૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું ત્રિપુરા ખાતે આવેલુ શ્રી ત્રિપુરસુંદરી દેવીનું જાગૃત મંદિર

પ્રસ્‍તાવના

સમગ્ર ભારતમાં શારદીય નવરાત્રોત્‍સવ અત્‍યંત ઉત્‍સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઊજવવામાં આવે છે. મા જગદંબાની કૃપા પ્રાપ્‍ત થાય એ માટે ઉપવાસ ઇત્‍યાદિ આરાધના શ્રદ્ધાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટસ્‍થાપના, માળાબંધન, અખંડદીપ, સપ્‍તશતીપાઠ, ગાગર ફૂંકવી, દાંડિયા રમવા ઇત્‍યાદિ કૃતિઓ આ દેવીના વ્રતનો જ ભાગ છે. આમાંની એક દેવીનો એટલે કે ત્રિપુરસુંદરીનો ઇતિહાસ, તેમજ વિશિષ્ટતાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ…

અભિષેક અને યજ્ઞ થયા પછી સંપૂર્ણ અલંકાર પરિધાન કરેલાં માતાજીનો શણગાર

 

ત્રિપુરસુંદરી શક્તિપીઠનો ઇતિહાસ

દક્ષ પ્રજાપતિનાં પુત્રી દેવી સતી પોતાના પિતાએ આયોજિત કરેલા યજ્ઞ કાર્યક્રમમાં પતિ શિવજીનું અપમાન સહન કરી શકતા નથી અને યજ્ઞવેદીમાં ઠેકડો મારીને દેવી સતી પોતાના જીવનને ટૂંકાવે છે. ભગવાન શિવજીને જેટલો ગુસ્‍સો પોતાના અપમાનથી થયો, તેનાં કરતાં વધારે દુઃખ સતીના મૃત્‍યુ પામવાથી થયું. આ દુર્ઘટનાથી ભગવાન શિવ અસ્‍વસ્‍થ થયા. તેમણે સતીના મૃત શરીરને ખભા પર લઈને પ્રલયંકારી તાંડવ નૃત્‍ય કરવાનો આરંભ કર્યો. તેથી સંપૂર્ણ જગત્ વિનાશના માર્ગ પર ક્રમણ કરવા લાગ્‍યું. આ સર્વ સ્‍થિતિ જોઈને સર્વ દેવતા શ્રીવિષ્‍ણુ પાસે પહોંચ્‍યા અને આ પ્રલય રોકવા માટે તેમની પાસે પ્રાર્થના કરી.

દેવતાઓની વિનંતિ સાંભળીને ભગવાન વિષ્‍ણુએ સુદર્શનચક્રથી સતીના શરીરને ધીમે ધીમે ૫૧ ભાગમાં ખંડિત કર્યું. આ રીતે દેવી સતીના શરીરના ૫૧ ભાગ થયા. જે જે સ્‍થાન પર દેવીના શરીરનો અંશ પડતો ગયો, ત્‍યાં ત્‍યાં શક્તિપીઠની સ્‍થાપના થઈ. ત્રિપુરા ખાતે દેવીના પગનાં આંગળા પડ્યા હતા.

 

મંદિરની સ્‍થાપનાનો ઇતિહાસ

ત્રિપુરસુંદરી દેવીનું મંદિર અને મંદિરની સામે આવેલું તળાવ

ત્રિપુરા રાજ્‍યમાં સ્‍થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્‍થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે. મંદિરમાં દેવીની બે મૂર્તિઓ છે. મોટી મૂર્તિ ત્રિપુરસુંદરી દેવીની અને નાની મૂર્તિ ‘છોટી માં’ દેવીની છે.

એક માન્‍યતા અનુસાર મહારાજ જ્ઞાન માણિક્યને ચટ્ટગ્રામ (વર્તમાનના બાંગલાદેશમાંના ચિતગાવ)થી દેવીની મૂર્તિ ત્રિપુરા ખાતે લાવીને તેમની સ્‍થાપના કરવા વિશે સ્‍વપ્નદૃષ્‍ટાંત થયો હતો. મહારાજ જ્ઞાન માણિક્યએ વર્ષ ૧૫૦૧માં તે સમયે પરિચિત એવા ‘રંગમતી’ ઠેકાણે અર્થાત્ વર્તમાન ટેકડી પર ત્રિપુરસુંદરી દેવીની સ્‍થાપના કરી. ત્‍યાર પછી મહારાજ કલ્‍યાણ માણિક્યએ મંદિરના પરિસરમાં મોટું તળાવ ખોદાવ્‍યું જે ‘કલ્‍યાણ સાગર’ તરીકે ઓળખાય છે. તળાવનું ખોદકામ કરતી વેળાએ ‘છોટી માં’ દેવીની મૂર્તિની જડી. તેમની પણ મંદિરમાં સ્‍થાપના કરવામાં આવી.

મંદિરના પૌરાણિક સંદર્ભ અનુસાર ત્રિપુરા એ મગધેશ્‍વરી રાજ્‍યની રાજધાની હતી. ‘શાક્ત’ ગ્રંથ અનુસાર સદર સ્‍થાન ‘શાક્તપીઠ’ તરીકે પણ ઓળખાય છે. આ જ ઠેકાણે ત્રિપુરસુંદરી દેવીએ ત્રિપુરાસુર નામક અસુરનો વધ કર્યો હતો.

 

દેવીનાં ચરણોમાં પ્રાણત્‍યાગ કરનારા કાચબાઓ !

મંદિરના સામેના તળાવમાં ૧૦૦ વર્ષથી વધારે વયના કાચબા છે. જ્‍યારે તળાવમાંના એકાદ કાચબાને ‘તેનું મૃત્‍યુ સમીપ આવ્‍યું છે’, એવી જાણ થાય છે, ત્‍યારે તે કાચબો તળાવમાંથી બહાર નીકળીને મંદિરના પગથિયાં ચડીને મંદિરમાં જાય છે. ત્‍યાર પછી મંદિરને પ્રદક્ષિણા ફરીને દેહત્‍યાગ કરે છે. મંદિરના પરિસરમાં દેહત્‍યાગ કરેલા કાચબાઓની સમાધિ છે.

Leave a Comment