સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ

‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્‍ય મંદિર ધ્‍વસ્‍ત કર્યું. ત્‍યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્‍યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્‍ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્‍ય સમારંભ દ્વારા કરવામાં આવી, તેનો રોમહર્ષક અહેવાલ !

ખરૂં જોતાં પરકીય આક્રમકોએ ધ્‍વસ્‍ત કરેલા મંદિરને ફરીવાર બાંધવું એ સ્‍વતંત્ર હિંદુસ્‍થાનની સરકારનું કર્તવ્‍ય છે ! ૧૫ ઑગસ્‍ટ ૧૯૪૭ના દિવસે દુર્દૈંવથી વિભાજન થઈને ખંડિત હિંદુસ્‍થાન સ્‍વતંત્ર બન્‍યો. ૩૧ ઑક્‍ટોબર ૧૯૪૭ના દિવસે તાત્‍કાલિન કેંદ્રિય મંત્રી ન.વિ. ગાડગીળ અને ગૃહમંત્રી સરદાર વલ્‍લભભાઈ પટેલે ભગ્‍ન સોમનાથ મંદિરની મુલાકાત લઈને મંદિરને પૂર્વવત્ બાંધવાની ઘોષણા કરી. તાત્‍કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જેટલો બને તેટલો મંદિર બાંધવા માટે વિરોધ કર્યો. એમ ભલે હોય, તો પણ અનેક અડચણો પર માત કરીને મંદિર બંધાવવા માટેના વિશ્‍વસ્‍ત (ટ્રસ્‍ટી) મંડળે વર્ષ ૧૯૬૫માં બાંધકામ પૂર્ણ કર્યું. ગુરુવાર, ૧૩ મે ૧૯૬૫ના દિવસે સોમનાથ મંદિરની પ્રતિષ્‍ઠાપના થઈ. સદર રોમહર્ષક પ્રસંગનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ પોતે (કૈ.) ન.વિ. ગાડગીળે ૧૩ જૂન ૧૯૬૫ના ‘દૈનિક કેસરી’માં એક લેખ લખીને પ્રકાશિત કર્યો !

 

૧. જૂનાગઢ શહેર સ્વતંત્ર થવું

૨૬ ઑક્‍ટોબરના દિવસે સામળદાસ ગાંધીના નેતૃત્‍વ હેઠળ કાઢેલા ભવ્‍ય સૈન્‍ય મોર્ચાને કારણે જૂનાગઢ શહેરમાં પ્રજા સ્‍વતંત્ર થઈ અને તે સમયે સામળદાસ ગાંધીએ કેંદ્રસરકારની સલાહ પ્રમાણે તાત્‍પુરતા રાજ્‍યકારભારનાં સૂત્રો હાથમાં લીધાં. સરદાર વલ્‍લભભાઈએ પોતે જૂનાગઢ જઈને ત્‍યાંની પ્રજાની મુલાકાત લેવાનું પછીથી નક્કી કર્યું હતું. તે રીતે તેઓ અને તેમના કહેવાથી હું (ન.વિ. ગાડગીળ) ૩૧ ઑક્‍ટોબર ૧૯૪૭ના દિવસે વિમાનથી રાજકોટ અને ત્‍યાંથી કેશોદ થઈને ૧ નવેંબર ૧૯૪૭ ની પરોઢિયે નીકળીને સોમનાથ મંદિરના પરિસરની મુલાકાત લીધી હતી. મંદિર તો ધ્‍વસ્‍ત થયું હતું અને ગર્ભઘરમાં આકાશમાંથી સૂર્યચંદ્રને મૂર્તિવિરહિત રહેલું તે સ્થાન લગભગ સહસ્રો વર્ષો પછી જોવાની સંધિ મળી રહી હતી. અનંત વિચારો તે સમયે મારાં મગજમાં આવ્યા.

