યુદ્ધની સિદ્ધતા, પ્રત્‍યક્ષ યુદ્ધ અને નાગરિક !

‘યુદ્ધસ્‍ય કથા રમ્‍યા ।’

‘યુદ્ધસ્‍ય કથા રમ્‍યા ।’, એમ કહેવામાં આવે છે; પણ જ્‍યારે પ્રત્‍યક્ષમાં યુદ્ધ થાય છે અને તે અમર્યાદિત કાળ માટે ચાલુ રહે છે, ત્‍યારે તે રમ્‍ય રહેવાને બદલે પ્રચંડ વેદનાદાયી બને છે. ભારતના ઇતિહાસમાં આવું યુદ્ધ થયું નથી. પહેલાંના સમયમાં લડાઈઓ ૧ દિવસથી માંડીને આંગળીના વેઢે ગણી શકાય તેટલા સમયગાળા માટે થઈ હતી. તેમાં પણ મુસલમાન આક્રમકોએ ભારત પર કરેલા આક્રમણો પછી લગભગ ૭૦૦ વર્ષ હિંદુઓ તેમની સાથે લડતા હતા, તે વાત જુદી.

પહેલું મહાયુદ્ધ ૪ વર્ષ અને બીજું મહાયુદ્ધ ૬ વર્ષ ચાલ્‍યું. તેનો વિસ્‍તાર પણ મોટો હતો. બે દેશોમાંના યુદ્ધમાં ‘વિએતનામ’ ખાતેનું યુદ્ધ ૨૦ વર્ષ ચાલુ હતું. તેમાં ‘ઉત્તર વિએતનામ’ના પક્ષમાં ચીન અને રશિયા હતા, જ્‍યારે ‘દક્ષિણ વિએતનામ’ના પક્ષમાં અમેરિકા હતો. તેમજ ઇરાન અને ઇરાકમાં થયેલું યુદ્ધ લગભગ ૮ વર્ષ ચાલુ હતું. ઇસ્રાયલ ગત ૭૦ વર્ષથી પ્રતિદિન યુદ્ધસ્‍થિતિમાં રહે છે. આની તુલનામાં ભારતમાંના વર્ષ ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને ‘૧૯૯૯નું કારગિલ યુદ્ધ’ આ કેટલાક દિવસ કે થોડા મહિનાઓ જ ચાલ્‍યાં. તેનું પરિણામ સંપૂર્ણ દેશ પર કહેવાય તેટલું થયું નહીં. તેથી ભારતીઓએ ‘યુદ્ધનો દાહ શું હોય છે’, એ જોવા જઈએ તેટલું અનુભવ્‍યું નથી. પહેલા અને બીજા મહાયુદ્ધમાં યુરોપના દેશોએ આ વાત અનુભવી છે. તે સમયે ‘હિટલર’ દ્વારા પજવણી પણ અનુભવી છે.

હવે જો કદાચ યુદ્ધ થાય તો તે સર્વસામાન્‍ય યુદ્ધ રહેવાને બદલે અણુયુદ્ધ થવાનું જોખમ જ વધારે છે. તેથી ‘તેનો સમયગાળો કેટલાક માસ, કેટલાક વર્ષ કે થોડા દિવસોનો હોઈ શકે’, એવો તર્ક કરવામાં આવે છે. બીજું મહાયુદ્ધ સતત ૬ વર્ષ ચાલ્‍યા પછી કેવળ ૨ અણુબૉંબને કારણે થોભ્‍યું હતું, આ વાત ધ્‍યાનમાં લેવી પડશે. તો પણ યુદ્ધ થવાની સંભાવના ધ્‍યાનમાં લઈએ તો ‘તે કેટલા દિવસ ચાલશે ?’, તેનો વિચાર કરીને તેની સર્વ સ્‍તર પર સિદ્ધતા કરવાની આવશ્‍યકતા હોય છે. ત્‍યાર પછી જ યુદ્ધ કરી શકાય છે. તેમાં પણ પોતે થઈને યુદ્ધ કરનારો દેશ અને યુદ્ધ લાદવામાં આવ્‍યું હોય તેવો દેશ તેમની તૈયારીઓ જુદી જુદી હોઈ શકે.

યુદ્ધ કરનારો દેશ નિયોજનબદ્ધતાથી યુદ્ધની સિદ્ધતા કરે છે, જ્‍યારે જે દેશ પર યુદ્ધ લાદવામાં આવ્‍યું છે અથવા ‘આપણા પર આવી સ્‍થિતિ આવી શકે છે’, એમ જાણીને નિરંતર યુદ્ધસજ્‍જ રહેનારા દેશની સ્‍થિતિ જુદી જુદી હોય છે. યુદ્ધ કરનારા દેશની સિદ્ધતામાં કયા કયા પરિબળોનો સમાવેશ હોય છે, તેનો આગળ સંક્ષિપ્‍તરૂપમાં વિસ્‍તાર જોવાનો પ્રયત્ન કરવામાં આવ્‍યો છે. તેમાંથી વાચકોને ‘યુદ્ધની સિદ્ધતા’, ‘પ્રત્‍યક્ષ યુદ્ધ’ અને નાગરિકોનો સહભાગ કેવો હોય છે ? અને કેવો હોવો જોઈએ ?, એ થોડું ઘણું ધ્‍યાનમાં આવશે. તેવી જ રીતે આ વિસ્‍તાર જોતી વેળાએ ભારતના પારંપારિક શત્રુ પાક તેમજ ચીનને સમક્ષ રાખવામાં આવ્‍યા છે.

