‘આગામી આપત્કાળની સંજીવની’
નામક સનાતનની ગ્રંથમાળામાંના નૂતન ગ્રંથ :
‘વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય’નો પરિચય આપતો લેખ!
” ૧ – મહત્ત્વ અને ઉપાયપદ્ધતિ પાછળનું શાસ્ત્ર” ૨ – ખોખાંના ઉપાય કેવી રીતે કરવા ?
ગ્રંથના સંકલક : પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે
સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે. આપત્કાળમાં અવર-જવરના સાધનો પડી ભાંગ્યા હોવાથી રુગ્ણને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય સાથે સંપર્ક કરવો અને બજારમાં ઔષધીઓ મળવાનું પણ કઠિન બને છે. આપત્કાળમાં આવી પડેલા વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘ભાવિ આપત્કાળની સંજીવની’ નામક ગ્રંથમાળા પ્રસિદ્ધ કરી રહી છે.
૩૧ જુલાઈ ૨૦૧૭ સુધી સદર માલિકાના ૧૭ ગ્રંથ પ્રકાશિત થયા છે. આ માલિકામાંનો ‘વિકાર-નિર્મૂલન માટે ખાલી ખોખાંના ઉપાય (૨ ભાગમાં)’ આ ગ્રંથનો પરિચય ૨ લેખ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) દ્વારા કરી આપીએ છીએ. વિગતવાર વિવેચન ગ્રંથમાં આપ્યું છે. આ ગ્રંથના બન્ને ભાગ વાચકોએ અવશ્ય સંગ્રહિત રાખવા.’ખાલી ખોખાંના ઉપાય’ આ ગ્રંથ કેવળ આપત્કાળની દ્રષ્ટિએ જ નહીં, જ્યારે હંમેશ માટે પણ ઉપયોગી છે.
ગ્રંથનું મનોગત
ખાલી ખોખાંમાં પોલાણ હોય છે. પોલાણમાં આકાશતત્ત્વ હોય છે. આકાશતત્ત્વને કારણે આધ્યાત્મિક ઉપાય થાય છે. આધ્યાત્મિક ઉપાય માટે ખોખાનો ઉપયોગ કરવાથી વ્યક્તિના દેહ, મન અને બુદ્ધિ પરનું ત્રાસદાયક શક્તિનું આવરણ, તેમજ વ્યક્તિમાં રહેલી ત્રાસદાયક શક્તિ ખોખાંના પોલાણમાં ખેંચાઈ જઈને નષ્ટ થાય છે. આ રીતે વિકારો પાછળ રહેલું મૂળ કારણ જ નષ્ટ કરવામાં આવતું હોવાથી વિકાર પણ વહેલા નષ્ટ થવામાં સહાયતા મળે છે.
ખોખાંના ઉપાય, આ અત્યંત સરળ અને બંધનરહિત ઉપાયપદ્ધતિ છે. ગ્રંથના પહેલા ભાગમાં ખોખાંનું શાસ્ત્રીય મહત્ત્વ કથન કરવા સાથે જ ખોખાંના ઉપાય કરવાના શરીરમાંના વિવિધ સ્થાનો, ખોખું કેવી રીતે બનાવવું ઇત્યાદિ વિશે વિવેચન કર્યું છે. ગ્રંથના બીજા ભાગમાં વિકારો અનુસાર વિશિષ્ટ માપનાં ખોખાંનો ઉપયોગ કરવાની વિવિધ પદ્ધતિઓ; દૈનંદિન કામકાજ, અભ્યાસ કરતી વેળાએ પણ ખોખાંના ઉપાય કરવા વિશે માર્ગદર્શન કર્યું છે. આજકાલ અનેક લોકોને રાત્રે શાંત ઊંઘ આવતી નથી. શાંત નિદ્રા આવે તે માટે સહાયક પુરવાર થનારા ખોખાંના ઉપાય કેવી રીતે કરવા, તેનું પણ વિવેચન આ ભાગમાં કર્યું છે. ખોખાંના ઉપાય કરતી વેળાએ નામજપ અને મુદ્રા અથવા ન્યાસ કરીએ, તો ઉપાયોની ફળનિષ્પત્તિ વધે છે. તે માટે ગ્રંથના આ બીજા ભાગમાં તે પણ દર્શાવવામાં આવ્યું છે. ઉપાય કરીને વધારેમાં વધારે રુગ્ણ વહેલા વિકારમુક્ત થાય એવી શ્રી ગુરુચરણોમાં અને વિશ્વપાલક શ્રી નારાયણનાં ચરણોમાં પ્રાર્થના !
( પૂર્વાર્ધ )
૧. ખાલી ખોખાં વિશે સર્વસામાન્ય વિવેચન
૧ અ. ખોખું કયા માપનું હોવું જોઈએ ?
