તામિલનાડુનો હિંદીવિરોધ યોગ્‍ય કે અયોગ્‍ય ?

શ્રી. ચેતન રાજહંસ

7 એપ્રિલના દિવસે સંસદીય રાજભાષા સમિતિની 37 મી બેઠકમાં કેંદ્રિય ગૃહમંત્રી શ્રી. અમિત શાહે ‘‘હિંદી, અંગ્રેજી માટે પર્યાય હોઈ શકે અને હિંદી દેશની અધિકૃત ભાષા થઈ શકે’’, એવું વિધાન કર્યું હતું. આ વિધાનનો તામિલનાડુમાં રાજકીય વિરોધ થયો. તામિલનાડુ ભાજપે પણ શ્રી. શાહનું વક્તવ્‍ય અસ્‍વીકાર્ય હોવાનું ઘોષિત કર્યું. તામિલનાડુમાંનો આ ‘હિંદીવિરોધ, યોગ્‍ય કે અયોગ્‍ય ?’ આ વિશે ચર્ચા કરનારા કેટલાંક અનુભવ..

 

૧. તામિલ ભાષામાં પારકીય
ભાષામાંના શબ્‍દોનું આક્રમણ નથી, આ દુષ્‍પ્રચાર !

ગત મહિના સુધી હું તેલંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળ રાજ્‍યોમાં અધ્‍યાત્‍મપ્રસાર માટે પ્રવાસ કરી રહ્યો છું. ભાગ્‍યનગર ખાતે હતો ત્‍યારે તેલુગુ સાહિત્‍યના જાણકાર ધારાશાસ્‍ત્રી રમણ મૂર્તિ સાથે તેલુગુ ભાષામાં પ્રવિષ્‍ટ ઉર્દૂ શબ્‍દોના સંદર્ભમાં ચર્ચા કરતી વેળાએ તેમણે કહ્યું કે, તેલુગુ ભાષાને પરિશુદ્ધ રાખવા માટે તામિલ ભાષા પ્રમાણે દ્વિભાષા ધોરણનો અવલંબ કરવો પડશે. આજે તામિલનાડુમાં તામિલ અને અંગ્રેજી આ બે ભાષાઓને વ્‍યવહારમાં પ્રાધાન્‍ય છે. તેને કારણે ત્‍યાંની તામિલ ભાષા શુદ્ધ છે.

તામિલનાડુ છોડતાં અન્‍ય ભારતમાં સ્‍થાનિક ભારતીય ભાષા, રાષ્‍ટ્રભાષા હિંદી અને અંગ્રેજી આ ત્રણ ભાષાઓને વ્‍યવહારમાં પ્રાધાન્‍ય હોય છે. અમસ્‍તા તામિલનાડુ રાજ્‍યમાં હિંદીને વિરોધ છે, આ વાત જ્ઞાત હોવા છતાં, ‘એકાદ નીતિને કારણે મૂળ ભાષા પરિશુદ્ધ રહી શકે’, આ વિચારથી હું પ્રસન્ન થયો હતો. પ્રત્‍યક્ષમાં તામિલનાડુ ગયા પછી તામિલ ભાષામાં અન્‍ય ભાષામાંના શબ્‍દો હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. પ્રવાસના પહેલા દિવસે તામિલ ભાષામાં ‘વધારે’ શબ્‍દ માટે ‘જાસ્‍તી’ આ મૂળ પર્શીયન-અરેબિક શબ્‍દનો ઉપયોગ થતો હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. આ વિશે સ્‍થાનિક સનાતનના સાધકો સાથે ચર્ચા કર્યા પછી આવા અનેક પરભાષામાંના શબ્‍દો તામિલમાં પ્રચલિત થયા હોવાનું તેમણે કહ્યું. તેથી ‘દ્વિભાષિક નીતિને કારણે તામિલ ભાષા શુદ્ધ રહી છે’, આ ગેરસમજ હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું.

 

૨. હિંદી આર્યોની ભાષા છે, આ ગેરસમજ !

