આપત્‍કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦

આપત્‍કાળમાંથી તરી જવા માટે શીખવનારી સનાતન સંસ્‍થા !

ભાગ ૯ વાંચવા માટે મુલાકાત લો – આપત્‍કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ ૯

 અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શનકરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

આપત્‍કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્‍તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્‍તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્‍યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.

 

૨. આપત્‍કાળની દૃષ્‍ટિએ કૌટુંબિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૨ અ. કૌટુંબિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૨ અ ૧. ઘરના સંદર્ભમાં કરવાની કૃતિઓ
૨ અ ૧ અ. બને ત્‍યાં સુધી નવું ઘર અથવા સદનિકા (ફ્‍લૅટ) વેચાતી લેવાને બદલે જે હોય તે ઘરમાં અથવા ભાડાના ઘરમાં રહેવાનો પર્યાય ચૂંટવો !

અ. ભૂકંપ, ભૂસ્‍ખલન ઇત્‍યાદિને કારણે ઘરને હાનિ પહોંચી શકે છે. તેથી નવા ઘર માટે રોકેલો પૈસો વેડફાઈ શકે છે. તેથી બને ત્‍યાં સુધી નવું ઘર અથવા સદનિકા (ફ્‍લૅટ) વેચાતી લેવી નહીં. વર્તમાનમાં રહેલા ઘરમાં જ રહેવાનો અથવા ભાડાના ઘરનો અથવા સદનિકાનો પર્યાય ચૂંટવો.

આ. કેટલાક અપરિહાર્ય કારણો માટે ઘર કે સદનિકા વેચાતી લેવાની અતિ આવશ્‍યકતા લાગે તો ‘કયો વિસ્‍તાર સરખામણીમાં સુરક્ષિત લાગે છે’, તેનો વિચાર કરવો.

ઇ. સદનિકા વેચાતી લેવાનું થાય તો બને ત્‍યાં સુધી ત્રીજા માળાથી ઉપર લેવી નહીં. તેનું કારણ એમ કે, ભૂકંપ જેવું જોખમ નિર્માણ થાય તો ત્રીજા માળા સુધીની સદનિકામાંથી વહેલા બહાર પડવાનું સહેલું પડે છે.

ઈ. એકાદની વર્તમાન સદનિકા ત્રીજા માળે હોય તો તેને બદલે ‘અન્‍યત્ર ક્યાંક યોગ્‍ય સદનિકા મળી શકે કે કેમ’, તેનો વિચાર કરવો.

૨ અ ૨. રહેતું ઘર પડવા આવ્‍યું હોય અથવા ઘરની મહત્વની દુરસ્‍તી કરવાનું બાકી હોય તો ઘરની દુરસ્‍તી કરાવી લેવી !

રહેતું ઘર પડવા આવ્‍યું હોય અથવા ઘરની મહત્વની દુરસ્‍તી કરવાનું બાકી હોય તો આગળ જતાં આપત્‍કાળમાં મહાપૂર, વંટોળ ઇત્‍યાદિ આપત્તિ આવ્‍યા પછી ઘરની વધારે હાનિ થઈ શકે છે અથવા ઘર પડી પણ શકે છે. આપત્‍કાળમાં ઘરની દુરસ્‍તી કરી લેવાનું પણ કઠિન થાય છે. તેથી આવું ઘર હમણા જ સમય કાઢીને દુરસ્‍ત કરી લેવું યોગ્‍ય છે.

૨ અ ૩. રહેતા ઘરનો વિસ્‍તાર અથવા સુશોભિકરણ કરવાનું વર્તમાનમાં ટાળવું !

આપત્‍કાળમાં ઘરનું નુકસાન થઈ શકે છે. તેથી ઘરનો વિસ્‍તાર અથવા સુશોભિકરણ કરવા પાછળ કરેલો વ્‍યય (ખર્ચ) વેડફાઈ શકે છે. તે માટે તેમ કરવાનું ટાળવું. આગળ આપત્‍કાળની તીવ્રતા ઓછી થયા પછી ઘરનો વિસ્‍તાર અથવા તેનું સુશોભિકરણ કરવાનો વિચાર કરી શકાય.

૨ અ ૪. ગામમાં પોતાનું ઘર હોય તો તે રહેવા જેવી સ્‍થિતિમાં રાખવું !

