સનાતનની ગ્રંથમાલિકા ‘આગામી આપત્કાળની સંજીવની’માંની ઉપમાલિકા ‘બિંદુદબાણ’ !

સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે આગામી કાળ ભીષણ સંકટકાળ છે અને આ કાળમાં સમાજને અનેક આપત્તિઓનો સામનો કરવો પડશે. સંકટકાળમાં પોતાની સાથે જ કુટુંબીજનોના આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે. સંકટકાળમાં અવર-જવર ભાંગી પડવાથી દરદીને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય સાથે સંપર્ક કરવું અને બજારમાંથી ઔષધીઓ મળવાનું પણ કઠિન હોય છે. સંકટકાળમાં આવી પડતી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘ભાવિ આપત્કાલીન સંજીવની’ નામક ગ્રંથમાલિકા સિદ્ધ કરી રહી છે. આ ગ્રંથમાળાના ૧૫ માર્ચ ૨૦૧૮ સુધી ૧૯ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમાંના જ ‘બિંદુદબાણ’ ઉપમાલિકામાંના  ૨ ગ્રંથોનો પરિચય આ લેખ દ્વારા કરાવી આપીએ છીએ.

ગ્રંથના સંકલક : પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે

 

  ગ્રંથનું મનોગત

સ્વાસ્થ્ય વિશે થોડીક કાંઈ તકરાર લાગે, તો આપણે તરત જ ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. તેને બદલે ‘બિંદુદબાણ ઉપચાર પદ્ધતિ’ અમલમાં મૂકવાથી આપણો સમય અને પૈસો તો બચશે જ, પણ તેની સાથે વિકારો પર મૂળગામી ઉપચાર થવામાં પણ સહાયતા મળશે. ઘણાખરાંને ‘બિંદુદબાણ ઉપચાર પદ્ધતિ ચીનમાંથી આવી હોય’ એમ લાગે છે; પણ પ્રત્યક્ષમાં તેનો ઉગમ હિંદુસ્થાનમાં જ થયો છે.

આ શાસ્ત્રનો ટૂકમાં પરિચય સનાતનનો ગ્રંથ ‘શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસના નિવારણ માટે બિંદુદબાણ’ આપ્યો છે, જ્યારે ‘હંમેશના વિકારો પર બિંદુદબાણ ઉપચાર’ આ ગ્રંથમાં ‘માથાનો દુ:ખાવો, તાવ ઇત્યાદિ હંમેશના ૮૦ કરતાં વધુ વિકારો પર ઉપચાર કેવી રીતે કરવા ?’ તેનું માર્ગદર્શન કર્યું છે. આ ઉપરાંત નિરોગી રહેવા માટે પ્રતિદિન દાબવાના બિંદુઓ વિશે પણ આ ગ્રંથમાં કહ્યું છે. વાચકોએ આ બન્ને ગ્રંથ અવશ્ય સંગ્રહિત રાખવા. (ગ્રંથ હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ)

૧.  ‘બિંદુદબાણ ઉપાય’નો અર્થ

‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’

૨. બિંદુદબાણ ઉપચારો પાછળનું મૂળભૂત તત્ત્વ

માનવી શરીરમાં ચેતના નિરંતર વહેતી હોય છે. ચેતનાના પ્રવાહમાં અવરોધ નિર્માણ થાય તો વિકાર નિર્માણ થાય છે. શરીર પરના વિશિષ્ટ બિંદુઓ દબાવીને ચેતનાના પ્રવાહમાંના અવરોધ દૂર કરી શકાય છે. આ વિશિષ્ટ બિંદુઓને ‘દબાણબિંદુઓ’ કહેવામાં આવે છે.

૩. બિંદુદબાણ ઉપચારોના સંદર્ભમાં સૂચનાઓ

૩ અ. બિંદુદબાણ ઉપચારોનો આરંભ કરવા પહેલાં ઉપાસ્યદેવતાને પ્રાર્થના કરવી !

પ્રાર્થના આ રીતે કરવી, ‘દેવતા, તમારી કૃપાથી ‘બિંદુદબાણ ઉપચાર’ કરું છું. આ ઉપચારોને કારણે મારો / આ દરદીનો વિકાર (વિકારનો ઉલ્લેખ કરવો.) વહેલો દૂર થવા દો, એ જ આપના ચરણોમાં પ્રાર્થના..’

૩ આ. બધાયે જ, ખાસ કરીને અનિષ્ટ શક્તિઓનો તીવ્ર ત્રાસ ધરાવનારાઓએ નામજપ કરતાં કરતાં ‘બિંદુદબાણ ઉપચાર’ કરવા !

