તામિલનાડુના મુખ્‍ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્‍વયંભૂ શ્રી ગજાનન મંદિર !

Article also available in :

સ્‍વયંભૂ શ્રી ગજાનનની ચૈતન્‍યમય મૂર્તિ

‘પિળ્‍ળૈયારપટ્ટી (‘પિળ્‍ળૈયાર’ એટલે તામિલ ભાષામાં  શ્રી ગજાનન) એ અહીંનું સ્‍વયંભૂ ગજાનનનું મંદિર  છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્‍ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્‍લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્‍યું છે. ગજાનનનો આકાર ડુંગરમાંથીજ નિર્માણ થયો છે. મંદિરની પાછળ જઈએ ત્‍યારે આ ડુંગરના આપણને દર્શન થાય છે. ગણેશજીના સ્‍વયંભુ આકારના રહસ્‍યનો સમયગાળો કોઈને પણ જ્ઞાત નથી. આ ગણેશજીના જમણા હાથમાં શિવલિંગ પકડેલું જણાઈ આવે છે. સામાન્‍ય રીતે શ્રી ગણેશજીને ૪ હાથ હોય છે. આ સ્‍વયંભૂ મૂર્તિને કેવળ ૨ હાથ છે. મૂર્તિની પાછળ ડુંગરમાંજ એક શિવપિંડી પણ આપમેળે તૈયાર થયેલી છે; પરંતુ આપણને આ શિવપિંડીના દર્શન કરવાનું શક્ય થતું નથી.

સ્‍વયંભૂ શ્રી ગણેશજીનું મંદિર અને મંદિર સામે આવેલું પવિત્ર તળાવ

Leave a Comment