દાસબોધ

૧. સમર્થ રામદાસ સ્‍વામી

સમર્થ રામદાસ સ્‍વામી

સમર્થ રામદાસ સ્‍વામીનો જન્‍મ એપ્રિલ, વર્ષ ૧૬૦૮માં શ્રીરામ નવમીના દિવસે જાલના જિલ્‍લાના જાંબ ગામમાં મહારાષ્‍ટ્ર ખાતે થયો. વર્ષ ૧૬૮૨માં તેમણે દેહત્‍યાગ કર્યો. સમર્થ રામદાસ સ્‍વામીનું મૂળ નામ ‘નારાયણ સૂર્યાજીપંત કુલકર્ણી (ઠોસર)’ હતું. તેમના પિતાજીનું નામ સૂર્યાજીપંત ઠોસર હતું. સમર્થ રામદાસ સ્‍વામીના ઉપાસ્‍ય દેવતા શ્રીરામ અને હનુમાનજી હતા. સમર્થ રામદાસે પરમાર્થ, સ્‍વધર્મનિષ્‍ઠા અને રાષ્‍ટ્રપ્રેમનો પ્રચાર સંપૂર્ણ મહારાષ્‍ટ્રમાં કરીને સમાજ સંગઠનનું કાર્ય કર્યું. તેઓ છત્રપતિ શિવાજી મહારાજજીના ગુરુ હતા.

 

૨. સમર્થ રામદાસ સ્‍વામીની રચનાઓ

સમર્થ રામદાસ સ્‍વામીએ સમાજનું પ્રબોધન કરનારી પુષ્‍કળ રચનાઓ કરી છે અને તેમાંની કેટલીક રચનાઓ દાસબોધ, શ્રીરામ સ્‍તુતિ, હનુમાન સ્‍તુતિ, મનના શ્‍લોક, કરુણાષ્‍ટકો, મારુતિ સ્‍તોત્ર ઇત્‍યાદિ છે. દાસબોધ ગ્રંથ સમર્થ રામદાસ સ્‍વામીની રચના છે. રામદાસ સ્‍વામીના શિષ્‍ય કલ્‍યાણ સ્‍વામીએ તેનું લખાણ કર્યું છે. રાયગઢ જિલ્‍લાના શિવથર ઘળ ખાતે સદર લેખન કાર્ય થયું.

 

૩. દાસબોધ ગ્રંથનું વર્ણન

રામદાસ સ્‍વામી અને તેમના શિષ્‍ય કલ્‍યાણ સ્‍વામી (દાસબોધ લખતી વેળાએ)

દાસબોધ આ ગ્રંથ કુલ ૨૦ દશકોમાં વિભાજિત છે અને પ્રત્‍યેક દશકમાં ૧૦ સમાસ છે. દાસબોધના એક એક સમાસ એટલે જાણે કેમ એક એક માનવીના જન્‍મનું ભાથું પુરવાર થાય, એટલો ઓતપ્રોત સંદેશ તેમાં ભરેલો છે.

સમર્થ રામદાસ સ્‍વામીએ દાસબોધનું વર્ણન નીચે આપ્‍યા પ્રમાણે કર્યું છે.

