વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય – ( ભાગ- ૨ )

‘આગામી આપત્કાળની સંજીવની’
નામક સનાતનની ગ્રંથમાળામાંના નૂતન ગ્રંથ :
‘વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય’નો પરિચય આપતો લેખ!

”  ૧ – મહત્ત્વ અને ઉપાયપદ્ધતિ પાછળનું શાસ્ત્ર”

૨ – ખોખાંના ઉપાય કેવી રીતે કરવા ?

ગ્રંથના સંકલક : પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે

સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે. આપત્કાળમાં અવર-જવરના સાધનો પડી ભાંગ્યા હોવાથી રુગ્ણને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય સાથે સંપર્ક કરવો અને બજારમાં ઔષધીઓ મળવાનું પણ કઠિન થશે.

આપત્કાળમાં આવી પડેલા વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘ભાવિ આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાળા સિદ્ધ (તૈયાર) કરી રહી છે. અત્યાર સુધી સદર માલિકાના ૧૭ ગ્રંથ પ્રકાશિત થયા છે. આ માલિકામાંનો ‘વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય (૨ ભાગમાં)’ આ ગ્રંથનો પરિચય ૨ લેખ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) દ્વારા કરી આપીએ છીએ. વિગતવાર વિવેચન ગ્રંથમાં આપ્યું છે. આ ગ્રંથના બન્ને ભાગ વાચકોએ અવશ્ય સંગ્રહિત રાખવા.

‘ખાલી ખોખાંના ઉપાય’ આ ગ્રંથ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, જ્યારે હંમેશ માટે પણ ઉપયોગી છે.

 

આધ્યાત્મિક ઉપાયોની અભિનવ
પદ્ધતિઓના જનક – પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

આધ્યાત્મિક ઉપાયોની અવનવી પદ્ધતિઓનું વિવેચન
કરનારા સમગ્ર જગત્માં એકમેવાદ્વિતીય રહેલા- પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

વ્યક્તિને થનારા શારીરિક અને માનસિક ત્રાસનું કારણ મોટાભાગે આધ્યાત્મિક હોય છે. તેમાંનું પ્રમુખ કારણ એટલે અનિષ્ટ શક્તિઓનો ત્રાસ. આ ત્રાસ દૂર થવા માટે આજ સુધી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ આધ્યાત્મિક ઉપાયોની અનેક નવી-નવી પદ્ધતિઓનું વિવેચન કર્યું છે, ઉદા. દેવતાઓના એકાંતરે નામજપ, પ્રાણશક્તિ (ચેતના) વહન તંત્રમાંની અડચણોને કારણે થનારા વિકારો પરના ઉપાય. સદર ઉપાય પદ્ધતિનો સનાતનના સેંકડો સાધકોને લાભ થતો હોવાથી આ પદ્ધતિઓ એટલે પ્રમાણભૂત શાસ્ત્રો જ સિદ્ધ થયા છે. તેમાંની એક પદ્ધતિ એટલે, ખોખાંના ઉપાય !

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પોતે ખોખાંના ઉપાયો વિશે વિવિધ પ્રયોગો કર્યા અને અનુભવ લીધો. સનાતનનાં સેંકડો સાધકોએ પણ આ ઉપાયોના પ્રયોગો કર્યા અને તેમને લાભ થયો. સદર ઉપાયપદ્ધતિનો સાધકોને થયેલો લાભ ધ્યાનમાં આવવાથી હવે ગ્રંથના માધ્યમ દ્વારા બધા સમક્ષ આ ઉપાયપદ્ધતિ પ્રસ્તુત કરી રહ્યા છીએ.

ગ્રથનું મનોગત

ખાલી ખોખાંમાં પોલાણ હોય છે. પોલાણમાં આકાશતત્ત્વ હોય છે. આકાશતત્ત્વને કારણે આધ્યાત્મિક ઉપાય થાય છે. આધ્યાત્મિક ઉપાય માટે ખોખાનો ઉપયોગ કરવાથી વ્યક્તિના દેહ, મન અને બુદ્ધિ પરનું ત્રાસદાયક શક્તિનું આવરણ, તેમજ વ્યક્તિમાં રહેલી ત્રાસદાયક શક્તિ ખોખાંના પોલાણમાં ખેંચાઈ જઈને નષ્ટ કરવામાં આવે છે. આ રીતે વિકારો પાછળ રહેલું મૂળ કારણ જ નષ્ટ કરવામાં આવતું હોવાથી વિકાર પણ વહેલા નષ્ટ થવામાં સહાયતા મળે છે.