આગામી કાળમાં ત્રીજું મહાયુદ્ધ, આતંકવાદ ઇત્‍યાદિનું જોખમ ગામડા કરતાં નગરોને (શહેરોને) વધારે છે. તે પરિસ્‍થિતિમાં ગામડામાં જઈને રહેવાનો વારો આવી શકે છે. તેથી જો ગામડામાં ઘર હોય, તો તેમણે તે અત્‍યારથી જ રહેવા યોગ્‍ય સ્‍થિતિમાં કરી રાખવું.

૨ અ ૫. ગામડામાં પોતાની ભૂમિ અથવા ઘર ન હોય તેવા નગરવાસીઓએ બને તો જ્‍યાં સગવડ થઈ શકે તે ગામમાં રહેવાની દૃષ્‍ટિએ વર્તમાનમાં જ ઘરનો વિચાર કરવો !
૨ અ ૬. શિક્ષણ, નોકરી ઇત્‍યાદિ નિમિત્તે પરદેશમાં ગયેલા કુટુંબીજનોને બની શકે એમ હોય તો ભારતમાં બોલાવી લેવા !

ભારત મૂળમાં પુણ્‍યભૂમિ છે. આગામી આપત્‍કાળમાં ભારત કરતાં અન્‍ય દેશોને વધારે હાનિ પહોંચવાની સંભાવના છે; કારણકે પરદેશોમાં રજ-તમનું પ્રમાણ વધારે છે. તેમજ મહાયુદ્ધ ચાલુ થાય તે પછી પરદેશમાંથી ભારતમાં હેમખેમ પહોંચવું કઠિન થઈ બેસશે.

૨ અ ૭. આપણા દેહાંત પછી સંપત્તિ પરથી (માલમત્તા પરથી) સગાંસંબંધીઓમાં વાદવિવાદ થાય નહીં, તે માટે વૃદ્ધ વ્‍યક્તિઓએ મૃત્‍યુપત્ર કરી રાખવું !

 

૩. આર્થિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૩ અ. વર્તમાનમાં રહેલી મિલકત (ઉત્‍પન્‍ન) અને હમણા સુધીની બચત કરકસરથી વાપરવા પાછળનો ઉદ્દેશ

૧. આપત્‍કાળમાં થનારી મોંઘવારીનો સામનો કરી શકાય

૨. આપત્‍કાળમાં સામાજિક કર્તવ્‍ય તરીકે આપદ્‌ગ્રસ્‍ત બાંધવોને આર્થિક સહાયતા કરી શકાય

૩. આપત્‍કાળમાં રાષ્‍ટ્રકર્તવ્‍ય તરીકે રાષ્‍ટ્ર માટે ધન અર્પણ કરી શકાય

બીજા મહાયુદ્ધ સમયે નેતાજી સુભાષચંદ્ર બોસે આવાહન કર્યા પછી અનેક લોકોએ પોતાના પૈસા, ધારણ કરેલા અલંકાર ઇત્‍યાદિ ‘આઝાદ હિંદ સેના’ માટે નેતાજીની ઝોળીમાં અર્પણ કર્યા હતા. આપત્‍કાળમાં રાષ્‍ટ્ર પરનો આર્થિક તાણ પુષ્‍કળ વધે છે, ઉદા. મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રીની નિર્મિતિ કરવી પડે છે. આવા સમયે રાષ્‍ટ્ર માટે ધન અર્પણ કરવું એ રાષ્‍ટ્ર કર્તવ્‍ય જ પુરવાર થાય છે.

૩ અ ૧. આર્થિક રોકાણ કરતી વેળાએ આગળ જણાવેલાં સૂત્રોનો વિચાર કરવો !

વર્તમાનમાં ઘણા અધિકોષોના (બૅંકોના) આર્થિક ગોટાળા ઉજાગર થઈ રહ્યા છે. તેથી પોતાના પૈસા સુરક્ષિત રહે, તે માટે આગળ જણાવેલા પર્યાયનો વિચાર કરવો. પૈસાનું રોકાણ કરતી વેળાએ ‘‘You should not put all eggs in one basket’’

(ભાવાર્થ : એક ઠેકાણે રોકાણ કરીને તે સર્વ ડૂબે તેના કરતાં સુરક્ષાની દૃષ્‍ટિએ તે રોકાણ વિવિધ ઠેકાણે કરવું)’ આ અર્થશાસ્‍ત્રમાંના તત્ત્વ અનુસાર કરવું.

૩ અ ૨. અધિકોષ સાથે (બૅંકો સાથે) સંબંધિત વ્‍યવહાર
૩ અ ૨ અ. થાપણો જુદા જુદા રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં મૂકવી !

