કેરળમાંના કમ્‍યુનિસ્‍ટોનો અજબ સામ્‍યવાદ !

શ્રી. ચેતન રાજહંસ

કેરળમાં વર્તમાનમાં કમ્‍યુનિસ્‍ટ પક્ષની સરકાર છે. 1956માં ભારતીય સંઘરાજ્‍યમાં કેરળ સ્‍વતંત્ર રાજ્‍ય તરીકે અસ્‍તિત્‍વમાં આવ્‍યું અને 1957માં કેરળ ખાતે પહેલી લોકશાહી સરકાર કમ્‍યુનિસ્‍ટ પક્ષની બની. આજે રાજ્‍ય નિર્મિતિ પછીના 65 વર્ષ ઉપરાંત ‘કમ્‍યુનિસ્‍ટ’ કેરળનું માર્ગક્રમણ કેવી રીતે ચાલુ છે, એ વિશદ કરનારો પ્રવાસ અનુભવ.

 

કેરળ કમ્‍યુનિસ્‍ટોનો પ્રેરણાસ્રોત કોણ ?

કેરળ ખાતે ‘માર્ક્સવાદી કમ્‍યુનિસ્‍ટ પક્ષ’ની સત્તા છે. નામ પ્રમાણે જ પક્ષની પ્રેરણા ‘કાર્લ માર્ક્સ’ છે. આપણા દેશમાં લોકશાહી છે અને ચૂંટણી દ્વારા રાજકીય પક્ષ સત્તાસ્‍થાને ચૂંટાય છે. સમગ્ર જગત્‌માંનો કમ્‍યુનિસ્‍ટોનો ઇતિહાસ જોયા પછી તે લોકો ચૂંટણી લેતા નથી. ‘ખેડૂતો અને મજૂરોના લોહિયાળ બળવામાંથી સત્તાનો માર્ગ જાય છે’, એવી કમ્‍યુનિસ્‍ટ તત્વજ્ઞાન પર તેમની શ્રદ્ધા હોય છે. તેથી 1957 સુધી તોયે જગત્‌માં એક પણ કમ્‍યુનિસ્‍ટ સરકાર ચૂંટણીના વિજય દ્વારા સત્તાસ્‍થાને બિરાજમાન થઈ નહોતી; પણ કેરળમાં 1957માં ત્‍યાંની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં કમ્‍યુનિસ્‍ટ પક્ષ જીતી ગયો અને સત્તા મેળવી. આ પક્ષની કેરળમાંની વિશિષ્‍ટતા એટલે તેમના સ્‍થાનિક નેતા અથવા પક્ષના રાષ્‍ટ્રીય નેતાઓના છાયાચિત્રો તેમની પ્રચાર સામગ્રી અર્થાત્ બૅનર્સ-પોસ્‍ટર્સ પર હોતા નથી. કૉંગ્રેસ કહીએ તો, તેમની પ્રચાર સામગ્રી પર ગાંધીજીથી માંડીને રાહુલ ગાંધી સુધીના બધાયનાં છાયાચિત્રો નજરે ચડે તે રીતે આગળપડતાં હોય છે.

ભાજપની પ્રચાર સામગ્રી પર પણ અટલજીથી માંડીને અમિત શાહ સુધીના બધાનાં છાયાચિત્રો હોય છે. આ પાર્શ્‍વભૂમિ પર કેરળના કમ્‍યુનિસ્‍ટોનું અનોખાપણું રેખાંકિત થાય છે. તેમની પ્રચાર સામગ્રી પર ચિત્રો હોય છે તે જગત્‌માંના કમ્‍યુનિસ્‍ટ ક્રાંતિ કરનારા ત્રણ નેતાઓનાં ! પહેલું ચિત્ર છે, તે અર્જેંટિનામાંના કમ્‍યુનિસ્‍ટ ક્રાંતિના યુવાનેતા ‘ચે ગવારા’ના વિવિધ પોસ્‍ટર્સનું ! બીજું ચિત્ર રંગેલી ભીંતોનું છે. તેના પર ‘કાર્લ માર્ક્સ’, ‘ફેડ્રિક એંગલ’ અને ‘વ્‍લાદિમિર લેનીન’નાં એકત્રિત છાયાચિત્રો છે. આવા પોસ્‍ટર્સ અને આ રીતે રંગેલી ભીંતો કોચીન-એર્નાકુલમ નગરમાં સર્વત્ર જોવા મળે છે અને તેમની સાથે દેખાય છે તે સર્વ રસ્‍તાઓ પરના દીવા (પથદીપ) અને વીજળીના થાંભલા પર લગાડેલા કમ્‍યુનિસ્‍ટ પાર્ટીના વીળી-હથોડાના ચિહ્‌ન રહેલાં ઝંડાઓ !

ટૂંકમાં સ્‍વતંત્રતાના 75 વર્ષો પછી પણ રાષ્‍ટ્રીય જાહેરખબર આપી શકાય, એવું આદર્શ વ્‍યક્તિત્વ કમ્‍યુનિસ્‍ટ પક્ષને નેતાના સ્‍વરૂપમાં મળ્યું નથી; તેથી જ વિદેશના જર્મની-રશિયા-અર્જેંટિના દેશોના નેતાઓનાં ચિત્રો લગાડવામાં તે આજે પણ ધન્‍યતા અનુભવે છે. દુર્ભાગ્‍યથી આ અરાષ્‍ટ્રીયતા છે !

