ગણેશતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

શ્રીગણેશની પૂજા, સંકષ્ટ ચોથ, ગણેશોત્સવ એવા પ્રસંગો દરમિયાન ઘેર અથવા દેવાલયમાં શ્રી ગણેશનું તત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી સાત્ત્વિક રંગોળીઓ પૂરવી. તેને કારણે ત્યાંનું વાતાવરણ ગણેશતત્ત્વથી ભારિત થઈને તેનો બધાને લાભ થાય છે.

१३ બિંદુઓ १३ રેખાઓ

 

१४ બિંદુઓ १४ રેખાઓ

સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે. રંગોળીની સાત્ત્વિકતા વધે કે, દેવતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. રંગોળીઓમાં અધિકતમ ૧૦ ટકા દેવતાનું તત્ત્વ લાવી શકાય છે. રંગોળી ભાવપૂર્ણ પૂરવાથી, આ તત્ત્વ પણ તે ભાવ ના પ્રમાણમાં વધશે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ  ‘શ્રી ગણપતિ’