આપત્‍કાળમાં જીવનરક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૯

આપત્‍કાળમાંથી તરી જવા માટે સાધના શીખવનારી સનાતન સંસ્‍થા !

   અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવિત રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૮ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવિતરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૮

સંકલક : પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે

આપત્‍કાલીન લેખમાલિકાના ગત ભાગમાં આપણે કૌટુંબિક સ્‍તર પર લાગનારી નિત્‍ય ઉપયોગી વસ્‍તુઓ માટે રહેલા પર્યાયો વિશેની જાણકારી લીધી. આ પહેલાંના લેખાંકમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈ. આ લેખમાં આરોગ્‍યની દૃષ્‍ટિએ કરવાની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ.

 

૩. આપત્‍કાળની દૃષ્‍ટિએ દૈનદિન (શારીરિક) સ્‍તર પર કરવાની સિદ્ધતા

૩ ઓ. ડૉક્‍ટર, વૈદ્ય, રુગ્‍ણાલયો ઇત્‍યાદિની થનારી
અનુપલબ્‍ધતા ધ્‍યાનમાં લઈને આરોગ્‍યની દૃષ્‍ટિએ કરવાની પૂર્વસિદ્ધતા

૩ ઓ ૧. કુટુંબને જોઈતી ઔષધીઓની આપત્‍કાળ પહેલાં જ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રાખવી

પૂર, ભૂકંપ જેવી નૈસર્ગિક આપત્તિમાં અવર-જવર ખોરવાઈ જવાથી અન્‍ય સામગ્રી સાથે જ ઔષધીઓ પણ મળવાનું કઠિન થાય છે. યુદ્ધકાળમાં ઔષધીઓનો સંગ્રહ પ્રાધાન્‍યથી સૈનિકો માટે આપવામાં આવે છે. તેથી ઔષધીઓની અછત નિર્માણ થાય છે. આ દૃષ્‍ટિએ કુટુંબને જોઈતી ઔષધીઓની આપત્‍કાળ પહેલાં જ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રાખવી આવશ્‍યક છે. કુટુંબમાંની વ્‍યક્તિઓને થયેલી માંદગી અનુસાર કઈ ઔષધીઓ કેટલા પ્રમાણમાં વેચાતી લેવી, તેમજ ભવિષ્‍યમાં લાગી શકે, એવી હંમેશાંના વિકારો માટે કઈ ઔષધીઓ લઈ રાખવી, આ વિશે પાસેના ડૉક્‍ટર અથવા વૈદ્યને પૂછવું.

બજારમાં મળનારી કેટલીક તૈયાર આયુર્વેદિક અને ‘હોમિયોપૅથી’ ઔષધીઓનો દૈનંદિન જીવનમાંના વિકારોમાં કેવી રીતે ઉપયોગ કરવો, આ વિશેની જાણકારી સનાતન સંસ્‍થાના ‘આપત્‍કાળમાંની સંજીવની’ આ માલિકાના આગામી ગ્રંથોમાં આપવામાં આવશે. કેટલીક આયુર્વેદિક ઔષધીઓની નિર્મિતિ સનાતન સંસ્‍થાએ ચાલુ કરી છે અને વહેલાં જ સદર ઔષધીઓ સહુકોઈ માટે ઉપલબ્‍ધ થશે.

૩ ઓ ૨. ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવું
ઘરના છજ્‍જામાં (અગાસીમાં) વાવી શકાય, તેવી ચુનંદા ઔષધી વનસ્‍પતિઓ અને તેમના ઉપયોગ

આપત્‍કાળમાં તૈયાર ઔષધીઓની થનારી અછત ધ્‍યાનમાં લઈને આપત્‍કાળ પહેલાં જ અનેક વિકારો પર ઉપયુક્ત પુરવાર થનારી આયુર્વેદિક ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર આપણે આપણાં ઘરની અગાસી, ફળિયું ઇત્‍યાદિ ઠેકાણે કરી શકીએ. તેને કારણે આપત્‍કાળમાં ઔષધી વિના આપણા હાલ થશે નહીં. (વાવેતર વિશે વિગતવાર વિવેચન સનાતન સંસ્‍થાના ગ્રંથ ‘જગ્‍યાની ઉપલબ્‍ધતા અનુસાર ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર’ અને ‘ઔષધી વનસ્‍પતિઓનું ખેડાણ કેવી રીતે કરવું ?’માં કર્યું છે.) (બન્‍ને ગ્રંથ હિંદી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

૩ ઓ ૩. આપણી આસપાસના વિસ્‍તારમાં પહેલેથી જ ઉપલબ્‍ધ રહેલી ઔષધી વનસ્‍પતિઓની જાણકાર પાસેથી માહિતી કરી લેવી અને તેનો ઉપયોગ કરી જોવો

અરડૂસી, તુલસી, બીલી, ઉમરડો (ઔદુંબર), પીપળો, વડલો, લીમડા જેવી વનસ્‍પતિ સર્વત્ર જોવા મળે છે. પુનર્નવા, ધરો, અઘેડો, ભાંગરા જેવી વનસ્‍પતિ મોટાભાગે ઘણે ઠેકાણે આપમેળે જ ઉગી નીકળે છે. આવી વનસ્‍પતિઓની જાણકાર દ્વારા ઓળખાણ કરી લેવી અને સનાતન સંસ્‍થાનો ‘વનસ્‍પતિના ઔષધી ગુણધર્મ’ આ વિષય પરના ગ્રંથમાંથી (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ) તેમનો ઉપયોગ વાંચીને તે વનસ્‍પતિનો ઉપયોગ કરી જોવો.