૧. રાષ્‍ટ્રીયકૃત અધિકોષો પર ‘રિઝર્વ બૅંક’નું નિયંત્રણ હોય છે. તેથી તે અધિકોષ તોટામાં જાય, તો પણ પૈસા ડૂબવાની સંભાવના હોતી નથી; પણ અધિકોષમાંના વ્‍યવહાર પર નિર્બંધ લાગુ કરવામાં આવે છે, ઉદા. ચોક્કસ રકમ જ અધિકોષમાંથી ઉપાડી શકાય છે. તેનાથી ઊલટું ખાનગી અથવા સહકારી અધિકોષ તોટામાં જાય તો તેનું દાયિત્‍વ ‘રિઝર્વ બૅંક’ પાસે હોતું નથી, તેથી ડૂબેલી થાપણ મળવાની સંભાવના સાવ ઓછી હોય છે.

૨. ‘એકાદ અધિકોષનું દેવાળિયું નીકળવાનું હોય, તો આપણી પાસેના બધા જ પૈસા ડૂબી ગયા’, એમ થાય નહીં, તે માટે આપણા વિસ્‍તારમાંના જુદા જુદા રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં થાપણો છૂટી કરીને મૂકવી. રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં પ્રત્‍યેક રોકાણદાર માટે ૫ લાખ સુધીના રોકાણને વિમા સંરક્ષણ હોય છે. તેથી રોકાણદારે એક રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં વધારેમાં વધારે ૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું.

૩ આ. અન્‍ય સૂત્રો

૧. સર્વ પ્રકારના અધિકોષ ખાતાઓ પર વારસાની (નામાંકન, નૉમીનેશનની) નોંધ કરવી.

૨. અધિકોષમાં પૈસા ભરવા, અધિકોષમાંથી પૈસા કાઢવા ઇત્‍યાદિ ન્‍યૂનતમ વ્‍યવહાર કુટુંબીજનોએ શીખી લેવા.

૩ આ ૧. સોનું, ચાંદી ઇત્‍યાદિ મૂલ્‍યવાન ઘટકોમાં પૈસા રોકવા !

આપત્‍કાળમાં એકાદ સમયે અધિકોષમાંથી પોતાના પૈસા મળવા પર મર્યાદા આવી શકે છે; પણ સોનું, ચાંદી ઇત્‍યાદિ મૂલ્‍યવાન ઘટક આપણા હાથમાં રહેતા હોવાથી સમય આવે અને આપણને ધનની આવશ્‍યકતા લાગે તો આપણે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ.

એકાદને જો રોકાણ તરીકે સોનું અથવા ચાંદી વેચાતી લેવી હોય, તો તેણે વીંટી, સાંકળી જેવા અલંકાર વેચાતા લેવાને બદલે શુદ્ધ સોનાનો આંટો અથવા અખંડ સ્‍વરૂપમાંની ચાંદી લેવી. તેથી અલંકારની ઘડામણ આપવી ન પડે.

૩ આ ૨. ઘર માટે કૂવો ખોદાવવો, સૌરઊર્જાની સગવડ કરવી ઇત્‍યાદિ સર્વ ખર્ચ અર્થાત્ એક પ્રકારનું રોકાણ જ છે !
૩ આ ૩. ભૂમિમાં રોકાણ કરવું

જેમને સંભવ છે તેમણે વાવેતર માટે યોગ્‍ય હોય, એવી ભૂમિ વેચાતી લેવી. જો એક વ્‍યક્તિને ભૂમિ લેવાનું સંભવ ન હોય, તો કેટલાકે ભેગા મળીને ભૂમિ વેચાતી લેવી. ભૂમિમાં કરેલા રોકાણના આજ નહીં તો કાલે પૈસા પાછા મળે છે.

૩ આ ૪. જેમણે ‘શેર્સ’માં રોકાણ કર્યું હોય, તેમણે અત્‍યારથી જ ઉપાયયોજના કરવી !