 

૨. સોમનાથની પ્રતિષ્‍ઠાપનાનો  નિર્ણય

મેં સરદારને (સરદાર વલ્‍લભભાઈ પટેલને) કહ્યું, ‘‘આ સોમનાથનું મંદિર ! હવે ભારત સ્‍વતંત્ર થયો છે, તેથી ફરી બાંધવું. તેનું પુનર્નિર્માણ થાય, રાષ્‍ટ્રનું, નાગરિકોનું, તેમના આરાધ્‍ય દેવતાઓનું !’’

સરદાર વલ્‍લભભાઈએ કહ્યું, ‘‘પસંદ છે.’’ ત્‍યારે મેં કહ્યું, ‘‘તો પછી ઘોષણા કરીએ ? તે પણ સરકાર વતી કરું ?’’

સરદાર વલ્‍લભભાઈએ કહ્યું, ‘‘કર.’’ પછી હું મંદિરના જીર્ણ મહાદ્વાર નજીક આવ્‍યો. તે મહાદ્વારની કેવળ ચોખટ ઊભી હતી. અન્‍ય સર્વ નષ્‍ટ થયું હતું અને સો-દોઢસો માણસો ત્‍યાં ભેગા થયા હતા. બારણાના ઉંબરા પર ઊભો રહ્યો અને હિંદીમાં બોલ્‍યો, ‘‘ભારત અનેક શતકો પછી સ્‍વતંત્ર થયો છે. હવે લોકોનું રાજ આવ્‍યું છે. અમે વિનાશ સર્જવા માટે સત્તાધીશ બન્‍યા નથી. નિર્મિતિ માટે સત્તારૂઢ થયા છીએ. ‘ભારત સરકારે આ મંદિર ફરીવાર બાંધવાનું નક્કી કર્યું છે’, એવું હું ભારત સરકાર વતી ઘોષિત કરું છું.’’ તાળીઓનો ગડગડાટ થયો. ‘જય સોમનાથ’ અવાજથી સઘળો પરિસર ગાજી ઊઠ્યો. આ સમયે અમારી સાથે યદુવંશીય જામસાહેબ હતા. તેમણે ઘોષિત કર્યું, ‘‘આ કામ માટે હું ૧ લાખ રૂપિયા આપું છું !’’

ત્‍યાંથી પછી ૧ ફર્લાંગ દૂર આવેલા અહલ્‍યાબાઈ હોળકરે બાંધેલા સોમનાથ મંદિરના પરિસરમાં ગયો. ત્‍યાં સભા હતી. તે માટે ૧ સહસ્ર કરતાં વધારે લોકો ભેગા થયા હતા. વલ્‍લભભાઈએ ત્‍યાં ઘોષણા કરી, ‘‘આ સુપ્રભાતે કાકાના મનમાં એક શુભવિચાર આવ્‍યો છે. મારો પણ તેને ટેકો છે. આ મંદિરનું પુનરુત્‍થાન, પુનર્નિર્માણ અમે કરવાના છીએ. લોકોએ તે માટે સહાયતા કરવી.’’ ફરીવાર ‘જય સોમનાથ’નો જયકાર થયો અને ૧૫ મિનિટમાં ૩ લાખ રૂપિયાનું અર્પણ ઘોષિત થયું.

 

૩. મંદિર જીર્ણોદ્ધાર માટે કોણે અને કેવી રીતે આડોડાઈ કરી ?

ત્‍યાંથી પછી દેહલી ખાતે ગયો. મંત્રીમંડળ પાસે યોજના કહી સંભળાવી. તેનો સ્‍વીકાર થયો. મરહૂમ મૌલાના આઝાદની ઇચ્‍છા ‘મંદિરનું સમારકામ થાય, નવું બાંધવું નહીં’, એવી હતી. ‘જૂનાં ભગ્‍નાવશેષ રાખવામાં પ્રક્ષુબ્‍ધતા નિર્માણ થનારી ઘોષણાઓ થશે; તેથી પહેલાં જેવું હતું તેવું જ બાંધીશું. આબેહૂબ બાંધીશું.’, એવું મેં આશ્‍વાસન આપ્‍યું. આગળ પાકિસ્‍તાની સમાચારપત્રોમાં મિયાભાઈઓએ ઘોષણા કરી, ‘અમે બાંધવા દઈશું નહીં. પાડી નાખીશું ! અમારામાં ઘણાં મહંમદ ગઝની છે.’ ત્‍યાર પછી નહેરુ ગાંધીને મળ્યા. ગાંધીએ મને બોલાવ્‍યો અને કહ્યું, ‘‘લોકોએ આમાં સહભાગી થવું, એવું તને લાગે છે ને ! તો પછી બધું જ સરકારી સ્‍તર પર રાખવાને બદલે, તે જનતાએ કરવું એવું મને લાગે છે.’’

