સનાતનની ‘ઑનલાઇન સત્સંગ શૃંખલા’ : આપત્કાળની સંજીવની !

સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ
સમિતિ દ્વારા ચલાવવામાં આવતા ૪ ‘ઑનલાઇન સત્સંગો’ના
૧૫૦ ભાગ (એપિસોડ) પૂર્ણ : સવા કરોડ કરતાં અધિક દર્શકોએ લીધો લાભ !

સનાતન સંસ્થા  અને હિંદુ જનજાગૃતિ સમિતિ ધર્મ અને અધ્યાત્મપ્રસાર માટે અવિરત કાર્યરત છે. કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર જ્યારે અવરજવર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો, ત્યારે ધર્મપ્રસારના પારંપારિક વિકલ્પો અચાનક સીમિત થઈ ગયા. બધાજ ઘરમાં ફસી જવાના કારણે રોજિંદા વહેવાર પણ બંધ પડી ગયા. જનજીવન પૂર્વવત ક્યારે થશે, આ વિશે અનિશ્ચિતતા છે. કોરોનાના પ્રભાવમાં ફસાયેલા સમાજને તે સમયે વાસ્તવમાં મનોબળ અને આત્મિક બળની આવશ્યકતા હતી. આ પૃષ્ઠભૂમિ પર સનાતન સંસ્થા  અને હિંદુ જનજાગૃતિ સમિતિએ પહેલો ‘જનતા અવરજવર પ્રતિબંધ’ લાગુ થયા પછી કેવળ એક અઠવાડિયામાં જ ‘ઑનલાઇન સત્સંગ શૃંખલા’ ચાલુ કરી.

આ સત્સંગમાલિકા અંતર્ગત પ્રતિદિન ‘નામજપ સત્સંગ’, ‘ભાવસત્સંગ‘, ‘બાળસંસ્કારવર્ગ’ અને ‘ધર્મસંવાદ’ આ ચાર સત્સંગોનું ‘ફેસબુક’ અને ‘યૂ-ટ્યૂબ’ પરથી સીધું પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું. વિશેષ એટલે આ ક્ષેત્રનો વિશેષ પૂર્વઅનુભવ ન હોવા છતાં પણ સત્સંગરૂપી આ જ્ઞાનસ્રોત અવિરત રૂપે ચાલી રહ્યું છે. આ ચારે સત્સંગોનાં ૧૫૦ ભાગ પૂર્ણ થઈ ગયા છે અને સત્સંગોના શતકોત્તર સવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં દર્શકોએ વિશિષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતી સમયે કહ્યું કે તેમને આ સત્સંગોનો લાભ થઈ રહ્યો છે. હાલમાં જોકે અવરજવર પ્રતિબંધ ઉઠાવી લેવાની પ્રક્રિયા પ્રારંભ થઈ ગઈ છે, તો પણ એક રીતે ભય અને ચિંતાનું વાતાવરણ હજી પણ પસરેલું છે. આ પૃષ્ઠભૂમિ પર આ ‘ઑનલાઇન સત્સંગ શૃંખલા’ દર્શકો માટે વાસ્તવમાં ‘સંજીવની’ પૂરવાર થઈ રહી છે.

29 માર્ચથી શરૂ થયેલાં આ ચારે સત્સંગ અત્યાર સુધી કુલ સવા કરોડથી પણ અધિક લોકોએ નિહાળ્યા. (૨૯ માર્ચથી ૩ સપ્ટેમ્બરની પ્રત્યક્ષ આંકડેવારી – ૧ કરોડ ૪૧ લાખ ૨૨ હજાર ૭૪૩), સરેરાશ જોયું તો પ્રતિદિન ચાર સત્સંગ મળીને સાધારણ 80 હજારથી પણ અધિક લોકો તે જુએ છે, એમ દેખાઈ પડે છે. આ સત્સંગ થોડા સમયમાં જ લોકપ્રિય થયું હોવાની આ સાક્ષી છે. હિંદી ભાષાંમાંનું ‘ઑનલાઇન સત્સંગ’ લોકપ્રિય થયા પછી દર્શકોની માંગણી અનુસાર તે કન્નડ, મલયાલમ, તામિલ અને તેલગુ ભાષામાં પણ ચાલુ કરવામાં આવ્યું.