ખોખાંના ઉપાય, આ અત્યંત સરળ અને બંધનરહિત ઉપાયપદ્ધતિ છે. ગ્રંથના પહેલા ભાગમાં ખોખાંનું શાસ્ત્રીય મહત્ત્વ કથન કરવા સાથે જ ખોખાંના ઉપાય કરવાના શરીરમાંના વિવિધ સ્થાનો, ખોખું કેવી રીતે બનાવવું ઇત્યાદિ વિશે વિવેચન કર્યું છે. ગ્રંથના બીજા ભાગમાં વિકારો અનુસાર વિશિષ્ટ માપનાં ખોખાંનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ; દૈનંદિન કામકાજ, અભ્યાસ કરતી વેળાએ પણ ખોખાંના ઉપાય કરવા વિશે માર્ગદર્શન કર્યું છે. આજકાલ અનેક લોકોને રાત્રે શાંત ઊંઘ આવતી નથી. શાંત નિદ્રા આવે તે માટે સહાય્યક પુરવાર થનારા ખોખાંના ઉપાય કેવી રીતે કરવા, તેનું પણ વિવેચન આ ભાગમાં કર્યું છે. ખોખાંના ઉપાય કરતી વેળાએ નામજપ અને મુદ્રા અથવા ન્યાસ કરીએ, તો ઉપાયોની ફળનિષ્પત્તિ વધે છે. તે માટે ગ્રંથના આ બીજા ભાગમાં તે પણ વિશદ કર્યું છે.

‘ખોખાંના ઉપાય કરીને વધારેમાં વધારે રુગ્ણ વહેલા વિકારમુક્ત થાય’, એવી શ્રી ગુરુચરણોમાં અને વિશ્વપાલક શ્રી નારાયણનાં ચરણોમાં પ્રાર્થના !

 

૩. ખોખાંના પ્રત્યક્ષ ઉપાય કરવાની વિવિધ પદ્ધતિઓ

ખોખાં દ્વારા ઉપાય કરતી વેળાએ આગળ આપેલી જે ઉપાય પદ્ધતિઓમાં શરીરમાંના કુંડલિનીચક્રો, વિકારગ્રસ્ત અવયવ અથવા નવદ્વારોના સ્થાનો પર ઉપાય કરવાનું કહ્યું હોય, ત્યાં આ ત્રણ સ્થાનોમાંથી પ્રાથમિકતાથી કુંડલિનીચક્રના સ્થાન પર ખોખાંના ઉપાય કરવા. (બે આંખ, બે કાન, બે નસ્કોરાં, મોઢું, મૂત્રદ્વાર અને ગુદદ્વાર, આ શરીરના નવદ્વારો છે.)

૩ અ. મોટા ખોખાં દ્વારા શરીરમાંના કુંડલિનીચક્રો,
વિકારગ્રસ્ત અવયવ અથવા નવદ્વારોના સ્થાન પર ઉપાય કરવા

૩ અ ૧. ઉપાયોના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ

 

અ. વ્યક્તિથી સામાન્ય રીતે ૩૦ સેં.મી. (૧ ફૂટ) અંતર પર ખોખાં મૂકવા. આ અંતરમાં ૧૦ સેં.મી. ઓછું-વત્તું થાય તો પણ ચાલે. બેસીને ઉપાય કરતી વેળાએ બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખોખું ઊભું રાખવું.

આ. વ્યક્તિના ઉપાયના સ્થાનોની સપાટીએ ખોખું મૂકવું. તેનું કારણ એમ છે કે, ઉપાયોના સ્થાનો પર, અર્થાત્ કુંડલિનીચક્રો અથવા વિકારગ્રસ્ત અવયવ સામે ખોખું મૂકીએ, તો ત્યાંની ત્રાસદાયક શક્તિ પરિણામકારક રીતે ખોખાંમાં ખેંચાઈ જઈને વ્યક્તિનો વિકાર વહેલો સાજો થવામાં સહાયતા થાય છે. તે માટે વ્યક્તિ ઉપાય માટે આસંદીમાં (ખરુશીમાં) બેસવાની છે કે ભૂમિ ઉપર, તે અનુસાર ખોખું કેટલી ઊંચાઈ પર રાખવું તે નક્કી કરવું, ઉદા. માથું દુ:ખતું હોય તે વ્યક્તિ ઉપાય માટે આસંદીમાં બેસવાની હોય, તો એક ખોખું તેના અનાહતચક્રની (છાતીની વચ્ચોવચ) સપાટીએ આવે, જ્યારે બીજું ખોખું તેના આજ્ઞાચક્રની (બે ભવાંની વચ્ચોવચ) સપાટીએ આવે, એટલી ઊંચાઈ પર એકાદ પટલ પર એક પર એક એવી રીતે ખોખાં મૂકવાં. (ખોખાંના ઉપાય કરતી વેળાએ નામજપ અને મુદ્રા અથવા ન્યાસ કરવાનું લાભદાયક હોય છે. તે માટે આકૃતિમાં વ્યક્તિને એક હાથથી મુદ્રા અને બીજા હાથથી ન્યાસ કરતી હોવાનું બતાવ્યું છે.)

