સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

 

૧. મર્દન (માલીશ)ની સેવા કરતી વેળાએ સદગુરુ
(સૌ.) અંજલી ગાડગીળ દ્વારા કહેવામાં આવેલા સાધના વિશેનાં સૂત્રો

૧ અ. સમાજ માટે સ્થૂળ દ્વારા કાંઈ કરવાનેબદલે પોતાનો આધ્યાત્મિક સ્તર વધારવો મહત્ત્વપૂર્ણ છે !

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને મળવા ગઈ ત્યારે મેં તેમને પૂછ્યું ‘સમાજમાં ઉચ્ચ લોકમાંથી જન્મેલા ઘણા બાળકો જોવા મળે છે. ત્યારે એવો વિચાર આવે છે કે તે બાળકોની સાધના થવા માટે આપણે કાંઈ કરી શકીએ ?’ તે સમયે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું કે, ‘આપણે આપણી સાધના પર જ ધ્યાન આપવું. ઈશ્વર છે ને ! પણ બાળકોના વાલીઓએ તેમના પર સુસંસ્કાર કેળવવા જ જોઈએ.’ આ પ્રસંગ મેં સદગુરુ (સૌ.) ગાડગીળને કહ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘સૂર્યોદય થવાથી પક્ષી આપમેળે જ જાગે છે. તેવી જ રીતે આપણો આધ્યાત્મિક સ્તર વધવાથી આપણે જ્યાં જઈશું, ત્યાં આપણા કેવળ અસ્તિત્વથી સ્પંદનોમાં પાલટ થશે. તેનાથી આપણી પ્રાણશક્તિ પણ બચી જાય છે’.

૧ આ. જે આવશ્યક છે, તે આપવું એટલે અધ્યાત્મ ! 

સાધિકાએ સદગુરુ (સૌ.) ગાડગીળને પૂછ્યું કે, ‘ક્યારેક મન મોકળું કરીને બોલવું અર્થાત્ અનાવશ્યક બોલવુ એવું થાય છે’. ત્યારે સદગુરુ (સૌ.) ગાડગીળએ કહ્યું કે, ‘જે આવશ્યક છે, તે આપવું એ જ અધ્યાત્મ છે. અધ્યાત્મમાં માનસિક કાંઈ હોતું નથી.’

૧ ઇ. અન્ય વ્યક્તિને મનુષ્યરૂપમાં જોવામાં
બદલે ‘ઈશ્વર’ તરીકે જોવાથી અધ્યાત્મના બધા જ દાખલાનો ઉકેલ મળે છે !

સદગુરુ (સૌ.) ગાડગીળ આશ્રમમાંથી જવા નીકળ્યા તેના એક દિવસ પહેલાં એક સાધિકાએ તેમને કહ્યું કે, ‘અમને આવી જ સેવાની તક વહેલાસર આપજો.’ ત્યારે સદગુરુ (સૌ.) ગાડગીળએ કહ્યું કે, ‘પ્રત્યેકમાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સ્થિત છે, એવું માનીને મર્દન કરો. શરીર સામે જોવું નહીં. દેહ ફસાવે છે. મનુષ્ય તરીકે જોશો, તો બધા જ દાખલા ખોટા પડે છે; પણ ઈશ્વર તરીકે જોશો, તો અધ્યાત્મના બધા જ દાખલા સાચા પડે છે.’

૧ ઈ. બુદ્ધિના નડતર વિના સાધના તરીકે સગાંસંબંધીઓને પ્રેમ આપવો

(સૌ.) ગાડગીળને મેં વ્યવહારમાં સગાંસંબંધીઓ સાથેના આચરણ વિશે પૂછ્યું. ત્યારે કાંઈ સાંભળવા પહેલાં જ તેમણે કહ્યું કે ‘તમે ‘વ્યવહાર’ તરીકે જુઓ છો ને ! અમે ‘અધ્યાત્મ’ તરીકે જોઈએ છીએ. તમને બુદ્ધિનું નડતર છે. હું બુદ્ધિનો ઉપયોગ જ કરતી નથી. હું સગાંસંબંધીઓને મળી આવું છું. કોઈને પણ સાધના વિશે કાંઈ કહેતી નથી. તેમની વહુ-દીકરીઓની ખબર-અંતર પૂછું છું. તેથી તેઓ આપમેળે જ જોડાઈ જાય છે.’

૧ ઉ. વિવાહ વિશે સૂત્રો

૧ ઉ ૧. વિવાહ નક્કી કરતી વેળાએ જન્માક્ષરનો મેળ બેસવો આવશ્યક 

‘વિવાહ નક્કી કરતી વેળાએ શું જન્માક્ષર મળવા આવશ્યક છે ?’ એમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘હા, મેળવવા જ જોઈએ. વર્તમાનમાં ‘ ફેસબુક’ પર ‘ ફેસ’ (ચહેરો) બતાવે છે અને વિવાહ પછી મનમેળ ન થવાથી કંકાસ થાય છે અને એકબીજાને બનતું નથી.’