ત્‍યાર પછી અમે એક વિશ્‍વસ્‍ત મંડળની નિમણુક કરી. તેમાં હું, જામસાહેબ, બિર્લાજી, સૌરાષ્‍ટ્ર શાસનનો એક પ્રતિનિધિ, મુનશી અને જૂનાગઢનો એક પ્રતિનિધિ આ રીતે સભાસદ બન્‍યા. સરદાર (પટેલ) જીવિત હતા ત્‍યાં સુધી અર્થાત્ ડિસેંબર ૧૯૫૦ સુધી અમે ૪૦ લાખ રૂપિયા ભેગા કર્યા. શિલ્‍પ સંબંધમાં સલાહકાર સમિતિની સ્‍થાપના કરવામાં આવી અને તે ભારત સરકારના નિયંત્રણ હેઠળ હતી. હું ભારત સરકારના પ્રતિનિધિ તરીકે વિશ્‍વસ્‍ત મંડળમાં હતો અને મંત્રીપદ સમાપ્‍ત થયા પછી મેં ત્‍યાગપત્ર આપ્‍યો; પણ ભારત સરકારે મને જ પ્રતિનિધિ તરીકે રહેવા કહ્યું; તેથી આજે પણ હું પ્રતિનિધિ તરીકે વિશ્‍વસ્‍ત મંડળમાં છું.

 

૪. મંદિરનું બાંધકામ ચાલુ થઈને તે પૂર્ણ થવું

મંદિર જૂના શિલ્‍પ પ્રમાણે બાંધવું; એટલા માટે સોમનાથ ગામના સોમપુરા જાતિના લોકોએ ‘જેવું હતું તેવું જ બાંધી દઈશું’ એમ કહેવડાવ્‍યું અને ભગ્‍ન મંદિરનો નક્‍શો ‘શંકર પ્રાસાદ’ જેવો છે અને તેમાં ભગ્‍ન મંદિરના પરિસરમાં ક્યાં ખોદવાથી શું મળશે ? તેનો અંદાજ આપ્‍યો. તે સાચો પુરવાર થયો. પછી તે જ જાતિમાંના એક અભિયંતા (ઇજનેર) હતા. તેમને સલ્‍લાગાર તરીકે નિમવામાં આવ્‍યા અને તેમની સલાહ પ્રમાણે કામ ચાલુ થયું.

વર્ષ ૧૯૫૧માં ચબુતરો, ગર્ભગૃહ બાંધીને પૂરું થયું અને શિવલિંગની પ્રતિષ્‍ઠાપના થઈ. ૯ ફૂટ લાંબુ અને ૬ ફૂટનો ઘેર ધરાવતું શિવલિંગ સિદ્ધ (તૈયાર) કરવામાં આવ્‍યું અને ‘તેની પ્રતિષ્‍ઠાપના રાષ્‍ટ્રપતિ ડૉ. રાજેંદ્રપ્રસાદ દ્વારા થવી’, એવું નક્કી થયું. તે પ્રતિષ્‍ઠાપનાના કાર્યક્રમ માટે ભારત બહારની અનેક નદીઓનું જળ અને મૃત્તિકા (માટી) પણ મગાવવામાં આવ્‍યા હતા. મુનશીએ ચીનમાંની નદીઓનું પાણી અને મૃત્તિકા મગાવી, જે ડૉ. પણ્‍ણીકરે મોકલી આપી.