ખોખાં જો ઉપાયોના સ્થાન પરની સપાટીએ મૂકવાનું સંભવ ન હોય, તો તે ઓછી ઊંચાઈ પર અથવા ભૂમિ પર મૂકવા. ખોખું સમસપાટીએ મૂકવાથી થનારા લાભના ૧૦-૨૦ ટકા જ લાભ સમસપાટીએ ન મૂકવાથી થાય છે, એ ધ્યાનમાં લઈને ખોખું સમસપાટીએ મૂકવાનો પ્રયત્ન કરવો.

ખોખું સમસપાટીએ મૂકવામાં અડચણ હોય, તો એવા ખૂણામાં મૂકવું, જેથી ખોખાંનું પોલાણ વ્યક્તિની દિશા ભણી આવે. ખોખું ત્રાંસું રહે એ માટે ખોખાંની નીચે લાકડાનો ટુકડો મૂકી શકાય.

ઇ. જે સ્થાન પર ઉપાય કરવાના છે, તેની સામે ખોખાંની ખુલ્લી બાજુ આવે, તે રીતે ખોખું મૂકવું, તેમજ ખોખાંનો મધ્ય ભાગ બરાબર તે સ્થાન સામે આવે, એમ જોવું.

ઈ. રુગ્ણને સૂઈને ઉપાય કરવા હોય તો તે તેમ કરી શકે છે; પણ તે સમયે ખોખું ઉપાયના સ્થાનની બાજુમાં આવે, તે જોવું. સૂઈ જઈને ઉપાય કરતી વેળાએ સૂત્ર ‘૩ ઈ ૨ અ’ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખોખું આડું રાખવું.

૩ આ. ખોખું શરીરથી સામાન્ય રીતે ૧-૨ સેં.મી. અંતર
પર હાથમાં ઝાલીને કુંડલિનીચક્રો, વિકારગ્રસ્ત અવયવ અથવા નવદ્વારોના સ્થાન પર ઉપાય કરવા

પ્રવાસ, કાર્યાલય, બેઠક (મિટીંગ) ઇત્યાદિ સ્થાનો પર ખોખું મૂકીને ઉપાય કરવાનું અસંભવ છે. આ સમયે નાનું ખોખું હાથમાં ઝાલીને ઉપાય કરી શકાય છે. (બાજુની આકૃતિમાં ઉદાહરણ તરીકે ખોખું હાથમાં ઝાલીને આજ્ઞાચક્ર અને અનાહતચક્રના સ્થાનો પર ઉપાય કરતાં હોવાનું બતાવ્યું છે.)

૩ આ ૧. ખોખાંનું માપ

ખોખું હાથમાં ઝાલવાની દૃષ્ટિએ સગવડ રહે તે માપનું હોવું જોઈએ. તેની પહોળાઈ અને ઊંડાઈનું એકબીજા સાથે ગુણોત્તર-પ્રમાણ
૧૦: ૭ : ૬ હોવું જોઈએ.

૩ આ ૨. ઉપાયોના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ

અ. જે સ્થાન પર ઉપાય કરવાના છે, તેની સામે ખોખાંની ખાલી બાજુનો મધ્યભાગ આવે, તે રીતે ખોખું ઝાલવું, તેમજ ખોખાંનો મધ્યભાગ બરાબર તે સ્થાન સામે આવે, તે રીતે ઝાલવું.

આ. ખોખું ઝાલીને હાથ જો દુ:ખવા લાગે, તો હાથની અદલાબદલી કરવી.