શ્રી. પ્રશાંત કોયંડે

 

યુદ્ધની સિદ્ધતા

૧. શાંતિના કાળમાં ‘આક્રમણ ક્યારે કરવાનું ?’, તેનું નિયોજન

આક્રમણ કરનારા દેશે યુદ્ધની સિદ્ધતા કરતી વેળાએ ‘તેણે કેટલા દિવસ યુદ્ધ કરવાનું છે અને તેમાં કયું લક્ષ્ય સાધ્‍ય કરવાનું છે’, તેનો વિચાર કરવાનો હોય છે. આ લક્ષ્ય કેટલા દિવસોમાં પૂર્ણ થશે અને તે માટે લાગનારા સૈનિકી સાધનો તેમજ અન્‍ય સાધનોનો વિચાર કરવો પડે છે. ધારોકે, પાકમાંના જેહાદી આતંકવાદીઓને નષ્‍ટ કરવા માટે ભારતને પાક પર આક્રમણ કરવું હોય, તો સૌપ્રથમ આતંકવાદીઓના સર્વ ઠેકાણાઓ નષ્‍ટ કરવા માટે લાગનારો સમય, પાકની પ્રત્‍યુત્તરની ક્ષમતા, તેને અન્‍ય દેશો દ્વારા મળી શકનારી સહાયતા, ત્રણેય સૈન્‍યદળોનો ઉપયોગ કરવાની આવશ્‍યકતા, તે જ સમયે ચીન અને અન્‍ય પડોશી દેશો પરની સીમા પરની સિદ્ધતા, આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પરના દબાણનો સામનો કરવો, તેમજ કઈ ઋતુમાં યુદ્ધ કરવામાં આવશે ઇત્‍યાદિ બાબતોનો વિચાર કરીને ‘આ યુદ્ધ કેટલા દિવસ ચાલી શકે ?’, આ વાતો નક્કી કરવી પડશે.

યુદ્ધ કરવાના નિયોજન માટે કેટલાક દિવસો, માસ કે વર્ષો પણ લાગી શકે છે. વર્ષ ૧૯૭૧ સમયે યુદ્ધ કરવાનો વિચાર તત્‍કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ત્‍યારના ફિલ્‍ડ માર્શલ માણેકશૉને કહ્યો હતો. ત્‍યારે તેમણે તે માટે ૬ માસની મુદત માગી હતી. ૬ માસમાં સૈન્‍યની સિદ્ધતા કર્યા પછી ભારતે યુદ્ધ કર્યું અને તે જીત્‍યું હતું.

ધારોકે, ‘વધારે સમયગાળા માટે યુદ્ધ ચાલુ રાખવું હોય અથવા તે નિયોજિત સમયગાળા કરતાં વધારે સમય લંબાય તેમ હોય, તો કઈ સિદ્ધતા કરવી જોઈએ ?’, તેનો પણ વિચાર કરવાની આવશ્‍યકતા હોય છે, ઉદા. ચીન પર આક્રમણ કરવાનું ધાડસ ભારતે જો કરવું હોય, તો એવો વિચાર કરી શકાય કે ‘પાક પર આક્રમણ કર્યા પછી ચીન જો તેના પક્ષમાં યુદ્ધમાં સહભાગી બને, તો આગળ તે યુદ્ધ કેટલા દિવસ ચાલશે ?’, તેનો વિચાર કરીને તેવી સિદ્ધતા કરવી પડશે. હિટલરે જર્મનીની સત્તા નિયંત્રણમાં લીધા પછી તેણે પહેલા યુદ્ધના પરાભવનો બદલો વાળવાના વિચારથી યુદ્ધની સિદ્ધતા ચાલુ કરી હતી.

તેણે યુરોપ પાદાક્રાંત કરવાનો જ વિચાર કર્યો હતો અને તે પ્રમાણે તેણે કેટલાક વર્ષો યુદ્ધસજ્‍જતા ચાલુ કરી હતી. તેથી લગભગ ૬ વર્ષ સુધી તે યુદ્ધ કરી શક્યો અને તેણે યુરોપમાંના કેટલાક દેશ, તેમજ રશિયાનો કેટલોક ભાગ જીતી લીધો હતો. તેમજ ફ્રાંસ અને ઇંગ્‍લેંડને હંફાવ્‍યા હતા. રશિયામાં તેને ઠંડીને કારણે હારી જવું પડ્યું નહીંતર તેણે યુરોપ પર રાજ્‍ય કર્યું હોત.

૧ અ. આક્રમણ થઈ શકવાની સંભાવનાથી સિદ્ધતા !

પડોશી દેશ આપણા પર આક્રમણ કરી શકે છે, તેનો વિચાર કરીને આક્રમણનો સામનો કરનારા દેશે હંમેશાં યુદ્ધની સિદ્ધતામાં રહેવું આવશ્‍યક હોય છે. ઇસ્રાયલ દેશ વર્ષ ૧૯૪૭માં જ્‍યૂ (યહૂદી) લોકોએ નિર્માણ કર્યો ત્‍યારથી તે તેના પડોશી ઇસ્‍લામી રાષ્‍ટ્રો સામે આક્રમણ થવાની સિદ્ધતામાં રહીને તેમને પ્રત્‍યુત્તર આપીને તેણે તેના દેશનો વિસ્‍તાર કર્યો છે.

૧ આ. શત્રુના આક્રમણ પહેલાં યુદ્ધની સિદ્ધતા ન હોય તો શું થાય છે, તેનું ઉદાહરણ !

ચીને વર્ષ ૧૯૬૨માં ભારત પર આક્રમણ કર્યું, તે પહેલાં જ ‘તે ભારત પર આક્રમણ કરશે’, એવું સંરક્ષણતજ્‌જ્ઞ અને સ્‍વતંત્રતાવીર સાવરકરે પહેલા જ કહ્યું હતું; કારણકે ‘તેણે તિબેટનો કોળિયો કર્યા પછી તે ભારત પર આક્રમણ કરે’, તેમ અપેક્ષિત જ હતું; પણ નહેરુએ તે ભણી આંખ આડા કાન કર્યા અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’નું દિવાસ્‍વપ્ન જોવામાં મગ્‍ન રહ્યા, તેનું પરિણામ ત્‍યાર પછી ભારતને મોટા પ્રમાણમાં ભોગવવું પડ્યું. તેમજ ૮૪ સહસ્ર ચોરસ કિ.મી. ભૂભાગ ચીને નિયંત્રણમાં લીધો. આ પરાભવનો ડાઘ ભારત પર કાયમસ્‍વરૂપે રહી ગયો છે અને આજે ૫૬ વર્ષ પછી પણ ચીનનો ડર આપણા મનમાં ક્યાંક તોયે છે જ. એમ થાય નહીં તે માટે નિરંતર યુદ્ધસજ્‍જ સ્‍થિતિમાં રહેવું આવા દેશો માટે આવશ્‍યક હોય છે.