‘શેર્સ’ વેચતી વેળાએ જે બજારમૂલ્‍ય (માર્કટ વેલ્‍યુ) હોય, તે અનુસાર પૈસા મળે છે. તેમાં ‘શેર્સ’ વેચાતા લીધા હોય ત્‍યારના રૂપિયા કરતાં વધારે રૂપિયા મળી શકે છે અથવા તેના કરતાં ઓછા રૂપિયા પણ મળી શકે છે. ધારોકે, મૂળ રકમ કરતાં ઓછા પૈસા મળે, તો તેટલો તોટો આપણે સહન કરવો પડે છે. ‘શેર્સ’ રોકાણ પર કોઈપણ જાતનું વિમા સંરક્ષણ હોતું નથી તેમજ તેના પર સરકારનું નિયંત્રણ પણ હોતું નથી. ટૂંકમાં ‘શેર્સ’માં રોકેલા પૈસા આપણને પાછા મળશે જ’, તેની નિશ્ચિતિ આપી શકાતી નથી. તેથી જેમણે ‘શેર્સ’માં પૈસા રોક્યા હોય, તેમણે અત્‍યારથી જ ઉપાયયોજના કરી લેવી.

૩ ઇ. અન્‍ય સૂચનાઓ

આપત્‍કાળમાં નિર્માણ થનારી મોંઘવારી અને કુટુંબીજનોની સંખ્‍યાનો વિચાર કરીને સામાન્‍ય રીતે કેટલાક વર્ષ સુધી આપણી આવશ્‍યકતાઓની પૂર્તિ થાય એટલું ધન ઘરમાં સુરક્ષિત રાખવું.

 

૪. સામાજિક બંધનો તરીકે કરવાની સિદ્ધતા

૪ અ. ચાલી, ગૃહનિર્માણ સંસ્‍થા (હાઊસિંગ સોસાયટી),
ગામમાંની વાડી ઇ. ઠેકાણે રહેનારાઓએ એકત્રિત રીતે સિદ્ધતા કરવી

‘એકબીજાને સહાયતા કરીએ, સન્‍માર્ગે ચાલીએ’, એમ કહ્યું છે. કૂવો ખોદાવવો અને સૌરઊર્જાના નિર્માણ માટે યંત્રણા ઊભી કરવી, ‘બાયો-ગૅસ’ સંયંત્ર નિર્માણ કરવા જેવી સિદ્ધતાઓને વ્‍યક્તિગત સ્‍તર પર વધારે ખર્ચ આવે છે. પણ બધા ભેગા મળીને જો આ સિદ્ધતા કરે તો તે ઓછા ખર્ચમાં થાય છે. આપત્‍કાળની દૃષ્‍ટિએ અન્‍નધાન અને અન્‍ય જીવન આવશ્‍યક વસ્‍તુઓની ખરીદી મોટા પ્રમાણમાં કરવી પડશે. સહુકોઈની આવશ્‍યકતાઓ ધ્‍યાનમાં લઈને આ ખરીદી જથ્‍થાબંધ કરવાથી તે માટે ખર્ચ ઓછો આવશે. આ રીતે એકત્રિત રીતે સિદ્ધતા કરવાથી માનવીબળ અને સમયની પણ બચત થશે, તેમજ આર્થિક દૃષ્‍ટિએ પણ કમકૌવત રહેલા સમાજબાંધવોને સહાયતા પણ થશે.

૪ આ. વસ્‍તુઓ વેચાતી લેતી વેળાએ ગરજુ લોકોનો વિચાર કરીને વધારે ખરીદી કરવી

‘‘वसुधैव कुटुम्‍बकम् ।    (અર્થ : પૃથ્‍વી એ મારું કુટુંબ છે.)’, આ ભારતીય સંસ્‍કૃતિની વિશિષ્‍ટતા છે. તે અનુસાર આપત્‍કાળની દૃષ્‍ટિએ વસ્‍તુઓની ખરીદી કરતી વેળાએ આપણી આર્થિક સ્‍થિતિ જો સારી હોય તો આપણી સાથે જ સમાજમાંની ગરજુ વ્‍યક્તિઓનો વિચાર કરીને તેમના માટે અનાજ, કપડાં ઇત્‍યાદિ ખરીદી વધારે કરવી. આ વસ્‍તુઓ આપત્‍કાળની આપત્તિમાં સપડાયેલા, ગરીબ લોકોને આપી શકાશે. ભારત-પાકિસ્‍તાન યુદ્ધ સમયે કેટલાક ભારતીય નાગરિકોએ સ્‍વયંસ્‍ફૂર્તિથી ઠેકઠેકાણેના રેલ્‍વે સ્‍થાનકો પર ભારતીય સૈનિકોને ચા-પાણી આપ્‍યા હતા. વર્ષ ૨૦૨૦માં ‘કોરોના’ વિષાણુને કારણે ઉદ્‌ભવેલા સંકટ સમયે દેશમાં અચાનક ‘અવર-જવર પ્રતિબંધ’ લાગુ થયો. તેથી અનેક કામદાર, ટ્રકચાલક ઇત્‍યાદિ વિવિધ પ્રાંતોમાં અટવાઈ ગયા. ત્‍યારે અનેક ભારતીઓએ પોતાના ગાંઠના પૈસા કાઢીને આવા લોકોને જમાડ્યા. ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ જેવી સંગઠનોએ ગરજુ લોકોને ફળો, સરબત ઇત્‍યાદિ વહેંચ્યા. અનેક દાનશૂર વ્‍યક્તિઓ, મંડળો અને સંસ્‍થાઓએ શાસનને સહકાર્ય કરવા માટે પૈસા પણ આપ્‍યા.

