સાધકો, વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે મહત્ત્વની જાણકારી

ભ્રમણભાષ ભારીત કરવા માટે અન્ય આસ્થાપનાનો
ચાર્જર અને  પાવરબૅંક નો ઉપયોગ કરવાને બદલે ભ્રમણભાષનો મૂળ ચાર્જર જ વાપરો !

૧. ભ્રમણભાષના મૂળ ચાર્જર સિવાયના અન્ય ચાર્જર વાપરવાથી બૅટરી વહેલી ખરાબ થવી 

ઘણા લોકો ભ્રમણભાષ ભારીત (ચાર્જ) કરવા માટે એકસરખી પીન ધરાવતો; પરંતુ જુદી આસ્થાપનાનો (કંપનીનો) ચાર્જર વાપરે છે. તે ચાર્જરથી  વોલ્ટેજ  અથવા  ઍમ્પિયર  ઓછું-વત્તું થાય, તો ભ્રમણભાષ ગરમ થવો, બૅટરી ચાર્જ થવા માટે વધારે સમય લાગવો, ભ્રમણભાષ બંધ પડવા જેવી અડચણો આવે છે. તેનાથી ભ્રમણભાષ અને તેની બૅટરી વહેલી ખરાબ થઈ જાય છે.

   ભ્રમણભાષ ભારીત કરવા માટે તેનો મૂળ (ઓરિજિનલ) ચાર્જર જ વાપરવો આવશ્યક છે. ચાર્જર ખરાબ થાય તો  ભ્રમણભાષ જે મૉડેલનો છે, તે મૉડેલ માટે બજારમાં ઉપલબ્ધ હોય તે સંબંધિત આસ્થાપનાનો ચાર્જર વેચાતો લેવો. ઓછી કિંમતમાં ઉપલબ્ધ રહેલા અન્ય આસ્થાપનાઓના ચાર્જર લેવા નહીં.

૨. સંગણક, પાવરબૅંક નો  ભ્રમણભાષ ચાર્જિંગ માટે ઉપયોગ કરવાનું ટાળો ! 

કેટલાક લોકો  ભ્રમણભાષની બૅટરી સંગણક, ભ્રમણસંગણક અથવા  પાવરબૅંક ને જોડીને ભારીત કરે છે. અત્યાવશ્યક હોય તો જ આ પર્યાયોનો ઉપયોગ કરવો. અન્ય સમયે ભ્રમણભાષના મૂળ ચાર્જરનો જ ઉપયોગ કરવો.  પાવરબૅંક, એમ.પી.૩ પ્લેયર ઇત્યાદિ ઉપકરણો પણ સંગણક અથવા ભ્રમણસંગણકને ચાર્જિંગ કરવા માટે જોડવા નહીં.

૩. ભ્રમણાષની બૅટરીનું આયખું વધે તે માટે આગળ જણાવેલી સંભાળ લેશો ! 

ભ્રમણભાષની બૅટરી ૧૦ થી ૧૫ ટકા હોય ત્યારે તે ચાર્જિંગ માટે જોડવો અને ૧૦૦ ટકા બૅટરી ચાર્જ થયા પછી તે વાપરવો. ચાર્જિંગ પૂર્ણ થવા પહેલાં જ તે વચ્ચે વચ્ચે ડિસ્કનેક્ટ કરવાનું ટાળવું. આવી રીતે વારંવાર ડિસ્કનેક્ટ કરવાથી બૅટરીનું આયખું ઓછું થાય છે.

૪. ચાર્જિંગ ચાલુ હોય ત્યારે ભ્રમણભાષ પર બોલવાનું હાનિકારક હોવાથી તે સમયે ભ્રમણભાષ પર બોલવું નહીં.

– (સદગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૧૦.૨૦૧૬)

Leave a Comment