ઇ. ઉપાય કરતી વેળાએ જો હાથ ટેકાવિહોણા (લટકતા) રહે, તો દુ:ખવા લાગે છે. એ ટાળવા માટે આસંદીમાં બેઠેલી વ્યક્તિએ તેના હાથની કોણી આસંદીના હાથ પર ટેકવવી. તેમજ નબળી અથવા વૃદ્ધ વ્યક્તિઓને થાકને કારણે ખોખું ઉપાયોના સ્થાન પર ૧-૨ સેં.મી. અંતર પર હાથમાં ઝાલી રાખવાનું શક્ય ન હોય, તો તેમણે ખોખું ઉપાયોના સ્થાનને સ્પર્શ કરી રાખવું.

૩ ઇ. દૈનંદિન કામકાજ, અભ્યાસ, સેવા ઇત્યાદિ કરતી વેળાએ પણ ખોખાંના ઉપાય સહેજે કરી શકાય

ઉપાય તરીકે ખોખું શરીરથી સામાન્ય રીતે ૩૦ સેં.મી. (૧ ફૂટ) દૂર રાખીને ઉપાય કરવા, ખોખું હાથમાં ઝાલીને ઉપાય કરવા, આ પ્રમાણે કેવળ ખોખાંના ઉપાય કરવા ઉપરાંત પણ ખોખાંના ઉપાય પ્રતિદિન સાવ સહેલાઈથી કેવી રીતે કરી શકાય, તેના ઉદાહરણો આગળ જણાવ્યાં છે.

૧. આસંદીમાં બેસીને અભ્યાસ કરવો, અનાજ સાફ કરવું, સેવા કરવી ઇત્યાદિ કરતી વેળાએ ખોખું રાખવું

આસંદીની નીચે ૧ ખોખું ભૂમિની દિશામાં મોઢું કરીને રાખી શકાય. તેમ કરવાથી પાતાળમાંથી આવનારી ત્રાસદાયક શક્તિ સામે રક્ષણ થવામાં સહાયતા મળે છે. ૨ ખોખાં આસંદીમાં બે સાથળની વચ્ચે ખોખાંનું મોઢું પોતાના ભણી કરીને એક પર એક એવી રીતે મૂકી શકાય. એનાથી સ્વાધિષ્ઠાન (જનનેંદ્રિયથી ૧-૨ સેં.મી. ઉપર) અને મણિપુર (નાભિનું સ્થાન) આ કુંડલિનીચક્રો સાથે સંબંધિત ત્રાસ ધરાવતાઓને અથવા પેઢુ અને પેટ સાથે સંબંધિત વિકાર ધરાવનારાઓને લાભ થવામાં સહાયતા થાય છે.

૨. કોઈની સાથે વાત કરતી વેળાએ અથવા બેઠકમાં (‘મિટીંગ’માં) બેઠા હોઈએ ત્યારે નાનું ખોખું હાથમાં ઝાલીને ઉપાયના સ્થાન પર મૂકી શકાય.

૩. આપણે જ્યાં બેસીએ ત્યાં ‘ખોખાંનો ખુલ્લો ભાગ આપણા માથા પર આવે’ એ રીતે છાપરાને ટાંગી રાખવું; ખોખાંનું શિરસ્ત્રાણ (હેલમેટ) સમગ્ર દિવસ પહેરવું; ‘ખોખું ‘સેલોટેપ’થી ઉપાયના સ્થાન પર ચોંટાડવું, જેવી પદ્ધતિઓમાં પણ ખોખાંના ઉપાય સહજ રીતે કરી શકાય છે.

૩ ઈ. સૂતી વખતે ખોખાંના ઉપાય કરવા

રાત્રિના સમયે અનિષ્ટ શક્તિઓનો ત્રાસ વધે છે. તે માટે વિકારગ્રસ્ત વ્યક્તિએ દિવસે ખોખાંના ઉપાય કરવા સાથે જ રાત્રે સૂતી વખતે પણ ખોખાંના ઉપાય કરવાનું આવશ્યક પુરવાર થાય છે. વિકાર ન ધરાવતી વ્યક્તિઓએ પણ પોતાની ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થવા માટે રાત્રે સૂતી વખતે ખોખાંના ઉપાય કરવાનું યોગ્ય પુરવાર થાય છે.

૩ ઈ ૧. પથારી ફરતે ખોખાં મૂકીને ઉપાય કરવા બાબતે કેટલીક સૂચનાઓ

૩ ઈ ૧ અ. વ્યક્તિ જે સપાટીએ (ભૂમિ અથવા પલંગ પર) સૂવાની હોય, તે સપાટીએ ખોખાં મૂકવાં.

