આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

૧. ભાવિ ભીષણ આપત્‍કાળનો વિચાર કરીને વિવિધ ઉપચાર
પદ્ધતિઓની માહિતી સંગ્રહિત કરનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

વર્તમાનમાં સમગ્ર જગત્‌માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને આગામી કાળમાં તે હજી વધવાની છે. આગામી ત્રીજા મહાયુદ્ધમાં કરોડો લોકો અણુસંહારને કારણે મૃત્‍યુ પામશે, એવું કેટલાક સંતોએ કહી રાખ્‍યું છે. શીવ, મુંબઈ ખાતે રહેતા હતા, ત્‍યારથી પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ આયુર્વેદ, યોગાસનો, રેકી જેવી વિવિધ ઉપચારપદ્ધતિઓ પરની પુષ્‍કળ ટાંચણો ભેગી કરી રાખી હતી.

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના ગ્રંથ-નિર્મિતિનો ઉદ્દેશ સમાજને અધ્‍યાત્‍મ અને સાધના શીખવવી, આ હોય ત્‍યારે તેમણે આટલા પહેલેથી ઉપચારપદ્ધતિઓ જેવા વિષયો પરની ટાંચણો પણ શા માટે ભેગી કરી રાખી હતી ?, તેનો ઉકેલ મને વર્ષ ૨૦૧૩માં થયો. ભાવિ ત્રીજા મહાયુદ્ધમાં ડૉક્‍ટર, વૈદ્યો, ઔષધિઓ ઇત્‍યાદિ ઉપલબ્‍ધ ન હોય ત્‍યારે પ્રત્‍યેકને પોતે જ પોતાના પર ઉપચાર કરી લેવાનું આવશ્‍યક બને છે. આ દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ વર્ષ ૨૦૧૩માં મને વિવિધ ઉપચાર પદ્ધતિઓ વિશેની ભાવિ આપત્‍કાળમાંની સંજીવની નામક ગ્રંથમાલિકાનો આરંભ કરવા માટે કહ્યું.

અનેક વર્ષો પહેલાં ભેગી કરેલી સદર ટાંચણોનો ઉપયોગ હવે આ ગ્રંથમાલિકા માટે થઈ રહ્યો છે. ભાવિ કાળમાં અખિલ માનવજાતિનું રક્ષણ થાય, તે માટે આવશ્‍યક રહેલી બાબતોનો આટલો અગાઉથી વિચાર કરનારા પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી મોટાભાગે પૃથ્‍વી પરના એકમાત્ર દ્રષ્‍ટા હશે !

 પૂ. (શ્રી.) સંદીપ આળશી, સનાતનના ગ્રંથોના સંકલક (૫.૩.૨૦૧૭)

(માર્ચ ૨૦૧૭ સુધી આ ગ્રંથમાલિકામાંના ૧૯ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે અને બાકીના ગ્રંથોની નિર્મિતિ ચાલુ છે. આ ગ્રંથ હંમેશાં માટે પણ ઉપયુક્ત છે. આ ગ્રંથોના આધાર પર બનાવેલા લેખ સનાતન પ્રભાત નિયતકાલિકમાંથી સિદ્ધ કરવામાં આવ્‍યા છે અને તે sanatan.org તેમજ ssrf.org આ સંકેતસ્‍થળો પર પણ મૂકવામાં આવે છે.)

 

૨. પ્રથમોપચાર પ્રશિક્ષણ,આપત્‍કાલીન સહાયતા
પ્રશિક્ષણ અને અગ્‍નિશમન પ્રશિક્ષણ વિશે જનજાગૃતિ

અપઘાતમાં ઘાયલ થવું, ગૅસ સિલીંડરની ગળતી, શૉર્ટ સર્કીટ ઇત્‍યાદિ પ્રસંગ દૈનંદિન જીવનમાં ગમે ત્‍યારે બની શકે છે. આગામી ભીષણ કાળમાં આવા પ્રસંગોમાં ત્‍વરિત સહાયતા મળવાનું પણ કઠિન થશે. આવા પ્રસંગોમાં જો તરત જ ઉપયાયોજના કરીએ નહીં, તો જીવિત અને વિત્ત હાનિ થાય છે. તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્‍કાલીન સહાયતા પ્રશિક્ષણ અને અગ્‍નિશમન પ્રશિક્ષણ વિશે જનજાગૃતિ ચાલુ છે. આ અંતર્ગત ગ્રંથોની નિર્મિતિ, પ્રશિક્ષણવર્ગોનું આયોજન ઇત્‍યાદિ કાર્ય ચાલુ છે.

 

૩. આપત્‍કાળમાં જીવિત રક્ષણ થવા માટે સાધના સિવાય કોઈ
પર્યાય નથી,સમાજમાનસ પર અંકિત કરનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

આપણે બિંદુદબાણ, પ્રથમોપચાર, નામજપ-ઉપાય ઇત્‍યાદિ ઉપચારપદ્ધતિઓ ગમે તેટલી શીખી લીધી હોય, તો પણ સુનામી,ધરતીકંપ અને આ રીતે ગણતરીની ક્ષણોમાં સહસ્રો નાગરિકોનો જીવ લેનારી મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ ! ભગવાને આપણને બચાવવા જોઈએ, એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી ગત અનેક વર્ષોથી ભાવિ આપત્‍કાળમાં જીવિતરક્ષણ થવા માટે અત્‍યારથી જ સાધના કરવી જોઈએ, આ બાબત સમાજમાનસ પર અંકિત કરી રહ્યા છે.

Leave a Comment