૩ ઇ. બિંદુદબાણ વિશેની સૂચનાઓ

૧. દબાણબિંદુ પર અંગૂઠો, તર્જની (અંગૂઠા પાસેની આંગળી), અણી વગરની પેન્સિલ, લેખણી (પેન)ની બુઠ્ઠી બાજુ અથવા તત્સમ વસ્તુઓ દ્વારા દબાણ આપવું.

૨. આંગળી પર દબાણ આપતી વેળાએ આંગળી ચપટીમાં પકડીને દબાણ આપવું.

૩. દરદીને સહન થાય, એટલા જ પ્રમાણમાં દબાણ આપવું.

૪. બિંદુઓ પર દબાણ આપતી વેળાએ તે સળંગ આપવાને બદલે એક સેંકડમાં એકવાર આપીને છોડવું.

૫. પ્રત્યેક બિંદુ પર સામાન્ય રીતે ૧-૨ મિનિટ સુધી જ દબાણ આપવું.

૬. વિકાર સાજો થાય ત્યાં સુધી બિંદુદબાણ ઉપચાર દિવસમાંથી ન્યૂનતમ (ઓછામાં ઓછો) એકવાર અને વધારેમાં વધારે ૪-૫ વેળા કરવા.

૭. બિંદુદબાણ ઉપચાર ભલે ગમે ત્યારે કરી શકાતા હોય, છતાં પણ જમ્યા પછી સામાન્ય રીતે ૧ કલાક સુધી તે ન કરવાનું ઉચિત છે.

૪. સદર લેખમાંના દબાણબિંદુઓના વર્ણન વિશે સૂચનાઓ

અ. બિંદુઓના વર્ણનના આરંભમાં કરેલા ‘હૃદય ૭ (H 7)’, ‘મોટું આંતરડું ૪ (LI 4)’ આના જેવા શબ્દો એટલે બિંદુદબાણ શાસ્ત્ર અનુસાર તે બિંદુઓનાં નામો છે.

આ. શરીરની મધ્યરેખા પરના બિંદુઓને છોડતાં, અન્ય બિંદુઓ શરીરની ડાબી અને જમણી એવી રીતે બન્ને બાજુએ હોય છે. ઉપચાર માટે બન્ને બાજુઓ પરના બિંદુઓ દબાવવા.

ઇ. પ્રત્યેકના શરીરમાંના વિવિધ ભાગોની લંબાઈ-પહોળાઈ તે વ્યક્તિના આંગળીની પહોળાઈ પ્રમાણે હોય છે. તે માટે અત્રે બિંદુઓનું સ્થાન દર્શાવવા માટે આવશ્યક એવા અંતરનું માપ ‘એક આંગળી’માં કહ્યું છે. ‘એક આંગળી અંતર’ એટલે ‘એક આંગળીના વચલા વેઢાની સરેરાશ પહોળાઈ જેટલું અંતર’.

૫. સર્વસામાન્ય વિકારો પરના દબાણબિંદુઓ

૫ અ. થાક લાગવો

૧. પગની ટચલી આંગળીના મૂળ પાસે સર્વ બાજુએથી દાબવું.

૨. હાથની ટચલી આંગળીના વચ્ચેના વેઢા પર સર્વ બાજુએથી દાબવું.

૫ આ. સ્થૂળતા

૧. હૃદય ૭ (H 7)

હાથની ટચલી આંગળી અને અનામિકા (ટચલી આંગળી પાસેની આંગળી)ના વચ્ચેના ખાંચામાંથી સીધી નીચે આવનારી રેખામાં કાંડાની ગડી પર (આકૃતિ ‘૧’ બિંદુ ‘૧’ જુઓ.)

૨. હૃદયનું આવરણ ૬ (P 6)

કાંડાની ગડીના મધ્યથી ઊભી સીધી રેખામાં ૨ અંગૂઠા નીચે (* નોંધ) (આકૃતિ ‘૧’માનું  બિંદુ ‘૨’ જુઓ.)

નોંધ –  ‘૧ અંગૂઠો અંતર’ એટલે ‘અંગૂઠાના વચલા વેઢાની પહોળાઈ જેટલું અંતર.’

૫ ઇ. તાવ આવવો

૧. હૃદય ૭ (H 7)

સૂત્ર ‘૫ આ’માનું ઉપસૂત્ર ‘૧’ જુઓ.