૪ ઇ. ગરજુ લોકો માટે વસ્‍તુઓની ખરીદી કરવા જેટલી પોતાની
કૌવત ન હોય તો પોતાની આવશ્‍યકતાની પૂર્તિ થાય તેટલી જ ખરીદી કરવી

આપત્‍કાળ પહેલાં સહુકોઈને જ કુટુંબ માટે અનાજ, કપડાં, ઔષધીઓ ઇત્‍યાદિ ખરીદી કરવી પડશે. એકજ સમયે મોટા પ્રમાણમાં ખરીદી કરવાથી વસ્‍તુઓની અછત નિર્માણ થઈ શકે છે. ‘આપણી જેમ જ સમાજબાંધવોને પણ સર્વ વસ્‍તુઓ ઉપલબ્‍ધ થાય’, આ વિચાર કરીને આપત્‍કાળની દૃષ્‍ટિએ આપણી પોતાની આવશ્‍યકતા પૂર્તિ થાય એટલી જ ખરીદી કરવી.

૪ ઈ. આપણા જ્ઞાનનો ઉપયોગ ગરજુ લોકોની સહાયતા માટે કરવો

વૈદ્ય, ખેડૂત, અનાજના વેપારી ઇત્‍યાદિ લોકોનો તેમના ક્ષેત્રમાંના વિષયનો સારો અભ્‍યાસ હોય છે. આવા લોકો તેમના જ્ઞાનનો ઉપયોગ ગરજુની સહાયતા માટે કરી શકે છે, ઉદા. વૈદ્ય ઔષધી વનસ્‍પતિના વાવેતર વિશે, ખેડૂત ફળ, શાકભાજી ઇત્‍યાદિના વાવેતર વિશે, જ્‍યારે અનાજનો વેપારી અનાજના ઉત્તમ સંગ્રહ વિશે ગરજુને કહી શકે છે.

 

૫. આપત્‍કાળની દૃષ્‍ટિએ કરવાની અન્‍ય સિદ્ધતા અથવા લેવાની દક્ષતા

૫ અ. ઘરમાં રહેલી અનાવશ્‍યક સામગ્રી ઓછી કરવાનો આરંભ કરવો

આપત્‍કાળની સિદ્ધતા તરીકે આપણને ઘરમાં અનેક વસ્‍તુઓનો સંગ્રહ કરવો પડશે. આપત્‍કાળમાં એકાદ સમયે અડચણમાં ફસાયેલા સગાંસંબંધીઓ અથવા સમાજબાંધવોને આપણા ઘરમાં આશ્રય પણ આપવો પડી શકે છે. તે માટે ઘરમાં રહેલી અનાવશ્‍યક સામગ્રી ન્‍યૂન કરવાનો આરંભ કરવો. તેથી ઘરમાં ખુલ્‍લી જગ્‍યા નિર્માણ થશે. અનાવશ્‍યક સામગ્રી ન્‍યૂન કરવાથી વસ્‍તુઓ પ્રત્‍યે રહેલી આસક્તિ પણ ન્‍યૂન થવા માટે સહાયતા થશે.

૫ આ. ભ્રમણભાષના (મોબાઈલના) સંદર્ભમાંની સિદ્ધતા

૧. બે જુદી જુદી આસ્‍થાપનો (કંપનીઓ)ના ‘સીમ કાર્ડ’ ધરાવતો ભ્રમણભાષ સાથે રાખવો તેનો લાભ એટલે, એકાદ સમયે એક આસ્‍થાપનાની ‘રેંજ’ ન મળે, તો પણ અન્‍ય આસ્‍થાપનાની ‘રેંજ’ મળવાની સંભાવના હોય છે.

