‘કોરોના’ના ચેપમાં પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક બળ વધે, એ માટે ઉપયુક્ત મંત્ર

વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા. આ મંત્ર અને તે વિશેની સૂચના અત્રે આપી છે.

 

૧. મંત્રજપ વિશેની સૂચના

અ. સૂતક લાગેલી વ્‍યક્તિઓએ મંત્રજપના ઉપાય કરવા નહીં. માસિક ધર્મ ચાલુ રહેલી સ્‍ત્રીએ મંત્ર બોલવા કે સાંભળવા નહીં. આ કાળમાં નામજપ ઇત્‍યાદિ ઉપાય કરી શકાય છે.

આ. મંત્ર કેવળ સાંભળવાને બદલે તે ભાવપૂર્ણ બોલવા વધારે લાભદાયક હોય છે. તેથી જેઓ મંત્ર બોલી શકે છે, તેમણે મંત્ર બોલવા. મંત્રના ઉચ્‍ચાર યોગ્‍ય થાય, તે માટે સાથે જ આપેલો ઑડિઓ સાંભળતી વેળાએ તેમાં આપ્‍યા પ્રમાણે બોલવા. થોડા દિવસો પછી મંત્ર યોગ્‍ય રીતે બોલવાનો મહાવરો થઈને તે મોઢે થયા પછી મંત્ર સાંભળવાની આવશ્‍યકતા રહેશે નહીં.

ઇ. ૩ મંત્રોમાંથી કોઈપણ એક મંત્ર બોલવો. જે મંત્ર યોગ્‍ય ઉચ્‍ચારો સહિત અને વધારે ભાવપૂર્ણ બોલવામાં સહેલું પડે છે, તે મંત્ર પસંદ કરવો.

ઈ. સંસ્‍કૃત ભાષામાં અનુસ્‍વારનો ઉચ્‍ચાર તેના આગળના અક્ષર પર આધારિત હોય છે. અનુસ્‍વારનો આગળનો અક્ષર કયો છે, તેના પરથી અનુસ્‍વારનો ઉચ્‍ચાર ઙ્, ઞ, ણ્, ન્, મ્, ઇત્‍યાદિ થાય છે. અનુસ્‍વારનો યોગ્‍ય ઉચ્‍ચાર સમજાય, તે માટે મંત્રમાં અનુસ્‍વારને બદલે સંભવ છે ત્‍યાં તેના ઉચ્‍ચાર માટે આવનારા અક્ષરો લખ્‍યા છે. કેટલાક મંત્રોમાં અલ્‍પવિરામ આપ્‍યા છે. મંત્ર બોલતી વેળાએ તે ઠેકાણે થોડું થોભવું.

ઉ. મંત્રનો અર્થ ધ્‍યાનમાં લઈને તે બોલવાથી ભાવજાગૃતિ થવામાં સહાયતા થાય છે. તે માટે અત્રે મંત્રોના અર્થ પણ આપ્‍યા છે.

ઊ. પસંદ કરેલો મંત્ર સવારે, બપોરે અને સાંજે પ્રત્‍યેક સમયે ૨૧ વાર બોલવો.

એ. સવારે મંત્ર બોલતી વેળાએ પાણી અભિમંત્રિત કરવું અને આ પાણી પોતાના પીવાની પાણીની બાટલીમાં રેડીને સમગ્ર દિવસ થોડું થોડું પીવું.

ઐ. પાણી આ રીતે અભિમંત્રિત કરવું. હાથ સાબુથી ચોખ્‍ખા ધોવા. ત્‍યાર પછી એક પવાલામાં પાણી લઈને જમણા હાથની પાંચેય આંગળીઓ બોળીને મંત્રજપ કરવો. પવાલું ચાંદી, તાંબુ, પિત્તળ, કાચ અથવા ચીની માટીનું હોવું જોઈએ. આ પ્રકારનું પવાલું જો ન મળે તો સ્‍ટીલના પવાલાનો ઉપયોગ કરવો. જો તે પણ મળે એમ ન હોય, ત્‍યારે જ પ્‍લાસ્‍ટિકના પવાલાનો ઉપયોગ કરવો. મંત્રજપ કરતી વેળાએ પવાલું જમીન પર રાખવાને બદલે પોતાના ખોળામાં, આસન પર અથવા લાકડાના પટલ પર રાખવું.