૨. મોટું આંતરડું ૪ (LI 4)

હાથનો અંગૂઠો તર્જનીને (અંગૂઠા પાસેની આંગળીને) સીધો ચોંટાડ્યા પછી હથેળીની પાછળની બાજુએ આ બન્ને આંગળીઓમાંની ગડી ચાલુ થાય છે, તે ઠેકાણે એક માંસલ ઉપસેલો ભાગ દેખાય છે. આ ઉપસેલા ભાગનો સૌથી ઊંચો બિંદુ. (આકૃતિ ‘૨’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

 

૬. માથું અને મગજ સાથે સંબંધિત વિકારો પર બિંદુદબાણ

૬ અ. માથું દુ:ખવું

૧. પિત્તાશય ૧૪ (GB 14)

કપાળ પર ભવાંની વચ્ચેથી એક અંગૂઠો ઉપર (‘આકૃતિ ‘૩’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

૨. ત્રિઉષ્મક ૨૩ (TW 23)

ભવાંની બહારની કિનારી પર (આકૃતિ ‘૩’માનું  બિંદુ ‘૨’ જુઓ.)

૬ આ. ઊંઘ ન આવવી

૧. અપવાદાત્મક ૧ (Ex 1)

સૂત્ર  ‘૮ અ’માનું  ઉપસૂત્ર ‘ ૧’ જુઓ.

૨. હૃદય ૭ (H 7)

સૂત્ર ‘૫ અ’માનું  ઉપસૂત્ર ‘ ૧’ જુઓ.

૩. હૃદયનું આવરણ ૬ (P 6)

સૂત્ર ‘૫ આ’માનું  ઉપસૂત્ર ‘ ૨’ જુઓ.

૭. આંખોના સર્વ વિકારો પરના દબાણબિંદુઓ

અ. અપવાદાત્મક ૧ (Ex 1)

બન્ને ભવાંની વચ્ચેના ભાગમાં (આકૃતિ ‘૪’માનું બિંદુ ‘૧’ જુઓ.)

આ.  મૂત્રાશય ૧ (UB 1)

આંખોની અંદરના ખૂણા પર (આકૃતિ ‘૪’માનું બિંદુ ‘૨’ જુઓ.)

ઇ. મૂત્રાશય ૨ (UB 2)

ભવાંની અંદરના છેડા પાસે (આકૃતિ ‘૪’માનું બિંદુ ‘૩’ જુઓ.)

 

ઈ. અપવાદાત્મક ૩ (Ex 3)

ભવાંની વચ્ચેના ભાગમાં (આકૃતિ ‘૫’માનું બિંદુ ‘૧’ જુઓ.)

ઉ. ત્રિઉષ્મક ૨૩ (TW 23)

ભવાંની બહારની કિનારી પર (આકૃતિ ‘૫’માનું બિંદુ ‘૨’ જુઓ.)

ઊ. પિત્તાશય ૧ (GB 1)

આંખોની બહારની કિનારી પર (આકૃતિ ‘૫’માનું બિંદુ ‘૩’ જુઓ.)

એ. પેટ ૧ (St 1)

આંખોની ઊભી મધ્યરેખામાં પોલાણની નીચેની કિનારી પર (આકૃતિ ‘૫’માનું બિંદુ ‘૪’ જુઓ.)

 

૮. સળીખમ (શરદી), તેમજ શરદીને કારણે નાક બંધ થવું તેના માટે દબાણબિંદુઓ

અ. પેટ ૧ (St 1)

આંખોની ઊભી મધ્યરેખામાં પોલાણની નીચેની કિનારી પર (આકૃતિ ‘૬’માનું બિંદુ ‘૧’ જુઓ.)

આ. પેટ ૨ (St 2)

આંખોની ઊભી મધ્યરેખામાં પોલાણની નીચેની કિનારી પરથી ૧ આંગળી નીચે (આકૃતિ ‘૬’માનું બિંદુ ‘૨’ જુઓ.)

ઇ. મોટું આંતરડું ૨૦ (LI 20)

નસ્કોરાંની બહારની બાજુએ (આકૃતિ ‘૬’માનું  બિંદુ ‘૩’ જુઓ.)

 

૯. ઉધરસ માટે દબાણબિંદુઓ

અ. મૂત્રાશય ૧૧ (UB 11)

માથું સંપૂર્ણ રીતે આગળ નમાવતાં ડોકની નીચેની બાજુએ બે મણકાઓ ચોખ્ખી રીતે વર્તાય છે. તેમાંના નીચેના મણકાના છેડાની સપાટીએ ઊભી મધ્યરેખાથી ૨ અંગૂઠા બાજુમાં (આકૃતિ ‘૭’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

આ.  મૂત્રપિંડ ૧ (Ki 1)

પગના તળિયે તર્જની અને મધ્યમાના વચ્ચેના ખાંચાની રેખામાં ખાંચાથી ૪ આંગળી અંતર પર (આકૃતિ ‘૮’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

૧૦. ઉચ્ચ રક્તદાબ પરના દબાણબિંદુઓ

અ. હૃદય ૩ (H ૩)

હાથ કોણીથી સંપૂર્ણ રીતે વાળ્યા પછી કોણીની અંદરની બાજુએ કોણીની ગડી પૂર્ણ થાય, તે ઠેકાણે (આકૃતિ ‘૯’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

 

આ. મૂત્રપિંડ ૧ (Ki 1)

સૂત્ર ‘૧૦’માનું  ઉપસૂત્ર ‘આ’ જુઓ.