નામસત્સંગ અર્થાત્ નામજપ સત્સંગમાં સાધના, સાધનાના મહત્ત્વના સૂત્રો કહેવામાં આવે છે. તેમજ અધ્યાત્મ વિશેની શંકાનિરસન પણ કરવામાં આવે છે, તેમજ પ્રત્યક્ષ નામજપ કરાવી લેવામાં આવે છે. તહેવાર-ઉત્સવ-વ્રતો વિશેનું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ સત્સંગોમાં અત્યારસુધી ‘નામજપ કયો કરવો ?’, ‘નામજપનું કાર્ય’, ‘નામજપ એકાગ્રતાથી થવા માટે શું કરવું ?’, ‘નામસાધનામાં પ્રાર્થનાનું મહત્ત્વ’, ‘સાધનાનું મહત્ત્વ’, ‘નમસ્કારની યોગ્ય પદ્ધતિઓ’, ‘તિલક લગાડવાનું મહત્ત્વ’, ‘અધ્યાત્મ વિશેની શંકાઓનું નિરસન’ ઇત્યાદિ વિષયો લેવામાં આવ્યા છે.

નામજપ સત્સંગમાં સનાતન સંસ્થાના સદગુરુ નંદકુમાર જાધવ પોતે નામજપ કરે છે. સંતોનાં સત્સંગ અને ચૈતન્યને કારણે અનેક દર્શકોને નામજપ કરતી સમયે મનમાંનાં વિચારો ઓછા થવા, મન શાંત થવું, સકારાત્મકતા વધવી, આવા પ્રકારનાં અનુભવો આવ્યા હોવાનાં અભિપ્રાય પ્રાપ્ત થયા છે.

શ્રી. ચેતન રાજહંસ

બાળસંસ્કારના માધ્યમ દ્વારા નાના બાળકો પર સુસંસ્કાર થાય, તેમને શિસ્ત લાગે, તેમનામાં ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ નિર્માણ થાય, આ દૃષ્ટિથી દિશાદર્શન કરવામાં આવે છે. દેવતા, સંત, રાષ્ટ્રપુરુષોની કથાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ધર્માચરણી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બાળસંસ્કાર વર્ગ સાંભળવાની શરૂઆત કર્યા પછી નાના બાળકોને સારી ટેવો પડવા લાગી છે, એવું વાલીઓએ આયોજકોને કહ્યું છે. ‘પોતાનામાં નેતૃત્વગુણ કેવી રીતે વધારવો ?’ ‘વિદ્યાર્થીજીવન આદર્શ કેવી રીતે બનાવવું ?’, ‘રોજિંદુ આચરણ સુસંસ્કારિત કેવી રીતે કરવું ?’, ‘પોતાનામાં રહેલી અયોગ્ય ટેવો અને સ્વભાવદોષ કેવી રીતે દુર કરવા ?’, આ વિષયો લેવા સહિત બાળસંસ્કારવર્ગમાં સંતોની, ક્રાંતિકારીઓની પ્રેરણાદાયી કથાઓ પણ કહેવામાં આવે છે. આદર્શ અને સુસંસ્કારિત પેઢી નિર્માણ કરનારો બાળસંસ્કારવર્ગ આ એક મહત્ત્વનો ઉપક્રમ છે.

ભાવસત્સંગોના માધ્યમ દ્વારા સંત અને ભક્તોના ઈશ્વર પ્રત્યેના ઉત્કટ ભાવનું દર્શન કરાવનારાં ઉદાહરણો, માનસપૂજા, ભાવજાગૃતિના વિવિધ પ્રયત્નો કહેવામાં આવે છે. ‘જ્યાં ભાવ, ત્યાં ભગવાન’, ‘ઈશ્વર ભાવ ના ભૂખ્યા છે’, એવી શિખામણ સંતોએ આપી છે. ઈશ્વરપ્રાપ્તિ માટે ભાવ મહત્ત્વપૂર્ણ છે. આ ‘ભાવ’ કેવી રીતે નિર્માણ કરવો, કેવી રીતે વૃદ્ધિંગત કરવો તેની શિખામણ આપનારો ભાવસત્સંગ દર્શકોને જુદાં જ ભાવવિશ્વમાં લઈ જાય છે. ઈશ્વર પ્રત્યે ઘણી રુચિ ઉત્પન્ન કરે છે. ભાવસત્સંગમાં અત્યાર સુધી ‘આત્મનિવેદન ભક્તિ’, ‘ઈશ્વરની અલૌકિક લીલાઓ’, ‘ભાવજાગૃતિ માટે કૃતજ્ઞતાનું મહત્ત્વ’, ‘શરણાગતિ’, ‘સમર્પણભાવ’, ‘નિષ્કામ ભક્તિ’ ઇત્યાદિ વિષયો પર વિવેચન થયું છે. ભવસાગર પાર કરવા માટે ‘શ્રદ્ધા’ આવશ્યક છે. તે પાર્શ્વભૂમિ પર આ ભાવસત્સંગ એક રીતે દર્શકો અને ભગવાનની વચ્ચે કડી બની ગયો છે.

