દેવશયની અગિયારસ (અષાઢી એકાદશી)

 

અષાઢી એકાદશીનો ઇતિહાસ !

પ્રાચીન કાળમાં એક સમયે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું. કુંભ રાક્ષસના પુત્ર મૃદુમાન્યએ તપ કરીને શંકર ભગવાન પાસેથી અમરપદ મેળવ્યું. તેથી તે બ્રહ્મદેવ, વિષ્ણુ, શિવ એમ સર્વ દેવતાઓ માટે અજેય બની ગયો. તેના ભયથી દેવો ત્રિકુટ પર્વત પર આવળના વૃક્ષ નીચે એક ગુફામાં છુપાઈને બેઠા. તે અષાઢી એકાદશીના દિવસે તેમને ઉપવાસ કરવા પડ્યો. પર્જન્યની ધારામાં તેમનું સ્નાન થયું. અચાનક તેમના બધાના શ્વાસમાંથી એક શક્તિ ઉત્પન્ન થયી. તે શક્તિએ ગુફાના દ્વાર પાસે ટપીને બેઠેલા મૃદુમાન્ય રાક્ષસને મારી નાખ્યો. આ શક્તિ એટલે જ એકાદશી દેવતા.

અષાઢી એકાદશીનું મહત્ત્વ

અ. અષાઢી એકાદશીના વ્રતમાં સર્વ દેવતાઓંનુ તેજ એકઠું થયું હોય છે.

આ. કામિકા એકાદશી આ મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે.

 

અષાઢી એકાદશીના દિવસે
શ્રી વિઠ્ઠલની ઉપાસના પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

ગોપીચંદન અને તુલસી

આ દિવસે શ્રી વિઠ્ઠલની મૂર્તિમાં રહેલું શ્રીવિષ્ણુતત્ત્વ જાગૃત થવા માટે મૂર્તિને ગોપીચંદન લગાડે છે, જ્યારે શ્રીકૃષ્ણતત્ત્વ જાગૃત થવા માટે તુલસી ચઢાવે છે. ગોપીચંદનને લીધે ભક્તોની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, જ્યારે તુલસીને લીધે ભાવ અનુસાર ચૈતન્યની અનુભૂતિ થાય છે.

ઝાંઝ-મૃદંગનો ગજર એનાથી શ્રી વિઠ્ઠલની મૂર્તિ ફરતે રહેલા નવગ્રહમંડળો, નક્ષત્રમંડળો, તેમજ તારકામંડળો જાગૃત થાય છે અને તેમના આશીર્વાદથી ભક્તોનો ઉદ્ધાર થાય છે.

અધિક જાણકારી માટે વાંચો : સનાતનનો મરાઠી ભાષામાં લઘુગ્રંથ ‘વિઠ્ઠલ’