૧ ઉ ૨. પતિ-પત્નીમાં એકરૂપતા આવવાથી બન્ને એક જેવા દેખાવા

વિવાહિતો થોડા સમયગાળા પછી એક જેવા દેખાવા લાગે છે. આ વિશે સદગુરુ (સૌ.) ગાડગીળએ કહ્યું કે, ‘ વિવાહ પછી પતિ-પત્નીનો મનમેળ થાય છે. તેથી બન્નેમાં એકરૂપતા આવે છે. આને સત્સંગ સાથે જોડવાથી દિવ્ય એકરૂપતા થાય છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ એકવાર કહ્યું હતું કે ‘પ્રથમ પતિ-પત્નીમાં એકરૂપતા, ત્યાર પછી ઈશ્વર સાથે એકરૂપતા; પણ દુર્ગુણોમાં એકરૂપતા થવી જોઈએ નહીં !’

 

૨. સાધકોએ ધર્માચરણ વિશે સતર્ક રહેવું જોઈએ તેનાં ઉદાહરણો

૨ અ. પ્રવાસ દરમિયાન સદગુરુ (સૌ.) ગાડગીળ સાથે રહેનારા યુવકોને કહે છે કે ‘બહાર જતી વેળાએ સદૈવ કપાળ પર તિલક લગાડવું જોઈએ. દેવાલયમાં જતી વેળાએ ધોતિયું-પહેરણ પહેરવું જોઈએ. સમષ્ટિમાં લોકો આપણને આદર્શ તરીકે જુએ છે.’

૨ આ. એક પુરોહિત સાધકે તેમના પત્નીના ખભા પર હાથ રાખીને તેમ પડાવેલું છાયાચિત્ર પોતાના સચલ-દૂરભાષ (મોબાઈલ) પર મૂક્યું હતું. તે જોઈને સદગુરુ (સૌ.) ગાડગીળએ કહ્યું કે ‘તમે પુરોહિત છો. બધા લોકો તમને પુરોહિત તરીકે આદરપૂર્વક જુએ છે. સમષ્ટિમાં આવી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.’

 

૩. દૈનિક સનાતન પ્રભાતમાંના લેખ વિશે

૩ અ. લેખ વાંચીને ગણેશયાગ જે ગામમાં થયો હતો ત્યાં દૈનિક
સનાતન પ્રભાતનો અંક મોકલવાનો વિચાર ન થવાથી સાધકને તેની ભૂલ કહેવી

જાયગવ્હાણ ગામમાં થયેલા ગણેશયાગ વિશેનો લેખ દૈનિક સનાતન પ્રભાતમાં છપાયો હતો ત્યારે મેં એક સાધકને પૂછ્યું કે ‘શું તમે તે લેખ વાંચ્યો ?’ ત્યારે તે સાધકે કહ્યું કે, ‘હા, વાંચ્યો. સરસ છે.’ મેં પૂછ્યું કે, ‘સારો છે આટલું કહીને તમારું દાયિત્વ પૂરું થઈ ગયું ? શું તમને ધ્યાનમાં આવ્યું ખરું કે તે ગામમાં ૨૫ અંક મોકલવા જોઈએ. સમષ્ટિ ધ્યાનમાં નહીં આવે, તો તમે ઈશ્વરની પરીક્ષામાં અનુત્તીર્ણ (નાપાસ) થાવ છો.’

૩ આ. દૈનિકનો લેખ ન વાંચવાથી અન્ય સાધકને તેની ભૂલ કહેવી

ત્યાર પછી અન્ય સાધકને પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘મેં સમાચાર વાંચ્યા નથી.’ મેં પૂછ્યું કે ‘જો વાંચ્યા હોત, તો શું આ બાબત (ગામમાં અંક મોકલવાનું) ધ્યાનમાં આવત ખરું ? જો તેમ ન હોય, તો તે ભૂલ છે. સમાચાર વાંચ્યા નથી, તેનો અર્થ દૈનિક પણ વાંચ્યું નથી. તે પણ ભૂલ જ છે; કારણકે સમષ્ટિનો, તે ગામના લોકોનો વિચાર થવો જોઈએ. જો આ ન થાય, તો તમે ઈશ્વરના સમષ્ટિ રૂપ સાથે એકરૂપ થઈ જ ન શકો.’ – સૌ. ઇંદ્રાણી કુલકર્ણી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૨.૨૦૧૭)

 

૪. સકારાત્મક રહીને ‘ઈશ્વર શું કહે છે ?’
એમ જોવાથી મનમાં વિકલ્પ આવવાને બદલે આનંદ મળે છે !