૧ ઇ. યુદ્ધ કરવાનું નક્કી કર્યા પછી કરવાની સિદ્ધતા

યુદ્ધ કરવાનું નક્કી કરીએ તો આવશ્‍યક સૈનિકીક્ષમતા વધારવાનો પ્રયત્ન કરવો પડે છે. શત્રુરાષ્‍ટ્રની તુલનામાં કેટલી શસ્‍ત્રસામગ્રી જોઈશે, કેટલા વિમાનો અને યુદ્ધનૌકાઓ, તેમજ તેમના માટે દારૂગોળો, પેટ્રોલ અને ડિઝેલ ઇંધનની વ્‍યવસ્‍થા કરવી, સૈનિકોની નવેસરથી ભરતી ઇત્‍યાદિ બાબતો કરવી પડે છે. થોડા માસ પહેલાં એવા સમાચાર હતા કે, ‘ભારતીય સૈન્‍ય પાસે થોડા દિવસ ટકી શકે તેટલો જ દારૂગોળો ઉપલબ્‍ધ છે.’

આના પરથી ધ્‍યાનમાં આવે છે કે, ભારત પોતે યુદ્ધ કરવાની તૈયારીમાં નથી અથવા ‘અન્‍ય દેશ જો ભારત પર આક્રમણ કરે, તો ભારત તેનો સામનો કેટલા દિવસ કરી શકશે’, તે પણ આના પરથી સ્‍પષ્‍ટ થયું હતું. આવો દેશ પરાજિત થાય તો કોઈને પણ આશ્‍ચર્ય લાગશે નહીં. અર્થાત્ ભારતને જો પાક કે ચીન પર આક્રમણ કરવું હોય, તો શૂન્‍યમાંથી સર્જન કરવું પડે એમ છે’, એવું ધ્‍યાનમાં આવે છે.

૧ ઈ. આર્થિક સ્‍થિતિ

યુદ્ધ કરવા માટે પ્રચંડ પૈસો ખર્ચ થાય છે. ઓછા સમયગાળામાં અને મર્યાદિત ક્ષેત્રમાં યુદ્ધ હોય, તો તેનું પરિણામ પૂર્ણ દેશ પર થતું નથી, ઉદા. કારગિલ યુદ્ધ. પણ મોટું યુદ્ધ કરવું હોય, તો તે માટે આર્થિક જોગવાઈ કરવી પડે છે. ‘કેટલા સમયગાળા માટે યુદ્ધ ચાલવાનું છે અને તે માટે દેશ પાસે કેટલા વિદેશી ચલનની મૂડી છે’, એ જોવું પડે છે. ‘નિર્ધારિત સમયગાળાના યુદ્ધ માટે તે પૂરતી છે શું ? યુદ્ધનો સમયગાળો જો વધે, તો અન્‍ય પર્યાયોનો વિચાર કરીને તેના પર માત કરી શકાય કે કેમ ?’, તેનો વિચાર કરવો પડે છે. ‘આ કાળમાં આયાત અને નિર્યાત પર શું પરિણામ થઈ શકે છે ?’, તેનો પણ વિચાર કરવો પડે છે.

 

૨. નાગરિકોની સિદ્ધતા

શાંતિના સમયગાળામાં નાગરિકોની માનસિકતા યુદ્ધ માટે હોતી નથી અથવા તેઓ તે વિચાર પણ કરતા નથી. ઇસ્રાયલ જેવા દેશમાંના નાગરિકો માટે પ્રત્‍યેક દિવસ યુદ્ધનો હોય છે. તેથી તેઓ યુદ્ધ માટે સિદ્ધ જ હોય છે. તેમને સૈનિકી શિક્ષણ લેવું ફરજિયાત છે. કેવળ પુરુષ જ નહીં, જ્‍યારે મહિલાઓને પણ તે લેવું પડે છે. તેમનામાં રાષ્‍ટ્રભક્તિનો સંસ્‍કાર જન્‍મથી જ કેળવાયેલો હોય છે. તેથી ઇસ્રાયલ જેવો દેશ ગત ૭૦ વર્ષ પડોશી ઇસ્‍લામી રાષ્‍ટ્રોનો સામનો કરતો અભિમાનથી ઊભો છે અને તેનો આદર્શ જગત્‌ના સર્વ દેશો જ રાખતા હોય છે.

એવું ભારતમાં તો નથી જ. ‘પ્રત્‍યેક નાગરિકને સૈનિકી શિક્ષણ પ્રદાન કરવામાં આવે’, એવી માગણી સ્‍વતંત્રતાવીર સાવરકરે કરી હતી. ત્‍યાર પછી અનેક પ્રખર રાષ્‍ટ્રભક્તોએ તે પ્રસ્‍તુત કરી; પણ કહેવાતા અહિંસાવાદી કૉંગ્રેસી રાજ્‍યકર્તાઓએ તેનો સ્‍વીકાર કર્યો નહીં. મૂળમાં હિંદુ ધર્મમાં પણ સૈનિકી શિક્ષણને પણ તેટલું જ મહત્વ છે. હિંદુ ધર્મએ એક વર્ણ જ સૈન્‍ય માટે નિર્માણ કર્યો છે. તો પણ અન્‍ય વર્ણીઓને ‘રાષ્‍ટ્ર અને ધર્મ માટે હાથમાં શસ્‍ત્ર લેવું, એ પોતાનું કર્તવ્‍ય છે’, એમ જાણી લઈને તેમણે વખતોવખત હાથમાં શસ્‍ત્ર લીધું છે.

ભારતના સહસ્રો વર્ષોના ઇતિહાસમાં શક, હુણ, મોગલ, અંગ્રેજ ઇત્‍યાદિઓએ આક્રમણ કર્યું અને ભારતને ગુલામ બનાવ્‍યો. તે જોતાં સ્‍વતંત્રતા પછી ભારતીઓને યુદ્ધસજ્‍જ કરવાની આવશ્‍યકતા હોવા છતાં પહેલા નહેરુએ તેનો વિરોધ કર્યો અને તેમની હા માં હા પ્રત્‍યેક રાજકારણીએ ભરી, આ ભારતીઓનું દુર્દૈંવ !

