બ્રાહ્મતેજ પ્રદાન કરનારી સેવામાં સહભાગી થવાની સર્વત્રના પુરોહિતોને સોનેરી તક !

 
યોગ્ય દક્ષિણા લઈને અથવા દક્ષિણા લીધા વિના શાસ્ત્રોક્ત પદ્ધતિથી
ધાર્મિક વિધિઓ કરવા માટે ઇચ્છુક પુરોહિતોએ પૌરોહિત્યની સેવામાં સહભાગી થવું
!
 
. યજ્ઞ કરવો, એક વરદાન જ છે
શ્રીમદભગવતગીતામાં શ્રીકૃષ્ણજીએ યજ્ઞને કામધેનુ કહ્યું છે. પુરોહિતોએ એકાગ્રતાથી કરેલા શાસ્ત્રોક્ત મંત્રપઠણને કારણે વાયુમંડળની શુદ્ધિ તો થાય છે જ; પણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર આ બધાને તે મંત્રશક્તિનો લાભ થાય છે. અવર્ષણ ઇત્યાદિ નૈસર્ગિક પ્રકોપોને રોકીને પર્જન્યવૃષ્ટિ કરવાનું સામર્થ્ય યજ્ઞયાગમાં છે. યજ્ઞ એટલે ભારતીય સંસ્કૃતિને પ્રાપ્ત થયેલું એક શ્રેષ્ઠ વરદાન જ છે.
. સનાતન સાધકપુરોહિત પાઠશાળાની સ્થાપનાનો વ્યાપક ઉદ્દેશ
યજ્ઞસાધનાનું અનન્ય સાધારણ મહત્ત્વ ધ્યાનમાં લઈને સનાતન સંસ્થાએ વર્ષ ૨૦૦૯માં સનાતન સાધકપુરોહિત પાઠશાળાની સ્થાપના કરી. વિવિધ વિધિઓના માધ્યમ દ્વારા સમાજને સાધના ભણી વાળવો અને આદર્શ તેમજ સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરીને તેમનું ક્રમણ સંતપદ ભણી કરી દેવું, આ સદર સ્થાપના પાછળનો ઉદ્દેશ હતો.
સંતોના માર્ગદર્શન અનુસાર જપ, અનુષ્ઠાનો અને ધાર્મિક વિધિઓ સેવાભાવથી તેમજ વિનામૂલ્ય કરનારા સાધકપુરોહિત
સનાતનની વેદપાઠશાળામાં સાધકપુરોહિતોને શુદ્ધ અને સ્પષ્ટ મંત્રોચ્ચાર કરવાનું શીખવવામાં આવે છે. તેને કારણે તેમની વાણીમાં ચૈતન્ય અને મંત્રોમાં સામર્થ્ય નિર્માણ થયું છેહિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવતી અડચણો દૂર થાય, તે માટે સંતોના માર્ગદર્શન અનુસાર સર્વ સાધકપુરોહિત પ્રતિદિન જપઅનુષ્ઠાનો કરી રહ્યા છે. વિવિધ નાડીપટ્ટીઓના માધ્યમ દ્વારા મહર્ષિ આપી રહેલી આજ્ઞા અનુસાર તેમણે બ્રહ્માસ્ત્રયાગ, રુદ્રયાગ, સુદર્શનયાગ ઇત્યાદિ ધાર્મિક વિધિઓ કર્યા છે અને આજે પણ કરી રહ્યા છે. સનાતન સંસ્થાના માર્ગદર્શન અનુસાર પૂર્ણસમય સાધના કરનારા સાધકો માટે શાંતિવિધિ, ઉપનયન ઇત્યાદિ સંસ્કાર વિનામૂલ્ય કરી રહ્યા છે.
. યોગ્ય દક્ષિણા લઈને અથવા દક્ષિણા લીધા વિના ધાર્મિક વિધિઓ કરીને પૌરોહિત્યની સેવામાં સહભાગી થવું, એવી વેદશાસ્ત્રસંપન્ન બ્રહ્મવૃંદોને વિનંતિ
ઘણાંખરાં બ્રહ્મવૃંદો પૌરોહિત્ય કરીને ધર્મકાર્યમાં થોડુંઘણું ઉત્તરદાયિત્વ સંભાળી રહ્યા છે જ. સાધના તરીકે પૌરોહિત્ય અને વેદોનું પઠણ કરનારી પેઢીનું ઘડતર કરવું, આ ઉદ્દેશ રાખીને કાર્યરત રહેલી વેદપાઠશાળાને સહકાર્ય કરવાની ઉચિત તક તેમની સામે ચાલીને આવી છે. મહર્ષિ અને સંતો અનેક ધાર્મિક વિધિઓ, જપઅનુષ્ઠાનો કરવાનું કહે છે તેમજ તે માટે સાધકપુરોહિતોની સંખ્યા ખૂટે છે. પૌરોહિત્ય કરનારા જે વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ યોગ્ય દક્ષિણા લઈને અથવા દક્ષિણા લીધા વિના શાસ્ત્રોક્ત પદ્ધતિથી ધાર્મિક વિધિઓ કરવા ઇચ્છુક છે, તેમણે વેદમૂર્તિ કેતન શહાણેને [email protected] આ સંગણકીય સરનામા પર અથવા ૯૪૦૩૬૮૭૨૭૭ આ ક્રમાંક પર માહિતી જણાવવી. જેઓ ઘેર રહીને વિધિ કરવા માટે ઇચ્છુક છે, તેમણે તેમ જણાવવું.
– (સદ્દગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૮..૨૦૧૬)
 
અધ્યાત્મ વિશ્વવિદ્યાલયમાં વેદવિદ્યા શીખવનારી 
વેદપાઠશાળાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે !

   ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. તેને કારણે વેદસંપન્ન થયેલા પુરોહિતો યજ્ઞયાગ ઇ. માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરશે અને મહાન ભારતીય સંસ્કૃતિનો ગૌરવભેર પ્રસાર કરશે ! વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વેદપાઠશાળા વિશ્વવિદ્યાલયનું અંશાત્મક રૂપ જ છે.

Leave a Comment