૧ અ ૧. ખોખાંના માપ વિશે દ્રષ્ટિકોણ
અ. માનવીનું શરીર પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વોનું (પંચમહાભૂતોનું) બનેલું હોય છે. આ પંચતત્ત્વોનું શરીરમાંનું સંતુલન બગડી જવાથી શરીરમાં વિકાર નિર્માણ થાય છે. વિકાર પંચતત્ત્વોમાંથી કયા તત્ત્વ સાથે સંબંધિત છે, તે તત્ત્વ સાથે સંબંધિત માપના ખોખાંનો ઉપયોગ કરવો, એ તે વિકારના નિર્મૂલન માટે ૧૦૦ ટકા લાભદાયક પુરવાર થાય છે, જ્યારે સર્વ પંચતત્ત્વો સમાવી લેનારું, અર્થાત્ સર્વસામાન્ય રીતે કોઈપણ ઉદ્દેશ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું ખોખું તે વિકારના નિર્મૂલન માટે ૭૦ ટકા લાભદાયક પુરવાર થાય છે. જે તે વિશિષ્ટ પંચતત્ત્વ સાથે સંબંધિત રહેલા ખોખાંનું વિશિષ્ટ માપ કયું છે, તે વિશે આ ગ્રંથમાં વિશદ કર્યું છે. આ લેખમાં કેવળ સર્વસામાન્ય રીતે જે-તે ઉદ્દેશ માટે ઉપયોગમાં લેવાતા ખોખાનું માપ કહ્યું છે.
કોઈને જો વિવિધ વિકારો અનુસાર વિવિધ માપોનાં ખોખાં બનાવવાનું શક્ય ન હોય, તો તે સર્વસામાન્ય રીતે કોઈપણ ઉદ્દેશ માટે ઉપયોગમાં લેવાતું ખોખું વાપરે તો પણ ચાલે.
૧ અ ૨. સર્વસામાન્ય રીતે કોઈપણ ઉદ્દેશ માટે વાપરવાના ખોખાંનું માપ
૧ અ ૨ અ. ખોખાંની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું એકબીજા સાથે પ્રમાણ (ગુણોત્તર) – ૧૦ : ૭ : ૬
૧ અ ૨ આ. ખોખાંનું સર્વસામાન્ય માપ
૨૫ સેં.મી. લાંબું x ૧૭.૫ સેં.મી. પહોળું x ૧૫ સેં.મી. ઊંચું
ઉપર આપેલા માપમાં ૧૦ ટકા ઓછા-વત્તા પ્રમાણમાં તૈયાર (રેડીમેડ) ખોખું પણ ચાલી શકે. (ખોખું બનાવવાનું સચિત્ર વિવેચન ગ્રંથમાં કર્યું છે.)
૧ અ ૩. મોટા અને નાના ખોખાંની ઉપયુક્તતા
અ. મોટું ખોખું
ફરતે ખોખાં મૂકીને ઉપાય કરવા, સૂતી વખતે પથારી ફરતે ખોખાં મૂકવા ઇ. માટે મોટા (સર્વસામાન્ય માપના અથવા તે કરતાં મોટા માપના) ખોખાં વાપરવા.
આ. નાનું ખોખું
પ્રવાસ કરતી વેળાએ ખોખાંના ઉપાય કરવા, ખોખાંનું શિરસ્ત્રાણ (હેલ્મેટ) બનાવવું ઇત્યાદિ માટે નાના ખોખાંનો ઉપયોગ કરવો.
૧ અ ૪. કયા માપનું છે તેનાં કરતાં વાપરવા પાછળનો ભાવ મહત્ત્વનો !
ખોખું ભલે ગમે તે માપનું હોય, છતાં ખોખાંના ઉપાય કરતી વેળાએ ભાવ રાખીએ, તો કોઈપણ માપના ખોખાં દ્વારા ઉપાય થાય છે. એમ ભલે હોય, છતાં પણ ભાવ રાખીને યોગ્ય માપનું ખોખું ઉપાય માટે વાપરવાથી ઉપાયોની ફળનિષ્પત્તિ નિશ્ચિત જ વધારે મળે છે.
૧ આ. ખોખું બને ત્યાં સુધી ધોળા રંગનું હોવું !
૧ ઇ. ખોખાંનું પોલાણ વધારે મહત્ત્વ ધરાવે છે અને શાનાથી તૈયાર કર્યું છે આ બાબત ગૌણ મહત્ત્વની હોવી
આપત્કાળમાં એકાદ સમયે ખોખું વાપરવાનું શક્ય ન હોય તો ઘરમાંની ડોલ, તપેલું, ડબા જેવી વસ્તુઓનો ઉપાય માટે ઉપયોગ કરી શકાય છે.