भक्तांचेनि साभिमानें। कृपा केली दाशरथीनें।
समर्थकृपेचीं वचनें। तो हा दासबोध ॥श्रीराम॥
वीस दशक दासबोध। श्रवणद्वारें घेतां शोध।
मनकर्त्यास विशद। परमार्थ होतो ॥श्रीराम॥
वीस दशक दोनीसें समास। साधकें पाहावें सावकास।
विवरतां विशेषाविशेष। कळों लागे ॥श्रीराम॥
ग्रंथाचें करावें स्तवन। स्तवनाचें काये प्रयोजन।
येथें प्रत्ययास कारण। प्रत्ययो पाहावा ॥श्रीराम॥
॥ जय जय रघुवीर समर्थ ॥
દશક પહેલું સ્‍તવન
દશક બીજું મૂર્ખલક્ષણો
દશક ત્રીજું સ્‍વગુણપરીક્ષા
દશક ચોથું નવવિધાભક્તિ
દશક પાંચમું મંત્ર
દશક છઠ્ઠું દેવશોધન
દશક સાતમું ચૌદ બ્રહ્મો
દશક આઠમું જ્ઞાનદશક-માયોદ્ભવ
દશક નવમું ગુણરૂપ
દશક દસમું જગજ્‍જોતિ
દશક અગિયારમું ભીમદશક
દશક બારમું વિવેકવૈરાગ્‍ય
દશક તેરમું નામરૂપ
દશક ચૌદમું અખંડધ્‍યાન
દશક પંદરમું આત્‍મદશક
દશક સોળમું સપ્‍તતિન્‍વય
દશક સત્તરમું પ્રકૃતિપુરુષ
દશક અઢારમું બહુજિનસી
દશક ઓગણીસમું શિખામણ
દશક વીસમું પૂર્ણ
સંદર્ભ : સંકેતસ્‍થળ

તે સમયની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે દાસબોધ ગ્રંથ કડવું ગેય-છંદમાં નિબદ્ધ હોવા છતાં, તેના ભણી કાવ્‍યગ્રંથ તરીકે જોઈ શકાતું નથી. મારી દૃષ્‍ટિએ શ્રી સમર્થના વિવિધ વિષયો પરની પારંપારિક ભાષામાંના આ નિબંધો છે. ચતુર્દશ બ્રહ્મ, માયા, શુદ્ધ જ્ઞાન, સૃષ્‍ટિવિચાર, દ્વૈત કલ્‍પના નિરસન, ત્રિવિધ તાપ, સત્વ, રજ, તમોગુણ-વિચાર, નવવિધાભક્તિ, વૈરાગ્‍ય, ગુરુલક્ષણ, શિષ્‍યલક્ષણ, વિરક્તલક્ષણ, મૂર્ખલક્ષણ, પઢતમૂર્ખલક્ષણ, ચાતુર્યલક્ષણ, બદ્ધમુમુક્ષુ-સાધક-સિદ્ધ લક્ષણો, પ્રકૃતિ-પુરુષવિચાર, ચત્‍વાર દેવ નિરૂપણ, વિવેક નિરૂપણ, મહંતલક્ષણ, રાજકારણ, નિઃસ્‍પૃહતા, કથા-કીર્તન, ઉપાસના, આત્‍મારામ, ઉત્તમ પુરુષ, જનસ્‍વભાવ, બુદ્ધિવાદ, પ્રયત્નવાદ, લેખનકળા ઇત્‍યાદિ વિવિધ વિષયોનો ઊહાપોહ સદર ગ્રંથમાં કરેલો દેખાય છે.

તત્વજ્ઞાન અનુસાર જગદ્‌ગુરુ આદિશંકરાચાર્ય, સંતસમ્રાટ શ્રી જ્ઞાનેશ્‍વર મહારાજ ઇત્‍યાદિ ભાગવતધર્મીઓ, સર્વ સંતો અને શ્રી સમર્થ રામદાસસ્‍વામી આ સર્વેનો અદ્વૈત સિદ્ધાંત જ છે અને પ્રસ્‍તુતામાંના વિષયવસ્‍તુનો ભેદ (ફેર) જતો કરીએ તો સર્વ સિદ્ધાંતોની એકરૂપતા જોવા મળે છે. સદર અદ્વૈત તત્વજ્ઞાન અને ભક્તિપંથી સાધના-પદ્ધતિ સિવાય ઘણાં વિષયોનો દાસબોધમાં સમાવેશ થયેલો હોવાનું ઉપરોક્ત સૂચિ પરથી દેખાઈ આવે છે અને વહેવારના પ્રથમ સોપાનથી પરમાર્થની અંતિમ સ્‍થિતિ સુધી બધું જ આમાં સમાયેલું છે, એમ કહ્યા વિના રહી શકાતું નથી. સરવાળે જોઈએ તો સમર્થ જેટલા વિવિધ વિષયો પર લખાણ કર્યું છે, તેટલા વિષયો પર મહર્ષિ વેદવ્‍યાસ સિવાય અન્‍ય કોઈએ લખ્‍યું નથી, એવો જાણકારોનો મત છે. – સ્‍વામી ગોવિંદદેવગીરી (મહારાજ)