૧. પલંગની સપાટીએ ખોખાં મૂકવા માટે આસંદી, સ્ટૂલ, ટીપૉય ઇત્યાદિનો ઉપયોગ કરીને બને ત્યાં સુધી સમસપાટી જાળવવાનો પ્રયત્ન કરવો. ખોખું પલંગની સપાટીએ મૂકવાનું શક્ય ન હોય, તો તે ઓછી ઊંચાઈ પર અથવા ભૂમિ પર મૂકવું. ખોખું સમસપાટીએ મૂકવાથી થનારા લાભના ૨૦-૩૦ ટકા જ લાભ ખોખું સમસપાટીએ ન મૂકવાથી થાય છે, આ બાબત ધ્યાનમાં લઈને ખોખું સમસપાટીએ મૂકવાનો પ્રયત્ન કરવો.

ખોખાં સમસપાટીએ મૂકવાનું ન ફાવતું હોય તો તે એવી રીતે ખૂણામાં મૂકવાં કે, જેથી ખોખાંનું પોલાણ વ્યક્તિની દિશામાં રહે. ખોખું ત્રાંસું થવા માટે ખોખાંની નીચે લાકડાનો ટુકડો મૂકી શકાય. (નીચેની આકૃતિ જુઓ. આ આકૃતિમાં સગવડ માટે કેવળ ૨ ખોખાં બતાવ્યા છે.)

૨. જો પલંગ એક અથવા બે બાજુથી ભીંતે અડાડીને રાખ્યો હોય, તો સૂઈ જતાં પહેલાં પલંગ આગળ ખેંચીને તેની સપાટીએ ખોખાં મૂકવાં. (જો પલંગ આગળ ખેંચી લેવાનું શક્ય ન હોય, તો ભીંત બાજુના ગાદલાની કિનારી પર નાનાં ખોખાં મૂકવાં. મોટા ખોખાંની તુલનામાં નાના ખોખાંને લીધે ભલે થોડો જ લાભ થતો હોય, પણ ખોખાં ન મૂકવા કરતાં નાનાં ખોખાં તોયે મૂકવાં.)

૩ ઈ ૧ આ. ખોખાં પથારીથી સામાન્ય રીતે ૩૦ સેં.મી. (એક ફૂટ) દૂર રાખવા. આ અંતરમાં ૧૦ સેં.મી. ઓછું-વત્તું થાય, તો ચાલે. જગ્યાના અભાવે આ અંતર તેના કરતાં પણ ઓછું હોય, તો ચાલે.

૩ ઈ ૧ ઇ. સૂત્ર ‘૩ ઈ ૨ અ’માં બતાવેલી આકૃતિ પ્રમાણે ખોખાં આડાં મૂકવા. તેને કારણે વ્યક્તિના શરીરનો વધારેમાં વધારે ભાગ ખોખાંની કક્ષામાં આવશે.

૩ ઈ ૨. વિકાર થયેલી એક અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ એકત્રિત સૂતી વેળાએ ખોખાંના ઉપાય કરવા

૩ ઈ ૨ અ. વિકાર ધરાવતી એક વ્યક્તિ સૂવાની હોય તો ખોખાં કેવી રીતે મૂકવાં ?

વ્યક્તિની પથારીની ચારેકોર આગળની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખોખાં મૂકવાં.

 

૩ ઈ ૨ અ ૧. વ્યક્તિના માથાની ઉપર સીધી રેખામાં એક ખોખું મૂકવું. ખોખાની ખાલી બાજુ માથાની દિશામાં હોવી જોઈએ.

૩ ઈ ૨ અ ૨. વ્યક્તિના પગલાની નીચે સીધી રેખામાં એક ખોખું મૂકવું. ખોખાની ખાલી બાજુ પગના તળિયાની દિશામાં હોવી જોઈએ.

૩ ઈ ૨ અ ૩. વ્યક્તિની ડાબી અને જમણી બાજુએ એક-એક એવી રીતે ૨ ખોખાં મૂકવા. ખોખાની ખાલી બાજુ વ્યક્તિના ઉપાય કરવા માટેના ભાગ પર અથવા સ્થાન ભણી હોવી જોઈએ. (ઉપાય કરવાના વિશેષ એવા સ્થાનો ન હોય, તો સૂત્ર ‘૩ ઈ ૨ અ’ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ‘ખોખું ૧’, ‘ખોખું ૨’, ‘ખોખું ૩’, અને ‘ખોખું ૪’ આ ખોખાંના સ્થાનો પ્રમાણે ખોખાં મૂકવા.)

