પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્‍યાનગરીમાંની પવિત્રતમ વાસ્‍તુ !

મોક્ષદાયિની અવધપુરી !

પ્રત્‍યેક ભક્તના હૃદયસિંહાસન પર બિરાજમાન રહેલા પ્રભુ શ્રીરામ ! તેમની બાલલીલાઓથી જે નગરી મોહિત થઈ, તેમના આજ્ઞાપાલનથી જેને ઉચ્‍ચ સ્‍તર પરની શીખામણનો લાભ થયો, જેમના પ્રશાસનથી જ્‍યાં ઈશ્‍વરી રાજ્‍ય અવતર્યું, જેમના અવતારકાર્યથી જે નગરી કૃતકૃતાર્થ બની ગઈ, તે દૈવી, પરમમંગલ, અતિભાગ્‍યશાળી નગરી છે અયોધ્‍યા ! આ નગરીના કણ કણમાં, રજેરજમાં હજી પણ પ્રભુ શ્રીરામજીનો વસવાટ છે. ત્‍યાંના સૂક્ષ્મ દૈવી સ્‍પંદનો તેની સાક્ષી પૂરાવે છે. તે સાથે જ અનેક વાસ્‍તુ, મંદિરો હજી પણ લાખો વર્ષોનો ઇતિહાસ ઘણા ગૌરવથી વિશદ કરે છે.

અયોધ્‍યા નગરી અને પરિસરમાં પ્રભુ શ્રીરામ સાથે સંકળાયેલી સ્‍મૃતિઓનું જતન કરેલાં ૧૫૦ કરતાં વધુ તીર્થસ્‍થાનો છે. આ તીર્થસ્‍થાનોમાંથી કેટલાક ચુનંદા તીર્થસ્‍થળોના દર્શન લઈને શ્રીરામજન્‍મભૂમિની મુક્તિ માટે કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ ! અયોધ્‍યા ખાતે ભવ્‍ય શ્રીરામમંદિર બંધાય એ માટે સદર દિવ્‍ય વાસ્‍તુના આશીર્વાદ મૂલ્‍યવાન છે !

શ્રી હનુમાનગઢીમાં બિરાજમાન શ્રી હનુમાનજીની મૂર્તિ

 

શ્રી હનુમાનગઢી

શ્રી હનુમાનગઢી અર્થાત્ જ શ્રી હનુમાનજીનું મંદિર ! પ્રભુ શ્રીરામે જ્‍યારે અવતાર સમાપ્‍તિ કરવાનું નક્કી કર્યું, ત્‍યારે તેમણે હનુમાનજીને તેમની સાથે આવવા માટે કહ્યું. નિસ્‍સીમ રામભક્ત હનુમાનજીએ તેમને નમ્રતાથી નકાર આપ્‍યો. હનુમાનજીએ કહ્યું, ‘‘જ્‍યાં સુધી પૃથ્‍વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્‍યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા. અયોધ્‍યાનગરીનું રક્ષણ કરવા માટે ભગવાને અયોધ્‍યા હનુમાનજીને સોંપી અને અયોધ્‍યા બહારના નગરો ભરત, શત્રુઘ્‍ન અને લક્ષ્મણના પુત્રોને આપ્‍યા. ત્‍યારથી આ મંદિર ‘હનુમાનગઢી’, નામથી પરિચિત છે. ધન્‍ય તે પ્રભુ શ્રીરામ અને ધન્‍ય તે રામભક્ત હનુમાન !

શ્રીરામજીની રાજગદ્દી

 

શ્રીરામજીની રાજગદ્દી

પ્રભુ શ્રીરામચંદ્રજીનો રાજ્‍યાભિષેક થયો, તે પવિત્ર સ્‍થાન ! આને હવે ‘રાજગદ્દી’ સંબોધવામાં આવે છે. આ ઠેકાણે વર્તમાનમાં શ્રીરામજીની મૂર્તિ બિરાજમાન છે. તે મહારાજ સમુદ્રગુપ્‍તએ પ્રતિષ્‍ઠાપિત કરી છે. જે સમયે અયોધ્‍યા પર મુસલમાન આક્રમકોનું શાસન હતું, ત્‍યારના કાળમાં પણ જે ખટલાઓ અન્‍ય ઠેકાણે ઉકેલાતા નહોતા, તે ખટલાઓને આ ઠેકાણે ચુકાદો મળતો હતો. રાજગદ્દી એ પ્રત્‍યેક હિંદુ માટે આત્‍મીયતાની વાસ્‍તુ ભલે હોય, તો પણ આજે તેના કેવળ અવશેષ જ જોવા મળે છે.

શ્રી દેવી દેવકાલીમાતા

 

શ્રી દેવી દેવકાલી મંદિર

અયોધ્‍યા સ્‍થિત શ્રી દેવકાલી માતા પ્રભુ શ્રીરામજીનાં કુળદેવી છે. શ્રી દેવકાલી મંદિરની સ્‍થાપના શ્રીરામજીના પૂર્વજ મહારાજ રઘુએ કરી હતી. શ્રી દેવકાલી દેવીનું વર્ણન દેવી ભાગવતમાં પણ કર્યું છે. પ્રભુ શ્રીરામજીનો જન્‍મ થયા પછી કૌશલ્યા માતા રામલલા અને તેમના બાંધવોને લઈને શ્રી દેવીકાલી માતાના દર્શન કરવા માટે આવ્‍યાં હતાં. ત્‍યારથી અયોધ્‍યા પરિસરમાં કોઈના ઘરે બાળકનું આગમન થાય કે, તેને શ્રી દેવીકાલી માતાજીનાં ચરણોમાં દર્શન કરાવવા માટે લઈ જવામાં આવે છે. તે બાળકના મંગળકાર્યોનો દેવીના દર્શનથી પ્રારંભ થાય છે.

આપણે રામરાજ્‍યની અનુભૂતિ પ્રદાન કરનારા હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવા માટે વચનબદ્ધ છીએ. આ કાર્ય માટે આશીર્વાદ મળે, એવી શ્રી દેવકાલી માતાજીનાં ચરણોમાં પ્રાર્થના !

કનક ભવન

 

       કનક ભવન

કનક ભવન આ મહારાણી કૈકયીનો મહેલ હતો ! તે સમયે સદર મહેલ સંપૂર્ણ સોનાથી બનાવ્‍યો હતો. જનકકન્‍યા સીતા વિવાહ કરીને અયોધ્‍યા આવ્‍યા પછી કૈકયી માતાએ વહુનું મુખારવિંદ નિહાળતી વેળાએ આ મહેલ તેમને ભેટ તરીકે આપ્‍યો હતો. પ્રભુ શ્રીરામ અને સીતામાતાનો આ ખાસ મહેલ હતો. પછી રાજા વિક્રમાદિત્‍યએ સદર મહેલ ફરીવાર બંધાવ્‍યો. પછી સય્‍યદ મસૂદ સાલાર ગાઝીએ તે તોડી પાડ્યો. ત્‍યાર પછી ટિકમગઢનાં મહારાણી શ્રી. વૃષભાનુ કુંવરજીએ સદર મહેલ બંધાવ્‍યો. અહીં બે પ્રાચીન શિલાલેખ છે.

Leave a Comment