ધારી લો, બે-ત્રણ સાધિકાઓ ઊભી છે અને સામેથી સદગુરુ (સૌ.) બિંદા સિંગબાળ આવે છે. એક સાધિકા ભણી તેમણે જોયું અને સ્મિત કરીને આગળ ચાલ્યા ગયા, તો બીજી બે સાધિકાઓના મનમાં આ રીતે વિચાર આવે છે કે, ‘મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને ?’ એવું અર્થઘટન કરવાને બદલે એમ જુઓ કે ‘ઈશ્વર શું કહી રહ્યા છે ?’ ઈશ્વર કહે છે ‘તમે તો સારી સ્થિતિમાં છો. તે સાધિકાને મારી આવશ્યકતા છે.’ ઈશ્વર એક પણ કર્મ અનાવશ્યક કરતા નથી. તે સમયે એવો વિચાર કરવો કે ‘ઈશ્વરે મારો સમય તે સાધિકા માટે ફાળવ્યો.’ ઈશ્વર ભાવ કે ભાવના સાથે જોડેયેલા નથી. તેઓ તો ભાવ-ભાવનાઓની પેલેપાર છે. – (સદગુરુ) સૌ. અંજલી ગાડગીળ (૧૧.૨.૨૦૧૭)

 

૫.સહુકોઈને ઘણો પ્રેમ કરીને તેમને પોતાના
બનાવીલેવાની અને સહુકોઈને ગુરુકાર્યમાં સહભાગી કરી લેવાની તાલાવેલી

૧. ‘કુટુંબને કેવી રીતે જોડી લેવું ?’ આ બાબત આચરણ દ્વારા શીખવવી

આપણે કુટુંબોને જોડવાના છે. એકવાર અમે નાંદેડ ગયા હતા. અમારી સાથે આવેલા એક સાધકનું તે મોસાળ હતું; તેથી મેં તેમને કહ્યું કે ‘તું સાધકો સાથે રહેવાને બદલે ઘરે જા અને સવારે બધાને અહીં લઈ આવજે. ભલે પાંચ જ મિનિટ કેમ ન હોય, પણ મારે તેમને મળવું જ છે.’ બધા લોકો મને મળીને રડવા લાગ્યા અને તેમણે સાધનાનો આરંભ કર્યો.

૨. ‘પ્રેમ આપીને સહુકોઈને પોતીકાં કેવી રીતે
કરવા ?’ આ બાબત આચરણ દ્વારા શીખવવાના ઉદાહરણો

૨ અ. સાધકના ઘરની સ્થિતિ સારી ન હોય ત્યારે તેના ઘરે જતી વેળાએ દૂધ, શાકભાજી ઇત્યાદિ લઈ જવું 

‘હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું. આટલો વિચાર કરવાનો હોય છે. તેમની સાથે આપણે આત્મિયતા સ્થાપિત કરવાની છે. હું તેમને કદીપણ સાધના વિશે કહેતી નથી, કેવળ પ્રેમ આપું છું. તેનું તેમને જીવનભર સ્મરણ રહે છે.’

૨ આ. ઉપાહારગૃહમાં ગઈ ત્યારે ત્યાંના વૃદ્ધ વેટરને ભોજન આપવું 

‘ઉપાહારગૃહમાં ઘરડા વેટર પણ જોવા મળે છે. ત્યાં જો અમે ફળોનો રસ, ભોજન ઇત્યાદિ જે કાંઈ લઈએ, તે તે લોકોને પણ આપું છું. તેમને પૂછું છું કે, ‘શું તમે ભોજન કર્યું ? નહીંતર મારી સાથે કરો. ભોજન કરીને પછી તમારે જે કાંઈ કરવાનું હોય, તે કરો.’

 આ વાંચીને સાધકોને લાગશે કે ‘અમારા મનમાં પણ તેવા વિચાર આવે છે; પણ સાધના આરંભ કર્યા પછી લેવડ-દેવડ વિશે જાણી લેવાથી અમે તેમ કરવાનું બંધ કર્યું.’ અહીં વિવેક છે. સદગુરુ (સૌ.) ગાડગીળનો આધ્યાત્મિક સ્તર ઉચ્ચ હોવાથી તેઓ અન્યોમાં નિરંતર ઈશ્વર જ જુએ છે. પ્રત્યેક કૃતિ કરતી વેળાએ તેમનો તેવો ભાવ હોય છે. તેથી સાધના દ્વારા સંતોને લેવડ-દેવડનો હિસાબ લાગુ પડતો નથી. અન્ય વ્યક્તિને પણ પ્રત્યક્ષ સદગુરુના સંગનો લાભ થવાથી તેમજ તેમનું આજ્ઞાપાલન કરવાનો અવસર પ્રાપ્ત થવાથી તેમને થોડો ઘણો તોયે લાભ અવશ્ય મળે છે.- સદગુરુ પદપ્રાપ્તિ થવાથી સદગુરુ (સૌ.) ગાડગીળની ‘પ્રત્યેક કૃતિ ઈશ્વરેચ્છાથી જ થાય છે’, આ બાબત ધ્યાનમાં લેવી પડશે. – સૌ. ઇંદ્રાણી કુલકર્ણી