૩ ઈ ૨ અ ૪. હજી વધારે ૨ ખોખાં લઈને તેમાંના એક ખોખાંની ખાલી બાજુ ઊર્ધ્વ (ઉપરની) દિશામાં કરીને, જ્યારે બીજા ખોખાંની ખાલી બાજુ અધર (નીચેની) દિશામાં કરીને તે ખોખાં સૂત્ર ‘૩ ઈ ૨ અ’ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વ્યક્તિ ફરતે મૂકેલાં અન્ય ખોખાંના મંડળમાં ગમે ત્યાં મૂકવાં. (તે આકૃતિમાં સગવડ માટે આ ૨ ખોખાં વ્યક્તિના પગની ડાબી અને જમણી બાજુએ મૂક્યા છે.)

વ્યક્તિ જે પલંગ પર સૂઈ જતી હોય, તેની નીચે એક ખોખું એ રીતે મૂકવું જેથી ખોખાંની ખાલી બાજુ અધર (નીચેની) દિશામાં રહે અને બીજા ખોખાંને અન્ય ખોખાંના મંડળમાં ગમે ત્યાં (પરંતુ પલંગની નીચે નહીં) એ રીતે રાખવું જેથી ખોખાંની ખાલી બાજુ ઊર્ધ્વ દિશામાં રહે.

(પાસે પાસે સૂઈ જનારી બે વ્યક્તિઓમાંથી એક (ઉદા. પતિ-પત્નીમાંથી એક) જો વિકારગ્રસ્ત હોય, તો ખોખાં કેવી રીતે મૂકવાં ?, વિકારગ્રસ્ત માતા અને વિકારગ્રસ્ત ન હોય તેવું બાળક એકત્રિત સૂઈ જતી વેળાએ ખોખાં કેવી રીતે મૂકવાં ? ઇત્યાદિ વિશેનું વિવેચન ગ્રંથમાં કર્યું છે.)

૩ ઈ ૩. વિકાર ન ધરાવતી એક અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ એકત્રિત સૂઈ જતી વેળાએ અનિષ્ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થવા માટે ખોખાંના ઉપાય કરવા : આ ઉપાય પદ્ધતિમાં ખોખાંના મોઢાં વ્યક્તિના શરીરની વિરુદ્ધ દિશામાં કરવાથી બહારથી થનારા અનિષ્ટ શક્તિઓનાં આક્રમણમાંની ત્રાસદાયક શક્તિ ખોખાંના પોલાણમાં ખેંચાઈ જાય છે; તેને કારણે વ્યક્તિનું રક્ષણ થાય છે.

૩ ઈ ૩ અ. એક જ વ્યક્તિ સૂઈ જવાની હોય, તો ખોખાં કેવી રીતે મૂકવાં ?

૧. વ્યક્તિની પથારી ફરતે ચારે બાજુએ આગળ જણાવ્યા પ્રમાણે ૪ ખોખાં, ખોખાંના મોઢાં વ્યક્તિના શરીરની વિરુદ્ધ દિશામાં કરીને રાખવાં.

અ. વ્યક્તિના માથા પર સીધી રેખામાં એક ખોખું મૂકવું.

આ. વ્યક્તિના પગલાની નીચે સીધી રેખામાં એક ખોખું મૂકવું.

ઇ. વ્યક્તિની ડાબી અને જમણી બાજુએ સામાન્ય રીતે વચમાં એક-એક એવી રીતે ૨ ખોખાં મૂકવાં.

૨. સૂત્ર ‘૩ ઈ ૨ અ ૪’ જુઓ. (પાસેની આકૃતિ જુઓ.)

 

૪. વિકાર-નિર્મૂલન માટે પ્રતિદિન
ખોખાંના ઉપાય કરવાનો સામાન્ય રીતે સમયગાળો
અને વિકારની તીવ્રતા અનુસાર ખોખાંના ઉપાય વધારવા

વિકાર-નિર્મૂલન માટે પ્રતિદિન ખોખાંના ઉપાય સામાન્ય રીતે ૧ થી ૨ કલાક કરવા. થોડા દિવસો સુધી પ્રતિદિન ૧ થી ૨ કલાક ખોખાંના ઉપાય કરવા છતાં પણ વિકાર ઓછાં થતાં ન હોય અથવા નિયંત્રણમાં રહેતા ન હોય, તો ઉપાયોમાં વૃદ્ધિ કરવી.