૨ અ. અંતર્ગત ઊઠાવ

યુદ્ધના કાળમાં પ્રત્‍યેક દેશમાં ‘અંતર્ગત ઊઠાવ થશે’, એમ હોતું નથી. ભારત જેવા દેશમાં તેના ભણી ધ્‍યાન આપવાની આવશ્‍યકતા છે. હાલમાં જ પાકના મહંમદ અલી નામક મંત્રીએ પાકમાંની એક વૃત્તવાહિની પરના ચર્ચાસત્રમાં વિધાન કર્યું હતું, ‘ભારત જો પાક પર આક્રમણ કરે, તો કેવળ ૫ લાખ પાકિસ્‍તાની સૈનિકો જ નહીં, જ્‍યારે ૨૨ કરોડ પાકિસ્‍તાની નાગરિકો અને એટલું જ નહીં, પણ ત્‍યાંના (ભારતમાંના) ૩૦ કરોડ લોકો (મુસલમાનો પણ) ભારતના વિરોધમાં ઊભા રહેશે અને ‘ગજવા-એ-હિંદ’ (ભારતમાંના કાફિરોના (હિંદુઓના) વિરોધમાં મુસલમાનો દ્વારા કરવામાં આવનારું યુદ્ધ) કરશે.

’ આ ઉશ્‍કેરણી કરનારું વિધાન ગંભીરતાથી લેવાની આવશ્‍યકતા છે. આ વિધાન પ્રસારમાધ્‍યમોએ જાણીજોઈને દબાવી રાખ્‍યું. તેથી ભારતીઓએ આ જોખમ ધ્‍યાનમાં લઈને સતર્ક રહેવાની સાથે જ જો કોઈ દેશદ્રોહ કરે જ, તો પોલીસ અને સુરક્ષાદળોને સહાયતા કરવી પડશે. પાક સાથે થયેલા ગત ૪ યુદ્ધોમાં એવો પ્રસંગ નિર્માણ થયો હોવાનું ઉદાહરણ નથી; પણ વર્તમાન સ્‍થિતિ જોતાં કેટલાક ઠેકાણે જો એવું બને, તો તેનો સામનો કરવો પડશે; કારણકે ‘પોલીસ અને અન્‍ય સુરક્ષાદળો તેમની સાથે લડવા માટે પર્યાપ્‍ત હશે શું ?’, એવો પ્રશ્‍ન હશે.

૨ આ. કરકસર અને ત્‍યાગ કરવો

ભારતીઓને શાંતિના સમયમાં યુદ્ધની સિદ્ધતા કરવાનો અનુભવ નથી કે તેવું શિક્ષણ તેમને આપવામાં પણ આવ્‍યું નથી તેમજ તેમના પર તેવા સંસ્‍કાર પણ કેળવવામાં આવ્‍યા નથી. તેથી ‘યુદ્ધ સમયે આપણે કાંઈક કરવાનું હોય છે’, એ જ તેમને જ્ઞાત નથી. આવા સમયે તેમણે તે જાણી લેવું જોઈએ. મૂળમાં જો મોટા સમયગાળાનું યુદ્ધ થાય, તો ભારતીઓને કરકસર કરવા સાથે જ અનેક ત્‍યાગ કરવાની સિદ્ધતા કરવી પડશે, તેનું ભાન તેમને અત્‍યારથી રાખવું પડશે.

બરાબર સમયે ભારત પર જો યુદ્ધ લાદવામાં આવે અને જો તે મોટા સમયગાળા માટે ચાલુ રહે, તો ‘તે નાગરિકોથી સહન થશે નહીં’, એવું તેમની અત્‍યારની સ્‍થિતિ જોતાં કહેવું પડશે. તેમાં સૌથી મહત્વનું એટલે ઇંધનનો ઉપયોગ. ભારતમાં ઇંધનનું ઉત્‍પાદન અપેક્ષિત એટલું થતું નથી. ભારતને અખાતી દેશો દ્વારા ઇંધન વેચાતું લેવું પડે છે.

નિયોજિત યુદ્ધકાળમાં તેવો સંગ્રહ કરી રાખી શકાય અને તેનો ઉપયોગ કરકસરથી કરવો પડે છે; પણ આક્રમણ થયા પછી તેવી કોઈપણ સગવડ કરી હોતી નથી. આવા સમયે દેશમાં તે ઇંધન અગ્રક્રમથી સૈન્‍યને આપવું પડે છે. આવા સમયે નાગરિકોને ઇંધનની ઉણપ વર્તાય છે. તે સમયે તેના ભણી સંયમથી જોવું પડશે અને ઉપલબ્‍ધ ઇંધનનો ઉપયોગ કરકસરથી કરવો પડશે. વ્‍યક્તિગત વાહનોનો ઉપયોગ કરવાને બદલે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવો પડશે. અનાવશ્‍યક પ્રવાસ ટાળવો પડશે. ઇંધનની ઉણપને કારણે અનાજ-ધાન્‍યનું વહન અટકી શકે છે. તેથી તે પણ લોકોને મળવું કઠિન થઈ શકે છે. આવા સમયે ‘પૈસા હોવા છતાં પણ ખાવાનું મળશે નહીં’, એવી સ્‍થિતિ નિર્માણ થઈ શકે છે.

૨ ઇ. વીજળી અને પાણીના ઉપયોગ પર મર્યાદા !

પાણીનું વહન પણ ઇંધન પર ચલાવનારા પંપ દ્વારા કરવામાં આવે છે, આવા સમયે પાણીની વપરાશ પર પણ મર્યાદા આવશે. વીજળી માટે લાગનારા કોલસાનું વહન કરવા માટે જો ઇંધન ઓછું પડે તો વીજળીની નિર્મિતિમાં ઘટાડો થઈ શકે. તેને કારણે પાણીની વપરાશ સાથે જ વીજળીનો ઉપયોગ પણ કરકસરથી કરવો પડશે. તેમાં પણ જો શત્રુ નદીઓ પરના બંધને લક્ષ્ય કરીને તે ધ્‍વસ્‍ત કરે, તો તેના પર અવલંબિત લોકો પર મોટો આઘાત થશે.