૨. બની શકે તો ભ્રમણભાષના ૨ સંચ રાખવા એક સંચની ‘બૅટરી’ વપરાઈ જાય, તો બીજો સંચ વાપરી શકાય છે.

૫ ઇ. મહત્વની વ્‍યક્તિઓના અને પોલીસ થાણું, અગ્‍નિશમન દળ ઇત્‍યાદિ
ઠેકાણેના દૂરભાષ ક્રમાંક અને સરનામાં ભ્રમણભાષમાં અને નાની વહીમાં નોંધ કરી રાખવા

આપત્‍કાળમાં આપણો ભ્રમણભાષ ભારિત (ચાર્જ) ન હોય તો તેનો ઉપયોગ થશે નહીં. તે માટે આવશ્‍યક તે દૂરભાષ ક્રમાંક અને સરનામાં ભ્રમણભાષની જેમ જ એક નાની વહીમાં નોંધ કરી રાખવાનું ઉપયુક્ત છે. આવી નોંધવહી હંમેશાં સાથે રાખવી. તેથી અન્‍ય માર્ગથી, ઉદા. બીજા ભ્રમણભાષ પરથી અથવા દૂરભાષ પરથી આપણે અન્‍યોને સંપર્ક કરી શકીશું. અતિ મહત્ત્વના સંપર્ક ક્રમાંક મોઢે કરી રાખવા.

૫ ઈ. મહત્વના દસ્‍તાવેજોના સંદર્ભમાં લેવાની કાળજી

આપત્‍કાળની ધકાધકીમાં આપણા મહત્ત્વના દસ્‍તાવેજો (ઉદા. શિધાપત્રક, આધારકાર્ડ, અધિકોષની ‘પાસબુક’) ખોવાઈ જઈ શકે છે. તે માટે પૂર્વસિદ્ધતાના એક ભાગ તરીકે આવા દસ્‍તાવેજોની છાયાપ્રતી (ઝેરૉક્સ) કાઢીને અન્‍યત્ર (ઉદા. સગાંસંબંધીને ઘેર) મૂકવી, તેમજ તેનાં છાયાચિત્રો પણ લઈ રાખવા.

૫ ઉ. વ્‍યક્તિગત અથવા આસ્‍થાપનામાંના
સંગણકમાંની મહત્વની માહિતી (ડાટા) અન્‍ય ઠેકાણે સંગણકમાં લઈ રાખવી

આપત્‍કાળમાં જો આપણું ઘર અથવા આસ્‍થાપનાનો વિધ્‍વંસ થાય, તો પણ સંગણકમાંની મહત્ત્વની જાણકારી અન્‍યત્ર લઈ રાખી હોવાથી તે ફરીવાર પ્રાપ્‍ત થશે. આસ્‍થાપનાના સંગણકમાંની માહિતી અન્‍યત્ર રાખવા પહેલાં આસ્‍થાપનામાંના દાયિત્‍વ ધરાવનારા અધિકારીઓને સંભાવ્‍ય જોખમનો અણસાર આપીને તેમની રીતસર અનુમતિ લેવી અથવા તેમને જ માહિતી અન્‍યત્ર રાખવા વિશે સૂચિત કરવું.

૫ ઊ. આપત્‍કાળમાં ઉપયુક્ત પુરવાર થાય,
એવી કૃતિઓ હમણાથી જ શીખી લઈને તેની  ટેવ પણ પાડવી

જેમને રસોઈ બનાવતા આવડતી નથી તેમણે સામાન્‍ય આવશ્‍યકતા પૂર્ણ થાય, એટલી તોયે રસોઈ કરવી (ઉદા. દાળ-ભાત, ખિચડી ઇત્‍યાદિ સહેલા પદાર્થો કરવા), કેશકર્તન, તરવું, સિલાઈયંત્ર પર કપડાં સીવવા જેવી કૃતિઓ શીખી લેવી હિતાવહ છે.

૫ એ. ઘરના રક્ષણ માટે કૂતરો પાળવો

ચોર, રમખાણકારો ઇત્‍યાદિ સામે ઘરનું રક્ષણ થવા માટે કૂતરો પાળવો. કૂતરાની સારસંભાળ અને તેના પરના ઔષધોપચાર વિશે શીખી લેવું.

સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા  ‘આપત્‍કાળમાનું જીવિતરક્ષણ’ (મરાઠી ભાષામાં ઉપલબ્‍ધ)’

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

Leave a Comment