ઓ. નહાઈને મંત્રજપ કરવાથી રજ-તમનું આવરણ દૂર થઈને મંત્રની પરિણામકારિતા વધે છે.

 

૨. મંત્રજપ કરવા પહેલાં કરવાની પ્રાર્થના !

‘હે સૂર્યદેવતા, મને જો કોઈપણ વ્‍યાધિ થઈ હોય તો તેમાંનું ઝેર આપના કુમળાં કિરણો દ્વારા નષ્‍ટ થવા દો. સાધના સારી કરી શકાય તે માટે મારું શરીર નિરોગી રહેવા દો’, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.’

 

૩. મંત્રજપ

          મંત્ર ક્ર. ૧

પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજીએ કહેલો વિષાણુનાશક મંત્ર

શ્રી ધન્‍વન્‍તરિ
अत्रिवद़् वः क्रिमयो हन्‍मि कण्‍ववज्‍जमदग्‍निवत् ।
अगस्‍त्‍यस्‍य ब्रह्मणा सम् पिनष्‍म्‍यहङ् क्रिमीन् ॥

– અથર્વવેદ, કાંડ ૨, સૂક્ત ૩૨, ખંડ ૩

અર્થ : ઋષિ કહે છે, હે કૃમિઓ (રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુઓ) ! અત્રિ, કણ્‍વ અને જમદગ્‍નિ આ ઋષિઓએ જે પ્રમાણે તમારો નાશ કર્યો, તે પ્રમાણે હું પણ તમારો નાશ કરીશ. અગસ્‍ત્‍ય ઋષિના મંત્રથી હું ‘રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુ ફરીવાર વૃદ્ધિ પામે નહીં’, તેવી વ્‍યવસ્‍થા કરીશ.

મંત્ર ક્ર. ૨

પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજીએ કહેલો વિષાણુનાશક મંત્ર

हतासो अस्‍य वेशसो हतासः परिवेशसः ।
अथो ये क्षुल्लका इव सर्वे ते क्रिमयो हताः ॥

– અથર્વવેદ, કાંડ ૨, સૂક્ત ૩૨, ખંડ ૫

અર્થ : આ કૃમિઓનું (રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુઓનું) ઘર નષ્‍ટ થયું, તે ઘર પાસેનું ઘર નષ્‍ટ થયું અને જે નાના-નાના બીજરૂપમાં હતા તે પણ નષ્‍ટ થયા.

મંત્ર ક્ર. ૩

મંત્ર-ઉપચાર તજ્‌જ્ઞ ડૉ. મોહન ફડકે, પુણે એ કહેલો શ્‍વસનસંસ્‍થાના સર્વ વિકારો પર ઉપયુક્ત મંત્ર (૬ વાર ૐકાર ધરાવનારો ગાયત્રી મંત્ર)
સૂર્યદેવતાની પ્રતિમા
  ॐ भूः । ॐ भुवः । ॐ स्‍वः । ॐ तत्‍सवितुर्वरेण्‍यम् । ॐ भर्गो देवस्‍य धीमहि । ॐ धियो यो नः प्रचोदयात् ॥  – ઋગ્‍વેદ, મંડળ ૩, સૂક્ત ૬૨, ઋચા ૧૦

અર્થ : દેદીપ્‍યમાન ભગવાન સવિતા (સૂર્ય) દેવના આ તેજનું અમે ધ્‍યાન ધરીએ છીએ. તે (તેજ) અમારી બુદ્ધિને પ્રેરણા આપે.

આ મંત્ર સનાતન ચૈતન્‍યવાણી ઍપ પર પણ ઉપલબ્‍ધ છે.

Leave a Comment