૧૧. પચનસંસ્થાના વિકારો પરના દબાણબિંદુઓ

૧૧ અ. ઊલટી થવી અને આમ્લપિત્ત (ઍસિડિટી) : હૃદયનું આવરણ ૬ (P 6) : સૂત્ર ‘૫ આ’માનું  ઉપસૂત્ર ‘૨’ જુઓ.

૧૧ આ. કબજિયાત (મલાવરોધ)

૧. હડપચીની મધ્ય પર દબાણ આપવું. (આકૃતિ ‘૧૦’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

 

૨. મોટું આંતરડું ૪ (LI 4)

સૂત્ર ‘૫ ઇ’માનું  ઉપસૂત્ર ‘૨’ જુઓ.

૩. પેટ ખાલી હોય ત્યારે તે અંદર ખેંચીને બહાર ધકેલવાની ક્રિયા ૧૦ વેળા કરવી.

૧૧ ઇ. અતિસાર (ઝાડા થવા)  મોટું આંતરડું ૪ (LI 4) : સૂત્ર ‘૫ ઇ’માનું  ઉપસૂત્ર ‘૨’ જુઓ.

૧૨. માસિક અટકાવ સંદર્ભમાં સર્વ સમસ્યાઓ
પરના દબાણબિંદુઓ : કાંડાની બન્ને કિનારીઓ
પર કાંડાની ગડીથી ચાર આંગળી પહોળાઈ સુધીના ભાગ પર (આકૃતિ ‘૧૧’ જુઓ.)

 

૧૩. માનસિક તણાવ પરના દબાણબિંદુઓ

અ. નિયમન ૨૦ (GV 20)

બન્ને કાનના બાખાંને ઉપરથી જોડનારી રેખામાં માથાના મધ્યભાગમાં (આકૃતિ ‘૧૨’માનું  બિંદુ ‘૧’ જુઓ.)

આ. હૃદય ૭ (H 7)

સૂત્ર ‘૫ આ’માનું  ઉપસૂત્ર ‘૧’ જુઓ.

ઇ. હૃદયનું આવરણ ૬ (P 6)

સૂત્ર ‘૫ આ’માનું  ઉપસૂત્ર ‘૨’ જુઓ.

૧૪. આરોગ્ય સારું જળવાઈ રહે તે માટે ઉપયુક્ત
દબાણબિંદુઓ : હૃદય ૭ (H 7) : સૂત્ર ‘૫ આ’માનું  ઉપસૂત્ર ‘૧’ જુઓ.

વિગતવાર વિવેચન માટે વાંચો

સનાતનના ગ્રંથો ‘શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસના નિવારણ માટે ‘બિંદુદબાણ’ (પ્રાથમિક પરિચય)’ અને ‘હંમેશના વિકારો પર બિંદુદબાણ ઉપચાર’) (હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ)

 

આગામી કાળમાં ભીષણ આપત્તિમાંથી
બચી જવા માટે સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું અપરિહાર્ય !

આગામી આપત્કાળનો ધીરજથી સામનો કરી શકાય તે માટે સનાતનની  ‘ભાવિ આપત્કાળમાંની સંજીવની’ ગ્રંથમાળામાંની વિવિધ ઉપચાર પદ્ધતિઓ શીખી લેવી. આપણે ભલે ગમે તેટલી ઉપચાર પદ્ધતિઓ શીખી લઈએ, તથાપિ ત્સુનામી, ધરતીકંપ જેવી ક્ષણાર્ધમાં સહસ્રો નાગરિકોની બલિ લેનારા મહાભયંકર એવી વિપદામાં જીવતા રહીએ, તો જ તે ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ ! આવી વિપદાઓમાં કોણ આપણને બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

‘ભગવાને આપણને બચાવવા જોઈએ’, એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ‘न मे भक्तः प्रणश्यति ’     (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં), એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તાત્પર્ય, કોઈપણ આપત્તિમાંથી બચવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે. સાધના વિશે જાણી લેવા માટે –

સનાતન-નિર્મિત ગ્રંથ : ‘શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસના નિવારણ માટે ‘બિંદુદબાણ’ (પ્રાથમિક પરિચય) – (અંગેજી, હિંદી, મરાઠી ભાષાંમાં ઉપલબ્ધ)