આ સ્‍થિતિ જોતાં  શાંતિના સમયમાં તળાવ અને કૂવાને વપરાશ કરવા જેવી યોગ્‍ય સ્‍થિતિમાં રાખવા, એ આવશ્‍યક હોય છે. ભારતમાંના ગામડાઓમાં આ થઈ શકે છે; પણ દેશમાં વર્તમાનના મહાનગરોમાં, ‘સ્‍માર્ટસિટી’ઓમાં હવે આવી સગવડો કરવી અશક્ય જ છે. તેથી જે શહેરો આવા બંધના પાણી પર આધારિત છે, તેવા લોકોને શહેર છોડી દેવા સિવાય અન્‍ય કોઈ પર્યાય જ નહીં હોય. તેવી જ રીતે જો શત્રુ વીજળી નિર્મિતિના કેંદ્રો ઉધ્‍વસ્‍ત કરે, તો હજી મોટો આઘાત થશે. બીજા મહાયુદ્ધમાં બંધ અને વીજળીનિર્મિતિનાં કેંદ્રોને લક્ષ્ય કરવામાં આવ્‍યા હતા.

બીજા મહાયુદ્ધમાં જર્મનીએ ફ્રાંસનો કેટલોક ભાગ જીતી લઈને ત્‍યાંના કારખાનાઓમાં શસ્‍ત્રનિર્મિતિ ચાલુ કરી હતી. તેમને આવશ્‍યક તેટલી વીજળી બંધના પાણી દ્વારા નિર્માણ કરવામાં આવતી હતી. ત્‍યારે ફ્રાંસે જ પોતાના; પણ જર્મનીના નિયંત્રણમાં રહેલા બંધને પોતે જ ધ્‍વસ્‍ત કર્યા હતા, એ પણ ધ્‍યાનમાં લેવું પડશે. તેવી જ રીતે રશિયાએ પણ જર્મનીથી પાછીપાની કરતી વેળાએ તેમના દેશમાંના રસ્‍તા, બંધ ઇત્‍યાદિ ઉદ્‌ધ્‍વસ્‍ત કર્યા હતા.

યુદ્ધ સમયે રાત્રે ‘બ્‍લેક-આઊટ’ કરવામાં આવે છે; એટલે રાત્રે દીવા લગાડવાનું જ બંધ કરવામાં આવે છે. તેથી પ્રશાસન રાત્રે વીજળીનો પુરવઠો બંધ કરે છે. જો દીવો અથવા પ્રકાશ હોય તો શત્રુના વિમાનો દેશમાં ઘૂસીને તેમને લક્ષ્ય શોધવામાં સમય લાગતો નથી. પહેલાં યુદ્ધનો અનુભવ લીધેલા નાગરિકોને આ વાતની જાણ હશે. તેથી ‘રાત્રે લાઈટ’ લગાડીને કોઈપણ કામ કરી શકાશે નહીં’, આ વાત ધ્‍યાનમાં લેવી પડશે. જો ઉનાળામાં આવું યુદ્ધ થાય, તો પાણી અને વીજળીની અછતથી અથવા અપૂરતા પુરવઠાથી નાગરિકોને પ્રચંડ ત્રાસ સહન કરવો પડશે અને ‘આવું યુદ્ધ ૧ – ૨ વર્ષ અથવા વધારે સમય ચાલે, તો કેવી સ્‍થિતિ થઈ શકે ?’, તેની કલ્‍પના કરી શકાય છે.

૨ ઈ. નાગરિકોની માનસિક સ્‍થિતિ

વર્તમાનમાં સમાજને ‘દેશ માટે સીમા પર જઈને પ્રાણત્‍યાગ કરવા કરતાં જુદો કાંઈ ત્‍યાગ કરવાનો હોય છે’, એ જ જ્ઞાત નથી; કારણકે ગત ૭૧ વર્ષમાં રાજ્‍યકર્તાઓએ સમાજને એવું કાંઈ શીખવ્‍યું જ નથી. તેથી યુદ્ધ સમયે વીજળી, પાણી અને ઇંધન પર મર્યાદાઓ આવવાની છે. તેથી અનેક બાબતો પર નિર્બંધ આવશે. તેમજ મનોરંજનના સાધનો પણ બંધ રાખવા પડશે, ઉદા. ચલચિત્રગૃહ, નાટ્યગૃહ અને અન્‍ય સાધનો. આવા સમયે તેમના સિવાય ન જીવી શકનારા લોકોને સંઘર્ષ જ કરવો પડશે.

આ કાળમાં રોજગારીના અનેક સાધનો બંધ હશે અને તેનું પરિણામ આર્થિક ઉત્‍પન્‍ન પર થશે. આ સૌથી મોટું પરિણામ હશે. આવા સમયે પહેલા કરેલી બચતનો ઉપયોગ કરવો પડશે. જેમની પાસે પૂરતા પ્રમાણમાં બચત નહીં હોય, તેમને મોટા પ્રમાણમાં ખેંચ-તાણનો સામનો કરવો પડશે, તેમાં કાંઈ શંકા નથી. તેમાં પણ જો યુદ્ધ વધારે સમય માટે ચાલુ રહે તો સરકાર ‘બૅંકો’માંથી મર્યાદિત પૈસા જ કાઢવાનો નિર્બંધ લગાડી શકવાની શક્યતા નકારી ન શકાય. આવી સ્‍થિતિમાં જીવવું વધારે કઠિન થશે. આવા સમયે સરકાર અને પ્રશાસન દ્વારા સહાયતા મળવાની અપેક્ષા રાખી શકાય નહીં.

આવા સમયે નાગરિકોને જ એકબીજાને, પડોશીઓને સહાયતા કરવી પડશે. તેમાં પણ સીમા પર યુદ્ધ કરનારા સૈનિકોના કુટુંબીજનોની કાળજી લેવી પડશે. આવા સમયે રાષ્‍ટ્રબંધુત્‍વની કસોટી હશે. તેથી આ કાળમાં સહુકોઈએ સંગઠિત રહેવું આવશ્‍યક હશે. ‘પહેલા અને બીજા મહાયુદ્ધના કાળમાં યુરોપમાંના લોકોને આ યુદ્ધોનો કેવો અનુભવ થયો હશે’, તેનો વિચાર કરવો જોઈએ. આવા સમયે કઠોર માનસિકતા રાખવા સાથે જ ભૂખ્‍યા રહેવું પડવાની સિદ્ધતા રાખવી પડશે. તેમાં પણ બીમાર લોકોના હાલ વધારે થવાની શક્યતા હશે. તેમને મળનારી દવાઓની અછત થઈ શકે છે. તે સમયે તેમણે ઈશ્‍વરી અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરવો પડશે; પણ દેશમાં બધા કાંઈ આસ્‍તિક નથી. આવા સમયે પરિસ્‍થિતિવશ કદાચ તેઓ આસ્‍તિક બની શકે.

