ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ

૧. પ્રાચીન ગણપતિ મંદિરનો ઇતિહાસ

ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ ૫,૫૦૦ વર્ષ
પહેલાં ‘સિદ્ધિવિનાયક’ ગણપતિનું પોતે પૂજન કર્યું હોવું

ગણપતિપુરા સ્થિત મંદિરમાંના સિદ્ધિવિનાયકના દર્શન લેતી વેળાએ શ્રીચિત્તશક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

‘ગુજરાત રાજ્યની રાજધાની કર્ણાવતીથી ૫૦ કિ.મિ. દૂર અંતરે ‘ગણપતિપુર’ નામક ગામ છે. તે ઠેકાણે ગુજરાતનું સૌથી વધારે પ્રાચીન સ્વયંભૂ ગણપતિનું મંદિર છે. આ મંદિરના પૂજારીએ અમને કહ્યું, ‘‘૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે. આ ગણપતિનું નામ ‘સિદ્ધિવિનાયક’ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ ગણપતિની પૂજા કરતા હતા. તેથી પહેલાં આ સ્થાનને ‘ગણેશ દ્વારકા’ એવું કહેવામાં આવતું. જે સમયે પાંડવો શ્રીકૃષ્ણને મળવા દ્વારકા જતા, ત્યારે પ્રત્યેક સમયે આ ગણપતિના દર્શન લઈને જ આગળ જતા.’’

એક ખેડૂતને ખેતર ખેડતી વેળાએ સ્વયંભૂ ગણપતિની મૂર્તિ
મળીને તે મૂર્તિની સ્થાપના થઈને તે સ્થાનને ‘ગણપતિપુરા’ એવું નામ પડવું

કળિયુગમાં અનેક વર્ષ સુધી આ મંદિર વિશે કોઈને જ જાણ નહોતી. ૮૮ વર્ષ પહેલાં કર્ણાવતી નજીક રહેલા ‘કોટ’ નામક ગામમાં એક ખેડૂતને ખેતર ખેડતી વેળાએ સ્વયંભૂ ગણપતિની મૂર્તિ મળી. તે મૂર્તિ જમણી સૂંઢ ધરાવનારી હતી. આ મૂર્તિના કાનમાં કુંડલ, પગમાં સોનાના કડા, તેમજ માથા પર મુગટ અને કમર પર કટિમેખલા પણ હતી. આ મૂર્તિ મળ્યા પછી થોડા સમયમાં જ આસપાસના અનેક ગામોમાંથી લોકો ભેગા થયા અને પ્રત્યેકને લાગવા માંડ્યું, ‘આ મૂર્તિની સ્થાપના પોતાના ગામમાંના મંદિરમાં થવી જોઈએ.’ ત્યાર પછી સર્વસંમતિથી એક બળદવિહોણા ગાડામાં મૂર્તિ મૂકવામાં આવી. મૂર્તિ મૂક્યા પછી ગાડું તરત જ ચાલવા લાગ્યું. પછી તે જે ઠેકાણે થોભ્યું, તે સ્થાન પર ગણપતિની મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી. ત્યાર પછી તે સ્થાન પર મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ સ્થાનનું નામ ‘ગણપતિપુરા ’  આ રીતે પડ્યું. આ મૂર્તિને ઘી અને સિંદૂરનો લેપ લગાડ્યો હોવાથી મૂર્તિનો રંગ સિંદૂરીયો છે.

 

   ૨. ‘ગણપતિપુરા’ સ્થિત ગણેશમૂર્તિ જેવી
ચાંદીની ત્રણ મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવી !

‘ગણપતિપુરા’ સ્થિત પથ્થરની ગણેશમૂર્તિ જેવી મૂર્તિ બનાવીને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના જન્મોત્સવ સમયે રામનાથી આશ્રમમાં તેમની સ્થાપના કરવાની હતી. પરંતુ આટલા ઓછા સમયગાળામાં પથ્થરની મૂર્તિ કંડારવી સંભવ ન હોવાથી અસ્થાયીરૂપથી ‘ગણપતિપુરા’ સ્થિત ગણેશમૂર્તિ જેવી ચાંદીની ત્રણ મૂર્તિઓ ઘડાવવામાં આવી. આ ત્રણ મૂર્તિઓંથી એક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં અને શેષ ૨ મૂર્તિઓ સદગુરુ દ્વયી (શ્રીચિત્તશક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ)ને આપવામાં આવી ! બન્ને સદગુરુઓને આપવામાં આવેલી મૂર્તિને તેઓ શિવજીના આત્મલિંગની જેમ ‘આત્માર્થ ગણેશ’ના રૂપમાં જોશે.

 સંકલક : શ્રી. વિનાયક શાનભાગ, ચેન્નઈ, તામિલનાડુ. (૩૦.૩.૨૦૧૯)

Leave a Comment