 

દાસબોધ  ગ્રંથનો મુખ્‍ય વિષય

‘येथे बोलिला विशद । भक्तिमार्ग ॥’

એવું સમર્થ રામદાસ સ્‍વામીએ જ ગ્રંથના આરંભમાં કહ્યું હોવાથી આ ગ્રંથનો મુખ્‍ય વિષય ‘ભગવદભક્તિ’ છે, આ વાત સ્‍પષ્‍ટ જ છે. સમર્થનો સ્‍થાયીભાવ પ્રમુખતાથી ‘દાસ્‍યભક્તિ’ હોવાથી ‘પ્રભુ રામચંદ્રના દાસે તેમના શિષ્‍યોને કરેલો બોધ એટલે ઉપદેશ’, આ તો દાસબોધ શબ્‍દનો અર્થ છે જ; પણ ‘શ્રીરામનું દાસ્‍ય કરનારા ભક્તોને કરેલો ઉપદેશ’, એવો પણ તેનો અર્થ છે. આ ગ્રંથ અને સંપ્રદાયમાં ભક્તિ એ શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાનના આધાર પર ઊભી છે અને ભાગવતમાંની ભક્તિપ્રક્રિયાથી તેનો શણગાર સજાયેલો છે. આ ભક્તિનો પ્રપંચ સાથે કેવળ અવિરોધ હોવાને બદલે પ્રપંચ (સંસાર) યોગ્‍ય રીતે કરવાનો આગ્રહ છે. ઉત્‍કટ ભક્તિથી પરમાર્થ કેવી રીતે કરવો, તેનું જે પ્રમાણે માર્ગદર્શન આમાં છે, તેવી જ રીતે દક્ષતાથી પ્રપંચ યશસ્‍વી કેવી રીતે બનાવવો, તેનાં પણ સર્વ સૂત્રો સદર ગ્રંથમાં ઉપલબ્‍ધ છે. પ્રપંચ હોય કે પરમાર્થ, બન્‍ને સ્‍તર પર સમર્થ પ્રયત્નવાદના પ્રખર પુરસ્‍કર્તા અને દૈવવાદના ખંડનકર્તા છે. ‘પ્રયત્નને જ ભગવાન માનવા’, એમ કહીને તેમણે પ્રયત્નવાદને પરમેશ્‍વરી સ્‍તર પર માન્‍યતા આપી અને ‘અચૂક પ્રયત્ન કરવો’, એમ કહીને પ્રયત્નવાદનું મર્મ પણ કહ્યું. વિવેક અને વૈરાગ્‍ય આ સમર્થ-વિચારોના પ્રિય સંગાથી છે અને પ્રયત્ન, પ્રતીતિ તેમજ પ્રબોધ આ ત્રિસૂત્રીથી સદર ગ્રંથમાં સમગ્ર માનવી જીવનનું વિજ્ઞાન જ સાકાર કરવામાં આવ્‍યું છે.’

– શ્રી જ્ઞાનેશ્‍વરપદાશ્રિત, સ્‍વામી ગોવિંદદેવગીરી (મહારાજ)
સંદર્ભ : દાસબોધ (ગદ્ય રૂપાંતર સહિત), ગીતાપ્રેસ, ગોરખપૂર.

Leave a Comment