સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા !

Article also available in :

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

ગંગટોક – સિક્કિમની રાજધાની ગંગટોકથી ૬ કિલોમીટરના અંતરે આવેલા હિમાલય પર્વતોની તળેટીમાં ‘ગણેશ ટોક’ નામનું પવિત્ર સ્‍થાન વસેલું છે. અહીં શ્રી ગણેશનું એક સુંદર મંદિર છે. આ મંદિરમાં અષ્‍ટવિનાયકોની પણ મૂર્તિઓ છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના એક આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે સપ્તર્ષિની આજ્ઞાથી ૨૧.૩.૨૦૨૨ના દિવસે સિક્કિમ રાજ્યમાં આવેલા આ ‘ગણેશ ટોક’ મંદિરની ભેટ લીધી અને દર્શન કર્યાં.

શ્રી ગણેશના ભાવપૂર્ણ દર્શન કરતી વેળા શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

 

‘ગણેશ ટોક’ મંદિર વિશેની માહિતી

સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ મંદિરની શ્રી ગણેશની મૂર્તિ

 

સિક્કિમમાંનું ‘ગણેશ ટોક’ મંદિર

વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્‍ચ પદ ધરાવતા અધિકારી શ્રી અપ્‍પાજી પંત જે મૂળના મહારાષ્‍ટ્રના હતા, તેમની સિક્કિમ રાજ્‍યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્‍પાજી પંત એ ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્‍વરના ભક્ત હતા. વર્ષ ૧૯૫૩માં તેમને એક સ્‍વપ્નદ્રષ્‍ટાંત થયો હતો. સ્‍વપ્નમાં તેમને ગુફામાં રહેલા શ્રી ગણેશના દર્શન થયાં. તેમણે તે સ્‍થાનની શોધખોળ કરી ત્‍યારે તેમને અત્‍યારનું ‘ગણેશ ટોક’ જ્યાં છે તે સ્થાને રહેલી ગુફામાં શ્રી ગણેશના સાક્ષાત દર્શન થયા. તે ગુફાના ઠેકાણે તેમણે સ્‍થાનિક લોકોને શ્રી ગણેશની પૂજા કરવાની પ્રથા ચાલુ કરાવી. ગુફામાં જવા માટે જગ્‍યા ઘણી અલ્‍પ હતી. વર્ષ ૨૦૦૭માં ભારતીય સેનાએ ગુફાની જગ્‍યાએ એક મંદિરનું નિર્માણ કરીને તેમાં શ્રી ગણેશની મૂર્તિની પ્રતિષ્‍ઠાપના કરી. અહીં ૫૦૦ પગથિયાં ચઢીને દર્શન કરવા માટે જવું પડે છે. અહીં પૂજા માટે નેપાળના વૈદિક બ્રાહ્મણો હોય છે.

શ્રી. વિનાયક શાનભાગ

‘ગણેશ ટોક’ મંદિરમાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ‘હે ગણેશજી, હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનામાંની સર્વ અડચણો આપ દૂર કરશો અને આ પવિત્ર ભરતભૂમિનું આપ રક્ષણ કરશો’, એવી ભાવપૂર્ણ પ્રાર્થના કરી. – શ્રી.  વિનાયક શાનભાગ

Leave a Comment