કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં નવરાત્રોત્સવ કેવી રીતે ઊજવવો ?

કોરોના મહામારીની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલો અવર-જવર પ્રતિબંધ, તેમજ કેટલાક નિર્બંધોને કારણે આ વર્ષે કેટલાક ઠેકાણે નવરાત્રોત્સવ હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદા આવવાની છે. આવા સમયે ‘નવરાત્રોત્સવ કઈ પદ્ધતિથી ઊજવવો જોઈએ ?’ એવો પ્રશ્ન અનેક લોકોના મનમાં છે. એવા લોકો માટે કેટલાંક ઉપયુક્ત સૂત્રો અને દૃષ્ટિકોણ અત્રે જણાવી રહ્યા છીએ.

(નોંધ : આ સૂત્રો જે ઠેકાણે નવરાત્રોત્સવ ઊજવવા પર નિર્બંધ અથવા મર્યાદા છે, એવા લોકો માટે જ છે. જે ઠેકાણે પ્રશાસનના સર્વ નિયમો પાળીને હંમેશાંની જેમ ઉત્સવ ઊજવવાનું શક્ય છે, તે ઠેકાણે હંમેશાંની જેમ કુલાચાર કરવા.)
શ્રી ચેતન રાજહંસ

પ્રશ્ન : નવરાત્રોત્સવમાં દેવીના દેવાલયમાં જઈને ચુંદડી ઓઢાડવાનું શક્ય ન હોય તો શું કરવું ?

ઉત્તર : નવરાત્રોત્સવમાં દેવીના દેવાલયમાં જઈને ચુંદડી ઓઢાડવાનું શક્ય ન હોય તો ઘરમાં જ પૂજાઘરમાંની કુળદેવીનો ખોળો ભરવો. ખોળો ભરીને દેવીને અર્પણ કરેલી ચુંદડી પ્રસાદ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રશ્ન : લલિતાપંચમી ઊજવી શકવાનું શક્ય ન હોય તો શું કરવું ?

ઉત્તર : ઘરમાંનીં દેવીની જ ‘લલિતાદેવીની પૂજા કરી રહ્યા છીએ’, આ ભાવથી પૂજા કરવી.

પ્રશ્ન : અનાજ, ફૂલો અથવા પૂજાસામગ્રીની અનુપલબ્ધતાને કારણે ઘટસ્થાપના, તેમજ માળાબંધન જેવી ધાર્મિક કૃતિઓ કરવાનું બને તેમ ન હોય તો શું કરવું ?

ઉત્તર : ઘટસ્થાપના માટે ઉપયોગમાં લેવાતા ધાન અથવા નવરાત્રોત્સવમાં કરવામાં આવનારી ધાર્મિક કૃતિઓમાં પ્રાંત અનુસાર ફેર છે. નવરાત્રોત્સવ કુળપરંપરા અથવા કુલાચારનો એક ભાગ છે. આપત્કાલીન મર્યાદાને કારણે ઘટસ્થાપના અથવા માળાબંધન જેવી ધાર્મિક કૃતિઓ હંમેશાંની જેમ કરવાનું બનતું ન હોય, તો ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને વધારેમાં વધારે જેટલું કરવું શક્ય છે, તેટલું કરવું. શેષ સર્વ વિધિ મનથી (માનસ ઉપચાર) કરવી.

પ્રશ્ન : કુમારિકાપૂજન કેવી રીતે કરવું ?

ઉત્તર : ઘરે જો કુમારિકા હોય, તો તેનું પૂજન કરવું. નિર્બંધને કારણે કુમારિકાઓને ઘરે બોલાવીને પૂજન કરવું શક્ય ન હોય, તો તેને બદલે જ્યાં અર્પણનો સદુપયોગ થાય, તે ઠેકાણે અથવા ધાર્મિક કાર્ય કરનારી સંસ્થાઓને રોકડા અર્પણ કરવા.

