૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્‍થાન શ્રી વિશાલ ગણપતિ !

Article also available in :

કેવળ મહારાષ્‍ટ્રના જ નહીં, જ્‍યારે અખિલ ભારતવર્ષના આરાધ્‍યદેવ શ્રી ગણેશ !

નગર શહેરના ગ્રામદેવતા એવા માળીવાડામાંના શ્રી સિદ્ધિવિનાયક વિશાલ ગણપતિનું મંદિર અત્‍યંત જાગૃત તીર્થસ્‍થાન છે અને આ મંદિર ૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ભક્તગણની મનોકામનાઓ પૂર્ણ કરનારા આ દેવની અને મંદિરની ખ્‍યાતિ દૂર સુધી ફેલાયેલી છે. નામ પ્રમાણે જ આ મૂર્તિ સાડા અગિયાર ફૂટ ઊંચી છે અને તે પૂર્વાભિમુખ અને જમણી સૂંઢવાળી છે. મૂર્તિની નાભિ પર ફેણ ધરાવતો નાગ છે અને મસ્‍તક ઉપરની પાઘડી એ પેશવાના સમયની છે.

વિશાલ ગણપતિના દર્શન કરવા માટે સેંકડો ભક્તગણ પ્રતિદિન મંદિરમાં આવે છે. ગણેશોત્‍સવ, ગણેશ જયંતી, ગુરુપૂર્ણિમા, સાવતા મહારાજ જયંતી આ ઉત્‍સવો અહીં મોટા પાયા પર ઊજવવામાં આવે છે. જૂનું મંદિર લાકડામાં કોતરકામ કરીને બાંધવામાં આવેલું હતું. તે મંદિર પ્રાચીન અને સુંદર હતું. ગયા ૨૩ વર્ષોથી આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે અને હવે તે લગભગ પૂર્ણ થવા આવ્‍યું છે.

સનાતનના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ ગત ૪ વર્ષોથી પણ અધિક સમય સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને પ્રાચીન મંદિરો, વાસ્‍તુઓ, ગઢ અને સંગ્રહ કરેલી વસ્‍તુઓનાં છાયાચિત્રોનો સંગ્રહ કરી રહ્યા છે. તેથી જ આપણને આ પ્રાચીન મંદિરો, વાસ્‍તુઓ આદિના ઘરબેઠાં દર્શન થાય છે. તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ !

 

સંગીત અને નૃત્‍યમાં પ્રવીણ એવા શ્રી ગણપતિ

સ્‍વરબ્રહ્મનો આવિષ્‍કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્‍વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્‍તોત્રમાના અનેક શ્‍લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્‍પષ્‍ટ થાય છે. સંત જ્ઞાનેશ્‍વર, સંત નામદેવ, સમર્થ રામદાસ સ્‍વામી આદિની કાવ્‍યરચનાઓમાંથી પણ ગણેશજીનો સંગીત સાથેનો નજીકનો સંબંધ ધ્‍યાનમાં આવે છે. નર્તક સ્‍વરૂપ ધરાવતી ગણેશની મૂર્તિઓ પણ મળી આવે છે. સુવર્ણ દેહકાંતિ ધરાવતા આ ગણપતિને આઠ હાથ છે અને તેમનો ડાબો પગ પદ્માસનમાં છે, જ્‍યારે જમણો પગ અધ્‍ધર છે.

મધ્‍વ મુનિશ્‍વરે શ્રી ગણેશની નૃત્યસંપદા વિશેના મહત્ત્વનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે. આવો ગણેશ મંગલમૂર્તિ | પતિત પાવન દીનદયાળુ | ત્રિભુવનમાં ગાજે આપની નિર્મળ ખ્‍યાતિ | કીર્તનના રંગે નૃત્‍ય કરનારા મેળવીને સંગીતનો સાથ || ગણેશનું નૃત્‍ય નિહાળીને ગંધર્વ-અપ્‍સરાઓ પણ લજ્‍જિત થઈ જાય છે, એવું કહેતી વેળા કવિ મોરોપંતે શ્રી ગણેશનું મનોહારી રૂપ શબ્‍દસંપત્તિ અને કલ્‍પનાના સૌંદર્ય દ્વારા શ્રેષ્‍ઠ રીતે ચિતાર્યું છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘ શ્રી ગણપતિ ’

Leave a Comment