 

૩. દેશની આર્થિક સ્‍થિતિ

એકાદ દેશ જો યુદ્ધ કરવાનું નક્કી કરે, તો સૈનિકી સિદ્ધતાની સાથે આર્થિક સિદ્ધતા પણ કરવાની આવશ્‍યકતા હશે. જો આ યુદ્ધ વધારે સમયગાળા માટે ચાલુ રહે, તો આર્થિક અડચણ આવે નહીં, તે માટે શું ઉપાય કરી શકાય, તે નક્કી કરવું પડશે. પ્રથમ વિદેશ (ગંગાજળી) નાણું (foreign currency) જોવું પડશે. પરદેશમાં કોઈપણ સામગ્રી વેચાતી લેવા માટે તે ભારતીય રૂપિયામાં નહીં, પણ અમેરિકન ડૉલરમાં લેવી પડે છે. આવા સમયે ભારત પાસે પણ વિદેશી ચલન હોવું આવશ્‍યક છે. વર્ષ ૧૯૯૧માં તે ભારતમાં પર્યાપ્‍ત પ્રમાણમાં ન હોવાથી વિદેશ પાસે મોટા પાયે સોનું ગિરવી મૂકવું પડ્યું હતું. ત્‍યારે યુદ્ધની સ્‍થિતિ નહોતી, જ્‍યારે આર્થિક સ્‍થિતિ યુદ્ધ જેવી બની ગઈ હતી, આ વાત ધ્‍યાનમાં લેવી પડશે.

તેથી જો આ ચલન પૂરતું નહીં હોય, તો શસ્‍ત્રાસ્‍ત્ર વેચાતા લેવા, ઇંધન ખરીદી, અન્‍ય સામગ્રીની ખરીદી અને વેપાર પર મોટા પ્રમાણમાં મર્યાદા આવશે અને અર્થવ્‍યવસ્‍થા ભાંગી પડવાની શક્યતા નિર્માણ થશે. જ્‍યારે એકાદ દેશ પર આક્રમણ થાય છે અને તે યુદ્ધ લંબાય છે, ત્‍યારે આક્રમણ કરનારા કરતાં જેના પર આક્રમણ થયું છે, તેની હાનિ વધારે થાય છે. તેની પાછળનું એક કારણ આર્થિક પણ હોય છે; કારણકે ‘તે તેવી તૈયારીમાં હોય છે જ’, એમ નથી.

આવા સમયે સરકાર નાગરિકો પાસે ‘‘પૈસા, સોનું ઇત્‍યાદિ આપો’, એવું આવાહન કરી શકે છે. ત્‍યારે જનતાએ દેશ માટે આ પણ કરવું પડશે. તેની માનસિકતા પણ સિદ્ધ કરવી પડશે. સર્વ સ્‍વાંગ રચી શકાય; પણ પૈસાનું સ્‍વાંગ રચી શકાતું નથી. આ સમયે ‘બૅંક’માં રહેલા લોકોના પૈસા પણ સરકાર કાઢવા દેશે નહીં, તેની પણ સંભાવના હશે.

 

૪. પ્રત્‍યક્ષ યુદ્ધ

પ્રત્‍યક્ષ યુદ્ધ જ્‍યારે ચાલુ થાય અને તે એકજ નહીં, જ્‍યારે અનેક સીમાઓ પર ચાલુ થાય, તો ‘તેની સીમાઓ કેવી છે અને તે દેશનું ક્ષેત્રફળ શત્રુની તુલનામાં કેટલું છે’, તેના પરથી સંપૂર્ણ દેશને તેનો સામનો કરવો પડશે કે નહીં, એ ધ્‍યાનમાં આવે છે, ઉદા. વર્ષ ૧૯૬૨માં ચીન સાથે થયેલા યુદ્ધ સમયે તે હિમાલયની સીમા પર હતું. તે સમયે તેનું પરિણામ દક્ષિણ ભારતમાંના રાજ્‍યો પર થયું નહોતું. વર્ષ ૧૯૭૧ સમયે પૂર્વ અને પશ્‍ચિમ આ બન્‍ને સીમાઓ પર થયું હતું અને તેમાં ત્રણેય સૈન્‍યદળો સહભાગી થયા હતા. તેનો વિસ્‍તાર પણ જોવા જઈએ તો મોટો હતો.

તે સમયે મુંબઈમાં પણ ‘બ્‍લૅક-આઊટ’ કરવામાં આવ્‍યો હતો; કારણકે ભારતના નૌકાદળે કરાચી બંદર પર પ્રચંડ આક્રમણ કર્યું હતું. તેથી પાક દ્વારા મુંબઈને લક્ષ્ય કરવાની શક્યતા હતી. હવે ચીન હિંદી મહાસાગરમાં ઘૂસખોરી કરીને તેની પથારી-પોટલા ગોઠવવા માગે છે. તેથી દક્ષિણ ભણીથી ભારત પર આક્રમણ થવાની સંભાવના છે.

૪ અ. ખાનગી કારખાનાઓમાંથી શસ્‍ત્રનિર્મિતિ

પ્રત્‍યક્ષ યુદ્ધ ચાલુ થયા પછી અને તે વધારે સમયગાળા માટે ચાલુ રહે, તો શસ્‍ત્રાસ્‍ત્રોની અછત થઈ શકે છે. આવા સમયે સરકાર સૈનિકી કારખાનાઓ સાથે જ અન્‍ય ખાનગી કારખાનાઓમાં પણ શસ્‍ત્રોની નિર્મિતિ ચાલુ કરી શકે છે. સૈન્‍યને જોઈતા શસ્‍ત્રના છૂટા ભાગ અહીં બનાવી શકાય છે.

