પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્‍તિ અને તેમણે કરેલો અધ્‍યાત્‍મપ્રચાર !

જાહેર સભામાં સાધના વિશે માર્ગદર્શન કરતી વેળાએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી (૧૯૯૭-૧૯૯૮)

 

અધ્‍યાત્‍મશાસ્‍ત્ર શીખવા માટે કરેલા પ્રયત્નો અને ગુરુપ્રાપ્‍તિ

સંમોહન ઉપચારો દ્વારા સુધારણા ન થઈ શકનારા મનોરુગ્‍ણ સંતોએ કહેલી સાધના કર્યા પછી સાજા થાય છે, આ બાબત ધ્‍યાનમાં આવ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૧૯૮૩ થી વર્ષ ૧૯૮૭ ના સમયગાળા દરમ્‍યાન અધ્‍યાત્‍મમાં અધિકારી રહેલા લગભગ ૩૦ સંતો પાસે જઈને અધ્‍યાત્‍મનો અભ્‍યાસ કર્યો અને અધ્‍યાત્‍મશાસ્‍ત્રની શ્રેષ્‍ઠતા ધ્‍યાનમાં આવ્‍યા પછી પોતે સાધનાનો આરંભ કર્યો. વર્ષ ૧૯૮૭માં ઇંદોર નિવાસી મહાન સંત પ.પૂ. ભક્તરાજ મહારાજજીના રૂપમાં તેમને ગુરુપ્રાપ્‍તિ થઈ.

 

અધ્‍યાત્‍મપ્રચાર માટે ‘સનાતન ભારતીય
સંસ્‍કૃતિ સંસ્‍થા’ની સ્‍થાપના અને પોતે કરેલું અધ્‍યાત્‍મપ્રચારનું કાર્ય

જીવનમાં અત્‍યુચ્‍ચ આનંદ પ્રદાન કરનારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર એ વૈદ્યકીય શાસ્‍ત્રો કરતાં ઉચ્‍ચ પ્રતિનું શાસ્‍ત્ર છે, તેની પ્રતીતિ થયા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ અધ્‍યાત્‍મશાસ્‍ત્રનો પ્રસાર કરવા માટે ૧.૮.૧૯૯૧ના દિવસે પ.પૂ. ભક્તરાજ મહારાજજીના કૃપાશીર્વાદથી સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થાની સ્‍થાપના કરી. વર્ષ ૧૯૯૪માં તેમણે અધ્‍યાત્‍મપ્રચારનું કાર્ય પૂર્ણસમય કરવા માટે વૈદ્યકીય વ્‍યવસાય બંધ કર્યો.

વર્ષ ૧૯૮૭ થી વર્ષ ૧૯૯૫ના સમયગાળામાં તેમણે મહારાષ્‍ટ્ર, ગોવા અને કર્ણાટક રાજ્‍યોમાં અધ્‍યાત્‍મના અભ્‍યાસવર્ગો આયોજિત કરવા, અધ્‍યાત્‍મનું શિક્ષણ દેનારા ગ્રંથોનું સંકલન કરવું, તેમજ જિજ્ઞાસુઓ અને સાધકોની શંકાઓનું નિરસન કરીને તેમને વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે સહાયતા કરવી, આ કાર્યો કર્યા.

સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થાના માર્ગદર્શન હેઠળ સાધના કરનારા સાધકોને ગુરુસેવાની તક ઉપલબ્‍ધ થાય, તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ મુંબઈ (વર્ષ ૧૯૯૨), ગોવા (વર્ષ ૧૯૯૩) અને કુડાળ, જિલ્‍લો સિંધુદુર્ગ (વર્ષ ૧૯૯૫) આ ઠેકાણે પ.પૂ. ભક્તરાજ મહારાજજીના ગુરુપૂર્ણિમા સમારંભો આયોજિત કર્યા. વર્ષ ૧૯૯૫માં ઇંદોર ખાતે પ.પૂ. ભક્તરાજ મહારાજજીનો અમૃતમહોત્‍સવ સમારંભ આયોજિત કર્યો.

વર્ષ ૧૯૯૬ થી વર્ષ ૧૯૯૮ ના સમયગાળામાં પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ મહારાષ્‍ટ્ર, ગોવા અને કર્ણાટક રાજ્‍યોમાં સાધના અને ક્ષાત્રધર્મ વિશે સેંકડો જાહેરસભાઓ લીધી.

 

‘સનાતન સંસ્‍થા’ના
માધ્‍યમ દ્વારા ચાલુ રહેલો અધ્‍યાત્‍મપ્રચાર

અધ્‍યાત્‍મપ્રચારના કાર્યની વ્‍યાપ્‍તિ વધ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્‍થાની સ્‍થાપના કરી. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્‍યાત્‍મપ્રચારનું કાર્ય કરી શકનારા સહસ્રો સાધકોની તૈયારી થઈ હોવાથી હવે સાપ્‍તાહિક સત્‍સંગો, પ્રવચનો, દૂરચિત્રવાહિની પરના ધર્મસત્‍સંગો, બાલસંસ્‍કારવર્ગો, ગુરુપૂર્ણિમા સમારંભ ઇત્‍યાદિના માધ્‍યમો દ્વારા સનાતનનું અધ્‍યાત્‍મપ્રચારનું કાર્ય નિરંતર ચાલુ છે. પ્રયાગ (વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૩), નાશિક (વર્ષ ૨૦૦૩ અને ૨૦૧૫), ઉજ્‍જૈન (વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૬), હરિદ્વાર (વર્ષ ૨૦૧૦) તેમજ પ્રયાગરાજ (૨૦૧૯) ખાતે થયેલા સિંહસ્‍થપર્વના (કુંભમેળાના) સ્‍થાનો પર સનાતન સંસ્‍થાએ મોટા પ્રમાણમાં અધ્‍યાત્‍મપ્રચાર કર્યો. સનાતન સંસ્‍થાના ‘Sanatan.org’ આ સંકેતસ્‍થળ દ્વારા સાધના વિશેનું માર્ગદર્શન અને શંકાનિરસન કરવામાં આવે છે, તેમજ સનાતનના ગ્રંથોમાં રહેલા જ્ઞાનના આધાર પર ધર્મશિક્ષણનો પ્રચાર પણ કરવામાં આવે છે.

Leave a Comment