ધર્મસંવાદ સત્સંગના માધ્યમ દ્વારા સરળ ભાષામાં ધર્મ વિશેનાં અમૂલ્ય જ્ઞાનનું વિશ્લેષણ કરવામાં આવે છે તેમજ વિવિધ રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને અન્ય સમસ્યાઓ પર ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ કેવી રીતે પ્રયત્ન કરવા જોઈએ, એ કહેવામાં આવે છે. ધર્મસંવાદના માધ્યમ દ્વારા હજી સુધી ‘કર્મફળ સિદ્ધાંત’, ‘જ્યોતિષશાસ્ત્ર : મહત્ત્વ અને લાભ’, ‘શ્રાદ્ધ પાછળનું ધર્મવિજ્ઞાન’, ‘તણાવમુક્ત જીવન માટે અધ્યાત્મ’, ‘સોળ સંસ્કાર’, ‘સામ્યવાદીઓ દ્વારા થયેલી શિક્ષણવ્યવસ્થાની હાનિ’, ‘પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ભારતનું યોગદાન’, ‘પ્રાચીન ભારતની આદર્શ શિક્ષણ વ્યવસ્થા’, ‘અંકગણિત અને કાલગણના’ ઇત્યાદિ વિષયો પર ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી. તેના દ્વારા પ્રાચીન જ્ઞાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

જે રીતે પાણીનો પ્રવાહ પોતાનો માર્ગ શોધી જ લે છે, તે રીતે સનાતન જ્ઞાનગંગા પણ સ્થળ-કાળનું બંધન પાર કરીને અવિરત વહી રહી છે. એવો અનુભવ થઈ રહ્યો છે કે સદર ‘ઑનલાઈન સત્સંગો’ના માધ્યમ દ્વારા આ પ્રવાહ વધારે ગતિ અને વેગથી પ્રસારિત થઈ રહ્યો છે. જ્યારે સનાતન સંસ્થા આપત્કાળ વિશે જણાવી રહી હતી, ત્યારે સમાજના અનેક લોકોને તે અતિશયોક્તિ લાગી રહી હતી; પણ કોરોના મહામારીનો પ્રારંભ થયા પછી સમાજના અનેક લોકોએ જણાવ્યું કે તેમને પ્રતીતિ થઈ કે ‘સનાતન વાણી’ સત્ય છે. ‘ઑનલાઈન સત્સંગ શૃંખલા’ને કારણે અનેક લોકોની સાધનાનો આરંભ થયો તેમજ કેટલાક લોકોની સાધનાના પ્રયત્નોનો વેગ વધ્યો. તેથી ‘ઑનલાઈન સત્સંગ શૃંખલા’ એટલે દર્શકોને જ્ઞાનામૃત આપનારી જ્ઞાનગંગા એ તેમને સક્રિય કરનારી છે, એમ કહી શકાય.

 

સત્સંગના શતકોત્તર સુવર્ણ મહોત્સવ
કાર્યક્રમમાં દર્શકો દ્વારા વ્યક્ત કરેલા અભિપ્રાય !

કામ કરવા પહેલાં પ્રાર્થના અને તે પછી કૃતજ્ઞતા વ્યક્ત કરવી

બાળસંસ્કારવર્ગ સાંભળવાનો આરંભ કર્યા પછી મારા ક્રોધનું પ્રમાણ ઓછું થયું છે. હવે હું કોઈપણ કામ કરવા પહેલાં પ્રાર્થના અને તે પછી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. – કુ. આકાંક્ષા પાટીલ, પૂના

પ્રત્યેક કૃતિ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરવો

બાળસંસ્કારવર્ગ સાંભળવાનો આરંભ કર્યો છે, ત્યારથી હું પ્રત્યેક કૃતિ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરું છું. ઘરકામમાં મારી બાને  સહાયતા કરું છું તેમજ ધર્માચરણ કરી રહ્યો છું. – કુ. દેવવ્રત મરાઠે, પૂના

મન શાંત અને પ્રફુલ્લિત થવું

ભાવસત્સંગ સાંભળ્યા પછી મન શાંત થઈ ગયું છે. સત્સંગ પછી 2-3 કલાક મારું મન પ્રફુલ્લિત રહે છે. કામ કરતી વેળાએ ઈશ્વરનું સ્મરણ કેવી રીતે કરવું, સંત કેવી રીતે ભક્તિ કરતા હતા ઇત્યાદિ અનેક સૂત્રો શીખવા મળ્યા. સત્સંગમાં શીખવા મળેલા સૂત્રોને હું અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહી છું. કામ કરતી વેળાએ હું નામજપ કરવાનો પ્રયત્ન કરું છું. મને તેનાથી સમાધાન મળે છે. – પ્રિયંકા ચાળકે, મુંબઈ.

