત્ સંતો પ્રત્યે પ્રેમ હોવાથી આવા આમંત્રણનો પણ પ.પૂ. ડૉક્ટરજીએ સ્વીકાર કર્યો તેમજ કાર્યક્રમમાં ગયા કારણકે તેઓ માન-સન્માનની પેલેપાર ગયા હતા.

   આ પ્રસંગ દ્વારા પણ પ.પૂ. ડૉક્ટરજીએ સાધકોને શીખવ્યું. ‘આગળ જતાં સાધકો પર પણ આવા પ્રસંગો આવશે ત્યારે તે પ્રસંગનો સામનો કેવી રીતે કરવો જોઈએ ?’ તેમણે સાધકો સામે આદર્શ રાખ્યો હતો. ગુરુદેવજીની એવી તાલાવેલી હતી કે સાધકો માન-સન્માનમાં અટવાયા વિના તેમની સાધનાની હાનિ કર્યા વિના સમયસર સતર્ક બની જાય.

૩. કર્તાપણું ઈશ્વરને અર્પણ કરીને નિષ્કામ ભાવનાથી કાર્ય કરવું !

   સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થાની સ્થાપના પ.પૂ. ભક્તરાજ મહારાજજીના કૃપાશીર્વાદથી થઈ. અનેક સંસ્થાઓ રાજનીતિજ્ઞોના આર્થિક બળ પર ચાલી રહી છે. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહ્યું હતું, ‘સનાતન હું ચલાવીશ’. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્થાનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે અને પ્રતિદિન વધી રહ્યું છે, આ કેવળ ઈશ્વર, ગુરુ તેમજ દેવસ્વરૂપ સંતોના આશીર્વાદથી જ ! આ સંસ્થાનું પાલન-પોષણ કરનારા સ્વયં ઈશ્વર છે. ગત ૨૪ વર્ષોથી સનાતન સંસ્થાના કોઈપણ કાર્યક્રમ અથવા પ્રવચનમાં રજ-તમ પ્રધાન વ્યક્તિને વ્યાસપીઠ પર સ્થાન આપવામાં આવતું નથી, જ્યારે ઈશ્વરના સગુણરૂપ ધરાવતા સંતોને જ સ્થાન આપવામાં આવે છે. સનાતનની ગ્રંથસંપદાનું લોકાર્પણ પણ તેમના કરકમળો દ્વારા જ કરવામાં આવે છે. સાધકો સાધના કરતી સમયે કોઈપણ પ્રકારનું કર્તાપણું લીધા વિના સંપૂર્ણ શ્રેય ઈશ્વર અને શ્રીગુરુ ચરણોમાં સમર્પિત કરીને કાર્યને અધિષ્ઠાન મેળવી આપે, નિષ્કામ ભાવનાથી કાર્ય કરે તેમજ જન્મનું સાર્થક કરી લે, પ.પૂ. ડૉક્ટરજી સદર ઉદાહરણ દ્વારા સાધકોને એવી જ શિખામણ આપે છે.

   ૪. કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !

૪ અ. સાધકો સેવા કરવાનો સમય ભોજન, આરતી અથવા પાદ્યપૂજામાં ન આપે, તે વાતનું ધ્યાન રાખવું 

પ.પૂ. ડૉક્ટરજી અનેક સ્થાનો પર સાધકોનું માર્ગદર્શન કરવા માટે જતા. ત્યાં જવા પહેલાં સાધકોને કેટલીક સૂચનાઓ આપતા, ઉદા. ભોજન સાદું જ બનાવો, જેમ કે પાપડ, ખિચડી ઇત્યાદિ. આરતી, પાદ્યપૂજા કરવી તેમજ અર્પણ આપવાનું ટાળો. તેની પાછળ તેમનો ઉદ્દેશ એટલો જ રહેતો કે આ વાતોમાં સાધકોનો સમય ન બગડે અને સાધકો એવી વાતોમાં ન અટકાય. પ.પૂ. ડૉક્ટરજી પણ ઉપર્યુક્ત નિયમોનું ચુસ્ત પાલન કરતા હતા. તેનાં ઉદાહરણો અત્રે આપી રહ્યા છીએ.

૪ આ. નિવાસસ્થાન પર પલંગની ચારેબાજુ

કેળાના પાન બાંધેલા જોઈને ત્યાંથી પાછા ફરવું 

એકવાર રત્નાગિરી (મહારાષ્ટ્ર)ના ગણપતિપુળે ખાતે પ.પૂ. ડૉક્ટરજીનું જાહેર પ્રવચન હતું. અમે બધા સાધકો એક સરકારી વિશ્રામગૃહમાં રહેવા ગયા. એક સાધકના ઘેર પ.પૂ. ડૉક્ટરજીની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સાધકે પ.પૂ. ડૉક્ટરજી જે પલંગ પર વિશ્રામ કરવાના હતા, તે પલંગની ચારેકોર શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના સમયે લગાડે છે, તે રીતે કેળાના થડ અને પાન બાંધ્યા હતાં. પ.પૂ. ડૉક્ટરજીએ જ્યારે આ જોયું ત્યારે તેઓ તરત જ તેમનો સામાન લઈને અમે સાધકો જ્યાં રોકાયા હતા, તે સરકારી વિશ્રામગૃહમાં આવ્યા અને બે દિવસ સાધકો સાથે જ રહ્યા. ગણપતિપુળેના કોઈપણ સાધકના ઘેર જવાને બદલે તેઓ સીધા જ આગળની સભામાં પહોંચ્યા.

   ઉપર્યુક્ત પ્રસંગથી પોતાના બનાવેલા નિયમોનું સમય આવ્યે કઠોરતાથી કેવી રીતે પાલન કરાવી લેવાનું છે, તેનો પાઠ જ પ.પૂ. ડૉક્ટરજીએ સાધકોને ભણાવ્યો.’

 – શ્રી. દિનેશ શિંદે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.  

Leave a Comment