અંગ્રેજોએ ‘ફૂટ પાડો અને રાજ કરો’ આ નીતિ હાથ ધરીને ભારત પર રાજ કર્યું. તેમણે ‘બ્રેકિંગ ઇંડિયા’ નીતિ માટે ખ્રિસ્‍તી મિશનરીઓના માધ્‍યમ દ્વારા મનફાવતી કથાઓ રચીને પ્રચાર કર્યો કે, દક્ષિણ ભારત, ઉત્તર ભારતથી જુદો હતો. ઉત્તર ભારતીય ‘આર્યો’ છે અને દક્ષિણ ભારતીય ‘દ્રવિડ’ જાતિના છે. આ બન્‍ને જાતિઓની સંસ્‍કૃતિ, પરંપરા, ભાષા ઇત્‍યાદિ ભિન્‍ન છે. રાવણવધ કરવા માટે ઉત્તરથી આવેલા પ્રભુ શ્રીરામ આર્ય હતા, જ્‍યારે રાવણ દ્રવિડ હતો. તેથી આર્ય અને દ્રવિડમાં પરસ્‍પર દ્વેષ હતો. દુર્ભાગ્‍યથી આજે પણ ‘ખ્રિસ્‍ટો-દ્રવિડ મુવમેંટ’ દ્વારા આનો પ્રચાર ચાલુ છે. આ પ્રચાર અંતર્ગત ‘હિંદી આર્યોની ભાષા છે’, એવી પણ એક ગેરસમજ ફેલાવવામાં આવી છે.

પ્રત્‍યક્ષમાં ‘આર્ય’ આ જાતિવાચક શબ્‍દ નથી, જ્‍યારે સંસ્‍કૃતિવાચક શબ્‍દ છે. ‘આર્ય’ શબ્‍દનો અર્થ છે, ‘સુસંસ્‍કૃત’ અથવા ‘સભ્‍ય પુરુષ !’ પહેલાંના કાળમાં સંસ્‍કૃત ભાષા જ રૂઢ હોવાથી સર્વ સ્‍ત્રીઓ પોતાના પતિને ‘આર્ય’ કહીને સાદ પાડતી. મંદોદરી પણ રાવણને ‘આર્ય’ કહેતી હોવાનું પ્રાચીન સાહિત્‍યમાં જોવા મળે છે. તેથી ‘ઉત્તર ભારતીય એટલે આર્ય જાતિના’, એમ કહેવું અજ્ઞાની હોવાનું લક્ષણ છે.

તેવી જ રીતે દ્રવિડ શબ્‍દ પણ જાતિવાચક નથી, જ્‍યારે તે પ્રાંતવાચક છે. ભારતના દક્ષિણ ભાગને ખાસ કરીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળ આ ત્રણ રાજ્‍યો એકત્રિત કરીને દ્રવિડ કહેવામાં આવ્‍યા હતા. ગુરુદેવ રવિંદ્રનાથ ટાગોરે ‘જન, ગણ, મન’ આ રાષ્‍ટ્રગીતમાં ‘પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા । દ્રવિડ, ઉત્‍કલ, વંગ ॥’ આ રીતે ભારતના વિવિધ પ્રાંતોનો ઉલ્‍લેખ કરતી વેળાએ દક્ષિણ ભારત માટે ‘દ્રવિડ’ શબ્‍દનો ઉપયોગ કર્યો છે.

ટૂંકમાં આર્ય-દ્રવિડ જૂઠાણાની જેમ ‘હિંદી આર્યોની ભાષા છે’, આ પણ એક જૂઠાણું છે.

 

૩. હિંદી શીખનારા ‘દેશપ્રેમી’ તામિલ ભાષિક હિંદુત્‍વવાદી !

શ્રી. અમિત શાહનું વક્તવ્‍ય જે દિવસે પ્રકાશિત થયું, તે દિવસે હું ચેન્‍નઈમાં અર્થાત્ તામિલનાડુની રાજધાનીમાં હતો. તે દિવસે સવારે અમે ‘વૈદિક રિસર્ચ સેંટર’માં શ્રી. બાલગૌતમન્‌ને મળ્યા. તેઓ તામિલનાડુમાંની હિંદુવિરોધી અને ભારતવિરોધી ઘટનાઓ વિશે પ્રતિદિન પ્રબોધન કરનારા સમાચાર તેમના સંકેતસ્‍થળ અને સોશીયલ મીડિયા પર પ્રસિદ્ધ કરે છે.

આ વિદ્વાન વ્‍યક્તિએ અમારી સાથે હિંદી ભાષામાં સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો. આ સંવાદ ચાલુ હતો ત્‍યારે તેમના સંકેતસ્‍થળના સંપાદકે શ્રી. અમિત શાહના વક્તવ્‍યના સંદર્ભમાં તામિલનાડુમાં રાજકીય વિરોધ ચાલુ થયો હોવાના સમાચાર કહ્યા. તેમણે તરત જ આ વિશેની યોગ્‍ય ભૂમિકા સ્‍પષ્‍ટ કરીને આગળ જણાવેલાં સૂત્રો કહ્યાં.