 

‘ગલ્‍ફ મની’ આ મોટો અર્થસ્રોત !

ભારતના કુલ બેરોજગારી દર કરતાં કેરળનો બેરોજગારી દર ઘણો વધારે છે. ત્‍યાં સાક્ષરતા 100 ટકા ભલે હોય, તો પણ ઉદ્યોગધંધા ઘણા ઓછા છે; કારણકે એકવાર ઉદ્યોગ ચાલુ થયા પછી તરત જ ત્‍યાં કમ્‍યુનિસ્‍ટ પાર્ટીના નામના યુનિયનના ઝંડાઓ લાગે છે. ‘કામ ઓછું ને માગણીઓ વધારે’ એવી તેમની ગુંડાગીરી હોય છે. આવી સ્‍થિતિમાં ઉદ્યોગો ચાલતા નથી. તેથી ભણેલા કેરળવાસીઓને નોકરી મળતી નથી ! મોટાભાગના ભણેલા કેરળવાસીઓ અખાતી (ગલ્‍ફ) દેશોમાં નોકરી સ્‍વીકારે છે. અખાતી દેશોમાં કેરળવાસીઓ મુખ્‍યત્‍વે પારિચારિકા (નર્સ), વાહનચાલક (ડ્રાયવર), તંત્રજ્ઞ (ટેક્ધીકલ સ્‍કીલ્‍ડ લેબર) આ કામો કરે છે. તેઓનો વિદેશનો પ્રવાસ સુલભ થાય, તે માટે નાનકડા કેરળમાં 4 આંતર રાષ્‍ટ્રીય વિમાનઘરો છે. આજે 35 લાખ કેરળવાસીઓ અખાતી દેશોમાં રહે છે. તેમને કારણે પરકીય ઉત્‍પન્‍ન કેરળ રાજ્‍યને મળે છે અને ત્‍યાંની અર્થવ્‍યવસ્‍થા ચાલે છે. ઉદ્યોગધંધા મોટા પ્રમાણમાં ન હોવા છતાં પણ પરકીય ઉત્‍પન્‍નના ભરોસે આ રાજ્‍યની અર્થવ્‍યવસ્‍થા ટકી રહી છે. તેમાં કેરળના કમ્‍યુનિસ્‍ટોનું યોગદાન શૂન્‍ય છે.

 

વાદળી વસ્‍ત્રોમાંના કુલીઓની ગુંડાગીરી !

કોચીન-એર્નાકુલમ નગરમાં સર્વત્ર વાદળી વસ્‍ત્રો પરિધાન કરેલા કુલી દેખાય છે. આ લોકોને ‘નોક્કૂ કુલી’ કહે છે. કોઈપણ ઉદ્યોગ વાહનમાંથી સામાન ઉતારવો હોય, તો તેમને બોલાવવા પડે છે. આપણે પોતે ઉતારવાના હોઈએ, તો પણ તેમને પૈસા આપવા પડે છે. માલિક આ બાબત જોતા હોય, તો પણ તેમનું મૂલ્‍ય, તેઓ જેટલું માગે તેટલું આપવું પડે છે, એવી ‘કમ્‍યુનિસ્‍ટ’ કુપ્રથા ત્‍યાં છે. અનેક સુશિક્ષિત યુવાન છોકરાઓની ચોકડી વાદળી રંગનો કુલીનો ડ્રેસ પહેરીને શહેરમાં ફરતી હોય છે અને પૈસો વસુલ કરતી હોય છે. કમ્‍યુનિસ્‍ટ પક્ષનું સંરક્ષણ હોવાથી કોઈપણ વ્‍યક્તિ તેમનો વિરોધ કરતી નથી. કમ્‍યુનિસ્‍ટોનું રાજ્‍ય કેવું હોય છે, તેનું આ એક જ્‍વલંત ઉદાહરણ છે !

 

કેરળના કમ્‍યુનિસ્‍ટોની ઠેકેદારી !

કેરળના મોટાભાગના હિંદુઓ કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત આપે છે. એક સામાન્‍ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્‍યું કે, તમે કમ્‍યુનિસ્‍ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્‍યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્‍યસંસ્‍કાર કોણ કરશે, આ પ્રશ્‍ન હોય છે. આવા સમયે જો કોઈને ત્‍યાં મૃત્‍યુ થાય તો, સ્‍થાનિક કમ્‍યુનિસ્‍ટ પક્ષના કાર્યાલયમાંથી ઠાઠડી અને અંત્‍યસંસ્‍કારની સામગ્રી આવે છે. પક્ષના કાર્યકર્તાઓ પોતે ખભો આપીને સ્‍મશાનભૂમિમાં પહોંચાડે છે. આવું કોઈ કરી શકે ખરું ? તેના પ્રશ્‍નનો મારી પાસે ઉત્તર નહોતો ! કેરળના હિંદુઓ પોતાને સ્‍મશાનભૂમિ ભણી લઈ જવા માટે કમ્‍યુનિસ્‍ટ પક્ષને મતો આપે છે, એટલું જ હું તેના બોલવા પરથી સમજી શક્યો !

– શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્‍થા

Twitter@1chetanrajhans

Leave a Comment