સનાતન સંસ્‍થાના આગામી ગ્રંથમાં ઘરગથ્‍થુ ઔષધીઓ વિશે જાણકારી આપવામાં આવશે.

૩ ઓ ૪. નાની-મોટી માંદગી પર ઉપચાર માટે ઔષધીઓ પર આધારિત રહેવાને બદલે ઉપવાસ કરવો, શરીર પર તડકો લેવા જેવા વિના-ઔષધ ઉપચાર કરવાનો અત્‍યારથી જ આરંભ કરવો

આવા ઉપચાર સનાતન સંસ્‍થાના ‘આપત્‍કાળમાંની સંજીવની’ આ માલિકામાંના આગામી ગ્રંથમાં આપવામાં આવશે.

૩ ઓ ૫. ‘બિંદુદબાણ (ઍક્યુપ્રેશર)’, ‘ખાલી ખોખાંના ઉપાય’, ‘નામજપ-ઉપાય’ અને ‘પ્રાણશક્તિવહન ઉપાય’ આ વિના-ઔષધ ઉપચારપદ્ધતિઓ શીખી લેવી

આ ઉપચાર પદ્ધતિઓ વિશે સનાતન સંસ્‍થાએ ગ્રંથ પ્રકાશિત કર્યા છે. ‘www.sanatan.org’ અને ‘www.ssrf.org’ આ સંકેતસ્‍થળો પર પણ સદર ઉપચાર પદ્ધતિઓ વિશે જાણકારી આપી છે.

(યોગાસનો, સહેલા વ્‍યાયામ પ્રકાર, પ્રાણાયામ, મર્મચિકિત્‍સા, નસ ચિકિત્‍સા (ન્‍યૂરોથેરપી), રંગ ચિકિત્‍સા જેવી અન્‍ય પણ જાણીતી વિના-ઔષધ ઉપચાર પદ્ધતિઓ શીખીને તેનો પણ ઉપયોગ કરી શકાય.)

૩ ઓ ૬. વિકાર થયા પછી ઔષધ લેવા કરતાં તે થાય જ નહીં, તે માટે અત્‍યારથી જ પ્રયત્ન કરવા

આ વિશેનું વિવેચન ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધી વિના નિરોગી રહો !’ આ સનાતન સંસ્‍થાના ગ્રંથમાં કર્યું છે. (ગ્રંથ મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

  કુટુંબમાંના એકે તોયે ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ લેવું

 

માર લાગવો, રક્તસ્રાવ થવો, દાઝવું, બેશુદ્ધ પડવું, હૃદયવિકારનો ઝાટકો આવવો ઇત્‍યાદિ પ્રસંગ જીવનમાં ગમે ત્‍યારે આવી શકે છે. આપત્‍કાળમાં ઉપચાર માટે તરત જ ડૉક્‍ટર ઉપલબ્‍ધ થઈ શકે, એમ નથી. આવા સમયે રુગ્‍ણ પર તાત્‍પુરતા ઉપચાર કરીને તેના પ્રાણ બચાવી શકાય, તે માટે ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ લેવું આવશ્‍યક બને છે.

‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ વતી ઠેકઠેકાણે વિનામૂલ્‍ય ‘પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગ’ લેવામાં આવે છે. આ પ્રશિક્ષણવર્ગોનો લાભ લેવો. સનાતન સંસ્‍થાની ગ્રંથમાલિકા ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ (૩ ખંડ)’ પણ (હિંદી, અંગેજી, મરાઠી ભાષામાં) ઉપલબ્‍ધ છે.

કુટુંબમાંના એકે તોયે ‘અગ્‍નિશમન પ્રશિક્ષણ’ શીખવું

આપત્‍કાળમાં બૉમ્‍બસ્‍ફોટ અથવા અન્‍ય કારણસર આગ લાગવી, આગથી ઘેરાઈ જવા જેવી પરિસ્‍થિતિ નિર્માણ થવાનું સંભવ હોય છે. આપત્‍કાળમાં શાસનની ‘અગ્‍નિશમન યંત્રણા’ સહાયતા માટે તરત જ ઉપલબ્‍ધ થશે, એવું નથી. આ માટે આવી આપત્તિમાં ઉપાયયોજના કાઢી શકાય તે માટે ‘અગ્‍નિશમન પ્રશિક્ષણ’ લેવું આવશ્‍યક પુરવાર થાય છે.