૨. ખોખાંના ઉપાય કરવાનાં શરીરમાંના સ્થાનો
૨ અ. પ્રાથમિકતાથી શરીરમાંના
કુંડલિની ચક્રોનાં સ્થાન પર ખોખાંના ઉપાય કરવા !
૨ અ ૧. કુંડલિની ચક્રોનાં સ્થાન પર ખોખાંના ઉપાય કરવા પાછળનું શાસ્ત્ર
બ્રહ્માંડમાંની પ્રાણશક્તિ (ચેતના) મનુષ્યના શરીરમાંના કુંડલિનીચક્રો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને તે તે ચક્ર દ્વારા તે શરીરમાંની તે તે ઇંદ્રિય સુધી પહોંચાડવામાં આવે છે. ઇંદ્રિયમાં પ્રાણશક્તિ વહનમાં (ચેતનાના પ્રવાહમાં) અડચણ નિર્માણ થાય પછી, વિકાર નિર્માણ થાય છે.
તે માટે અનિષ્ટ શક્તિ ખાસ કરીને કુંડલિનીચક્રો પર આક્રમણ કરીને ત્યાં ત્રાસદાયક (કાળી) શક્તિ સંઘરી રાખે છે. તેના પર ઉપાય તરીકે કુંડલિનીચક્રોના સ્થાન પર ખોખાંના ઉપાય કરવાનું મહત્ત્વનું પુરવાર થાય છે. (કુંડલિનીચક્રોનાં સ્થાન ઉપરાંત વિકારગ્રસ્ત અવયવોનાં સ્થાન પર પણ ખોખાંના ઉપાય કરી શકાય છે.)
૨ અ ૨. વિકાર અનુસાર કયા કુંડલિનીચક્રોનાં સ્થાન પર ખોખાંના ઉપાય કરવા જોઈએ ?
વિકાર સંબંધિત કુંડલિનીચક્ર (નોંધ ૧)
૧. શારીરિક વિકાર
અ. માથું અને આંખ સાથે સંબંધિત વિકાર – આજ્ઞાચક્ર (ભ્રૂમધ્ય, અર્થાત્ બે ભવાંની વચ્ચોવચ)
આ. નાક, મોઢું, કાન અને ગળું – આ સાથે સંબંધિત વિકાર વિશુદ્ધચક્ર (કંઠ, અર્થાત્ સ્વરયંત્રનો ભાગ)
ઇ. છાતી સાથે સંબંધિત વિકાર – અનાહતચક્ર (છાતીની વચ્ચોવચ)
ઈ. પેટ સાથે સંબંધિત વિકાર – મણિપુરચક્ર (નાભિ / દૂંટી)
વિકાર સંબંધિત કુંડલિનીચક્ર (નોંધ ૧)
ઉ. પેઢા સાથે સંબંધિત વિકાર – સ્વાધિષ્ઠાનચક્ર (જનનેંદ્રિયથી ૧ – ૨ સેં.મી. ઉપર (લિંગમૂળ))
ઊ. હાથ અને માથાથી છાતી સુધીના ભાગમાંના વિકાર (ઉપરના સૂત્રો થી નમૂદ કરેલા અવયવોના વિકારો ઉપરાંત અન્ય વિકાર) – અનાહતચક્ર
એ. પગ અને છાતી સમાપ્ત થઈને તેની નીચે ચાલુ થનારા ભાગમાંના વિકાર (ઉપરનાં સૂત્રો અને નમૂદ કરેલા અવયવોનાં વિકારો ઉપરાંત અન્ય વિકાર) – મણિપુરચક્ર
ઐ. સંપૂર્ણ શરીરનો વિકાર (ઉદા. થાક, તાવ, સ્થૂળતા, શરીર પર ત્વચારોગ)
૧. સહસ્રારચક્ર (માથાનો મધ્ય, તાલકું) (નોંધ ૨)
૨. અનાહતચક્ર અને મણિપુરચક્ર
૨. માનસિક વિકાર ૧. સહસ્રારચક્ર (નોંધ ૨)
૨. અનાહતચક્ર
નોંધ ૧ – મૂલાધારચક્રના સ્થાન પર ન્યાસ કરવાનું કહ્યું નથી; કારણકે આ ચક્રના સ્થાન પર ન્યાસ કરવાનું કઠિન હોય છે.
નોંધ ૨ – સહસ્રારચક્ર
આની કુંડલિનીના ષટ્ચક્રોમાં ગણના થવાને બદલે સ્વતંત્ર ચક્ર તરીકે ગણના થાય છે. બ્રહ્માંડમાંની પ્રાણશક્તિ આ ચક્ર દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ ચક્રને પણ કહેવામાં આવે છે. સર્વસામાન્ય વ્યક્તિમાં સહસ્રારચક્ર બંધ હોય છે. સાધનામાં પ્રગતિ થયા પછી તે ખુલે છે. તેને કારણે અન્ય વ્યક્તિઓની તુલનામાં સાધનામાં પ્રગતિ થયેલી વ્યક્તિએ સહસ્રારચક્રના સ્થાન પર ન્યાસ કરવાથી તેને વધારે લાભ થાય છે.