૪ આ. લોહીની આવશ્‍યકતા

યુદ્ધ ચાલુ થાય કે, સૈનિકો મોટી સંખ્‍યામાં ઘાયલ થાય છે. તેમને લોહીની આવશ્‍યકતા લાગે છે. તે માટે સરકાર દ્વારા રક્તદાન માટે આવાહન કરવામાં આવે છે. આ સમયે દેશભક્ત નાગરિકોએ આગેવાની કરીને તે આપવું જોઈએ. રુગ્‍ણાલયો પણ સૈનિકો માટે આરક્ષિત રાખવા પડે છે. ઔષધિઓની અછત વર્તાય નહીં, તે માટે ઔષધિઓ પ્રથમ પ્રાધાન્‍યથી સૈનિકોને આપવામાં આવે છે.

૪ ઇ. સૈન્‍યભરતી

સૈન્‍યમાં ભરતી થવા માટે પણ આવાહન કરવામાં આવે છે. આવા સમયે યુવકોએ તેને અગ્રક્રમ આપીને સૈન્‍યમાં ભરતી થવાની આવશ્‍યકતા હોય છે. તેમાં પણ તે વિશેનું પ્રશિક્ષણ લીધેલાઓને પ્રાધાન્‍ય આપવામાં આવે છે.

 

૫. અણુયુદ્ધનું જોખમ !

ભારતીય સૈના

‘ભારત અને પાક વચ્‍ચે હવે કોઈપણ યુદ્ધ જો થાય, તો તેની પરિણતી અણુયુદ્ધમાં જ થવાની છે’, આ વાત ભારતીઓએ કાયમસ્‍વરૂપે ધ્‍યાનમાં રાખીને તે દૃષ્‍ટિએ સતત સિદ્ધ રહેવાની આવશ્‍યકતા છે. શાસનકર્તાઓ, પ્રશાસન અને રાજકીય પક્ષ, તેમજ જનતાએ પરિણામોનો વિચાર કરીને તેવી સિદ્ધતા કરવી પણ આવશ્‍યક છે જ.

ભારતે આ પહેલાં પણ ઘોષિત કર્યું હતું કે, ભારત પહેલા અણુબૉંબનો ઉપયોગ કરશે નહીં; પણ પછી તેણે પોતે થઈને પોતાના પર મૂકેલું આ બંધન હવે નિરસ્‍ત કર્યું છે. તો પણ ભારતીય માનસિકતા જોતાં ભારત પહેલા અણુબૉંબનો ઉપયોગ કરે તેવી સંભાવના ૯૯ ટકા નથી, એમ જ કહેવું પડશે. તેથી જો પાક સાથે યુદ્ધ થાય, તો પ્રથમ પાક જ ભારત પર અણુબૉંબ ફેંકી શકે છે.

એમ હોય, તો તેનું લક્ષ્ય પ્રથમ કયા શહેરો હશે, તેનો વિચાર કરીએ, તો કેટલાક નામો સામે આવે છે. તે એટલે, ભારતની રાજધાની નવી દેહલી, ચંડીગઢ, મુંબઈ, જયપૂર, આગરા, મેરઠ ઇત્‍યાદિ શહેરો હોઈ શકે. તેમાં પણ પાક પાસે ભારત કરતાં વધારે અણુબૉંબ છે. પાક જો આવું આક્રમણ કરે, તો ભારતને પ્રત્‍યુત્તર તરીકે પાક પર અણુબૉંબ ફેંકવા પડશે અને તેમાં સંપૂર્ણ પાક વેરાન થયા સિવાય ભારત થોભી શકશે નહીં; કારણકે પાકના આંગળીના વેઢે ગણી શકાય તેટલા પ્રમુખ શહેરો છે. તેમાં ઇસ્‍લામાબાદ, કરાચી, લાહોર, રાવળપિંડી, હૈદ્રાબાદ, સિયાલકોટ અને પેશાવર છે. તેમાં જ પાક ના સર્વ વ્‍યવહાર ચાલતા હોય છે.

 શ્રી. પ્રશાંત કોયંડે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

ભારત અને પાક પાસે રહેલા અણુબૉંબની ક્ષમતા !

વર્તમાનમાં પાક પાસે રહેલા સર્વોચ્‍ચ અણુબૉંબની ક્ષમતા ૪૫ કિલોટન જેટલી છે. આ અણુબૉંબમાં ૨૮૦ મીટરનો વિસ્‍તાર ઉજ્‍જડ કરવાની ક્ષમતા છે. ભૂમિ પર આ બૉંબસ્‍ફોટને કારણે ૧.૧૬ કિ.મી.ના વિસ્‍તારમાં કિરણોત્‍સર્ગના દુષ્‍પરિણામો જોવા મળી શકે છે. આ અણુબૉંબનો સ્‍ફોટ જો હવામાં થાય, તો લગભગ ૨.૫ કિ.મી. પરીઘના વિસ્‍તાર પર તેનું પરિણામ થશે અને ૩.૦૫ કિ.મી.ના પરીઘના ક્ષેત્રમાં લોકોને ગંભીર દુખાપત થઈ શકે છે.

ભારતે પોતાની પાસે રહેલો ૬૦ કિલોટન ક્ષમતા ધરાવનારો અણુબૉંબ પાકમાંના પ્રમુખ શહેરો પર ફેંકવાથી સંબંધિત શહેરનો ૩૧૦ મીટરનો વિસ્‍તાર વેરાન થશે. તેમજ ૧.૧૬ કિ.મી. વિસ્‍તારમાં સદર સ્‍ફોટને કારણે કિરણોત્‍સર્ગના દુષ્‍પરિણામ જોવા મળી શકે છે. જો આ સ્‍ફોટ હવામાં થાય, તો આ શહેરમાંના ૨.૭૫ કિ.મી. પરીઘમાં સ્‍થિત લોકોને ગંભીર સ્‍વરૂપની દુખાપત થશે. વર્તમાનમાં પાક પાસે ૧૨૦, જ્‍યારે ભારત પાસે ૧૧૦ અણુબૉંબ છે.