 

૫. સોમનાથ મંદિર બાંધ્‍યું હોવાની જાણ થતાં જ નહેરુ ગુસ્‍સે થવા

આ બધું જોઈને નહેરુ રોષે ભરાયા અને તેમનો નિધર્મી આત્‍મા કોપાયમાન થયો ! મુનશીને તેમણે પત્ર લખીને ખુલાસો માગ્‍યો. મુનશીએ મને પૂછ્‌યું. મેં તેમને કહ્યું કે ‘તમે પંડિતજીને લખો કે આ બધું ગાડગીળ જુએ છે. પછી હું તેમને ઉત્તર આપીશ !’ મેં રાજેંદ્રબાબુને (તાત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડૉ. રાજેંદ્ર પ્રસાદ) નિમંત્રણ આપીને ભૂલ કરી હતી અને તેમની જાણકારી માટે એક ટીપ્‍પણી પણ નોંધી રાખી હતી. મંત્રીમંડળની સંમતિ હતી. આગળ મંત્રીમંડળની સભામાં નહેરુએ મને પૂછ્‌યું. મેં મંત્રીમંડળની સભામાં મૂળ વૃત્તાંત વાંચી સંભળાવ્‍યો. ત્‍યાર પછી ‘બાંધકામમાં પ્રગતિ કેવી રીતે થતી ગઈ’ તેની સાપ્‍તાહિક ખાતા નોંધ (વકીલી નોટ) ટિપ્‍પણીમાંથી વાંચી બતાવ્‍યા. મૌલાનાએ પણ કહ્યું કે, ‘ગાડગીળ કહી રહ્યા છે, તે યોગ્‍ય છે.’ જગજીવનરામે પણ ‘મમ’ (બરાબર છે) નો ઉચ્‍ચાર કર્યો. ત્‍યાર પછી નહેરુનો રોષ શાંત થયો !

 

૬. રાષ્‍ટ્રપતિ ડૉ. રાજેંદ્ર પ્રસાદની નિષ્‍ઠા

ત્‍યાર પછી નહેરુએ ઓછામાં ઓછું રાષ્‍ટ્રપતિએ પ્રાણપ્રતિષ્‍ઠા કરવી નહીં, એવો પ્રયત્ન કર્યો; પણ રાજેંદ્રબાબુએ કહ્યું કે, ‘મેં વચન આપ્‍યું છે અને તે હું પૂર્ણ કરીશ. તમે કહેતા હોવ, તો રાષ્‍ટ્રપતિપદનું રાજીનામું આપું.’

મેં તેમને (નહેરુને) આપેલા નિવેદનમાં ‘અજમેરના ખ્‍વાજાસાહેબ દરગાહ’ને સરકાર સહાયતા કરે છે. ત્‍યાં કદીપણ નિધર્મીપણાનો પ્રશ્‍ન કોઈએ કર્યો નથી. સરકાર ભારતમાંની સર્વ પ્રાચીન મસ્‍જિદોની સહાયતા કરે છે. રાજ્‍ય નિધર્મી એટલે સર્વધર્મસહિષ્‍ણુ હોવું જોઈએ !’ એવું નોંધ્‍યું. પરિણામે નહેરુ શાંત બેઠા.

પાકિસ્‍તાનમાંના સમાચારપત્રોમાંથી મંદિર ભંગ કરવાની ઘોષણાઓ આવતી જ હતી અને એક હિંદી વૃત્તપત્રએ લખ્‍યું કે, ‘નયા ગઝની આયેગા, તો ભારતમેં નયે ગાડગીળ ભી હોંગે !’ તાત્‍પર્ય કોઈપણ પ્રચારને બલિ ચડ્યા વિના રાજેંદ્ર પ્રસાદ આવ્‍યા અને પ્રાણપ્રતિષ્‍ઠા સંપન્‍ન થઈ. ૧ નવેંબર ૧૯૪૭ના દિવસે ભારત સરકાર વતી આપેલું આશ્‍વાસન હવે પૂર્ણ થયું હતું.’

લેખક : ન.વિ. ગાડગીળ
(સંદર્ભ : ‘પ્રજ્‍વલંત’, દિવાળી ૧૯૮૯)

Leave a Comment