ભાવસત્સંગ પછી નિરંતર ભગવાન શ્રીકૃષ્ણજીનાં ચરણોનું સ્મરણ થવું

ભાવસત્સંગ સાંભળતી વેળાએ સારું લાગે છે. એમ લાગે છે કે સત્સંગ પૂરો જ ન થાય. અમારા ઘરમાં શ્રીકૃષ્ણજીની મૂર્તિ છે. ભાવસત્સંગમાં એક વાર્તા સાંભળી છે, ત્યારથી મને લાગે છે કે મારું મન ભગવાન શ્રીકૃષ્ણજીનાં ચરણોમાં જ રહે અને નિરંતર ભગવાન શ્રીકૃષ્ણજીનાં ચરણોનું સ્મરણ થતું રહે. – શ્રીમતી ઉષા ક્ષોત્રી, મુંબઈ

સત્સંગને કારણે જીવન ભણી જોવાની દૃષ્ટિમાં પરિવર્તન થવું

સત્સંગ સાંભળવાથી પ્રભાવી રીતે નામજપ કેવી રીતે કરવો, એ શીખવા મળ્યું. આ રીતે નામજપનો આરંભ કર્યા પછી મારામાં અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળ્યા. આ સત્સંગોને કારણે જીવન ભણી જોવાની મારી દૃષ્ટિમાં પરિવર્તન આવી ગયું. આજે સમાજમાં આધ્યાત્મિક શિક્ષણની ઓછપ છે. સનાતન સંસ્થા આધ્યાત્મિક શિક્ષણ આપવાનું કાર્ય સારી રીતે કરી રહી છે. આ સત્સંગો માટે હું સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. – શ્રી. વિપિન કૌશિક, ગુડગાંવ, હરિયાણા

નામજપને કારણે અશાંત મન શાંત થવું

મને કાયમ અશાંતિ લાગતી હતી. કોઈપણ કામમાં મારું મન લાગતું નહોતું. જ્યારથી હું નામજપ કરવા લાગ્યો છું, ત્યારથી ઇષ્ટદેવતા પ્રત્યે શ્રદ્ધા વધી છે અને કામમાં મન લાગે છે. મનને શાંતિ જણાય છે. – શ્રી. મનીષ બંજારા, જોધપુર, રાજસ્થાન

સત્સંગને કારણે ઈશ્વરની સમીપ હોવાનું ભાન થવું

નામજપ સત્સંગ એક ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી સત્સંગ છે અને અત્યંત સ્તુત્ય ઉપક્રમ છે. સત્સંગને કારણે ઈશ્વરની સમીપ હોવાની જાણ થાય છે. – શ્રીમતી માધવી દામલે, મધ્યપ્રદેશ

ઘર ચૈતન્યદાયી લાગવું

સત્સંગને કારણે મન:શાંતિ મળવાની જાણ થાય છે. ઘરમાં પુષ્કળ સકારાત્મક અને ચૈતન્યદાયી લાગે છે. બાળકો પણ નામજપ કરે છે. મન શાંત રહે છે. ઘરમાં ચૈતન્ય લાગે છે. – પ્રિયા પૃથી, નવી દેહલી

થાકનું પ્રમાણ ઓછું થવું

સત્સંગથી ઉત્સાહ અને આનંદ મળે છે. નામજપ કરતા કરતા કામ કરવાથી થાક લાગતો નથી. – શ્રીમતી અંજલી કુલકર્ણી, થાણા.

* સત્સંગ નિહાળવા માટે સમય અને આગળ જણાવેલી માર્ગિકા (links) આપી છે. તેનો સહુકોઈએ લાભ લેવો !
* નામજપ સત્સંગ : સવારે 10.30 અને પુનર્પ્રસારણ સાંજે 4.00 કલાકે
* ભાવસત્સંગ : બપોરે 2.30 કલાકે
* બાળસંસ્કારવર્ગ : સાંજે 6.00
* ધર્મસંવાદ : સાંજે 7.00 કલાકે, પુનર્પ્રસારણ (બીજા દિવસે) બપોરે 1.00 કલાકે

Link :      Youtube.com/HinduJagruti

                 Facebook.com/HinduAdhiveshan

                 Youtube.com/SanatanSanstha1

સંકલક : શ્રી. ચેતન રાજહંસ, રાષ્ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્થા

Leave a Comment