વર્ષા ઋતુમાં સાત્ત્વિક અને દૈવી તત્ત્વ પ્રક્ષેપિત કરનારા ઝાડ વાવો !

દૈવીતત્ત્વ અને ઔષધીય ગુણ હોય છે. તેથી જ્યારે આપણે તેમને વાવીએ છીએ, તે સમયે વાતાવરણમાં દૈવી અને ઔષધીય તત્ત્વ વધી જાય છે. તેનો લાભ સહુ કોઈને મળે છે. નિર્જીવ અથવા સજીવ દ્રવ્ય તેમના ત્રિગુણોના માધ્યમ દ્વારા સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા નિરંતર પ્રક્ષેપિત કરતા રહે છે. આ રીતે, વન્સપતિઓમાં સ્થિત ઔષધી અને દૈવી તત્ત્વોના પ્રક્ષેપણ દ્વારા વાતાવરણ શુદ્ધ રહે છે. આ શુદ્ધ વાતાવરણને કારણે જીવોને અનેક પ્રકારના લાભ મળે છે. આ લાભ આગળ જણાવી રહ્યા છીએ.

 

૧. વનસ્પતિઓ દ્વારા માનવીને થનારા લાભ

વનસ્પતિઓથી શારીરિક ત્રાસ દૂર થાય છે , વાતાવરણમાં તમોગુણ ઓછો થાય છે તેમજ સત્ત્વગુણ વૃદ્ધિંગત થવામાં સહાયતા મળે છે. વિદેશી વૃક્ષ વાયુમંડળમાં તમોગુણ છોડે છે, પરંતુ ભારતીય વૃક્ષો સત્ત્વગુણ છોડે છે.

૨. વ્યક્તિમાં સત્ત્વ, રજ અને તમ ગુણોના લક્ષણ

૨ અ. સત્ત્વગુણ 

સત્ત્વગુણી વાતાવરણમાં જીવના તમોગુણનું પરિવર્તન રજોગુણ અને રજોગુણનું પરિવર્તન સત્ત્વગુણમાં થાય છે.

૨ આ. રજોગુણ

રજોગુણી જીવમાં ચંચળતા, ગભરાટ, અસ્થિરતા અને દ્વિધા મન:સ્થિતિ દેખાઈ આવે છે.

૨ ઇ. તમોગુણ 

મન પર તમોગુણનો પ્રભાવ વધારે હોય એવી વ્યક્તિના મનમાં હિંસા, નિરાશા, નિરુત્સાહ, નકારાત્મકતા ઇ. સંબંધી વિચાર ઉત્પન્ન થાય છે.

 

૩. તમારા ઘરની આજુબાજુ
સાત્ત્વિક વૃક્ષનો એક છોડ તો અવશ્ય વાવો !

પ્રકૃતિ અને ક્યારેક દૈવી વૃક્ષોને કારણે વાતાવરણ દૈવી બનવામાં સહાયતા થાય છે. વૃક્ષ-લતાઓની ઔષધી ગુણોયુક્ત દૈવીશક્તિ આજુબાજુના વાતવરણમાં પ્રક્ષેપિત થાય છે. તેથી આ શક્તિ શ્વસન દ્વારા આપણા શરીરમાં જાય છે. તેથી વ્યક્તિને અનિષ્ટ શક્તિઓ દ્વારા થનારો ત્રાસ ઘટે છે. એટલા માટે તમારા ઘરની આજુબાજુ સાત્ત્વિક વૃક્ષનો એક છોડ તો અવશ્ય વાવો !

 

૪. સાત્ત્વિક વૃક્ષોના નામ
અને તેમના દ્વારા પ્રક્ષેપિત થનારું દૈવી તત્વ

તત્ત્વવૃક્ષ                         તત્વ

૧. તુલસી            શ્રીકૃષ્ણ

૨. પારિજાત       શ્રીકૃષ્ણ

૩. લીમડો           પ્રજાપતિ

૪. અશ્વત્થ         શિવ
(પીપળો)

૫. બીલી            શિવ

૬. ઔદુંબર        દત્તાત્રેય
(ઉમરડો)

૭. દૂર્વા             શ્રી ગણેશ

 

૫. સુગંધિત અને સાત્ત્વિક ફૂલ

સાત્ત્વિક ફૂલોના રંગ અને આકાર દ્વારા સાત્ત્વિક ભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક અપવાદ છોડતા બારમાસી જેવા પુષ્પવૃક્ષોમાંથી કડવી ગંધ આવે છે; પરંતુ તેઓ સાત્ત્વિક હોવાની સાથે જ ઔષધી ગુણોયુક્ત પણ હોય છે. ચંપો, કનકચંપો, ડોલર (બટમોગરો) , જૂઈ, ચમેલી, ગલગોટા ઇત્યાદિ પુષ્પવૃક્ષ સાત્ત્વિક હોય છે.

 

૬. સાત્ત્વિક વનસ્પતિ

૬ અ.  તુલસી

૬ અ ૧. સાત્ત્વિકતાને કારણે તુલસીનો ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તુલસીને સ્પર્શીને વહેનારો વાયુ જ્યાં જાય, ત્યાં પવિત્ર ભાવના ઉત્પન્ન થાય છે અને સાત્ત્વિકતા વધે છે. મન સાધના ભણી વળે છે. તેથી તુલસી આધ્યાત્મિક જગત્માં ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

૬ અ ૨. તુલસી લોહી શુદ્ધ કરીને, રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીર માટે બધી જ રીતે લાભદાયક છે !