 

૫. ખોખાંના ઉપાયના સંદર્ભમાં સામાયિક સૂચના

૫ અ. ખોખાંના ઉપાય કરતી વેળાએ ધ્યાનમાં લેવાની સૂચનાઓ

૫ અ ૧. ઉપાય કરવા માટે આ રીતે બેસવું !

ઉપાય કરવા માટે બને ત્યાં સુધી પૂર્વ-પશ્ચિમ દિશામાં બેસવું. કોઈપણ પરિસ્થિતિમાં મોઢું દક્ષિણ દિશામાં કરીને બેસવું નહીં.

૫ અ ૨. ઉપાસ્યદેવતાને ભાવપૂર્ણ પ્રાર્થના કરવી !

પ્રાર્થના આ રીતે કરવી – ‘હે દેવતા (દેવતાના નામનું ઉચ્ચારણ કરવું), આપની કૃપાથી મારી આ (રોગનું નામ ઉચ્ચારવું) વ્યાધી પર ઉપાય થઈને મને વહેલામાં વહેલી તકે વ્યાધીમુક્ત કરો, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.’

૫ અ ૩. ઉપાય ભાવપૂર્ણ કરવા !

ભગવાન તો ભાવ ના ભૂખ્યા હોય છે ! આપણામાંના ભાવને કારણે ખોખામાંનું આકાશતત્ત્વ વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે અને આપણો ત્રાસ વહેલા ઓછો થવામાં સહાયતા મળે છે.

૫ અ ૩ અ. ઉપાય ભાવપૂર્ણ થવા માટે કરવાની કેટલીક કૃતિઓ

૧. ‘ખોખામાં દેવત્વ છે’, આ ભાવથી ખોખાને નમસ્કાર અને પ્રાર્થના કરવી.

૨. ઉપાય કરતી વેળાએ ‘ખોખાંમાંના આકાશતત્ત્વને કારણે મારા પર આવેલા સર્વ ત્રાસદાયક આવરણો અને મારામાં રહેલી સર્વ ત્રાસદાયક શક્તિઓ નષ્ટ થઈ રહ્યાં છે તેમજ હું ચૈતન્ય ગ્રહણ કરું છું’, એવો ભાવ રાખવો.

૫ અ ૪. ઉપાય પૂર્ણ થયા પછી ઉપાસ્યદેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી !

‘હે દેવતા, તમારી કૃપાથી જ હું ઉપાય કરી શક્યો / શકી. હું આપના ચરણોમાં કૃતજ્ઞ છું’, એવી રીતે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

૫ આ. અન્ય સૂચનાઓ

૫ આ ૧. ઉપાયોના ખોખાંની શુદ્ધિ કરવી !

સાત્ત્વિક ઉદબત્તીના ધુમાડાથી ખોખાંની પ્રતિદિન શુદ્ધિ કરવી.

૫ આ ૨. ખાલી ખોખાના પોલાણમાંનું દેવત્વ જાગૃત રહે તે માટે આ રીતે કરવું !

અ. પ્રાર્થના કરવી

ઉપાસ્યદેવતાને પ્રાર્થના કરવી, ‘ખોખાંમાંનું પોલાણ ચૈતન્યના સ્તર પર નિરંતર કાર્યરત રહેવા દો.’

આ. ઉદબત્તીથી ઓવાળવું

ખોખાના પોલાણને વચ્ચે વચ્ચે ઉદબત્તીથી ઓવાળીને તેનામાંનું દેવત્વ કૃતિના સ્તર પર જાગૃત રાખવું.

– એક વિદ્વાન, ૧૬.૧૦.૨૦૦૭, બપોરે ૧૨.૩૫. (સનાતનનાં સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળનું લખાણ ‘એક વિદ્વાન’, ‘ગુરુતત્ત્વ’ ઇત્યાદિ નામોથી પ્રસિદ્ધ છે.)

 

૬. ખોખાંના અપ્રત્યક્ષ ઉપાય કરવાની કેટલીક પદ્ધતિઓ

૬ અ. વ્યક્તિને રહેલો વિકાર દૂર થવા માટે તેણે પોતાનું
સંપૂર્ણ નામ લખેલો કાગળ અથવા પોતાનું છાયાચિત્ર ખોખામાં મૂકવું

૬ અ ૧. કૃતિ

વ્યક્તિને રહેલો વિકાર દૂર થવા માટે તેણે પોતાનું પૂર્ણ નામ એક કોરા કાગળ પર લખીને તે કાગળ ખોખામાં મૂકવો અથવા પોતાનું છાયાચિત્ર ખોખામાં મૂકવું.