અ. શ્રી. અમિત શાહનું વક્તવ્‍ય તામિલ ભાષા વિશે નહીં, પરંતુ દેશના અધિકૃત કામકાજની ભાષા (official language) વિશે છે.

આ. ‘હિંદી એ અંગ્રેજી માટે પર્યાય હોઈ શકે’ તેનો અર્થ વર્તમાનમાં દેશનું જે કામકાજ અંગ્રેજીમાં ચાલી રહ્યું છે, તે સ્‍થાન પર હિંદી પર્યાય થઈ શકે છે.

ઇ. ‘હિંદી દેશની અધિકૃત ભાષા હોઈ શકે.’ તેનો અર્થ હિંદી એ દેશના કામકાજની એકમાત્ર ભાષા હોઈ શકે. ટૂંકમાં હવે પરકીય અંગ્રેજી ભાષાની આવશ્‍યકતા નથી.

ઈ. આ વક્તવ્‍યમાં ક્યાંય પણ અન્‍ય પ્રાદેશિક ભાષાઓ વિશે વક્તવ્‍ય અથવા તે ભાષા કાઢી નાખવા વિશેનું ષડ્‌યંત્ર નથી.

 

૪. હિંદીવિરોધને કારણે તામિલનાડુની થયેલી હાનિ !

તામિલનાડુના પ્રવાસ દરમ્‍યાન મને એક ગુજરાતી વેપારી મળ્યા. તે હાલમાં જ મહારાષ્‍ટ્રમાંથી તામિલનાડુમાં નિવાસી થયા હતા. મેં તેમને પૂછ્‍યું કે, મહારાષ્‍ટ્રમાંથી આટલે દૂર વેપાર કરવા જવાનું કારણ શું ? તે વિશે તેમણે આપેલો ઉત્તર મહત્વનો છે. તેમણે કહ્યું, ‘‘આ તામિલનાડુ રાજ્‍ય અન્‍ય રાજ્‍યોની તુલનામાં ઓછામાં ઓછું 10 વર્ષ પાછળ છે.’’ આ લોકોને તામિલ છોડતાં અન્‍ય ભાષા આવડતી ન હોવાથી કોઈપણ તામિલ વેપારી તામિલનાડુની બહાર જઈને વેપાર કરી શકતો નથી. અન્‍ય રાજ્‍યોમાં વેપારમાં વિકસિત થયેલાં નવાંનવાં તંત્રો અને તંત્રજ્ઞાન અહીંના લોકો ભાષા-અડચણને કારણે શીખી શકતા નથી. તેથી ભારતમાં એકાદ તંત્રજ્ઞાન વિકસિત થયા પછી તામિલનાડુમાં પહોંચવા માટે 10 વર્ષ લાગે છે. ત્‍યાં સુધી અમારા જેવા વેપારી અન્‍ય રાજ્‍યોમાંનું તંત્રજ્ઞાન મેળવીને અહીં આવીએ છીએ અને અમારો ધંધો કરીએ છીએ.

અમે તામિલ ભાષા પણ આત્‍મસાત કરી છે. તેથી આજે તામિલનાડુમાંનો 75 ટકા વેપાર તેલુગુ, મારવાડી અને ગુજરાતી લોકોના હાથમાં છે. તેમણે ઉમેર્યું ‘‘તામિલનાડુમાંના લોકો ભારતમાં ગમે ત્‍યાં પર્યટન માટે જાય, તો ભાષાની અડચણને કારણે ઠગાય છે. તામિલનાડુના લોકો, એટલે ભારતમાંનો સૌથી વધુ આત્‍મવિશ્‍વાસહીન સમુદાય છે.’’

આ અતિશય જીવંત અનુભવ સાંભળ્યા પછી ‘તામિલનાડુના રાજકારણીઓએ કેવળ રાજકીય લાભ માટે હિંદીવિરોધ કરીને શું પ્રાપ્‍ત કર્યું’, એવો પ્રશ્‍ન મારા મનમાં નિર્માણ થયો.

– શ્રી. ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા, સંપર્ક ક્ર. : (77758 58387),

Twitter@1chetanrajhans

Leave a Comment