ભારતના નીચે જણાવેલા શહેરો પર અણુબૉંબ પડવાથી થનારા પરિણામ !

૧. ચંડીગઢ

અહીંના ૧ ‘પીએસ્‌આય’ના (અણુબૉંબની બરાબર તીવ્રતા ઓળખવા માટે વાપરવામાં આવનારું પરિમાણ) વિસ્‍તારના ૧૩ લાખ ૧૬ સહસ્ર ૩૨૬ લોકસંખ્‍યાનો વિચાર કરીએ, તો આ ઠેકાણે અણુબૉંબ ફેંકવાથી ૨ લાખ ૨૮ સહસ્ર ૨૨૦ લોકો મૃત્‍યુ પામશે, જ્‍યારે ૪ લાખ ૮૯ સહસ્ર ૩૪૦ લોકો ઘાયલ થશે.

૨. નવી દેહલી

અહીંના ૧ ‘પીએસ્‌આય’ના વિસ્‍તારના ૩૮ લાખ ૨૮ સહસ્ર ૮૭૭ લોકસંખ્‍યાનો વિચાર કરીએ, તો આ ઠેકાણે અણુબૉંબ ફેંકવાથી ૩ લાખ ૬૭ સહસ્ર ૯૦૦ લોકો મૃત્‍યુ પામશે, જ્‍યારે ૧૨ લાખ ૮૫ સહસ્ર ૧૮૦ લોકો ઘાયલ થશે.

૩. મુંબઈ

અહીંના ૧ ‘પીએસ્‌આય’ના વિસ્‍તારના ૫૯ લાખ ૫૯ સહસ્ર ૯૨૫ લોકસંખ્‍યાનો વિચાર કરીએ, તો આ ઠેકાણે અણુબૉંબ ફેંકવાથી ૫ લાખ ૮૬ સહસ્ર ૧૨૦ લોકો મૃત્‍યુ પામશે, જ્‍યારે ૨૦ લાખ ૩૭ સહસ્ર ૩૨૦ લોકો ઘાયલ થશે.

 

પાકિસ્‍તાનની રાજધાની ઇસ્‍લામાબાદ ખાતે અણુબૉંબ ફેંકવાથી થનારું પરિણામ

ઇસ્‍લામાબાદમાં અહીંના ૧ ‘પીએસ્‌આય’ના વિસ્‍તારના ૭ લાખ ૭૪ સહસ્ર ૩૯૮ લોકસંખ્‍યાનો વિચાર કરીએ, તો આ ઠેકાણે અણુબૉંબ ફેંકવાથી ૧ લાખ ૪૨ સહસ્ર ૪૫૦ લોકો મૃત્‍યુ પામશે, જ્‍યારે ૨ લાખ ૬૦ સહસ્ર ૫૦ લોકો ઘાયલ થશે.’

સંદર્ભ : લોકસત્તા ૬.૮.૨૦૧૫

 

અણુયુદ્ધનું જોખમ જોઈને કરવાની સિદ્ધતા

જો અણુયુદ્ધ થાય જ, તો તે સમયે મોટી સંખ્‍યામાં જીવિત હાનિ થઈને કિરણોત્‍સર્ગ થશે. તેથી કોઈપણને બચાવવાનો તરત જ કરવામાં આવેલો પ્રયત્ન બચાવનારનું મૃત્‍યુ દોરી શકે છે. આવા સમયે કેવી રીતે બચાવકાર્ય કરવું, તેનું અત્‍યારથી જ શિક્ષણ અને તેવી યંત્રણા સરકારે સ્‍થાપન કરવી આવશ્‍યક છે. તેનો અભ્‍યાસ કરીને જનતાને તે વિશે માહિતી આપીને જાગૃત કરવાની પણ આવશ્‍યકતા છે.

કિરણોત્‍સર્ગનું પરિણામ રોકવા માટે ‘અગ્‍નિહોત્ર’ આ પ્રભાવી ઉપાય !

‘અગ્‍નિહોત્ર’ આ તે માટેનો એક પર્યાય છે. સાદા બૉંબની તુલનામાં અણુબૉંબ સૂક્ષ્મ છે. સ્‍થૂળ કરતાં સૂક્ષ્મ વધારે પરિણામકારી હોય છે. તેથી અણુબૉંબનું પરિણામ રોકવા માટે સૂક્ષ્મ સ્‍તર પરની કાંઈક ઉપાયયોજના કરવી આવશ્‍યક છે. તે માટે અગ્‍નિહોત્રનો ઉપાય કહ્યો છે. આ અત્‍યંત સાદો અને ઓછા સમયમાંનો સૂક્ષ્મ સ્‍તર પરનો અત્‍યંત પ્રભાવી ઉપાય છે. અગ્‍નિહોત્રને કારણે વાતાવરણ ચૈતન્‍યમય બને છે, તેમજ સુરક્ષા-કવચ પણ નિર્માણ થાય છે. તેથી અણુબૉંબના કિરણોત્‍સર્ગનું પરિણામ અટકાવી શકાય છે.’

વધુ જાણકારી માટે વાંચો સનાતનનો ગ્રંથ ‘અગ્‍નિહોત્ર’

 

સંકટકાળમાં નાગરિકોના રક્ષણનો
મૂળમંત્ર પુરવાર થનારો સનાતનનો ગ્રંથ – અગ્‍નિહોત્ર

* અગ્‍નિહોત્ર દેવ અને નિસર્ગના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ કેવી રીતે છે ?

* અગ્‍નિહોત્રને કારણે અણુયુદ્ધ દ્વારા થનારા પ્રદૂષણ સામે રક્ષણ કેવી રીતે થાય છે ?

* અગ્‍નિહોત્રને કારણે થનારાં સૂક્ષ્મમાંના પરિણામ

* અગ્‍નિહોત્રની હોમ, હવન, યજ્ઞ ઇત્‍યાદિ સાથે તુલના

* અગ્‍નિહોત્રમાંના પ્રત્‍યેક પરિબળને કારણે થનારા વૈદ્યકીય, માનસિક અને આધ્‍યાત્‍મિક લાભ કયા છે ?

* સાધનાની દૃષ્‍ટિએ અગ્‍નિહોત્રનું મહત્વ શું છે ?

Leave a Comment