પ્રશ્ન : ગરબા રમવા અથવા ગાગર ફૂંકવી શક્ય ન હોય તો શું કરવું ?

ઉત્તર : ગરબે રમવું, ગાગર ફૂંકવી, આ ધાર્મિક કૃતિઓનો મુખ્ય ઉદ્દેશ દેવીની ઉપાસના કરતા કરતા દેવીનું જાગરણ કરવું, એ છે. આ ધાર્મિક કૃતિઓ જો કરી શકાતી ન હોય તો કુળદેવીનું નામસ્મરણ અથવા પોથીવાચન, સંકીર્તન (સ્તુતિ કરતા ભજનો) કરીને દેવીની ઉપાસના કરવી.

પ્રશ્ન : દશેરા કેવી રીતે ઊજવવી ?

ઉત્તર : ઘરમાં પ્રતિવર્ષ પૂજા કરતા હોવ તે ઉપલબ્ધ શસ્ત્રો અને ઉપજીવિકાના સાધનોની પૂજા કરવી. આપટાના પાન એકબીજાને આપવાનું શક્ય ન હોય તો આ પાન કેવળ ભગવાનને અર્પણ કરવા.

કુલદેવીના નામસ્મરણની, તેમજ નવરાત્રોત્સવ વિશેની જાણકારી સનાતનના ગ્રંથ ‘શક્તિ’, ‘શક્તિની ઉપાસના’માં આપી છે. આ ગ્રંથ www.sanatanshop.com આ સંકેતસ્થળ પર ‘ઑનલાઈન’ વેચાણ માટે ઉપલબ્ધ છે, તેમજ www.sanatan.org આ સંકેતસ્થળ પર નવરાત્રોત્સવ વિશેની જાણકારી ઉપલબ્ધ છે.

 

દૃષ્ટિકોણ

૧. કર્મકાંડની સાધના અનુસાર આપત્કાળને કારણે એકાદ વર્ષ કુળાચાર પ્રમાણે એકાદ વ્રત, ઉત્સવ અથવા ધાર્મિક કૃતિ પૂર્ણ કરી શકાય નહીં અથવા કર્મ કરવામાં કાંઈક ઓછું રહી જાય, તો આગળના વર્ષે અથવા આગળ જ્યારે શક્ય બને ત્યારે, તે વ્રત, ઉત્સવ અથવા ધાર્મિક કૃતિ અધિક ઉત્સાહથી કરવા.

૨. કોરોના મહામારી નિમિત્તે આપત્કાળનો આરંભ થયો છે. દ્રષ્ટા સંતો અને ભવિષ્યવેત્તાઓના કહેવા પ્રમાણે ભીષણ આપત્કાળ હજી ૨-૩ વર્ષ ચાલુ જ રહેવાનો છે. આ કાળમાં હંમેશાંની જેમ ધાર્મિક કૃતિઓ યથાસાંગ કરી શકાશે, એમ નથી. આવા સમયે કર્મકાંડને બદલે નામસ્મરણ વધારેમાં વધારે કરવું. કોઈપણ ધાર્મિક કૃતિ અથવા ઉત્સવ અથવા વ્રતનો મુખ્ય ઉદ્દેશ ભગવાનનું સ્મરણ કરીને પોતાનામાંની સાત્ત્વિકતા વધારવી, એ હોય છે. તેથી પ્રત્યેકે પોતાનામાંનો સત્ત્વગુણ વૃદ્ધિંગત કરવા માટે કાળ અનુસાર સાધના કરવાનો પ્રયત્ન કરવો. કાળ અનુસાર આવશ્યક સાધનાના સંદર્ભમાં સનાતનના આધ્યાત્મિક વિષયો પરના ગ્રંથોમાં વિગતવાર જાણકારી આપી છે, તેમજ તે સનાતન સંસ્થાના www.sanatan.org આ સંકેતસ્થળ પર ઉપલબ્ધ છે.’

  શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્થા

Leave a Comment