નોંધ : વાચકોએ સદર સંદર્ભ માટે સંગ્રહિત રાખવો.
આધ્યાત્મિક ઉપાયોની અભિનવ પદ્ધતિઓના જનક – પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
આધ્યાત્મિક ઉપાયોની અવનવી પદ્ધતિઓનું વિવેચન કરનારા
સમગ્ર જગત્માં એકમેવાદ્વિતીય રહેલા- પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
વ્યક્તિને થનારા શારીરિક અને માનસિક ત્રાસનું કારણ મોટાભાગે આધ્યાત્મિક હોય છે. તેમાંનું પ્રમુખ કારણ એટલે અનિષ્ટ શક્તિઓનો ત્રાસ. આ ત્રાસ દૂર થવા માટે આજ સુધી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ આધ્યાત્મિક ઉપાયોની અનેક નવી-નવી પદ્ધતિઓનું વિવેચન કર્યું છે, ઉદા. દેવતાઓના એકાંતરે નામજપ, પ્રાણશક્તિ (ચેતના) વહન તંત્રમાંની અડચણોને કારણે થનારા વિકારો પરના ઉપાય. સદર ઉપાય પદ્ધતિનો સનાતનના સેંકડો સાધકોને લાભ થતો હોવાથી આ પદ્ધતિઓ એટલે પ્રમાણભૂત શાસ્ત્રો જ સિદ્ધ થયા છે. તેમાંની એક પદ્ધતિ એટલે, ખોખાંના ઉપાય !
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પોતે ખોખાંના ઉપાયો વિશે વિવિધ પ્રયોગો કર્યા અને અનુભવ લીધો. સનાતનનાં સેંકડો સાધકોએ પણ આ ઉપાયોના પ્રયોગો કર્યા અને તેમને લાભ થયો. સદર ઉપાયપદ્ધતિનો સાધકોને થયેલો લાભ ધ્યાનમાં આવવાથી હવે ગ્રંથના માધ્યમ દ્વારા બધા સમક્ષ આ ઉપાયપદ્ધતિ પ્રસ્તુત કરી રહ્યા છીએ.
વિદેશમાંના લોકો પણ
લાભ લઈ રહ્યા હોય તેવી ઉપાયપદ્ધતિ
‘સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઉંડેશન’ સંસ્થાના ‘www.ssrf.org’ સંકેતસ્થળ પર ‘બોક્સ થેરપી (ખાલી ખોખાંના ઉપાય)’ વિશે વિવેચન મૂકવામાં આવ્યું છે. આ સંકેતસ્થળના માધ્યમ દ્વારા અનેક વિદેશી લોકો પણ આ ઉપાયપદ્ધતિનો લાભ લઈ રહ્યા છે/લાભ કરી લીધો છે. એક વાચકની આ વિશેની પ્રતિક્રિયા ઉપયોગી થઈ શકે છે.
‘મેં ખોખાંના ઉપાય કર્યા પછી મારી પીઠમાંથી કાંઈક બહાર નીકળી ગયું હોવાનું મને જણાયું. ત્યાર પછી મારા માથામાંની ટ્યૂમર કાઢેલા સ્થાન પર ખોખું મૂક્યા પછી મને કાન પાસે વેદના થઈ અને શરીર પર રોમાંચ થયો. બીજા દિવસે મને જાણે કેમ નવજીવન મળ્યું હોય, તેમ લાગ્યું. તેથી ખોખાંના ઉપાય મને નાવીન્યપૂર્ણ લાગે છે. – શ્રી. સેબૅસ્ટિયન અલઝાન્ડ્રો ઑર્ટિઝ (‘www.ssrf.org’ ના ‘સ્પૅનિશ ફેસબૂક’ પરનો અભિપ્રાય)
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ માનવ જીવન ત્રાસમુક્ત અને આનંદી બનાવવા ‘ખાલી ખોખાંના ઉપાયો’ આ અત્યંત સરળ પદ્ધતિ શોધીને અખિલ માનવજાતિ પર ઉપકાર કર્યા છે. આ ઉપકારનું ઋણ ક્યારે પણ ચૂકવી શકાય તેમ નથી. તેમણે માનવજાતિ પર કરેલા ઉપકારો માટે અમે તેમનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ ! – (પૂ.) સંદીપ આળશી, સનાતનના ગ્રંથોના સંકલક