સવારે વહેલા ઊઠીને, સ્નાનાદિ કર્મો કરીને, સ્વચ્છ આસન પર તુલસીની બાજુમાં બેસીને, પ્રાણાયામ કરવો. ત્યાર પછી, જેટલું બની શકે તેટલો સમય નાક દ્વારા તુલસીની સુગંધ લો. આ વાયુ શરીરની અંદર જેટલો જઈ શકે, જવા દેવો. તમારા લોહીમાં તુલસીની સુગંધ ભળવા દો. આ દિવ્ય સુગંધ લોહી શુદ્ધ કરશે. આ શુદ્ધ લોહી દ્વારા શરીરને તેજ અને નવજીવન પ્રાપ્ત થશે.

૬ અ ૩. આધુનિક સમયમાં પહાડો પર મોંઘા  સેનેટોરિયમ બનાવવામાં આવે છે અને ક્ષયરોગીઓને ત્યાં રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. ખુલ્લી જગામાં  સેનેટોરિયમ બનાવવું જોઈએ, ત્યાં રોગીની આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય, તે તેનો લાભ લઈ શકશે. નાના ભૂખંડમાં તુલસીના ઘણાં છોડ વાવવા. તેમાં વચ્ચે વચ્ચે ઘાસની ઝૂંપડી બનાવવી.

સદર ઝૂંપડીઓની ભૂમિ અને ભીંત તુલસીના છોડની નીચેની માટીથી લીંપવી. આવા સ્થાન પર રહીને રોગી, તુલસી દ્વારા નિર્મિત આરોગ્યદાયક વાતાવરણમાં શ્વાસ લઈ શકશે. તેનાથી તેનું રુધિરાભિસરણ સારું થશે અને શરીરની બધી જ પેશીઓ નિરોગી બનશે. આવા તુલસી સેનેટોરિયમમાં રહીને અને તુલસી મિશ્રિત ઔષધીઓનું સેવન કરીને, રોગી ઓછા ખર્ચમાં, સ્વસ્થ બની શકશે.

૬ અ ૪. અનેક રોગો પર ઉપયોગી તુલસીને ‘અમૃત’  કહેવામાં આવે છે !

જે વ્યક્તિ પ્રતિદિન તુલસીના પાંચ પાન ખાશે, તે અનેક બીમારીઓથી બચી જશે; ઉદા. હેડકી, ઉધરસ, કફ, તાવ, દમ, શ્વસનના અન્ય વિકાર, વાયુ, સંધિવા, સાંધાનો દુ:ખાવો, દાંતનો દુ:ખાવો તેમજ મોઢું, ગળું, નાક, આંખના રોગ, સોજો, ખંજવાળ, કોઢ, ત્વચારોગ, અર્શ (ગુદા પર થનારો નળાકાર ફોલ્લો), અપચો, પેટ-છાતીની બળતરા, વાળના મૂળમાં થતા ફોલ્લા, લૂ લાગવી, પેટ, પાચનતંત્ર, આંતરડાં અને ગુદાના રોગ, સ્નાયુપીડા, ક્ષયરોગ, પથરી, સ્વપ્નદોષ, મૂર્ચ્છા, વિષબાધા ઇત્યાદિ.

તુલસીના સેવનથી પેટ કૃમિમુક્ત બને છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. કર્કરોગ (કેન્સર)માં પણ તુલસી લાભદાયક બની શકે છે. આ રીતે, જો આપણે મહિલાઓ અને બાળકોના સર્વસામાન્ય રોગોની તુલસીચિકિત્સા કરવામાં નિષ્ણાત બની જઈએ, તો આ બધા રોગોની સ્વયં જ પરીક્ષા કરી શકીશું. તેથી તુલસીને ‘અમૃત’ કહેવામાં આવે છે.

સંદર્ભ : તુલસી, લેખક : યશ રાય

 

૭.  બહુઉપયોગી લીમડો

લીમડો, આયુર્વેદની દ્રષ્ટિએ ઘણું ગુણકારી વૃક્ષ છે. તેનાં પાન અથવા રસ પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી ત્વચારોગ મટી જાય છે. તેનાથી દાતણ કરવાથી, મોંમાં સડો થતો નથી. તેના સેવનથી લોહી શુદ્ધ થાય છે. આ રીતે લીમડાને કારણે અનિષ્ટ શક્તિઓ સામે રક્ષણ થવામાં સહાયતા મળે છે.

 

૮. ઔષધીય વનસ્પતિઓ
વાવવાથીદેશના બધા જ લોકોને સાત્ત્વિક
વાતાવરણ મળશે અને નિસર્ગદેવતાની કૃપા થશે !

નૈસર્ગિક વનસ્પતિઓથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થવા માટે ચોમાસામાં સાત્ત્વિક વૃક્ષ-છોડ વાવો. તમારા ઘરની આજુબાજુની ભૂમિ પર તુલસી-ક્યારાઓ બનાવો. આ રીતે, અન્યોને તેનું મહત્ત્વ વિશદ કરીને, તેમને પણ દૈવી અને ઔષધી વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો. તે માટે તમારા પડોશી-આજુબાજુના લોકોને મળીને; વિદ્યાલયો, ચિકિત્સાલયો, કાર્યાલયોમાં અધિકારીઓને મળીને પ્રયત્ન કરી શકો છો. તેથી તમારું ગામ, જિલ્લો, રાજ્ય અને તમારા દેશના સહુકોઈને આરોગ્યદાયી વાતાવરણ મળશે. તેથી તેમને ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ લાભ થશે તેમજ નિસર્ગદેવતાની કૃપા પણ થશે. (આયુર્વેદિક અને સાત્ત્વિક વનસ્પતિઓના રોપણ વિશેની જાણકારી અને માર્ગદર્શન સનાતનના આગામી ગ્રંથ   ‘સાત્ત્વિક વનસ્પતિઓનું રોપણ કરો’ (હિંદી ભાષામાં) ઉપલબ્ધ છે.)

સૌ. રંજના ગૌતમ ગડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.