સનાતન સંસ્‍થાનો ‘અગ્‍નિશમન પ્રશિક્ષણ’ આ ગ્રંથ હિંદી, અંગેજી, મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ છે. તેનો લાભ લેવો. ‘અગ્‍નિશમન પ્રશિક્ષણવર્ગ’ લેવામાં આવતા હોય, તો તે વર્ગોમાં પણ જઈ શકાશે.

 રમખાણકારો, ગુંડાઓ ઇત્‍યાદિ પોતાનું અને પોતાના
કુટુંબીજનોનું રક્ષણ કરી શકાય, તે માટે ‘સ્‍વસંરક્ષણ પ્રશિક્ષણ’ લેવું

રમખાણકારો, ગુંડાઓ, બળાત્‍કારી ઇત્‍યાદિ સમાજકંટકોને કારણે દેશમાંની સર્વસામાન્‍ય જનતા આજે પણ પીડિત છે. આપત્‍કાળમાં તો ઘણીવાર અરાજક જેવી પરિસ્‍થિતિ  નિમાર્ણ થાય છે. આવા સમયે સમાજકંટકોનું જોખમ વધે છે. તેના પર ઉપાય તરીકે હમણા જ ‘સ્‍વસંરક્ષણ પ્રશિક્ષણ’ લેવું આવશ્‍યક પુરવાર થાય છે.

‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ વતી વિનામૂલ્‍ય ‘સ્‍વસંરક્ષણ પ્રશિક્ષણ’ વર્ગ લેવામાં આવે છે. આ પ્રશિક્ષણવર્ગોનો, તેમજ સનાતન સંસ્‍થાનો ગ્રંથ ‘સ્‍વસંરક્ષણ પ્રશિક્ષણ’નો લાભ લેવો. (ગ્રંથ હિંદી, અંગેજી, મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

આપત્‍કાળની દૃષ્‍ટિએ કરવાની અન્‍ય સિદ્ધતા

૧. આધુનિક વૈદ્યકીય યંત્રો અથવા ઉપકરણો દ્વારા કરવાના આવશ્‍યક ઉપચાર, ઉદા. આંખોની શસ્‍ત્રક્રિયા, દંતોપચાર આપત્‍કાળ પહેલાં જ કરાવી લેવા.

૨. અન્‍ન, પાણી, વીજળી, રસોઈનો ‘ગૅસ’, તેમજ અન્‍ય વસ્‍તુ (ઉદા. ખાવાનું તેલ) કરકસરથી વાપરવાની ટેવ અત્‍યારથી જ પાડી લેવી.

૩. ‘આપણા શરીર સ્‍વાસ્‍થ્‍ય માટે કયું અન્‍ન આપણા માટે આવશ્‍યક છે’, એ જાણી લઈને તે પ્રમાણે આવશ્‍યક તેટલો જ આહાર લેવાની ટેવ અત્‍યારથી જ પાડી લેવી. આપત્‍કાળમાં ભાવતા પદાર્થો ખાવા મળશે જ, એમ નથી; તેથી પોતાની પસંદ-નાપસંદ અત્‍યારથી જ ઓછી કરવાનો આરંભ કરવો. આપત્‍કાળમાં એકાદ સમયે કંદમૂળ ખાઈને રહેવાનો અથવા ઉપવાસ કરવાનો વારો પણ આવી શકે છે. આ દૃષ્‍ટિએ પણ મનની અત્‍યારથી જ સિદ્ધતા કરવી.

૪. ઉનાળો, ચોમાસું અને શિયાળામાં ઉપયોગી પુરવાર થાય, તેવા ન્‍યૂનતમ વસ્‍ત્રો વાપરવાની ટેવ અત્‍યારથી જ પાડી લેવી.

૫. કુલ આવશ્‍યકતાઓ (ઉદા. નહાવા માટે ગરમ પાણી જોઈએ, નિરંતર પંખાનો પવન જોઈએ, વાતાનુકૂલિત યંત્ર (એસી) વિના ઊંઘ ન લાગવી) ઓછી કરવાની ધીમે ધીમે ટેવ પાડવી.

૬. આપત્‍કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્‍યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી, ઉદા. રેંટથી કૂવાનું પાણી ખેંચવું, કપડાં હાથે ધોવા, ઉદ્વાહનનો (‘લિફ્‍ટ’નો) ઉપયોગ કર્યા વિના આવ-જા કરવી, પાસેના અંતર પર કામ કરવા જવા માટે ગાડીને બદલે સાયકલનો ઉપયોગ કરવો. ટૂંકમાં ‘યંત્ર પર આધારિત ઓછું અને સ્‍વાવલંબી વધારે’ બનવું !

૭. પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં પણ શરીર કાર્યક્ષમ રહેવા માટે પ્રતિદિન વ્‍યાયામ (ઉદા. સૂર્યનમસ્‍કાર કરવા, ન્‍યૂનતમ ૧ – ૨ કિ.મી. ચાલવું), પ્રાણાયામ, યોગાસનો ઇત્‍યાદિ કરવું.

(સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાનું જીવનરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

ભાગ ૧૦ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ –  ૧૦

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

Leave a Comment