૬ અ ૨. વિશેષ ઉપયોગ

વ્યક્તિની પાસે ઉપાયો માટે ખોખાં મૂકવાનું શક્ય ન હોય (ઉદા. અતિદક્ષતા વિભાગમાં રહેલો રુગ્ણ, ઘૂંટણિયે ચાલતું બાળક), ત્યારે તેના માટે આ ઉપાય અગત્યતાપૂર્વક કરવો.

૬ આ. વ્યક્તિના મનમાં નકારાત્મક, નિરાશાજનક, ખરાબ અથવા સાધનાથી
દૂર લઈ જનારા વિચારો આવતા હોય તો વ્યક્તિએ તે વિચાર કાગળ પર લખીને તે કાગળ
ખોખામાં મૂકવો અથવા પોતાના હસ્તાક્ષર ધરાવતો કાગળ અથવા પોતાની વહી ખોખામાં મૂકવી

૬ આ ૧. કૃતિ

અ. વ્યક્તિએ ઉપર જણાવ્યા પ્રમાણેના વિચાર એક કોરા કાગળ પર લખીને, તે લખાણની ફરતે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપનું અથવા ઉપાસ્યદેવતાના નામજપનું લિખિત મંડળ દોરીને તે કાગળ ખોખામાં મૂકવો.

આ. જો ઉપર જણાવ્યા પ્રમાણે કરવું શક્ય ન હોય, તો વ્યક્તિએ પોતાના હસ્તાક્ષર લખેલો એકાદ કાગળ અથવા નાની વહી ખોખામાં મૂકવી. હસ્તાક્ષર બને ત્યાં સુધી ત્રાસ થતો હોય તે સમયગાળાના હોવા જોઈએ.

‘ખોખાંની સહાયતાથી વાસ્તુશુદ્ધિ કેવી રીતે કરવી ?’ આ વિશેનું વિવેચન ગ્રંથમાં આપ્યું છે.

વિગતવાર વિવેચન માટે વાંચો

સનાતનનો ગ્રંથ ‘વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય (૨ ભાગ)’ (હિંદી ભાષામાં)

 

વિદેશમાંના લોકો પણ
લાભ લઈ રહ્યા હોય તેવી ઉપાયપદ્ધતિ

‘સ્પિરીચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઉંડેશન’ સંસ્થાના ‘www.ssrf.org’ સંકેતસ્થળ પર ‘બૉક્સ થેરપી (ખાલી ખોખાંના ઉપાય)‘ વિશે વિવેચન મૂકવામાં આવ્યું છે. આ સંકેતસ્થળના માધ્યમ દ્વારા અનેક વિદેશી લોકો પણ આ ઉપાયપદ્ધતિનો લાભ લઈ રહ્યા છે/લાભ કરી લીધો છે. એક વાચકની આ વિશેની પ્રતિક્રિયા અસરકારક છે.

‘મેં ખોખાંના ઉપાય કર્યા પછી મારી પીઠમાંથી કાંઈક બહાર ગયું હોવાનું મને જણાયું. ત્યાર પછી મારા માથામાંની ટ્યૂમર કાઢેલા સ્થાન પર ખોખું મૂક્યા પછી મને કાન પાસે વેદના થઈ અને શરીર પર રોમાંચ આવ્યા. બીજા દિવસે મને જાણે કેમ નવજીવન મળ્યું હોય, તેમ લાગ્યું. તેથી ખોખાંના ઉપાય મને નાવીન્યપૂર્ણ લાગે છે.’ – શ્રી. સેબૅસ્ટિયન અલઝાન્ડ્રો ઑર્ટિઝ ( ‘www.ssrf.org’ના ‘સ્પૅનિશ ફેસબૂક’ પરનો અભિપ્રાય)

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ માનવી જીવન ત્રાસમુક્ત અને આનંદી બનાવનારી ‘ખાલી ખોખાંના ઉપાય’ આ અત્યંત સરળ પદ્ધતિ શોધીને અખિલ માનવજાતિ પર ઉપકાર કર્યા છે. આ ઉપકારનું ઋણ ક્યારે પણ ચૂકવી શકાય તેમ નથી. તેમણે માનવજાતિ પર કરેલા ઉપકારો માટે અમે તેમનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ !

– (પૂ.) સંદીપ આળશી, સનાતનના ગ્રંથોના સંકલક